________________
‘તમે બધા જ લોકોને કેટલાક સમય સુધી તથા કેટલાક લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકો, પણ તમે બધા જ લોકોને હંમેશ માટે મૂર્ખ બનાવી શકો નહિ.”
- અબ્રાહમ લિંકન (૧૮૫૮, સપ્ટેમ્બરનું ભાષણ) જરૂર કરતાં બહુ જ વધારે દેખાવ કરતા લોકોથી સાવધાન રહેવાની સલાહ રામકૃષ્ણ પરમહંસ આપે છે. એક સ્થાને એમણે કહ્યું છે કે નીચેની પાંચ વસ્તુઓથી હંમેશા સાવધાન રહેજો . મૈત્રી તમે બધા સાથે કરો, પણ ભરોસો બધા પર ન કરાય. (૧) જે ભગત થઇ બહુ જ ધાર્મિક દેખાવાનો ડોળ કરતો હોય. (૨) જે તળાવ શેવાળથી ઘેરાયેલું હોય. (૩) જે સ્ત્રી લાંબું ઘૂંઘટ ખેંચતી હોય. (૪) જે વ્યક્તિના વચનો પાણીના પ્રવાહની જેમ અખ્ખલિત વહેતા
હોય.
પણ લોકોને તમે કેટલી વાર મૂર્ણ બનાવી શકો ? લાકડાના પાત્રમાં કેટલીવાર રાંધી શકો ? એક વાર ઠગ્યા પછી એજ બાબતમાં બીજીવાર ઠગી શકો ? બીજીવાર પેલો આવે ખરો ? “ઘોડો ગાય છે' જેવું સર્કસ (રાજકોટમાં આવું સર્કસ થયેલું, જેમાં લોકો ગાતા ઘોડાને જોવા ઉમટેલા, પણ ત્યાં તો મેનેજરે ઘોડો અને ગાય જ ઉભા કરી દીધા. અમારી જાહેરાત શું છે ? તે જુઓ : ઘોડો (અને) ગાય છે.” લોકોની ટિકિટના પૈસા પડી ગયા.) બીજીવાર ચાલે ખરું? માખી ભગાડવાનો સરળ અને સસ્તો કિમીયો (મુંબઈમાં એક વખતે કોઇ ધૂર્તે એવી જાહેરાત કરેલી : ‘ફક્ત બે રૂપિયા મોકલો અને માખી ભગાડો.” ઘણા લોકો મૂર્ખ બન્યા. કિમીયામાં બધાને એક ચીઠી મળી, જેમાં લખેલું હતું : જમણા હાથે ખાતા જાવ અને ડાબા હાથમાં, રૂમાલ લઇ હલાવતા જાવ, તમારી પાસે એક પણ માખી નહીં આવે.) બીજીવાર ચાલે ખરો ? સોનું ડબ્બલ કરવાનો ધંધો (સોનું ડબ્બલ થઇ જશેના લોભમાં ઘણા લોકો ઠગાયા છે.) બીજીવાર ચાલે ખરો ? લોકો ભૂલકણા ગમે તેટલા હોય તોય એકવારના આવા અનુભવ પછી બીજીવાર ઠગાવા તૈયાર નહિ જ થાય.
હર ન હૈ #પટ સો, નો શિને વ્યવહાર; નને ઢાંકી શાદ , રહે ન ટૂંકી વાર ''
સદા કાળ માટે જગતને મૂર્ખ ન બનાવી શકાય. નવી વ્યક્તિ નવી યુક્તિ પ્રયોજીને મૂર્ખ બનાવી શકે કદાચ, પણ એજ વ્યક્તિની એજ યુક્તિ બીજીવાર કામ ન લાગે. આ અંગે અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને બહુ જ સચોટ કહ્યું છે :
"You can fool all the people some of the time, and some of the people all the time, but you can not fool all the people all the time."
(૫) જેના હૃદય-કપાટ અનાવૃત (બંધ) હોય.
પણ, ગમે તેટલી સાવધાની રાખીએ તોય ક્યાંક ને ક્યાંક ઠગાવું જ પડે. સરળ માણસ કરતાં માયાવીની અક્કલ વધારે હોય. કારણ કે સરળને બધું જ સરળ દેખાય, જયારે વાંકાને બધું જ વાંકુ દેખાય. આવા વાંકા માણસો તમને ક્યારેક ઠગી લે તો તમે શું કરશો ? “આપણને કોઈકે ઠગ્યા માટે આપણે પણ કોઇકને ઠગી લઇએ... દુનિયામાં આમ જ ચાલ્યા કરે.' એમ વિચારશો ? કે ‘ભલે, હું ઠગાયો અથવા ભાવિમાં પણ ઠગાઉં, પરંતુ હું તો બીજાને નહિ જ ઠગું. બીજાથી ઠગાવું કે ન ઠગાવું મારા હાથમાં નથી પણ બીજાને ઠગવું કે ન ઠગવું એ તો મારા હાથમાં છે. આવું વિચારશો ? દુનિયા તમને પ્રથમ વિકલ્પ અપનાવવાનું કહેશે : ‘ભલા માણસ ! આમ ભોળા ન થઇએ. ઘી કદી સીધી આંગળીથી નથી નીકળતું. એટલી સીધી-સાદી વાત તમે સમજી શકતા નથી ?”
ઉપદેશધારા + ૩૪
ઉપદેશધારા + ૩૫