________________
તો અગ્નિને પણ પાણી થવું પડે અને હિમાલયને પણ ઝૂકવું પડે. મેં બલિષ્ઠ સંકલ્પ કર્યો. બસ હવે મારે સમતાવૃત્તિથી જીવવું. એના માટે મેં મારું મોં દરમાં ઘાલી દીધું. મોટું અંદર, પૂંછડી બહાર ! મોટું બહાર હોય તો કોઇના પર નજર જાય ને ? નજર જાય તો કોઇ બળી મરે ને ? આવી રીતે હું મારું જીવન વ્યતીત કરતો હતો. ત્યાં જ અચાનક શું થયું ?
અત્યારના મારા જ પિતા કુંભ મહારાજાના પુત્રનું (મારા મોટા ભાઇનું) સર્પદંશથી અવસાન થયું. મારા પિતાને એટલો ગુસ્સો આવ્યો, કે બસ સાપનું નામ પૃથ્વી પર ન જોઇએ. એમણે જાહેરાત કરાવી કે જે કોઇ પણ માણસ એક સાપનું મડદું લાવશે તેને એક સોનામહોર ઇનામ મળશે. ઇનામના લાલચે લોકો ધડાધડ... ધડાધડ... સાપો મારવા લાગ્યા. હું પણ આમાંથી બાકાત ન રહ્યો. કેટલાક લોકો હું જયાં રહેતો હતો તે સ્થાને પણ આવી ચડ્યા. મારી પૂંછડીને ખેંચવા લાગ્યા. મેં વિચાર્યું. આ બિચારા અજ્ઞાન જીવો છે ! જો હું મોટું બહાર કાઢીશ તો બધા જ મરી જશે. ભલે એ મારી પૂંછડી ખેચે, ભલે હું કપાઈ જાઉં. ભલે મારે સહન કરવું પડે પણ હું મોં બહાર તો નહિ જ કાઢું. આ બાજુ તે લોકો મારી પૂંછડી જોર-જોરથી ખેંચવા લાગ્યા. હું પણ મજબૂત રીતે ધરતીને વળગી રહ્યો. આખરી મારી પૂંછડી તૂટી. મને ભયંકર વેદના થવા લાગી. મેં મારા આત્માને સમજાવ્યો : રે આત્મન્ ! સહન કર. સહન કર. પરવશતાથી ઘણુંય સહન કરવું પડશે. પણ એનાથી કશો ખાસ લાભ નથી. સ્વેચ્છાએ સહવામાં જ મહાન લાભ છે. જો તેં પૂર્વભવમાં ક્રોધ કર્યો તો કેવા કટુ-ફળો ભોગવવા પડ્યાં ? હજુ પણ જો ચૂક્યો તો આ ચોરાશીના ચક્કરમાં તું ક્યાંય ચકનાચૂર થઇ જઇશ.' આમ અણીના પ્રસંગે પણ મેં સમતા રાખી. સમાધિથી મરીને હું અહીં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. ઓહ ! કેવો છે સંસાર ! જયાં વેરીને
ત્યાં પણ પુત્ર તરીકે જનમવું પડે છે ! ન જોઇએ આવો સંસાર...! શું બળ્યું છે આ સંસારમાં ? લોકો કહે છે સંસાર એ કંસાર છે... પણ મને લાગે છે આ સંસાર કંસાર નહિ, પણ ભંગાર છે.
આમ ઝરુખે બેઠેલા રાજકુમારને મુનિવરના દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને સંસાર પરથી વૈરાગ્ય આવ્યો. એક મુનિરાજ પાસે દીક્ષા લઇ લીધી.
પણ દીક્ષા-જીવનમાં એમને કઠિનાઈ નડવા લાગી. તિર્યંચયોનિમાંથી આવેલા હોવાથી એટલી ભૂખ લાગવા માંડી કે ન પૂછો વાત ! સવારના પહોરમાં જ કકડીને ભૂખ લાગે. નવકારશીનું પચ્ચખાણ પણ માંડ થાય. એક દી તેઓ રડતા-રડતા ગુરુદેવ પાસે ગયા અને કહ્યું : ‘ગુરુદેવ ! હું તપશ્ચર્યા તો જરાય કરી શકતો નથી. મારો ઉદ્ધાર શી રીતે થશે ? તપ વિના કર્મનો ક્ષય શી રીતે થશે? તપ વિના સાધુ શોભે પણ શી રીતે ? ગુરુદેવે કહ્યું : “વત્સ ! તપ યથાશક્તિએ જ કરવાનો છે અને બીજી એક વાત હંમેશા યાદ રાખ કે
| ‘જ્ઞાન ભણવું સહેલું છે. પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે... પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે... પણ તેમાં શોષણવૃત્તિ ન આવવા દેવી મુશ્કેલ છે. તપ કરવું સહેલું છે... પણ તેમાં ક્ષમા રાખવી મુશ્કેલ છે. વત્સ ! તું ક્ષમા રાખ. ક્ષમા એ જ તારા માટે ઉત્તમોત્તમ તપ છે. અને તું કેમ ભૂલી જાય છે કે ક્ષમા ન રાખવાના કારણે જ કેટલાય તપસ્વીઓ પણ સંયમ જીવન હારી ગયા ? તે ધન્ય છે જે તપસ્વી છે છતાં ક્ષમાશીલ છે. તે વંદનીય છે જે શક્તિશાળી છે, છતાં રક્ષક છે. તે પૂજનીય છે જે ક્રિયાચુસ્ત છે છતાં નિંદાથી વેગળો છે. તે અભિનંદનીય છે જે જ્ઞાની છે છતાં
બજે મધુર બંસરી * ૩૦૦
બજે મધુર બંસરી * ૩૦૧