________________
લોકોએ કરેલી સ્તુતિનો ભરોસો શી રીતે થાય ?
જે લોકો આજે સ્તુતિ કરે છે તેઓ આવતીકાલે નિંદા નહિ કરે, એનો શો ભરોસો ? જેઓ આજે ફૂલની માળા લઇને ઊભા છે તેઓ આવતી કાલે જુતાની માળા નહિ જ લાવે, એની શી ખાત્રી ? જેઓ આજે ગુલાબ ઊછાળે છે, તેઓ આવતી કાલે કીચડ નહિ જ ઊછાળે એવું કોણ કહી શકે તેમ છે ?
કર્મોનો ભરોસો શો ? કર્મો રૂઠે ત્યારે ભલભલા પણ ધૂળ ચાટતા થઇ ગયા છે - એ તો આપણે કેટલીયવાર સાંભળ્યું છે ને જોયું પણ છે !
સ્તુતિરૂપી રાક્ષસીનો શો વિશ્વાસ ? એની હજાર જીભ છે. સંભવ છે : એક જીભ સ્તુતિ કરતી હોય તો બીજી ૯૯૯ જીભો નિંદા પણ કરતી હોય. સ્તુતિથી જો આપણે રાજી થઇશું તો નિંદાથી નારાજ થવાનો જ. કારણ કે ગમો અને અણગમો બંને એક જ સિક્કાની બે બાજુઓ છે.
જો સદ્ગતિમાં જવું હોય તો પર-પીડા છોડી દો. એક વાત બરાબર સમજી લો કે બીજાની પીડા પોતાની જ પીડા છે. બીજાને દુઃખી બનાવીને વસ્તુતઃ આપણે આપણી જાતને જ દુઃખી બનાવીએ છીએ.
✰✰✰
જ્યારે આત્મિક સંપત્તિ સારભૂત લાગે. રત્નત્રયી જ પ્રાપ્તવ્ય લાગે ત્યારે સંસાર સ્હેજે છૂટી જાય. રત્નો મળી ગયા પછી કાંકરા કોણ સંઘરે ?
- કહે કલાપૂર્ણસૂરિ
ઉપદેશધારા * ૨૦૬
૨૦. જોપોડપિ = ( હ્રાર્થ:) નિયા નન: તયા | લોકોએ કરેલી નિંદાથી ગુસ્સે નહિ થવું'
(૨૫)
આપણી કોઇ નિંદા કરે અને આપણને ગુસ્સો આવે તો સમજવું : આપણને સ્તુતિની અપેક્ષા હતી. એ અપેક્ષાનો ભંગ થતાં હમણા ગુસ્સો આવ્યો છે.
આપણે સન્માર્ગે હોઇએ, હૃદયની સચ્ચાઇથી કાર્ય કરતા હોઇએ, છતાં કોઇ નિંદા કરતું હોય તો ડરવાનું શું ? આપણે આપણું કાર્ય કરતા જવાનું ! એમને એમનું કાર્ય કરવા દેવાનું ! કોઇ પણ હાથી કૂતરાઓના ભસવાથી કદી અટકી જતો નથી, કદાચ એ સાંભળતો જ નથી. એ પોતાનામાં મગ્ન હોય છે. ‘હાથી ચલત બઝાર, કુત્તા ભરત હજાર.' હાથીના સ્થાને સાધક છે ને કૂતરાના સ્થાને નિંદક છે.
પ્રશ્ન થઇ શકે : આપણે ખોટા હોઇએ ને કોઇ ટીકા કરે તો હજુયે સહન કરીએ, પણ આપણે સાચા હોઇએ તો ખોટી ટીકા કેમ સહન કરીએ ? અમે ખોટું તો સહી જ ન શકીએ. અરે ભાઇ ! આપણે ખોટા હોઇએ ને કોઇ ટીકા કરે ને સહન કરીએ, એમાં શી નવાઇ કરીએ છીએ ? જઇશું ક્યાં સહન નહિ કરીએ તો ? ભૂલ હોય તો બધા સહન કરે, ભૂલ ન હોવા છતાં સહન કરે તે મહાન !
આપણે હંમેશા ગમા અને અણગમા વચ્ચે જીવીએ છીએ. ગમતી ચીજમાં રાગ અને અણગમતી ચીજમાં દ્વેષ આપણા માટે સહજ છે. ઉપદેશધારા * ૨૦૭