________________
સાંભળવો, માલ-મલીદા ખાવા... વગેરે પ્રવૃત્તિ કરતી વખતે કદી લાગ્યું : આ પ્રમાદ છે ?
ક્રોધ, માન, માયા અને લોભ આ ચારેય પ્રમાદ છે. ક્રોધના આવેશમાં માણસ આત્મજાગૃતિ ખોઇ બેસે છે. આથી એ પ્રમાદ છે. જાગૃતિ થઇ ત્યાં પ્રમાદ આવ્યો જ સમજો .
અભિમાનના આવેશમાં પણ માણસ આત્મબોધથી દૂર ચાલ્યો જાય છે. એને પોતાના સિવાય કશું જ દેખાતું નથી. માટે એ પણ પ્રમાદ છે.
જયારે તમે ક્રોધથી કંપી રહ્યા છો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. જ્યારે તમે તમારી જાતને બીજાથી કંઇક વિશિષ્ટ માની રહ્યા હો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. પણ તમે ત્યારે એવું નહિ વિચારી શકો. ક્રોધાદિના આવેશમાં આટલું વિચારવા જેટલી જાગૃતિ માણસમાં હોતી નથી. જે ક્ષણે આવો સૂમ વિચાર આવશે તે જ ક્ષણે તમારો ક્રોધ ચાલ્યો જશે. આત્મ જાગૃતિની દશામાં ક્રોધ ટકી શકતો નથી. દીવાની હાજરીમાં અંધકાર ક્યાંથી ટકી શકે ?
જયારે તમને, બીજાને ઠગવાનું મન થાય ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. માયા પણ પ્રમાદ છે.
જયારે તમને ધંધા વધારવાનું ખૂબ જ મન થાય, ખૂબ જ કમાઇ લેવાનું મન થાય ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. આ લોભ નામનો પ્રમાદ છે, જો કે દુનિયા તમને કહેશે : તમે ઉદ્યમી છો. તમે અગ્રણી વ્યવસાયી છો. તમે ઉદ્યોગપતિ છો. તમે સાહસિક છો, પણ જૈનશાસન કહેશે : તમે પ્રમાદી છો. આત્મબોધથી તમે ઘણા દૂર ચાલ્યા ગયા છો. આજ સુધી તમને કદી વિચાર આવ્યો છે ? : આ લોભ પણ પ્રમાદનું ઘર છે.'
ચોથા પ્રમાદનું નામ નિદ્રા છે. ઊંઘને તો આખી દુનિયા પ્રમાદ માને જ છે.
પાંચમો પ્રમાદ વિકથા છે. સ્ત્રીકથા, દેશકથા, ભોજનકથા કે રાજકથામાં જયારે તમે રમમાણ હો ત્યારે માનજો હું પ્રમાદમાં છું. જયારે તમે ગુપ્પા મારતા હો કે વાતો કરતા હો ત્યારે માનજો : હું પ્રમાદમાં છું. કારણ કે વાતોનો વિષય મોટાભાગે આ ચાર વિકથામાંનું જ કોઇ હશે. જયારે તમે પેપર વાંચતા હો ત્યારે માનજો કે હું પ્રમાદમાં છું. કારણ કે પેપરમાં આ ચાર વિકથાઓ સિવાય ભાગ્યે જ બીજું કશું હોય છે. સિનેમા, બળાત્કાર, લગ્ન, સૌંદર્યસ્પર્ધા વગેરેના સમાચારો સ્ત્રીકથામાં આવી જાય. દેશ-વિદેશ, ક્રિકેટ વગેરેના સમાચારો દેશકથામાં આવી જાય. ખાવા-પીવા વગેરેના સમાચારો, ખાદ્ય વસ્તુ શી રીતે બનાવવી ? વગેરે વાતો ભોજનકથામાં આવી જાય. દેશ-વિદેશનું રાજકારણ, યુદ્ધ, હિંસા વગેરેના સમાચારો રાજકથામાં આવી જાય.
મારી પોતાની વાત કહું તો હું કદી પેપર વાંચતો નથી. ત્રીસેક વર્ષ પહેલા ભુજ ચાતુર્માસમાં મને કોઈકે કહેલું : મહારાજ ! છાપા વાંચો. તો જ વ્યાખ્યાનમાં કાંઇક પીરસી શકશો. અથવા તો આજનું જનમાનસ કેવું છે ? તે પેપર દ્વારા સમજી શકશો.
એની વાત માનીને મેં પેપર વાંચવા શરૂ તો કર્યા, પણ ૩૪ દિવસમાં જ મને લાગ્યું : “આ તો મારા મગજમાં કચરો ભરાઈ રહ્યો છે. પ્રભુનું સ્થાન આ કચરો લઇ રહ્યું છે.' આખો દિવસ પેપરમાં વાંચેલું હોય તેના વિચારો આવવાથી મને લાગ્યું : મારે પેપર વાંચવાનું છોડી દેવું જોઇએ. આમાં મારું કામ નહિ. ગાંઠનું ખોઇને મારે ગોપીચંદ નથી થવું.
... ને ત્યારથી મેં પેપરો છોડી દીધા.
મદ્યપાન આદિ પાંચેય પ્રમાદ ખતરનાક છે, આપણા શત્રુ છે. શત્રુનો વિશ્વાસ કદી કરાય નહિ, ભલે એ મિત્ર બનીને આવે.
ઉપદેશધારા ૪ ૨૬૨
ઉપદેશધારા ૪ ૨૬૩