________________
એકતા પ્રેમી શ્રી રત્નપ્રભસૂરિજી
શ્રી પાર્શ્વનાથ ભગવાનના પંચમ પટ્ટધર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી ! હજારો ક્ષત્રિયોને જૈન ઓશવાળ બનાવનાર ! મહાન ગીતાર્થ ! મહાન શાસન-પ્રભાવક !
એક વખતે ઓસીઆ (ફલોદી (રાજસ્થાન) પાસે રહેલું ગામ) અને કોરટા (શિવગંજ પાસેનું ગામ) બંને સ્થળે એકી સાથે પ્રતિષ્ઠા કરાવવાનો પ્રસંગ આવી પડ્યો. વાત એમ બની કે બંનેના મુહૂર્ત મહા સુદ પાંચમના દિવસે જ આવતા હતા અને બંને સ્થળે પોતાની હાજરી અનિવાર્ય હતી. હવે શું થાય ? પણ વિદ્યાધારી એ મહાપુરુષ માટે આ વાત અશક્ય ન હતી.
પાસે રહેલી વિશિષ્ટ વિદ્યા દ્વારા એમણે બે રૂપ કર્યા. મૂળરૂપે ઓસીઆમાં પ્રતિષ્ઠા કરાવી અને બીજા માયાવી - વૈક્રિય રૂપે કોરટામાં પ્રતિષ્ઠા કરાવી. આમ એક જ વખતે આવતા બંને પ્રતિષ્ઠાપ્રસંગોને વિચક્ષણ આચાર્યદેવે બરાબર સાચવી લીધા.
તે સાલનું ચોમાસું આચાર્યશ્રીએ ઓસીઆમાં કર્યું અને તેમના શિષ્ય શ્રી કનકપ્રભમુનિએ કોટામાં કર્યું.
થોડા વખત પછી કોરટાના સંઘને એવો ખ્યાલ આવ્યો કે– અરે ! આ તો આપણે ઠગાયા ! આચાર્યશ્રીએ પોતાની વિદ્યા દ્વારા આપણને ઠગ્યા છે. પોતાનું મૂળ રૂપ તો ઓસીઆમાં જ રાખ્યું અને બજે મધુર બંસરી * ૩૧૮
અહીંની પ્રતિષ્ઠા તો બનાવટી રૂપથી કરી. આચાર્ય થઇને આવો દગો ? પણ આપણેય ક્યાં કમ છીએ ? આજથી એ આચાર્યનો ગુરુ તરીકે માનવાનો ત્યાગ... આવા ઠગનારા આચાર્યને ગુરુ તરીકે કેમ મનાય ? આમ કોરટા સંઘે રત્નપ્રભ સૂરિને ગુરુ તરીકે માનવાનો ઇન્કાર કરી દીધો.
એક ધર્માચાર્યને છોડ્યા તો બીજા આચાર્ય તો જોઇએ ને ? હવે કયા આચાર્યને માનવા ? એ કોરટાના લોકો માટે સવાલ પેદા થઇ ગયો. આખરે કોઇકે સૂચના આપતાં કહ્યું : અરે એમાં શું છે ? આપણે ત્યાં ચોમાસું રહેલા કનકપ્રભ મુનિ છે ને ? એમને જ આચાર્ય બનાવી દઇએ અને એમની આજ્ઞામાં આપણે સહુ આવી જઇએ. મારી વાત તમને કેમ લાગે છે ?
‘હા... બરાબર છે. બરાબર છે...' બધા એકી અવાજે બોલી
ઊઠ્યા.
અને કનકપ્રભ મુનિને આચાર્ય બનાવવા સૌ સજ્જ થઇ ગયા. ભારે આનાકાની છતાં બધાએ સાથે મળીને કનકપ્રભ મુનિને આચાર્ય બનાવી દીધા અને ‘આચાર્યશ્રી કનકપ્રભ સૂરિજીકી જય હો'ના નાદથી કોરટા ગામ ગૂંજી ઊઠ્યું.
આ સમાચાર આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીને મળ્યા. એમને ખૂબ જ દુ:ખ થયું. અરેરે ! સારા માટે કરવા ગયો છતાં પણ આમ થયું ? કોરટા સંઘે રૂસણા લીધા ? ખરેખર ભાવિકાળ વિષમ છે. સારું કરવા જઇશું તો પણ ઊંધું જ થશે. ખેર... હવે વાતને વણસતી અટકાવવી જોઇએ.
હજુ તો તારક પરમાત્મા શ્રી મહાવીરદેવને નિર્વાણ થયે પૂરા એક સો વર્ષ પણ થયા નથી અને અત્યારથી જ સંઘમાં ટુકડા ? રે, તો તો ગજબ થઇ જશે. ગુરુ અને શિષ્ય લડશે. એક સંઘ બીજા સંઘ સાથે લડશે. મત-ભેદો વધશે અને સંઘની તમામ શક્તિ લડવામાં જ વપરાઇ જશે. શું હું આચાર્ય થઇને સંઘને લડવાનો વારસો આપી
બજે મધુર બંસરી * ૩૧૯