________________
ઘોર તપશ્ચર્યા દ્વારા જીવન પૂરું કરી તામલી તાપસ બીજા દેવલોકનો ઇન્દ્ર (ઇશાનેન્દ્ર) બન્યો અને ખરેખર તેણે પોતાની ઇચ્છા પ્રમાણે આત્મકલ્યાણનો રાજમાર્ગ પ્રાપ્ત કરી લીધો. કારણ કે ઇન્દ્રો નિયમા સમ્યગ્દષ્ટિ હોય છે અને સમ્યગ્દષ્ટિ આત્મા નિયમો મોક્ષગામી હોય છે. તેઓના હૃદયમાં એક જ નાદ ગૂંજતો હોય છે : મારે આત્મકલ્યાણ સિવાય બીજું કંઇ ન જોઇએ.
આ પ્રમાણે શેઠે પોતાના આત્માને શિખામણ આપીમનોમન નિર્ણય કરી લીધો કે બસ હવે મારે તપ-જપમાં લાગી જવું. તાપસ બની જવું. સાંસારિક ભોગોને સલામ... બસ... હવે બહુ થયું. થોડી ઘણી જે જિંદગી બચી છે તેનો કંઇક સદુપયોગ કરી લેવો.
પોતાના નિર્ણયને અમલમાં મૂકવા શેઠે જરાય વાર લગાડી નહિ. બીજે જ દી તેઓ તાપસ બની ગયા અને તપ-જપનો યજ્ઞ શરૂ કર્યો. ઘોર તપશ્ચર્યા આદરી. તપશ્ચર્યા એટલે કેવી ? છઠ્ઠના પારણે છઠ્ઠ... પારણામાં પણ શું વાપરે ? ૨૧ વખત ધોયેલા ભાત... જેના પર માખી પણ ન બેસે એવા નિઃસાર...!
ભલે એ જૈન ન્હોતો. ભલે એની પાસે વિશિષ્ટ જ્ઞાન હોતું... પણ આત્માનું કલ્યાણ હૃદયમાં બરાબર વસી ગયું હતું.
આથી જ ૬૦,૦૦૦ વર્ષ સુધી લગાતાર આ તપ-યજ્ઞ તેણે ચાલુ રાખ્યો. આની સાથે જો એની પાસે સમ્યજ્ઞાન હોત તો એટલી તપશ્ચર્યા દ્વારા એક હજાર આત્માઓનો મોક્ષ થઇ જાત.
આમ તેનું અજ્ઞાન કષ્ટ હોવા છતાં તેને મોક્ષ પર પાકી શ્રદ્ધા હતી અને તે પોતાની તમામ તપશ્ચર્યા આત્મકલ્યાણ માટે જ કરતો હતો.
એક વખતે ભવનપતિની દેવીઓએ તેને વિનંતી કરતાં કહ્યું કે- તમે તપ દ્વારા અમારા પતિ બનો. એવું નિયાણું કરો જેથી તમને સ્વર્ગની સમૃદ્ધિ મળે.
આ સાંભળતાં જ તામલી તાપસે કહી દીધું : “ઓ દેવીઓ! મારાથી એ કદાપિ ન બની શકે. મારો આ તપ નશ્વર એવા સ્વર્ગ માટે નથી, સ્વર્ગનું સુખ પણ આખરે તો વિનાશી જ છે, સર્યું એવા વિનાશી સુખથી...! મારે તો જોઇએ છે અવિનાશી એક માત્ર મોક્ષ જ. મોક્ષ, મોક્ષ અને મોક્ષ જ. એ સિવાય બીજું કશું જ નહિ.' દેવીઓ હતાશ થઇને ચાલી ગઈ.
બજે મધુર બંસરી * ૩૧૬
પ્રતિજ્ઞા જે ધાર્મિક નિયમોનું પાલન આપણે કરતા જ હોઈએ, એની બાધા લેવી જરૂરી ખરી ? ‘પા... સો ટકા જરૂરી. '
‘પણ... પાલન તો કરીએ જ છીએ ને ? પછી શો ફરક પડે ?” ‘જો પાલન કરો જ છો તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો શો છે ?” મન જેનું મજબૂત ના હોય તે પ્રતિજ્ઞા લે. મજબૂત મનવાળાને પ્રતિજ્ઞા કેવી ?'
આ દલીલ ખોટી છે. જે ખરેખર મન મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો કયાં આવ્યો? પ્રતિજ્ઞા લેવામાં આનાકાની કરી રહ્યા એ જ જEHવે છે મત અંદરથી કાચું છે એટલે જ એ બાપાથી ગભરાય છે.
સામાન્યપણે રાત્રિભોજન નહિ કરનારો અને પ્રતિજ્ઞાપૂર્વક રાત્રિભોજન નહિ કરનારો આ બંનેમાં ફરક છે, બહુ મોટો ફરક છે.
પ્રતિજ્ઞા વિનાનાં માણસ કોઈ મોકો મળતાં રાત્રિભોજન કરી લેશે. પ્રતિજ્ઞાવાળો આવું નહિ કરે. પ્રતિજ્ઞા ન લેવી એટલે પોપની અપેક્ષા જીવંત રાખવી.
શિવાજીની આજ્ઞાથી સેનાપતિ તાનાજી રાયગઢનો કિલ્લો જીતવા ગયા. ભાઈ સૂયાજી પણ સાથો હતો. ચંદનઘોની મદદથી સૈન્ય કિલ્લા પર ચડવું. ઉપર ખૂંખાર યુદ્ધ થયું. અચાનક તાનાજી હણાયા, સેનાપતિનું મૃત્યુ થતા મરાઠા સૈન્યના હોશકોશ ઉંડી ગયા. ભાગવા માટે બધા જ ચંદનઘોના દોરડા તરફ જવા માંડ્યા. તાનાજીના ભાઈ સૂયાજીએ વિચાર્યું : આમ તો વોર નાલેશી કહેવાય. સૈનિકો જીતી શકે તેમ હોવા છતાં અામ ઈriાશ થઈને ભાગે તે બરાબર નથી. પણ ભાગવાનો રસ્તો ખુલ્લો છે તેથી જ આ વિચાર અાવ્યોને ? ભાગવાનો રસ્તો જ ન હોય તો ? ચંદનઘોની દોરી જ કાપી નાંખવામાં આવે તો
તેણે તરત જ દોરી કાપી નાખી અને ભાગતા સૈનિકોને કહ્યું : ભાગો છો ક્યાં? દોરી તાં શત્રુઓએ કાપી લીધી છે એટલે ઉતરવાનો કોઈ સવાલ નથી. હવે તો જીતવું કે મરવું આ બે જ વિકલ્પ છે.
ભાગતા સૈનિકો પાછા વળ્યા અને મરણિયા થઈને શત્રુસૈન્ય પર તૂટી પડયા. સંત જતામાં વિજયપતાકા મેળવી લીધી.
આ વિજય અંગે શિવાજીએ કહેલું ‘ગઢ આલા પણ સિંહ ગેલા. '
પ્રતિજ્ઞા એટલે પાપોની અપેક્ષાનું દોરડું કાપી નાખવાનું. આ અપેક્ષા એ જ અવિરતિ છે. જ્યાં સુધી એ રહે ત્યાં સુધી જીવ પૂરી તાકાતથી પાપ સામે લડી શકતો નથી. મોકો મળતાં જ તે રણમેદાનમાંથી ભાગી છૂટે છે. ભાગી છૂટનારને કદી વિજયશ્રી 1 વરે.
બજે મધુર બંસરી * ૩૧૭