________________
શ્રેષ્ઠ કાળના કારણે પર્વોનો મહિમા છે. ઉત્તમ તીર્થ પર જતાં મન આનંદના હિલોળે ચડે છે, તેમ ઉત્તમ પર્વ આવતાં પણ મન પરમ પ્રમોદ પામે છે. છતાં તીર્થ અને પર્વમાં એક મહત્ત્વનો તફાવત છે. તીર્થ પાસે માણસે સામેથી જવું પડે છે, જયારે પર્વ માણસની પાસે સામેથી આવે છે. માણસ કાંઇ પ્રયત્ન કરે કે ન કરે, તે દિવસે આરાધન કરે કે ન કરે, પણ પર્વ તો તે દિવસે આવી જ પહોંચે. આવા દિવસ સાથે જો આપણી ઉત્તમતાનું જોડાણ થઇ જાય તો ખરેખર જીવનનો કાયાકલ્પ થઇ ગયા વિના ન રહે.
મૌન એકાદશીના દિવસની ઉત્તમતાનું કારણ દોઢસો કલ્યાણકો છે. દોઢસો કલ્યાણકો કઇ રીતે થાય તે પહેલા આપણે સમજીએ : આ દિવસે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ત્રણ તીર્થકરોના પાંચ કલ્યાણક થયેલા છે. અરનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક, મલ્લિનાથ ભગવાનના ત્રણ કલ્યાણક : જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન અને નમિનાથ ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક.
એવી રીતે ગઇ ચોવીસીના ત્રણ તીર્થંકર (ચોથા મહાયશ, છઠ્ઠા સવનુભૂતિ અને સાતમાં સીમંધર)ના પણ પાંચ કલ્યાણકો આજના દિવસે છે. આવતી ચોવીશીના ત્રણ તીર્થકર (ચોથા સ્વયંપ્રભ, છઠ્ઠા દેવશ્રુત અને સાતમા ઉદયનાથ)ના પાંચ કલ્યાણક પણ આજના દિવસે છે. આ તો માત્ર આપણા ભેરતક્ષેત્રની વાત થઇ. અઢીદ્વીપમાં આવા કુલ પાંચ ભરતક્ષેત્રો છે અને પાંચ ઐરવત ક્ષેત્રો છે. એ બધા ક્ષેત્રોની ત્રણ ચોવીશીના પાંચ-પાંચ કલ્યાણકો ગણીએ એટલે કુલ દોઢસો કલ્યાણકો થાય. વર્ષમાં એક માત્ર આ જ દિવસ એવો છે જયારે દોઢસો કલ્યાણકોનો એકીસાથે લાભ મળે.
કલ્યાણકોનો પ્રભાવ તીર્થંકર પરમાત્માઓનું એકેક કલ્યાણક જબરદસ્ત પ્રભાવક છે. ભગવાનના કલ્યાણકો વખતે ત્રણેય લોકના જીવોને ક્ષણવાર સુખ
મળે. નારક જીવો હંમેશ માટે દુઃખમાં સબડી રહ્યા હોય છે. એમને સુખી કરવાની તાકાત કોઇ મોટા ઇન્દ્રમાં પણ નથી હોતી. એમના માટે ફરજિયાત દુ:ખો ભોગવવાનું હોય છે. નારક જીવો પાસે જો કોઇ જોષી પહોંચી જાય અને તેઓ જોષીને જો પોતાનું ભવિષ્ય પૂછે, તો જોષી માત્ર આટલું જ કહે : દુ:ખ, દુ:ખ અને દુઃખ ! પીડા, પીડા અને પીડા ! તારા નસીબમાં દુ:ખ સિવાય કશું જ નથી. તારું જ્ઞાન (વિર્ભાગજ્ઞાન) પણ તારા દુઃખને વધારનારું જ બનશે !
જન્મથી લઇ મૃત્યુ સુધી દુ:ખનો જ એક માત્ર ભાર વેંઢારનારા આવા નારક જીવોને બીજા તો કોઇ શું, પરંતુ ઇન્દ્ર પણ સુખી બનાવી શકે નહીં. સીતેન્દ્ર એકવાર આવો પ્રયોગ કરેલો. (રામચંદ્રજીના પત્ની સીતા સંયમધર્મનું પાલન કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ઇન્દ્ર બન્યાં છે.) તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું કે, મારા પૂર્વ ભવના દિયર લક્ષ્મણ નરકમાં સબડી રહ્યા છે. સીતેન્દ્રના હૃદયમાં દયા ઉભરાઇ આવી : અરે ! આવો પરાક્રમી પુણ્યશાળી, સૌભાગ્યશાળી મારો દિયર દુ:ખી ? ના, ના. હું એને હમણા જ દુ:ખમુક્ત બનાવી દઉં ! હું કોઇ કમ સામર્થ્યવાળો નથી, બારમા દેવલોકનો ઇન્દ્ર છું !
સીતેન્દ્ર નરકમાં જઇ પહોંચ્યા. ત્યાં રાવણ અને લક્ષ્મણ ઝગડી રહ્યા હતા. સીતેન્દ્ર બંનેને અટકાવ્યા અને પૂછ્યું : મને ઓળખો છો ? ઝળહળતું દિવ્ય રૂપ જોઇ લક્ષ્મણના જીવે કહ્યું : તમે ઇન્દ્ર લાગો છો.
‘નહિ, હજુ તમે મને બરાબર ઓળખી નથી શક્યા.' આટલું કહીને સીતેન્દ્ર પૂર્વભવનું સીતાનું રૂપ બતાવ્યું. લક્ષ્મણ તરત જ
ઓળખી ગયા. સીતેન્દ્ર કહ્યું : “સંયમના પ્રભાવથી હું બારમાં દેવલોકમાં ઇન્દ્ર બની છું. અને પૂર્વભવના મારા વહાલા દિયરનું દુ:ખ દૂર કરવા આવેલી છું. ચાલો, હું તમને સ્વર્ગમાં લઇ જાઉં.’ - સીતેન્દ્ર જયાં હથેળીમાં લક્ષ્મણજીને ઉઠાવ્યા, ત્યાંજ પારાની જેમ એમનું શરીર વેરાઇને નીચે પડી ગયું. આવી રીતે ત્રણ-ત્રણ
ઉપદેશધારા * ૧૪૨
ઉપદેશધારા + ૧૪૩