________________
(૧૩)
यदि नाम कुमुदचन्द्रम्...
ત્રણ વરસના બાળ સિદ્ધરાજને પાટણની ગાદી પર બેસાડી મહારાજા કર્ણદેવે આશાપલ્લીના ભિલ્લને હરાવીને કર્ણાવતી નગરી વસાવી. (આ કર્ણાવતી તે જ આજનું અમદાવાદ.)
એ કર્ણાવતી નગરીમાં સિદ્ધ નામના શ્રાવકના વિશાળ મકાનમાં આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજા એક વખતે ચોમાસું રહેલા હતા.
તે જ વખતે દિગંબરના આચાર્ય કુમુદચંદ્ર પણ ત્યાં ચોમાસું રહ્યા હતા. તે પોતાના ઝનૂની વલણ અને કટ્ટર ધર્માંધતાથી ચારે બાજુ ઠીક ઠીક જાણીતા હતા.
એ પોતાની જાતને ખૂબ જ મોટા વાદી ગણતા હતા. કેવા વાદી હશે છે તે તો કોણ જાણે ? પણ એમના ચહેરા પર જ્ઞાનનું માન સ્પષ્ટ દેખાતું હતું.
એમને શ્વેતામ્બરાચાર્ય દેવસૂરિજી સાથે એક વખતે વાદ કરવાની ચળ ઉપડી. વારંવાર વાદ માટે દેવસૂરિ પર સંદેશા મોકલતા રહ્યા, પણ સૂરિજી તો શાંત પ્રશાંત રહ્યા. વાદની વાતને કાયમ ઠેલતા રહ્યા. કારણ કે સૂરિજી જાણતા હતા કે વાદથી પ્રાયઃ વિખવાદ જ વધતો હોય છે. હા... ધર્મવાદથી કલ્યાણ થાય પણ ધર્મવાદ ક્યારે વિવાદમાં પલટાઇ જાય તે કાંઇ કહેવાય નહિ. કારણ કે વાદ કરનારા બજે મધુર બંસરી * ૩૭૦
વાદીઓને ઘણું કરીને સાચા કે ખોટા સ્વ-પક્ષના સ્થાપનમાં અને પર-પક્ષના ખંડનમાં જ રસ હોય છે. આવા વાદીઓ જીતે તો અહંકારી બને અને હારે તો શત્રુ બને. એમની જીત પણ ભૂંડી અને હાર પણ ભૂંડી. આવા માણસોને દૂરથી જ સલામ !
એમ માનીને દેવસૂરિજી વાદની વાતને ઠેલતા રહ્યા... આથી કુમુદચંદ્રને વધારે પાવર ચડ્યો... હું... સૂરિજીમાં વાદ કરવાની ત્રેવડ નથી લાગતી... એટલે વાત ઠેલ્યા કરે છે.
કુમુદચંદ્ર ચોરે ને ચૌટે વાતો કરવા લાગ્યા : દેવસૂરિજીમાં વાદ કરવાની તાકાત જ નથી. મેં કેટલાય કહેણ મોકલ્યા, પણ હજુ તૈયાર થયા જ નથી. નક્કી તેઓ મારાથી ગભરાય છે. હા... હા... ગભરાય જ ને ? આ બંદાએ તો ભલભલાને પણ ભૂ-પીતા કરી દીધા છે. બાપડાએ મારું નામ સાંભળી લીધું છે... એથી ગભરાઇને વાદની જ ના પાડે છે. વાદ થાય તો હારવું પડે ને ? એના કરતાં વાદથી જ દૂર રહેવું. ‘બાંધી મૂઠી લાખની'. વાહ રે ! આવા કાયર માણસને શ્વેતામ્બરોએ આચાર્ય બનાવી કાઢ્યા છે. પણ એ તો જેવા લોકો તેવો એનો નાયક ! મૂર્ખ લોકો એવાને જ આચાર્ય બનાવે ને ?’
આમ ગમે તેની પાસે દિગંબરાચાર્ય કુમુદચંદ્ર જેમ તેમ લવારો કરવા માંડ્યા. અધૂરો માણસ હંમેશા આવું જ કરે. અલ્પ દૂધવાળી ગાય વધુ ચંચળ હોય છે. અલ્પ પાણીવાળો ઘડો ઘણો અવાજ કરે છે. કદરૂપો માણસ ઘણી ચેષ્ટા કરે છે. ઠીંગુજી માણસ ઊંચી એડીના બૂટ પહેરે છે અને અલ્પજ્ઞાની માણસ અધિક બોલ-બોલ કરે છે. કોઇકે કેટલું સુંદર કહ્યું છે ?
પૂરા સો છલકે નહિ, છલકે સો અદ્ધા;
ઘોડા સો ભૂંકે નહિ, ભૂંકે સો ગદ્ધા.
એક વખતે એ દિગંબરાચાર્ય કુમુદચંદ્ર પોતાના આવાસ
સ્થાનના બહારના ઓટલે બેસીને આવી રીતે બડાઇ હાંકી રહ્યા હતા બજે મધુર બંસરી * ૩૭૧