________________
દેખાતો બંધ થયો ને આ બાજુ પેલો ઠગ વાટ જોતો રહી ગયો. કેટલાય સમય સુધી વાટ જોવા છતાં ઘોડો પાછો ન ફરતાં નિરાશ વદને ઘેર પાછો ફર્યો. પત્નીએ પૂછ્યું : કેમ શું કમાયા ? શું ઇનામ મેળવ્યું ? “ઘોડો વેંચ્યો એને ઇનામમાં આ ખાસડા મળ્યા.” ચોર પતિએ ઢીલોઢસ જવાબ આપ્યો.
સાચે જ તમે જયારે બીજાને ઠગો છો ત્યારે તમને પણ કોઈ ઠગતું જ હોય છે. ઠગારાને આખરે તો ખાસડા જ મળે છે. કોઇને આ જ જીવનમાં ખાસડા મળે છે તો કોઇને ભવાંતરમાં મળે છે.
પરને નુકશાન ન થાય, પણ લાભ જ થાય. ભાવિ બીજી અનેક આપત્તિઓથી બચી જવાય માટે પદ્ધતિસરના ‘દંભ'ને ૬૪ કળાઓમાં સ્થાન મળ્યું લાગે છે. જે દંભથી સ્વ-પરને નુકશાન થાય એવા દંભની વાત અહીં નહિ હોય, એમ સ્પષ્ટ સમજાય છે. જેનો અંતિમ ઉદ્દેશ સારો હોય તેવી માયા અવજર્ય ગણાઇ છે. ગુજરાત પર આક્રમણ ટાળવા અને મમ્માણી ખાણના પત્થરા મેળવવા વસ્તુપાળે હજ કરવા ખંભાત આવેલી પ્રેમકળા બેગમની સાથે માયા કરી હતી. પણ આ માયાને કોઇ માયા નહિ કહે, કારણ કે આની પાછળ વસ્તુપાળનો અંગત સ્વાર્થ નહોતો. જીવતેજીવ પોતાની ઠાઠડી કઢાવનાર આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીનો ઉદ્દેશ શાસનઅપભ્રાજના રોકવાનો હતો. આ સ્થળોએ ‘ધમ્મ માયા ન માયા.' એ સિદ્ધાંત લાગુ પડે છે.
ટૂંકમાં, ભગવાનની આજ્ઞા એટલી જ છે : સરળ બનો. “સોટી ૩નુકૂમH' સરળની જ શુદ્ધિ થશે.
આપણા શત્રુંજય તીર્થનું એક નામ પણ આ જ કહે છે ને ? સિદ્ધાચલ કહે છે : સીધા ચલ, ટેઢા-મેઢા મત ચલ, વરના મુક્તિ કે મહલ મેં પ્રવેશ નહીં હોગા.
મંગળાચરણ મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમપ્રભુઃ / મંગલ સ્થૂલભદ્રાધા જેનધમસ્તુ મંગલમ્ //
આપણે ત્રણ જોડે સંબંધ બાંધવાનો છે. જગત, જગત પતિ અને જાત. ‘મંગલ ભગવાન વીરો’ આ શ્લોક આપણને આ સુમેળભર્યો સંબંધ શીખવે છે.
ભગવાન મહાવીરસ્વામી મૈત્રીના મહાસાગર છે. ગૌતમસ્વામી ભક્તિના અને સ્થૂલીભદ્રજી શુદ્ધિના સાગર છે. જગત સાથે મૈત્રીભાવથી સંબંધ જોડી શકાય. જગત પતિ સાથે ભક્તિભાવથી અને જાત સાથે શુદ્ધિ દ્વારા સંબંધ ફલપ્રદ બને. અત્યાર સુધી આપણે જગતના જીવો સાથે શત્રુભાવે વત્યાં | છીએ. ભગવાન સાથે અક્કડ વતન કર્યું છે ને જીત સાથે મલિન વર્તન કર્યું છે. આથી જ આપણું મંગળ થયું નથી.
હવે અાપણે મૈત્રી, ભક્તિ અને શુદ્ધિરૂપ ત્રિપુટીના શરણે જઈએ, તો જ જીવન મંગળરૂપ બનશે.
-: પ્રેરણા બિંદુ :ચોરેલો ઘોડો લઇને એક ઠગ મેળામાં એ ઘોડો વેંચવા ગયો. એને મળ્યો એક મહાઠગ. એણે કહ્યું : “હું તમારો ઘોડો ખરીદવા માંગું છું, પણ તે પહેલા જરા જોઈ લઉં... તમારો ઘોડો કેવો છે ? આ મારા જોડા રાખો, હું ઘોડો જરા ફેરવી આવું.”
પેલાએ હા પાડતાં જ જોડા કાઢી તે ઘોડા પર ચડ્યો અને પૂરપાટ વેગે તેને મારી મૂક્યો. થોડી જ સેકન્ડોમાં ઘોડો ક્ષિતિજો માં
ઉપદેશધારા * ૪૦
ઉપદેશધારા + ૪૧