________________
મારે બીજું કંઇ ન જોઇએ...
થોડા દિવસમાં એના મનના પરિણામો પણ નિર્મળ થવા લાગ્યા. એને પણ જિન-પૂજા કરવાનું મન થયું. શેઠજીના નહિ, પણ પોતાના જ અનાજથી ફૂલો ખરીદી ભાવથી એ પણ ભગવાનની પૂજા કરવા લાગ્યો. જિન પૂજામાં તેનો ઉલ્લાસ દિન-પ્રતિદિન વૃદ્ધિગત થવા લાગ્યો.
એક દિવસ આયુષ્યનું તેલ ખૂટ્યું. તેનો જીવનદીપ બૂઝાયો. મૃત્યુ પામીને એ દેવલોક ગયો. ભગવાનની પુષ્ય પૂજાએ એક ગરીબ ભિખારીને હવે દેવ બનાવી દીધો. ના... માત્ર દેવ બનાવીને જ એ અટકતી નથી. એ તો પૂજકને દેવાધિદેવ બનાવીને જ જંપે છે.
સ્વર્ગમાંથી યુવીને એ દેવાત્માએ એક રાજાને ત્યાં જન્મ લીધો. જાણો છો એ રાજા કોણ હતો ?
એ હતો શ્રેણિક અને જન્મ પામનાર દેવ હતો અભયકુમાર. એ બુદ્ધિ-નિધાન અભયકુમારને આપણે બધા ઓળખીએ છીએ. પણ તેનામાં આવી જન્મ જાત નિર્મળ એ બુદ્ધિ આવી ક્યાંથી ? એ આપણે જાણીએ છીએ ખરા ? એ નિર્મળ બુદ્ધિના મૂળ પ્રભુ પૂજામાં છુપાયેલા હતા. ગરીબીથી અમીરી તરફ લઇ જનાર જિન પૂજા છે.
એક હતા શેઠ... નામ હતું તામલી... ભારે સુખી.. ઘરમાં લખલૂટ વૈભવ... શેઠ પણ ભારે ઉદાર, દાન અને ભોગ બંને માર્ગે પૈસો વાપરે.
એક રાત્રે એમને વિચાર આવ્યો. અરેરે આત્મનું..! આવી રીતે ભોગના કાદવમાં કીડા બનીને ક્યાં સુધી જિંદગી પસાર કરવી છે ? શું ખાવું-પીવું મોજમજા માણવી એનું નામ જ જિંદગી છે ? એ તો પશુઓ પણ કરી શકે છે... માનવ-જીવનની વિશેષતા શી ? હે જીવડા ! આમ પશુની જેમ જીવીને પાછા પશુ-જીવનમાં ચાલ્યા જવું છે ? જયાંથી ઘણી મુશ્કેલીએ બહાર નીકળ્યો ત્યાં ઘણી સહેલાઇથી પાછા ચાલ્યા જવું છે ? આ જીવન પશુતા માટે નહિ, પણ પ્રભુતા માટે છે. માનવ પશુ બની જાય તેમાં તેની હાર છે. માનવ પોતાનામાં પ્રભુતા પ્રગટાવે તેમાં તેની જીત છે. રે જીવ ! કંઇક એવા પ્રયત્ન કર... જેથી તારી સુષુપ્ત પ્રભુતા પ્રગટી ઊઠે.
પૂર્વના કોઇ તપ-જપ વગેરેના પુણ્યથી તને વૈભવ મળેલો છે પણ આ જિંદગી તું એમને એમ તપ-જપ વિના પશુતામાં ગાળી રહ્યો છે. પરભવમાં ઓ આત્મન્ ! તારું થશે શું ? જરા વિચાર તો કર.
બજે મધુર બંસરી * ૩૧૫
વાણીની ચાર વિશેષતા
મૌન સત્ય પ્રિય
ધર્મ
(ચારેય ઉત્તરોત્તર ચડિયાતા છે.)
બજે મધુર બંસરી * ૩૧૪