________________
ત્યારે સરસ્વતીશ્રીજી નામના જૈન શ્વેતાંબર સાધ્વીજીને ત્યાંથી પસાર થતા જોયા. તેમને ઊભા રખાવીને કુમુદચંદ્ર પોતાનું ભાષણે ઝીક્યું :
ઓ સાધ્વીજી ! તમારા આચાર્ય આટલા કાયર કેમ છે ? મેં કેટલીયેવાર વાદનું કહેવડાવ્યું છતાં ચૂપ કેમ છે ? મારું નામ સાંભળીને એમને તાવ તો નથી આવતો ને ? આવા કાયરને તમે આચાર્ય માનો છો ? એમનું મૌન એમનું અજ્ઞાન જાહેર કરે છે. વિદ્વાનોની પાસે મૂર્ખ હંમેશાં મૌન જ રહે છે. તમારા આચાર્યને કહી દેજો કે વાદ માટે તૈયાર થઇ જાય. જો હજુ પણ મૌન રહેશે તો અમે જાહેર કરીશું કે શ્વેતાંબરો જૂઠા જ છે. એમનું મૌન એમનામાં રહેલી પોલને જાહેર કરે છે. વળી તમારા આચાર્યને જઇને કહેજો કે... વાણિયા આગળ વ્યાખ્યાન કરવામાં કે વાતો કરવામાં બહાદુરી નથી. પર-દર્શનના વિદ્વાન સાથે વાદ કરવામાં બહાદુરી છે. ગેહેશૂર ઘણીવાર થયા... એકવાર મર્દ બનો. વાદ કરવા બહાર આવો... અને અમારી વિદ્વત્તા જુઓ !
આ સાંભળતાં જ સાધ્વીજીને તો ઝાળ લાગી ગઇ. પણ કાંઇ બોલ્યા વિના જ તેઓ તો ચૂપચાપ આચાર્યશ્રી દેવસૂરિજી મહારાજ પાસે જઈ પહોંચ્યા અને ભાવાવેશથી બોલી ઊઠ્યાં :
| ‘ઓ ગુરુદેવ ! હવે હદ થાય છે. આ ઉદ્ધત કુમુદચંદ્રનું અમારે ક્યાં સુધી સાંભળવું ? આપ આવા કાયર બનીને ક્યાં સુધી બેસી રહેશો ? આપના ગુરુદેવ... મહાન ગીતાર્થ આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજીએ આપને આમ ચૂપ બેસી રહેવા માટે આચાર્ય બનાવ્યા છે ? શું આપ આને સમતા ગણો છો ? ઓ ગુરુદેવ ! માફ કરજો ... પણ મને કહેવા દો કે આ સમતા નથી પણ કાયરતા છે. ખરે અવસરે લડવા કામ ન લાગે તે હથિયાર શા કામના ? હથિયારની પૂજા નથી કરવાની... ખરે ટાણે પ્રયોગ કરવાનો છે.
ગુરુદેવ ! આપમાં અજોડ વાદ-શક્તિ છે, શાસન-ભક્તિ છે તો વિલંબ શા માટે ?
સાધ્વીજી લાગણીવશ થઇને બોલતા રહ્યા અને સૂરિજી સાંભળતા રહ્યા. સાધ્વીજીની સંપૂર્ણ હૈયાવરાળ નીકળી ગઈ ત્યારે સાંત્વના આપતા સૂરિજીએ કહ્યું : “તમે હવે ચિંતા ના કરશો, વાદ યોજાઇને જ રહેશે.'
સૂરિજીએ પાટણમાં સિદ્ધરાજ જયસિંહને વાદસભા માટેનું આયોજન કરવા જણાવ્યું.
ચાતુર્માસ પછી પાટણમાં વાદ શરૂ થયો. આ વાદ-સભામાં ચારેબાજુથી મોટા-મોટા વિદ્વાનો આવી પહોંચ્યા. ચોરે ને ચૌટે, વાટે ને ઘાટે એક જ વાત ચાલતી હતી... વાદ... વાદ... અને વાદ...! કોણ જીતશે ? બંને વિદ્વાન છે. બંને વાદી છે. એક સૂર્ય છે તો બીજા ચંદ્ર છે. ‘દેવસૂરિ' સૂર્ય છે, તો કુમુદચંદ્ર ચંદ્ર છે. જોઇએ હવે કોણ જીતે છે ? લગભગ સૌના મોઢે એક જ વાત હતી. સૂર્ય જ જીતશે. સૂર્યની સામે ચંદ્ર કદી જીત્યો છે ?
આવી લોક-વાણી સાંભળી દિગંબરો ધ્રુજી ઊઠ્યા. એમના મનમાં પરાજયની આશંકાઓ ચક્કર મારવા લાગી. આથી પાણી પહેલા પાળ બાંધવાનું એમણે નક્કી કર્યું. લાંચ આપી લવાદને ફોડી નાખવાનો માર્ગ એમણે પસંદ કર્યો. સત્ય પક્ષના વિરોધીને બીજું શું સૂઝે ? કાયર લોકો બીજું શું કરે ?
કાયરતા હંમેશા સલામતી શોધે છે. સ્વાર્થ પોતાનું ઇષ્ટ શોધે છે. જયારે શુદ્ધ અંત:કરણ સત્યને શોધે છે. પણ એ બિચારાઓ પાસે આવું શુદ્ધ અંતઃકરણ ક્યાંથી હોય ?
આ વાતની ખબર વાદિદેવસૂરિજી મહારાજાને પડી, ભક્તોએ આ માર્ગ અપનાવવાનું કહ્યું. પરંતુ આચાર્યશ્રીએ સાફ-સાફ ના પાડી દીધી : લાંચના માર્ગે મળતો વિજય, વિજય નથી, પણ પરાજયનું જ
બજે મધુર બંસરી * ૩૭૨
બજે મધુર બંસરી * ૩૭૩