________________
પહોંચી જાય છે. મુખ એ ક્રોધ-ચોરનો દરવાજો છે. મૌનની શક્તિ મળતાં જ ક્રોધ ત્યાં અટકી જાય છે, તંભિત બની જાય છે.
હવે આગની ઘટનાનો આધ્યાત્મિક સંકેત જોઇએ : બધે આગ લાગી, બધાનું બધું બળી ગયું, પણ સુવ્રત શેઠનું કાંઈ ન બળ્યું. કઈ છે આ આગ? એ આગ છે ગુસ્સાની આગ. ક્રોધની આગ કોને દઝાડે ? જે કટુ વાણીરૂપી લાકડા નાખતો રહે તેને ! પણ જે મૌનના સપાટ મેદાનમાં આવી જાય તેને ક્રોધની આગ શું કરી શકે ? આગનું જોર
ક્યાં સુધી ? લાકડા મળે ત્યાં સુધી. ક્રોધનું જોર ક્યાં સુધી? કટુ શબ્દોનો સહારો મળે ત્યાં સુધી. તરણા વિનાની ભૂમિ પર પડેલો અગ્નિ થોડી જ વારમાં શાંત બની જાય. મૌનના મેદાનમાં ચાલ્યા જાવ. ત્યાં ક્રોધની આગ ફરકી શકશે નહિ. માટે જ બોલ બોલ કરનારા બીજાનું બધું બળી ગયું, પણ મૌન રહેલા સુવ્રતનું કશું જ બળ્યું નહિ. ચોરી અને આગની ઉપરોક્ત બંને ઘટનાઓ સુવ્રત શેઠના મૌનનો મહિમા પ્રગટ કરે છે. ચોરી અને આગની ઘટનાથી સુવ્રત સેઠ સંસારથી વધુ વિરક્ત બન્યા. ભૌતિક પદાર્થોની અનિયતા નજર સામે દેખાઇ. એમને વિચાર આવ્યો : આ બંને પ્રસંગો મને સંસારથી વિરક્ત બનાવવા માટે જ આવ્યા છે. હવે મારે સંસારમાં રહેવું ઉચિત નથી.
આધ્યાત્મિક રહસ્યના સંદર્ભમાં વિચારીએ તો એવો પણ અર્થ નીકળી શકે : સુવ્રત શેઠને પોતાની અંદરની સ્થિતિનો ખ્યાલ આવ્યો હોય : અરેરે ! હજુ મારામાં ક્રોધની આટલી બધી ઉત્કટતા ? એ તો ઠીક, હું મૌનના કારણે વધુ નુકશાનથી બચી ગયો. નહિ તો શું થાત ? મારે ક્રોધ હટાવવા હજુ વધુ સાધના કરવી જ પડશે. એ સાધના સંસારમાં રહીને થઇ શકે તેમ નથી. એ માટે તો મારે ક્ષમાશ્રમણ-સાધુ જ બનવું પડશે.
સંયમ માટે ઉત્સુક બનેલા સુવ્રત શેઠે પોતાની સંયમ માટેની ભાવના અગિયાર પત્નીઓને જણાવી. તેઓ તરત જ તૈયાર થઇ
ગઇ. ચાર જ્ઞાનના સ્વામી આચાર્યશ્રી જયશેખર સૂરિજી પાસે સુવ્રત શેઠે સપરિવાર દીક્ષા લીધી.
દીક્ષાના દિવસથી જ સુવ્રત શેઠની અગિયારેય પત્નીઓએ માસક્ષમણ શરૂ કરી દીધું. એ માસક્ષમણ એમના માટે અનશન જ બની ગયું. માસક્ષમણના અંતે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગઇ. સુવ્રત શેઠથી પહેલા તેમની પત્નીઓ મોક્ષે ગઇ.
સુવ્રત મુનિએ સાધુ-જીવનમાં ઘોર તપશ્ચર્યા શરૂ કરી. એક વાર છ મહિનાના, ચાર વાર ૪૪ મહિનાના ઉપવાસ કર્યો. ૧0 અટ્ટમ કર્યા અને ૨૦૦ છઠ્ઠ કર્યા.
એક દિવસ એક વ્યંતર દેવે બીજા કોઇ સાધુ મહારાજની શારીરિક વેદના સુવ્રત મુનિમાં દાખલ કરી દીધી. સુવ્રત મુનિને ભયંકર પીડા થવા લાગી, પણ તે એક અક્ષર પણ બોલ્યા નહિ કે ચિકિત્સા કરાવવા ક્યાંય ગયા નહિ. કારણ કે તે દિવસે તેમને પ્રતિજ્ઞા હતી : મૌન રહેવું અને ઉપાશ્રયથી બહાર નહિ જવું.
વ્યંતરદેવ કહેવા લાગ્યો : સુવ્રત મુનિ ! તમે બાજુના ઘરમાં જાવ અને દવા કરો ! પણ મુનિ પોતાની પ્રતિજ્ઞામાં અચલ રહ્યા. ભયંકર વેદનામાં પણ ‘કર્મ વિપાક' નામના ધર્મધ્યાનમાં એટલી લીનતા કેળવી કે, થોડી જ ક્ષણોમાં ધાતી કર્મોના ભૂક્કા બોલાવી દીધા. સુવ્રત મુનિ કેવળજ્ઞાની બની ગયા.
મૌન એકાદશીની આરાધનાએ સુવ્રત શેઠને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડી દીધા. આથી મૌન એકાદશી સાથે એમનું નામ એવી રીતે જોડાઈ ગયું કે, જે કદી અલગ થઇ શકે નહિ. સુવ્રત શેઠને આદર્શરૂપે સામે રાખી શ્રી કૃષ્ણની જેમ આપણે પણ મૌન એકાદશીની આરાધના કરીએ.
ઉપદેશધારી * ૧૬૬
ઉપદેશધારા # ૧૬૭