________________
આવી સ્થિતિ ઇચ્છનીય છે ? બધાએ બાવા બની જવાની કોઇ જરૂર નથી. બધા બાવા બની જાય, એવું થાય પણ નહિ. સંસાર ચલાવવાનો છે એટલે પૈસા ન હોય તે ન ચાલે. ધર્મ કંગાળ બનવાનું નથી કહેતો. જ્યાં સુધી તમે ગૃહસ્થપણામાં છો ત્યાં સુધી ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ)નું પરસ્પર બાધા ન પહોંચે તે રીતે સેવન કરવાની વાત માર્ગાનુસારીના ગુણોમાં કહેવામાં આવી જ છે.
પણ અહીં જે વાત છે તે ખાસ કરીને લોભના આવેશની વાત છે. માણસ લોભ કદાચ છોડી ન શકે, પણ લોભનો આવેશ તો છોડવો જોઇએ. ‘અમને લોભ નથી, પણ થોડા પૈસા તો જોઇએ કે નહિ ? હા... અમારી પાસે જો અમે ધારીએ છીએ એટલા રૂપિયા આવી જાય તો પછી અમે વધુ માટે માથાકૂટ નહીં કરીએ. બસ, ત્યાં જ અટકી જઇશું.' કોઇ આવું વિચારતો હોય તો એ એની મોટી ભૂલ છે. અમુક રૂપિયા મળી જાય પછી અમે નિરાંતે જીવીશું - એમ માનનારો હજુ મનના સ્વભાવને સમજતો જ નથી, એમ નક્કી માનવું. મનનો સ્વભાવ જ એવો છે કે જેમ મળે તેમ લોભ વધે. સામાન્ય માણસ એમ માનતો હોય છે કે પૈસાદાર ઉદાર હોય કારણ કે એની પાસે ઘણું છે, પણ અનુભવ એમ કહે છે કે પૈસાદાર મોટાભાગે કંજૂસ હોય છે. (અલબત્ત, અપવાદ બધામાં હોય છે) મધ્યમ વર્ગના માણસો જેટલા દિલથી પૈસા ખર્ચતા હોય છે, તેટલા દિલથી પૈસાદાર ખર્ચતા નથી દેખાતા. પૈસા વધે એટલે ઉદારતા વધે એવો નિયમ નથી, પણ નિયમ તો એવો છે કે પૈસા વધે તેમ લોભ વધે. દેવો વધુ લોભી કેમ છે ? ખરેખર તો લોભ કરવાનું કોઇ કારણ જ નથી. અપાર સમૃદ્ધિ છે ત્યાં. પરંતુ અપાર સમૃદ્ધિની સાથે અપાર લોભ પણ ત્યાં છે.
પૈસા માટે ભાગદોડ કરતા શેઠને શેઠાણીએ કહ્યું : “આખો દિવસ હડકાયા કૂતરાની જેમ દોડાદોડ કરો છો. શું સુખ છે તમારા
જીવનમાં ? તમારા કરતા તો પેલો હજામ કેટલો નિરાંતે જીવે છે ? છે કોઇ ચિંતા ?’ ‘એને હજુ ૯૯નો ધોકો નથી લાગ્યો.” શેઠે કહ્યું. ‘૯૯નો ધોકો એટલે શું ?” શેઠાણીએ પૂછ્યું ત્યારે શેઠે જવાબ આપ્યો : “એ હું તને કાલે બતાવીશ.' સાચે જ બીજા દિવસે ચમત્કાર સર્જાયો. પેલો હજામ આઘોપાછો થઇ રહ્યો હતો. એના માથામાં ચકરડું ફરવા લાગી ગયું હોય તેમ સ્પષ્ટ પ્રતીત થઇ રહ્યું હતું. શેઠાણીએ કારણ પૂછતાં શેઠે કહ્યું : “એને ૯૯નો ધોકો લાગી ગયો છે. ગઈ કાલે મેં એની પાસે છૂપી રીતે ૯૯ રૂપિયા મૂકી દીધા હતા. ૯૯ મળતાં જ તે ૧૦૦ કરવા આઘો-પાછો થઇ રહ્યો છે. સમજી ?'
લાભ વધે તેમ લોભ વધે તે આનું નામ ! 'लाहे लोहो पवड्डई' ‘લાભ વધતો જાય તેમ લોભ વધતો રહે છે.”
- ઉત્તરાધ્યયન (૮/૧૭) પેલી ઈંગ્લીશની કહેવત યાદ આવી જાય છે : 'The more they get the more they want. ‘વધુ મળે તેમ માણસને વધુ મેળવવાની ઇચ્છા થાય છે.'
લોભ, પ્રેમ, પ્રીતિ વગેરે આમ એકાર્થક ગણાય છે. લોભ અને પ્રેમ બંનેમાં રાગ છે. એ દૃષ્ટિએ બંને એકાર્થક ગણાય ખરા, છતાં બંનેમાં ફરક શોધવો હોય તો મળી શકે ખરો ? અત્યારે જ તમે આ વાંચવાનું બંધ કરી બે મિનિટ માટે વિચારો : લોભ અને પ્રીતિમાં શો ફરક ? મગજમાંથી કાંઇ જવાબ મળ્યો ? ફરક તો છે, પણ શબ્દોમાં કહી શકાતું નથી, ખરૂ ને ? વિચારોની અભિવ્યક્તિની કળા દરેક પાસે નથી હોતી. બધા પોતાના મનની વાતને શબ્દદેહ આપી શકતા નથી. છતાં ચાલો, પ્રયત્ન કરીએ. લોભ ક્યાં થાય ? વસ્તુ પરપ્રીતિ ક્યાં થાય ? વ્યક્તિ પર. ફરક ખ્યાલમાં આવ્યો ? કોઇ વ્યક્તિનો મને લોભ છે એવું તમે બોલો છો ?' અથવા મકાન કે
ઉપદેશધારા * ૪૮
ઉપદેશધારા + ૪૯