________________
પ્રશંસા સાંભળીને ફુલણજી થઇ કાગડો પોતાનું સંગીત સંભળાવવા લાગ્યો : કાં... કાં... કાં..
બોલતાંની સાથે જ પુરી નીચે પડી ગઇ અને શિયાળ તે લઇને ચાલતું થઇ ગયું !
હવે કાગડાને અક્કલ આવી કે શિયાળ શા માટે પોતાની પ્રશંસા કરતું હતું ? પણ... અબ પછતાયે ક્યા હોત, જબ ચિડિયા ચુગ ગઇ ખેત ?
સ્વપ્રશંસા સાંભળતાં માણસ સાચે જ પાગલ થઇ શાન-ભાન
ભૂલી જાય છે.
ચાર સ્થાનોમાં માણસ પાગલ બને છે :
(૧) દર્પણ ઃ ડાહ્યામાં ડાહ્યો માણસ પણ આરીસા સામે એકલો હોય ત્યારે લગભગ ગાંડો બની જાય છે.
(૨) સ્ત્રીઃ અચ્છા-અચ્છા મર્દો પણ સ્ત્રી પાસે પાગલ બનતા હોય છે. (૩) બાળક : મોટી ઉંમરના માણસો પણ બાળક પાસે પાગલ જેવું વર્તન કરતા દેખાય છે.
(૪) પ્રશંસા : પોતાની પ્રશંસા સાંભળીને તો ભલભલા માણસો પણ ગાંડા થઇ જાય છે. કાગડા જેવો કાગડો, નહિ તો શી રીતે છેતરાય ?
સાચે જ તમારી પ્રશંસા કરતો માણસ તમારી પાસેથી કશુંક ઝૂંટવી લેવા માંગે છે. પ્રશંસાથી ફૂલાઇ ગયેલા તમને એ વાતનો કશો ખ્યાલ આવતો નથી. ખ્યાલ આવે છે ત્યારે પેલો પ્રશંસક રફૂચક્કર થઇ ગયો હોય છે.
બીજા તરફથી પોતાની પ્રશંસા સાંભળતાં જ અંદરનો અહંકાર નાચવા માંડે છે. હું બીજાથી કંઇક વિશેષ છું - એવો ભાવ પ્રતીત થવા માંડે છે.
પણ ત્યારે વિચારવું : પૂર્વ પુરુષો ક્યાં ? અને હું ક્યાં ? ઉપદેશધારા * ૨૦૪
આત્મદષ્ટિએ વિચારીએ તો સર્વ જીવોની આત્મશક્તિ સમાન
છે. કોઇકની આત્મશક્તિ થોડી વધુ ખુલેલી હોય કે કોઇની દબાયેલી હોય તે વાત જુદી છે. મૂળભૂત રીતે તો સર્વ આત્માઓ સમાન છે. કેવળજ્ઞાનનું અનંત ઐશ્વર્ય બધામાં સરખી જ રીતે છુપાયેલું છે. તો આમાં આપણી અસાધારણતા કે અદ્વિતીયતા આવી જ ક્યાં ? આપણે સાધારણ જ છીએ. પોતાને અસાધારણ માનવાની ઘેલછા છોડીને સર્વસાધારણ માનવું એ જ મોટી અસાધારણતા છે.
ખરેખર તો સ્વયંને અસાધારણ માનવું એ જ સાધારણપણું છે. કારણ કે બધા પોતાને ‘અસાધારણ' માને છે. બધા જેવી માન્યતા આપણી પણ હોય તો આપણે સાધારણ જ થયા ને ? માટે જ પોતાને સાવ સાધારણ માનવું એ જ અસાધારણપણું છે. કારણ કે તેવું માનનારા તમે જ એક છો. જગતમાં જેટલા અસાધારણ (સંપૂર્ણ જ્ઞાની, કેવલી) બન્યા તેઓ પોતાને સાધારણ માનીને જ થયા.
સ્તુતિ થવાના કારણો ક્યારેક આકસ્મિક હોય છે. કોઇક સંયોગોને કારણે આપણે સૌના કેન્દ્રબિંદુ બની ગયા હોઇએ તો સૌ સ્તુતિ કરવાના જ. એમાં રાજી શું થવાનું ? આ જ કેન્દ્રબિંદુ પર
બીજો કોઇ સાવ સામાન્ય માણસ આવે તો એની પણ એટલી જ સ્તુતિ થવાની. જ્યારે આપણે કેન્દ્રબિંદુ પરથી હટી જવાના ત્યારે આપણી સ્મ્રુતિ પણ હટી જવાની. આ આપણી નહિ, પણ કેન્દ્રબિંદુની સ્તુતિ છે, સંયોગોની સ્તુતિ છે. માંચડા પર ચડવાનો મોકો મળી જાય તો બકરો પણ સિંહને પડકારતો હોય છે !
સંયોગની વાત છે : બકરાને બેસવા માંચડો મળી ગયો ! સંયોગની વાત છે : આપણે કેન્દ્રબિંદુના સ્થાને ગોઠવાઇ ગયા ! કર્મોએ ગોઠવેલા સંયોગો માટે અભિમાન શાનો ? કર્મોએ ઊભા કરેલા સંયોગો એટલે પત્તાનો મહેલ ! પત્તાના મહેલનો ભરોસો શી રીતે થાય ?
ઉપદેશધારા * ૨૦૫