________________
ધર્મપંડિતને તો આટલું જ જોઇતું હતું. પરાજય થઇ જવાથી હવે તે ધારામાં કોઇને પોતાનું મોઢું બતાવવા માંગતો ન હતો. તે જલ્દીમાં જલ્દી ધારા છોડવા માંગતો હતો. ધનપાલ પંડિતની વાત સાંભળીને શાંતિસૂરિજીને મળવાના બહાને તેણે ધારાનો-માળવાનો ત્યાગ કર્યો અને ગુજરાત તરફ પ્રયાણ આદર્યું.
બીજા દિવસે રાજસભા ભરાઈ. સૌ હારેલા પંડિતનું મોઢું જોવા ઇચ્છતા હતા. લોકો વિજેતાના ચહેરાનો આનંદ જોવા કરતાં હારેલાની નિરાશા જોવા વધારે ઉત્સુક હોય છે. લોકોની આવી આતુરતા જાણી રાજા ભોજે ધનપાલને પૂછ્યું :
પેલો ધર્મપંડિત ક્યાં છુ થઇ ગયો ? ધનપાલે પોતાની માર્મિક વાણીમાં કહ્યું : ‘ઓ મહારાજા ! જગતમાં કહેવાય છે કે,
‘ગતો ધર્મતતો ગય:' જયાં ધર્મ ત્યાં વિજય. પણ એ ઉક્તિ તેણે ખોટી ઠરાવી. તે ધર્મ (નામથી) હોવા છતાં ધન (ધનપાલ)થી હારી ગયો. પણ ‘ધર્મી ત્વરિતા તિઃ' એ ઉક્તિને સાચી પાડી છે. એટલે કે તે ઝટપટ પલાયન થઇ ગયો છે.”
“ધર્મ ગયો તો ભલે ગયો... પણ માળવાનું નાક તો જળવાયું ! ધનપાલ ! ખરેખર તમે આ વાદીને જીતીને માળવાનું ગૌરવ વધાર્યું છે. મારી રાજસભાની ગરિમા જાળવી છે.'
ભોજરાજાની કૃતજ્ઞતાપૂર્ણ વાણી ધનપાલ નતમસ્તકે સાંભળી રહ્યો.
તે વખતે ફરી એક વાર ધનપાલનું નામ માત્ર ધારામાં જ નહિ, સંપૂર્ણ માળવા દેશમાં ઘેર-ઘેર ગૂંજતું થયું.
હવે ધનપાલ વૃદ્ધ થયા હતા. મહારાજા ભોજની અનુજ્ઞા લઇ આ.શ્રી મહેન્દ્રસૂરિજી પાસે અંતિમ અવસ્થા મંગલમય બનાવવા સંલેખના ગ્રહણ કરી. વિ.સં. ૧૦૧૦ની આસપાસ જન્મેલા આ
બજે મધુર બંસરી * ૩૬૮
ધનપાલ મહાકવિ વિ.સં. ૧૦૯૦ પછી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા.
આ મહાન શ્રાવક અને ઉચ્ચ કોટિના વિદ્વાન શ્રી ધનપાલે પાઇઅ લચ્છી નામમાળા, ધનંજય નામ-માલા, તિલકમંજરી, શોભનમુનિવૃત ચતુર્વિશતિની ટીકા, ઋષભપંચાશિકા આદિ અનેક ઉત્તમ ગ્રંથોનું સર્જન કર્યું છે.
મહાકવિ શ્રી ધનપાલની પ્રશંસા મોટા-મોટા આચાર્ય ભગવંતોએ પણ કરેલી છે.
એક વખતે ભગવાન પાસે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી જયારે ધનપાલકૃત સ્તુતિઓ બોલતા હતા ત્યારે કુમારપાળે પૂછ્યું : ભગવદ્ ! આપ સ્વયં મહાકવિ છો. તો આ શ્રાવક કવિની સ્તુતિઓ કેમ બોલો છો ?
| ‘અરે કુમારપાળ ! ધનપાલની સ્તુતિઓમાં જે ગાંભીર્ય, લાલિત્ય અને ભક્તિરસ રહેલો છે. તે મારી સ્તુતિઓમાં ક્યાં છે ?'
સૂરિજીનું આ વાક્ય જો કે નમ્રતા સૂચક છે, છતાં આનાથી ધનપાલની ગરિમાં પણ પ્રગટ થાય છે. અભિધાન ચિંતામણિ નામમાલામાં તેમણે કહ્યું છે :
“વ્યુત્પત્તિ: ધનપતિતઃ' આચાર્યશ્રી મેરૂતુંગસૂરિજીએ કહ્યું છે :
મલય પર્વતનું રસાલ ચંદન અને ધનપાલનું રસાલ વચન હૃદયમાં લગાડો એટલે પરમ શાંતિનો અનુભવ થશે જ થશે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ ધર્મપરીક્ષા ગ્રંથમાં ‘પરમશ્રાવણ ધનપાનેfપ ૩૪મ્' એમ કહીને ‘પરમ શ્રાવક' તરીકે ધનપાલને બિરદાવ્યા છે.
આવા સમર્થ વિદ્વાન, વાદી, શીઘ્રકવિ અને ગ્રંથકાર શ્રી ધનપાલથી અગિયારમી સદી ધન્ય બની હતી...
બજે મધુર બંસરી * ૩૬૯