________________
પ્રશ્ન જાગ્યા પછી ઉત્તર મળવાથી મન સમાહિત બને છે. જ્ઞાન નિઃશંક બને છે. મન સંકલ્પ-વિકલ્પરહિત બને છે.
ત્યાર પછી જ પુનરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા થઇ શકે. સ્વાધ્યાયના પાંચ પ્રકારનો ક્રમ ખરેખર ખૂબ જ રહસ્યપૂર્ણ છે. પૂ. ઉપાધ્યાયજી કહે છે : ધર્માચાર્ય પાસે તત્ત્વની જિજ્ઞાસા રાખો. જિજ્ઞાસારૂપી પૂર્વભૂમિકા તમારી પાસે તૈયાર હશે તો જ્ઞાન જરૂર મળશે.
ચાર ધર્મ ચાર પુરુષાર્થ દાન : હું અર્થ પુરુષાર્થને સફળ બનાવું છું. શીલ : હું કામ પુરુષાર્થને નિયંત્રિત બનાવું છું. તપ : હું ધર્મ પુરુષાર્થને ગતિશીલ બનાવું છું. ભાવ : હું મોક્ષ પુરુષાર્થને ઝડપી બનાવું છું.
***
ચાર સંજ્ઞાની રાજધાની
આહાર સંજ્ઞા : મારી રાજધાની તિર્યંચગતિ છે. ભય સંજ્ઞા : મારી રાજધાની નરકગતિ છે.
મૈથુન સંજ્ઞા : મારી રાજધાની માનવગતિ છે. પરિગ્રહ સંજ્ઞા : મારી રાજધાની દેવગતિ છે. ✰✰✰
ચાર ભાવના ચાર કાર્યો ટાળે
મૈત્રી : ક્રોધને કાપે.
પ્રમોદ : માનને મારે. (માન હટા વિના બીજાના ગુણો તરફ પ્રમોદ જાગે જ નહિ. )
કરૂણા ઃ માયાને ટાળે. (માયા ટળ્યા વિના બીજા તરફ સાચી અનુકંપા થતી જ નથી.)
માધ્યસ્થ : લોભને ગાળે. (લોભ જવાથી જ પરમ તટસ્થ ભાવ પેદા થાય છે. લોભની હાજરીમાં રાગ-દ્વેષ રહેવાના જ.)
ઉપદેશધારા * ૨૧૬
૨૩. શૌચમ્ । ‘પવિત્રતા રાખવી’
do,
૨૮
અજૈન મહાભારતની એક આખ્યાયિકા છે. પાંચ પાંડવો અડસઠ તીર્થની યાત્રાએ જઇ રહ્યા હતા. ત્યારે કુંતી માતાએ કડવી તુંબડી આપીને કહ્યું : તમે અડસઠ તીર્થની યાત્રા કરવા જવાના છો. દરેક તીર્થે તમે સ્નાન કરો ત્યારે આ તુંબડીને પણ સ્નાન કરાવજો.
માતાની વાત માથે ચડાવી તેઓ અડસઠ તીર્થની યાત્રાએ નીકળી પડ્યા. દરેક તીર્થે તુંબડીને પણ સ્નાન કરાવતા રહ્યા.
કેટલાક સમય પછી પાછા આવીને પેલી તુંબડી માને આપી. માતાએ તેનું શાક કરીને સૌની થાળીમાં પીરસ્યું.
શાક મોંમાં નાખતાં જ પાંચેય પાંડવ ઘૂ... ઘૂ... કરવા લાગ્યા. કેમ ? શું થયું ? કુંતીએ પૂછ્યું.
મા ? આ તો કડવું ઝેર શાક છે.’
‘પેલી કડવી તુંબડીનું જ એ શાક છે. મને એમ કે ૬૮ તીર્થોમાં સ્નાન કરવાથી એ મીઠી થઇ ગઇ હશે ? શું હજુ એ કડવી જ છે ?’ ‘મા ! એ તો કડવી જ રહેને ? બાહ્ય સ્નાનથી એ શી રીતે મીઠી થઇ શકે ?'
‘મારે તમને આ જ વાત સમજાવવી છે. અંદરની વૃત્તિઓ ન બદલાય, શુદ્ધ ન થાય તો બાહ્ય સ્નાન વ્યર્થ છે.
ઉપદેશધારા * ૨૧૭