________________
વાર કર્યું, પણ સીતેન્દ્ર સફળ ન થયા. એથી લક્ષ્મણજીએ કહ્યું : સીતેન્દ્ર ! મને સ્વર્ગમાં લઇ જવાનો અને સુખી કરવાનો પ્રયત્ન કરવાનો રહેવા દો ! તમારો પ્રયત્ન જ મને વધુ દુઃખી બનાવે છે. મારા લલાટે દુઃખના જ લેખો લખાયેલા છે, ને તે મારે ભોગવવા જ રહ્યા. નિયતિને કોઇ મિથ્યા કરી શકે નહિ.
નિષ્ફળ અને નિરાશ સીતેન્દ્ર સ્વસ્થાને પાછા ગયા. બારમા દેવલોકના મહાસમર્થ ઇન્દ્ર પણ નરકના જીવને એકાદ ક્ષણ માટે પણ સુખી બનાવી શકતો નથી. એવા નરકના જીવોને તીર્થંકર પ્રભુના કલ્યાણકો સુખી બનાવે છે ! આથી જ કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજીએ કહ્યું છે કે, ભગવાન વે, જન્મ, દીક્ષા લે, કેવળજ્ઞાન પામે કે મોક્ષે જાય, એ પાંચ કલ્યાણકોનો અવસર નારક જીવોને ક્ષણભર સુખી બનાવે જ બનાવે. આની પાછળ કઇ શક્તિ કામ કરે છે ?
ભગવાને પોતાના ત્રીજા ભવમાં જગતના સર્વ જીવોના ઉદ્ધારની એવી જબરદસ્ત ભાવના ભાવી છે કે, એના પ્રભાવે સહજ રીતે જ જગતના જીવો એમના કલ્યાણકોમાં આનંદ પામે છે. કારણ કે ભગવાનની ચેતના-વિશ્વ ચેતના સાથે જોડાઇ ગયેલી છે. એમનો જન્મ વિશ્વ-ઉદ્ધાર માટે જ થયો હોય છે. પાંચ કલ્યાણ કોનું ધ્યાન જો આપણે કરીએ, તો આપણા પણ અનંત-અનંત કમના જુગ જૂના પાપ-જાળાં સાફ થઇ જાય. અરે ! કર્મબંધનના કારણ જ નબળાં પડી જાય. કર્મબંધનના મુખ્ય પાંચ કારણ છે : મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ !
ભગવાનના ચ્યવન કલ્યાણકનું ધ્યાન આપણા મિથ્યાત્વને ગાળે, કારણ કે પ્રભુ માતાની કુક્ષીમાં આવે છે ત્યારે નિર્મળ સમ્યકૃત્વ સહિત આવે છે. સમ્યક્ત્વનું ધ્યાન મિથ્યાત્વને ગાળે.
ભગવાનનો જન્મ આપણી અવિરતિ પ્રત્યેની આસક્તિને ઓગાળે. કારણ કે જન્મથી જ ભગવાન પરમ વિરાગી હોય છે.
એમના બાળક્રીડા, લગ્ન કે રાજયારોહણ વગેરે દરેક કાયાઁ વખતે પણ વિરાગનો ચિરાગ ઝળહળતો હોય છે. એનું ધ્યાન આપણી અવિરતિ પરની મૂર્છાને તોડે.
ભગવાન દીક્ષા લે ત્યારે સામાયિકનો પાઠ ઉચ્ચારતાં જ ચોથા ગુણઠાણેથી સીધા સાતમા ગુણઠાણે છલાંગ લગાવે. (પછી છ આવે, છદ્મસ્થ અવસ્થામાં છટ્ટે સાતમે ગુણઠાણે રહ્યા કરે.) સાતમાં ગુણસ્થાનકનું નામ છે, અપ્રમત્ત-પ્રમાદ રહિત અવસ્થા. અપ્રમત્ત અવસ્થાનું ધ્યાન આપણા પ્રમાદને હટાવે.
ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક આપણા કર્મબંધનના ચોથા કારણ-કષાયને કાપે. કારણ કે કષાયના નાશ વિના કોઇ આત્મા કેવળજ્ઞાની બની શકે નહિ. દસમા ગુણઠાણે કષાયનો નાશ થયા પછી બારમા ગુણઠાણે વીતરાગતા આવે, ને ત્યાર પછી જ કેવળજ્ઞાન થાય. વીતરાગતા આવી એટલે એની પાછળ સર્વજ્ઞતા દોડતી આવે. સાધના સર્વજ્ઞતા માટે નથી કરવાની, પણ વીતરાગતા માટે કરવાની છે. સર્વજ્ઞતાનું મૂળ વીતરાગતા છે.
ભગવાનનું મોક્ષ-કલ્યાણક આપણા યોગને તોડે. યોગ એટલે મન, વચન અને કાયા. આપણે આ યોગથી સતત કર્મ બાંધી જ રહ્યા છીએ. ભગવાન મોક્ષે જાય તે પહેલા તેરમાંથી ચૌદમા ગુણઠાણે આવે. ચૌદમા ગુણઠાણાનું નામ છે : અયોગી. મન, વચન અને કાયાનો નિરોધ કરવાથી જ અયોગી બની શકાય. આ અવસ્થાનું ધ્યાન આપણી મન, વચન, કાયાની કર્મ-બંધનની પ્રવૃત્તિઓને અટકાવે. માટે કલ્યાણકામી આત્માએ દરરોજ પાંચેય કલ્યાણકોનું ધ્યાન ધરવું જોઇએ.
મૌન પર મનન મૌન એકાદશીનું મહત્ત્વ કલ્યાણકોની અધિકતાના કારણે છે. ૧૫૦ કલ્યાણકોની આરાધના કરવા તે દિવસે ૧૫૦ માળાઓ
ઉપદેશધારા * ૧૪૪
ઉપદેશધારા + ૧૪૫