________________
સુભદ્રા ધર્મશ્રદ્ધાળુ અને ધીર હતી. તેણીએ કહ્યું : “પતિદેવ ! આપ જો આપઘાત કરી લેતા હો તો મારે જીવીને શું કામ છે ? આપણે બંને સાથે મરશું, પણ અત્યારે નહિ, સવારે હું પણ તમારી સાથે અફીણ પીને મરી જઇશ.”
શેઠે આ વાત કબૂલ રાખી. અફીણની બે પ્યાલીઓ તૈયાર રાખી. શેઠ સૂઈ ગયા, પણ સુભદ્રા શેઠાણીને ઊંઘ કેમ આવે ? શું મૃત્યુના ભયથી એની ઉંઘ હરામ થઇ ગઇ હતી ? ના... ધર્મારાધનાની તાલાવેલીએ તેની ઊંઘ ગાયબ થઇ ગઇ હતી.
રાત્રે સુભદ્રાએ નવીન વસ્ત્રો પહેર્યા. આભૂષણો ધારણ કર્યા. ધૂપ-દીપ કરી ધાર્મિક પુસ્તક લઈ પ્રભુ-ભક્તિના સ્તવનો ગાવા લાગી. ગાતા-ગાતાં એટલી બધી એકતાન થઇ ગઇ કે સવારે પોતાને મરી જવાનું છે તે વાત પણ ભૂલી ગઇ. આખી રાત શેઠાણીએ નવકારનો જાપ અને પ્રભુભક્તિમાં પસાર કરી.
પરોઢિયે ૪ વાગ્યાનો સમય થયો ત્યારે દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો.
આવનાર કોઇ અજાણ્યો માણસ હતો. તેણે પોતાની પાસે રહેલી કોથળી નીચે મૂકી. મોઢા પરની બુકાની છોડીને નમ્રસ્વરે તે વિનંતી કરતાં કહેવા લાગ્યો : હું ભવાનીપુરથી આવું છું. ભવાનીપુરના બાપુ ગઇકાલે ગુજરી ગયા છે. આજે સરકારી સૂબો આવશે અને બધી જતી લેશે. કાંઇ લેવા નહિ દે. હું ત્યાંનો ફટાયો છું. પિતાજીનો લાડકો હોવાથી મારા ભાગની રોકડ ઝર-ઝવેરાત મને પહેલેથી આપી દીધેલ છે. તે લઇને હું રાતોરાત ભાગ્યો છું. મોટો ભાઇ તો બાપુની ગાદીએ આવશે, પણ મારું કોણ ? મારે પારેવા જેવા બાલુડા છે. દયા કરો અને આ મૂડી તમે સાચવો. હમણાં મારે જરૂર નથી.
આમ કહીને તે તરત જ ઘોડા પર બેસીને ચાલ્યો ગયો. સુભદ્રાએ કોથળીની મિલ્કતની નોંધ કરી. સુભદ્રાને તો એમ જ થયું કે- ખરેખર અણીના સમયે ભગવાને જ આ મદદ મોકલી છે.
સવાર થઇ... સુરત શહેરની અવનવી ઘટનાઓને નિહાળવા જાણે પૃથ્વીના પેટાળને ચીરીને સૂર્યનારાયણે પૂર્વ દિશામાંથી ડોકિયું કર્યું, ત્યારે શેઠ શેઠાણીને કહે : ચાલો ઝેર ખાઇને મરી જઇએ.'
કેમ મરવાની શું ઉતાવળ છે ?' ‘તો જીવવાની જરૂર શી છે ?
મને લાગે છે કે કુદરત હજુ આપણને આ ધરતી પર જીવતા રાખવા માંગે છે.'
આમ કહીને ઝવેરાતની પેલી કોથળી શેઠાણીએ શેઠના હાથમાં મૂકી અને રાત્રિના ચોથા પહોરની તમામ ઘટના કહી સંભળાવી.
આ સાંભળતાં જ શેઠ તો આનંદથી નાચી ઊઠ્યા. એમનું હૈયું બોલવા લાગ્યું : “વાહ! મારા પ્રભુ ! તેં ખરે અવસરે મારી લાજ રાખી.”
ત્યાં જ આનંદિત ચહેરા સાથે આવી પહોંચેલા મણિલાલ મુનીમે પણ સમાચાર સંભળાવ્યા કે શેઠજી ! ચિંતા કરશો નહિ. વહાણ સલામત છે. બીજે બંદરે ખેંચાઇ ગયા હતા તે હવે મળી, ગયા છે.'
શેઠે અતિ આનંદના સમાચાર સાંભળી આંખ બીડી પોતાની સતીશિરોમણિ સુભદ્રાને લાખ-લાખ ધન્યવાદ આપ્યા.
જીવન ઉત્થાન માટેની ચતુઃસ્ત્રી (૧) સમજદારી (જ્ઞાન) (૨) ઈમાનદારી (દર્શન) (૩) જવાબદારી (ચારિત્ર) (૪) બહાદુરી (તપ)
બજે મધુર બંસરી + ૪૨૬
બજે મધુર બંસરી + ૪૨૭