________________
૨૮. સાક્ષાર્થિ તત્ત્વમ્ | “આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો
२९. चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् । જ્ઞાનાનંદથી મસ્ત થઈને રહેવું
છે
.
આત્માનો સાક્ષાત્કાર ! જીવનની બહુ જ મોટી ઉપલબ્ધિ છે ! બીજું બધું આપણને અનંત ભવોમાં મળ્યું છે, પણ કદીયે આ નથી મળ્યું.
આ નથી મળ્યું તો કશું જ નથી મળ્યું. આ મળ્યું છે તો બધું જ મળ્યું છે, જિહાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ તિહાં લગી સાધના સર્વ જૂઠી’ એમ કહેતો નરસૈયો આત્મ-સાક્ષાત્કારનો મહિમા ગાય છે.
પણ આ તત્ત્વની પ્રાપ્તિ સ્વ-બળથી થતી નથી, માત્ર પ્રભુકૃપાથી જ થાય છે.
જે પૂર્વની ૨૭ સૂચનાઓ મુજબ જીવન ગાળે છે તેના પર અવશ્ય પ્રભુ-કુપા ઊતરે છે.
ખરેખર તો પ્રભુ-કૃપા હોય તો જ આવી સૂચનાઓ ગમે છે, જીવનમાં ઉતારવાનું મન થાય છે.
કહેવાય છે કે નિજાનંદની મસ્તીમાં મસ્ત યોગીશ્રી આનંદઘનજી એક ગામમાં રોજ વ્યાખ્યાન આપતા હતા. એક શેઠ રોજ સાંભળવા આવતા. એક દિવસ શેઠ મોડા પડ્યા. વ્યાખ્યાન શરૂ થઇ ગયું. ધુંઆફંઆ થયેલા શેઠ ગર્જી ઊઠ્યા : ‘મહારાજ ! તમને ખબર છે આ ઉપાશ્રય કોણે બનાવ્યો છે ? તમને ખબર છે આ ગામમાં સૌથી શ્રીમંત કોણ છે ? તમને ખબર છે મારા આવ્યા પહેલા ક્યારેય વ્યાખ્યાન શરૂ થતું નથી ? આજે વ્યાખ્યાન કેમ શરૂ કર્યું ? ઠીક છે, હવેથી ધ્યાન રાખજો .'
આનંદઘનજી મહારાજ તરત જ ઊભા થઈ ગયા : ‘લો, આ તમારો ઉપાશ્રય ! લો આ તમારો પાટ ! હું પેલા લીમડા નીચે વ્યાખ્યાન આપીશ. સાંભળવું હશે તે આવશે.'
આશા ઓરન કી ક્યા કીજે ? આશા ઓરન કી ક્યા કીજે જ્ઞાન-સુધારસ પીજે આશા ઓરન કી ક્યા કીજે. આમ કહેતા આનંદઘનજી મહારાજ ત્યાંથી ચાલતા થયા.
યાદ રહે : આ ગુસ્સો ન્હોતો. નિજાનંદની મસ્તીમાંથી જન્મેલી નિરપેક્ષતા હતા.
ઉપદેશધારા ૪ ૨૮૪
ઉપદેશધારા ૪ ૨૮૫