________________
૫ )
શેઠના ભાવો પલટાયા : હાય... હાય... હું કેવો કંજૂસના કાકા તરીકે પંકાયો કે સગા દીકરાઓએ પણ મારાથી છુપાઇને જમણવાર કર્યો. જિંદગીમાં માત્ર ખાધું જ, કદી ખવડાવ્યું નહિ. લીધું જ, કદી આપ્યું નહિ. માત્ર પૈસા જ ભેગા કર્યા, પુણ્ય નહિ, અરેરે...! મારા જેવો હતભાગી કોણ હશે ?
પૂર્વે સાંભળેલા મુનિઓના દાનની મહત્તાના વ્યાખ્યાનો તેના મનમાં ગુંજવા લાગ્યા. હા... સાંભળેલું ક્યારેય નકામું જતું નથી. અજાગૃત મનમાં ગયેલું તે અવસરે કામ લાગે જ છે.
શેઠજી વિચારી રહ્યા છે ત્યાં જ એમની નજર એક વહોરવા આવતા મુનિ પર પડી. એમને થયું : ‘હું પણ કેમ ન વહોરાવું ?'
આમ એકદમ ભાવાવેશમાં આવી જલ્દીથી નિસરણી ઊતરવા લાગ્યા. ઊતાવળના કારણે જરા લપસ્યા અને ગબડી પડ્યા નીચે. ખોપડી ફાટી ગઇ. મૃત્યુ પામીને દાનના શુભ પરિણામથી સંગમ નામના બાળક બન્યા. પૂર્વે કરેલી ઉત્કટ ભાવના મુજબ તે સંગમ બાળકે મુનિને ખીર વહોરાવી અને મૃત્યુ પામી શાલિભદ્ર બન્યો.
બોલો ભાઇ, આ શાલિભદ્રની ઓળખાણ આપવી જરૂરી છે ખરી ?
હું
ગરીબીથી અમીરી તરફ
શેઠજી ! કંઈક આપોને ! ૩-૩ દિવસનો ભૂખ્યો છું. પેટમાં અનાજનો દાણો પણ ગયો નથી. તમે આપશો તો ભગવાન તમારું ભલું કરશે.'
જિન-પૂજા કરવા માટે જઇ રહેલા એક શેઠ પાસે એક ગરીબ બાળકે કાકલૂદી કરી.
વિખરાયેલા વાળ... ઊંડી ઊતરી ગયેલી આંખો... દીન-હીન ચહેરો ! પતલી સોટી જેવા હાથ-પગ ! છાતીમાં દેખાતી પાંસળીઓ ! પ્રથમ નજરે જ દયા આવી જાય એવી આ બાળકની સ્થિતિ હતી.
શેઠજી દયાળ તો હતા જ. કોઇ પણ દુઃખીને જોતા અને એમનું હૈયું દુ:ખી દુ:ખી થઇ જતું. કોઇને ઠંડીથી થરથરતું જુવે તો એમને એવી અનુભૂતિ થતી કે જાણે મને જ ઠંડી લાગી રહી છે. કોઇનો હાથ કે પગ કપાઈ જાય તો એમને એમ લાગતું કે જાણે મારા જ અવયવો કપાઇ રહ્યાં છે.
અનુકંપા એ તો સમ્યક્ત્વધારીનું લક્ષણ છે. બીજાના દુ:ખને જોઇને જેનું હૈયું દ્રવી ન ઊઠે એને જિનભક્ત કહેવો શી રીતે ?
બજે મધુર બંસરી * ૩૧૧
રોગ મટાડવા માટે એલોપથી. હોમિયોપથી, નેચરોપથી વગેરે ઘણી ‘પથી' છે. પણ તમામ દર્દી માટેની ‘પથી કઈ ? ‘સિમ્પથી' (સહાનુભૂતિ - હમદર્દી).
બજે મધુર બંસરી * ૩૧૦