________________
કબીરને તો ખાલી કહેવું છે, જયારે આપણે સંસાર ચલાવવો છે. સંસારમાં કાંઈ ધન વિના ચાલે ?
પણ, બની ગયેલી ઘટનાઓ એમ કહે છે : દાનથી કોઈ દરિદ્ર થયું નથી. જો એમ જ હોત તો સૌથી વધારે દાન કરનારી જૈન કોમ આટલી સમૃદ્ધ ન હોત.
ઉર્દુ, નહિ આપવાથી માણસ ખાલી થઇ જાય છે. ગાયને જો રોજ દોહવામાં ન આવે તો ? ફૂલોને રોજ ચૂંટવામાં ન આવે તો ? ગાય, ફૂલ અને કૂવો આપવાથી ન ઘટવાના ઉદાહરણો છે. ભીમાં કુંડલિયાએ સાત જ દ્રમ્મ આપ્યા, વાડામાંથી ગાયે ખીલો ઊખેડતાં મળ્યું કેટલું ? મમ્મણે કાંઇ ન આપ્યું તો જીવનમાં એણે મેળવ્યું શું ? જગડુશાએ અઢળક આપ્યું તો એણે ગુમાવ્યું શું ? વસ્તુપાલ, પેથડશા વગેરેએ શું ગુમાવ્યું ? ક્યારેક શાંતિથી બેસીને વિચારવા જેવું નથી ?
ઘણા વ્યવહાર-ડાહ્યાઓને આ સમજાતું નથી.
ભોજરાજાના મંત્રીને પણ આ ન્હોતું સમજાતું. ભોજરાજાના અઢળક દાનને જો ઇને તિજોરી સાફ થઇ જવાના ભયે તેમણે દિવાલમાં લખ્યું :
‘માપવર્થ થનું રક્ષેદ્ !' ‘મુશ્કેલીના સમયે કામ લાગે, માટે ધનને બચાવવું જોઇએ.' મર્મ સમજી ગયેલા ચકોર ભોજે બીજે દિવસે તેની નીચે લખ્યું : ‘શ્રમતામાપ: #d: ?' ધનવંતોને આપદા ક્યાંથી આવે ?” ત્રીજે દિવસે મંત્રીએ લખ્યું : ‘ચિત્ પિત્ત વૈ' ‘ક્યારેક ભાગ્ય રૂઠે ત્યારે...' ચોથે દિવસે રાજા એ લખ્યું :
'सञ्चितोऽपि विनश्यति' ‘ભાગ્ય રૂઠશે ત્યારે ભેગું કરેલું પણ નષ્ટ થઈ જશે.' મંત્રી સમજી ગયા.
એક ખેડૂત પણ સમજે છે : ખેતરમાં હું મણ બી વાવું છું, પણ મણ જેટલા બી મને મળશે.
બેન્કમાં પૈસા મૂકનારો સમજે છે : પાંચ વર્ષે બમણા થઇને મને મળશે.
દાન આપનારો શું સમજે છે ? પૈસા વેડફાઇ રહ્યા છે એમ સમજે છે કે નવાઇ રહ્યા છે, એમ સમજે છે ?
એક સ્થળે કહ્યું છે : व्याजे स्याद् द्विगुणं द्रव्यं, व्यापारे च चतर्गणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं, पात्रेऽनन्तगुणं पुनः ॥
પૈસાને વ્યાજમાં મૂકો તો બમણા થાય. વેપારમાં ચાર ગણા થાય. ક્ષેત્રમાં સો ગણા થાય પણ સુપાત્રમાં અનંતગણા થાય.
જો કે આ ફળ ત્યારે જ મળે, જયારે મેળવવાની ઇચ્છા તદ્દન મરી પરવારી હોય.
શિવાલયમાં શિવલિંગની સામે રહેલો નંદી તમે કદી જોયો છે ? ત્રણ પગ જમીન પર વળી ગયા છે. એક પગ ટટ્ટાર છે. આ શું સૂચવે છે ?
જૈનેતરની દૃષ્ટિએ ધર્મરૂપી વૃષભના ચાર પગ છે : તપ, જ્ઞાન, યજ્ઞ અને દાન !
મનુસ્મૃતિ કહે છે : સત્યુગમાં તપ, ત્રેતાયુગમાં જ્ઞાન, દ્વાપરયુગમાં યજ્ઞ અને કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે.
અત્યારે તપ, જ્ઞાન અને યજ્ઞરૂપ ધર્મો લુપ્તપ્રાય થઇ ગયા છે. કલિયુગમાં ધર્મ એક જ પગે (દાનથી) ઊભો છે, એમ શિવાલયનો નંદી જણાવે છે.
ઉપદેશધારા * ૧૧૪
ઉપદેશધારા * ૧૧૫