________________
કોયલ અને કાગડો બંને કાળા હોવા છતાં કોયલનો અવાજ બધા પસંદ કરે છે. કારણ કે એમાં મીઠાશ છે. આપણી વાણીમાં પણ મીઠાશ હોવી જરૂરી છે. તો જ આપણું વચન સામાને આદેય બનશે. આપણી વાણી માત્ર સાચી હોય એટલું જ જરૂરી નથી, મીઠી પણ હોવી જ જોઇએ. સોનું ગમે તેટલું સારું હોય, પણ ગરમાગરમ સોનું કોઇને હથેળીમાં અપાય નહિ ! આ વાત જો સમજતા હોઇએ,
તો સાચી પણ કડવી વાણી શી રીતે બોલી શકીએ ?
હવે છેલ્લો મુદ્દો છે : હિતમ્ ! વાણીમાં માત્ર મીઠાશ હોય તે ન ચાલે, હિતકારિતા પણ જોઇએ. વધારે પડતી મીઠાશ ખુશામત બની જાય કે સ્વાર્થ સાધવાનો ઉપાય બની જાય.
મીઠી વાણી પણ જો સામાને અહિતકર બનતી હોય, તો છોડી દેવી જોઇએ. શરદીનું દર્દી બાળક દહીં માંગે, ત્યારે આપણે દહીં આપીએ, તો એને ગમશે, પણ આપણે નહિ આપીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે, દહીંથી શરદી વધશે. દહીંની વાત મીઠી છે, પણ હિતકારી નથી. ટી.વી., સિનેમા, રાત્રિભોજન આદિની વાત મીઠી છે, પણ હિતકારી નથી. માટે જે વાત સામી વ્યક્તિનું અહિત કરતી હોય, તે કહેવી ન જોઇએ.
મૌનં, સત્ય, પ્રિયં અને હિતું : આ ચાર શરતોના પાલનપૂર્વક આપણા મુખમાંથી જે નીકળશે, તે અમૃત હશે, થોડું પણ હશે તોય તે અસરકારક હશે.
‘બુઝ બુઝ ચંડકોસિયા’ આ સાવ થોડા શબ્દો અસરકારક કેમ બન્યા ? કારણ કે એ મૌન પછી પ્રગટેલા હતા, સત્ય હતા, પ્રિય હતા અને હિતકારી હતા. ભ૦ શ્રી મહાવીર દેવે ચંડકૌશિકને પ્રતિબોધવા કોઇ લાંબો ઉપદેશ નથી આપ્યો, પણ માત્ર ત્રણ જ શબ્દો કહ્યા અને કામ થઇ ગયું ! સાચી અને સારી રીતે વપરાયેલા શબ્દોમાં ‘બુઝ બુજઝ ચંડકોસિયા' એ ઉત્તમ ઉદાહરણ છે.
ઉપદેશધારા * ૧૫૪
‘ઉપશમ, વિવેક, સંવર' ચિલાતીપુત્રને મુનિએ કહેલા ત્રણ શબ્દો પણ અસરકારક વાણીનું ઉત્તમ ઉદાહરણ છે.
આટલી પૂર્વભૂમિકા બાંધી લીધા બાદ હવે આપણે મૌનના મહિમાગાયક શ્રી સુવ્રત શેઠના જીવન પર વિચારણા કરીશું.
મૌન અંગે અને વાણી અંગે ઠીક ઠીક મનન-મંથન બાદ હવે આપણે મૌન એકાદશીની આરાધના કરીને એકાદશીની સાથે અમર થઇ જનાર સુવ્રત શેઠનું જીવન જોઇએ.
જેમ નવપદ સાથે શ્રીપાળ-મયણા, જ્ઞાનપંચમી સાથે વરદત્તગુણમંજરી, પર્યુષણના અઠ્ઠમ તપ સાથે નાગકેતુ વગેરે જોડાયેલા છે, તેમ મૌન એકાદશી સાથે સુવ્રત શેઠ જોડાયેલા છે. એઓ એવા અભિન્નપણે જોડાઇ ગયા છે કે, જ્યારે જ્યારે મૌન એકાદશીની વાત નીકળે, ત્યારે સુવ્રત શેઠને મોટા ભાગે યાદ કરવા જ પડે. સુવ્રત શેઠ વિના જાણે મૌન એકાદશીની વાત અધૂરી લાગે.
સુવ્રત શેઠનો મૌન એકાદશી સાથેનો સંબંધ પૂર્વભવથી હતો. પૂર્વભવમાં ધાતકીખંડના પશ્ચિમ મહાવિદેહમાં તેઓ શૂર નામના શેઠ હતા. એક વખતે તેઓએ જિનમંદિરમાં જઇ પૂજા કરી, બાર ભાવનાઓથી આત્માને ભાવિત બનાવ્યો. જિનાલયની પાસે જ એક મુનિ ભગવંત હતા. પૂજા પછી એમના દર્શન કર્યા અને કહ્યું : ‘ગુરુદેવ ! આજે મને પૂજા કરતાં ખૂબ જ આનંદ આવ્યો છે. આજનો દિવસ મને ધન્ય લાગે છે. આજના દિવસે આપ મને એવી કોઇ ધર્મારાધના બતાવો કે, ‘જીંદગીભર એને હું વળગી રહું, એ ધર્મારાધના હું એટલી તલ્લીનતાથી કરું કે, ભવાંતરમાં પણ એના સંસ્કાર સાથે ચાલે. આપ તો જ્ઞાની છો. કઇ આરાધનાથી મારું હિત થાય તેમ છે ? તે આપ જાણો જ છો.
મુનિરાજે કહ્યું ઃ મહાનુભાવ ! સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્યમ
કર. મૌન એકાદશીની આરાધના કર. અગિયાર વર્ષ અને અગિયાર ઉપદેશધારા * ૧૫૫