________________
'कहे कलापूर्णसूरि' दो किताब पाली अवश्य भिजावे ।
मैंने यह पुस्तक १०८ बार पढी है । पजसण के ८ दिन इस किताब का ही स्वाध्याय किया था और लोगो को कराया था । पू. गुरुदेव का नाम तो दुनिया में सबसे ऊंचाई पर है।
- પારસમલ ભંસાલી
(પાલી)
अध्यात्मयोगी की वाणी को लिपिबद्ध कर आप जैसे संतोने गुरुदेव श्री कलापूर्णसूरिजी को पुनर्जिवित कर दिया है ।
सूरिजी के उज्जैन आगमन के समय एक अदभुत प्रसंग मेरे जीवन से जुड़ा हुआ है। मेरे हृदय में पूज्यश्री के प्रति जो भाव है, उन की कृपा है... उस से मुझे शासन-रसिक बनने में बहुत मदद मिली है।
'कहे कलापूर्णसूरि' चारो भाग साहित्य से शासन की अधिक प्रभावना होगी । आप का सद्प्रयास स्तुत्य है । मैं उनकी खूबखूब अनुमोदना करता हुँ ।
- ડૉ. સુભાષ જૈન
(ઉજ્જૈન)
ચિત્રપટો... અનેકવિધ મુદ્રાઓ જોઇ હૈયું દ્રવી ગયું. પરંતુ તેમાં કેટલીક વિશેષતાઓ જોઇ હૈયું નાચી ઉઠ્યું.
આ ગ્રંથના પ્રેરક, સંપાદક, શિલ્પીઓથી કંઇક પરિચિત છું. પણ શું લખું? આવું અદ્ભુત કાર્ય કરવામાં અંતરની ભક્તિ અને શક્તિ છે, તેથી તેમાં દૈવત પ્રગટ થયું છે.
પાને-પાને લેખકોની ભાવભરી વિશેષતા... ક્યાંક અનુભવોની ઝલક તો ચમત્કારિક છે. પૂજયશ્રી માટે અવર્ણનીય અને અનિર્વચનીય અનેકવિધ પ્રતિભાઓ સંપન્ન થઇ છે તે આશ્ચર્યકારી છે. તેથી વિશેષ તો હજી પૂજ્યશ્રીએ જે ગૂઢ રાખ્યું છે તો આપણા ભાવમાં આવે ત્યારે જ તે રહસ્ય ખૂલે.
પાને-પાને મુદ્રિત થયેલા પૂજયશ્રીના બોલતા ચિત્રપટોથી એવું લાગે કે પૂજયશ્રી આ રહ્યા... આપણી ભાવના હોય તેવો બોધ તેમાંથી નિખરે છે... ખરેખર ! અદ્ભુત છે.
મારા પર પૂજયશ્રીની કૃપા વરસી છે. કદાચ મારી પાત્રતાથી... વિશેષ... એમ કહ્યું કે પાત્રતા જ તેઓએ મને આપી...
પાલીતાણામાં સાધ્વીજનો કહેતા કે તમે એક શ્રાવિકા જ એવા છો કે તમને ગુરુદેવ આવી રીતે તાત્વિક બોધ આપે છે. તે બોધ સમયે તેમની નિશ્રામાં તેઓના પવિત્ર સ્પંદનો... મારા દોષો - કષાયો - વિષયોના દૂષણ તો નષ્ટ થઇ જતાં અને મને એક અલૌકિકતા સ્પર્શી જતી. જે મારા આત્માને સન્માર્ગે લઇ જતી મેં અનુભવી છે. તેઓએ વચન – લબ્ધિ તો સહજ જ આપી હતી... જેના દ્વારા દૂર – સુદૂર સુધી રૂડા જીવો તત્ત્વબોધ ઝીલી શક્યા.
ભાગ-૨ થોડો જોયો. તેમાં જનસમૂહ - સાધુસમુદાયના પૂજયશ્રી પ્રત્યેના અહોભાવનું દર્શન થયું. પરમાત્માનું જ્ઞાન લોક વ્યાપક થઇ કરૂણા રૂપે વરસી જીવોના કલ્યાણનું કારણ બને છે. પૂજયશ્રીનો સહુના પ્રત્યેનો આત્મકલ્યાણનો તથા વાત્સલ્ય અને
બજે મધુર બંસરી + ૪૪૯
પૂજયશ્રીના જીવન પ્રસંગનું સ્મરણ પુણ્ય બંધનું જ કારણ બની શકે. આ પુસ્તકો દ્વારા પૂજયશ્રીનું સ્મરણ નિરંતર ચાલુ જ રહે છે.
- ધરમચંદ વિનાયકિયા (વિજયવાડા, આંધ્રપ્રદેશ)
અભિપ્રાય કે સૂચના માટે મારી કલમ નાની પડે તેવા અદ્ભુત ગ્રંથોની રચના થઇ છે. ભાગ-૧ ખોલીને થોડું જોયું. પૂજયશ્રીના
બજે મધુર બંસરી + ૪૪૮