________________
મેળવી લે છે, તેમ માણસ પણ ગ્રંથોમાંથી પોતાને જોઇતું-ગમતું લઇ લે છે !)
પણ, આ જ વેદવ્યાસ જયારે ક્ષમાના વખાણ કરતા હોય ત્યારે શું સમજવું ? ક્ષમ ઘર્ષ:, ક્ષમા યજ્ઞ:, ક્ષમા વેલા:, ક્ષમા શ્રતમ્ |
- મહાભારત (વનપર્વ ૨૮૭). ક્ષમા એ જ ધર્મ છે, ક્ષમા યજ્ઞ છે, ક્ષમા વેદ છે, ક્ષમા જ જ્ઞાન છે.”
ઘણીવાર એવું થાય : જો આપણે ક્ષમા આપીશું તો સામેવાળા આપણને નબળો કહેશે તો ? શા માટે નબળા થવું ? આવા લોકોને વેદવ્યાસ સમજાવે છે : ભાઇ ! ક્ષમામાં તમને એ એક દોષ દેખાયો, પણ ફાયદા કેટલા બધા છે તે ન દેખાયા ? રૂપિયો મેળવવા જો ચાર આના ગુમાવવા પડે તો એને તમે નુકશાની કહેશો ? જો ના, તો અહીં આમ કેમ માનો છો ?
જુઓ, મહાભારતના ઉદ્યોગપર્વમાં વેદવ્યાસ કહે છે : એકઃ ક્ષમાવતાં દોષો, દ્વિતીયો નોપપદ્યતે | યદેદ ક્ષમયા યુક્તમશક્ત મન્યતે જનઃ | સોસ્ય દોષો ન મન્તવ્ય: ક્ષમા હિ પરમં બલમ્ II.
- ઉદ્યોગપર્વ (૩૩/૪૭-૪૮) ક્ષમા વિષે જયારે આપણે એવું સાંભળીએ : “ક્ષમા વીરસ્ય ભૂષણમ્', “ક્ષમા એ વીરોનું ભૂષણ છે.’ પરંતુ વ્યવહારમાં આપણે જોઇએ છીએ કે ક્ષમા એ નબળા લોકોની ઢાલ છે. આવું જોઇને એમ થાય : શા માટે નબળા થવું ? શા માટે ક્ષમા રાખવી ? આપણે સમર્થ હોઇએ તો તો ઠીક છે, ક્ષમા આપણા માટે ભૂષણ બને, પણ જો નબળા હોઇએ તો ?... અને ક્ષમા જો ભૂષણ ન બનતી હોય, મજબૂરીનું જ બીજું નામ હોય તો ક્ષમાનો અર્થ શો ?
મહાભારતના વેદવ્યાસ આપણા પ્રશ્નનો બહુ જ સરસ જવાબ આપે છે : તમે અસમર્થ છો તો ક્ષમા ગુણ (મજબૂરી નહિ જ) બનશે અને સમર્થ છો તો ભૂષણ બનશે. ‘ક્ષમા ગુણો હ્યદક્તાનાં, શક્તાનાં ભૂષણે ક્ષમા”
- ઉદ્યોગપર્વ (૩૩/૪૯) તમને જયારે ક્રોધ આવી જાય છે ત્યારે તમે કેવા બહાવરા બની જાઓ છો ? ક્રોધાવેશ વખતે તમે કદી વિચાર્યું : આ મારું સ્વરૂપ નથી, આ તો મારામાં પ્રવેશેલું ક્ષણિક ગાંડપણ છે, આવા વખતે કરેલો સંકલ્પ સાચો ન ગણાય ? ક્રોધની પરાકાષ્ઠાની ક્ષણે જો આવું વિચારી શકીએ તો ઘણા અનર્થોથી બચી જઇએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે તેમ જે ક્રોધનો ત્યાગ કરી શકે તે જ સાચો મર્દ ગણાય એમ મત્સ્યપુરાણકાર કહે છે :
“યઃ સમુત્પતિત કોપ ક્ષમવૈવ નિરસ્વતિ | યથોરગસ્વચ જીણ સ વૈ પુરુષ ઉચ્યતે !”
- મત્સ્યપુરાણ (૨૮૪) સામેની વ્યક્તિ મૂઢ જ હોય તો આપણે ક્યાં સુધી ક્ષમા કરવી ? ક્યાં સુધી સહન કરવું? એને સુધારવા આપણે કશું જ નહિ કરવું ? બ્રહ્મ વૈવર્તપુરાણ કહે છે : એમ સુધરે તો એ મૂઢ શાની ? મૂઢ એનું જ નામ જે કદી સુધરે જ નહિ, સમજે જ નહિ. મૂઢતા એ મૂઢનો સ્વભાવ છે તો ક્ષમા એ સજજનનો સ્વભાવ છે. માટે જ સજજન પુરુષ મૂર્ખ માણસના અપરાધોને સદા માફ કરતા આવ્યા છે. મૂઢસ્ય સતત દોષ-ક્ષમાં કુર્વત્તિ સાધવઃ |
- બ્રહ્મવૈવર્તપુરાણ ‘તપ કરીએ સમતા રાખીએ ઘટમાં.’
એમ આપણા પૂ. પદ્મવિજયજીએ પૂજામાં ગાયેલું છે ને આપણે ઘણીવાર સાંભળ્યું છે.
ઉપદેશધારા # ૨
ઉપદેશધારા * ૩