________________
બારેય ગામમાં તેના નામનો ડંકો વાગ્યો. તેણે બહુચરાજીના મંદિરોમાં ચાલતી હિંસા માત્ર બંધ ન કરાવી... પણ બારેય ગામમાંથી હિંસાને પૂર્ણતયા દેશવટો આપ્યો. તેના હુકમથી કોઇ શિકાર કરી શકતું નહિ. તળાવમાં માછલીઓ પકડી શકતું નહિ.
વિધેયાત્મક કાર્યોમાં તેણે દરેક ગામમાં પંખીઓ માટે ચણની વ્યવસ્થા કરી તથા તેમને પાણી પીવા માટે કુંડા મૂકાવ્યા. પરબોમાં પાણીને ગાળવાનો પ્રબંધ કરાવ્યો.
આમ જેટલું બની શકે તેટલું તેણે હિંસાનું નિવારણ કરાવ્યું અને દયાનું આચરણ કરાવ્યું.
તેના શુભ કાર્યની બધે જ પ્રશંસા થવા લાગી. તેના શુદ્ધ વહીવટમાં લોકો પરમ શાંતિ અનુભવવા લાગ્યા. શોષણહીન સત્તાધીશ મળતાં સમગ્ર પ્રજા આનંદિત બની ઊઠી. સત્તા અને શોષણ હીનતા ? બંને એક સાથે ? બની જ શી રીતે શકે ? પણ આપણા પુણ્યોદયે આવા શોષણમુક્ત દયાળ શાસક મળ્યા છે. એમ વિચારી સૌ હર્ષથી મલકાઈ ઊઠ્યા.
એક વખતે કવિવર ઠક્કર શ્રી દેપાલ ત્યાં આવી ચડ્યો. તે દિલ્હીના રાજમાન્ય સારંગ શાહ તથા ડુંગર શાહનો માનીતો કવિ હતો. (‘દેપાળ ભણે એણે એ કલિકાલે' એ મંગલ-દીવા વખતે બોલાતા પ્રખ્યાત ગીતના રચયિતા આ જ કવિ છે) કવિ દેપાળ જ્યારે શંખેશ્વરની યાત્રાએ આવ્યો ત્યારે શંખલપુર પણ આવ્યો. ત્યાં પળાતી અદ્ભુત અહિંસા જોઇ – પ્રજાની પરમ શાંતિ જોઇ તે ફીદાફીદા થઇ ગયો. ત્યાંથી તે ખંભાત ગયો અને ત્યાંથી વ્યાખ્યાન સભામાં કોચર શાહના ગુણોનું વર્ણન કરતું કાવ્ય બનાવી બુલંદ સ્વરે લલકાર્યું અને જીવદયા પ્રેમી તથા ઉત્તમ શાસક તરીકે કોચર શાહના ખૂબ જ વખાણ કર્યા.
તમે જ્યારે કોઇ પણ વાસ્તવિક ગુણો પામો છો ત્યારે તે ફેલાયા વિના રહેતા જ નથી. ફૂલમાં જયારે સુગંધ પ્રગટે છે ત્યારે તેને ફેલાવનાર વાયુ હાજર જ હોય છે. પણ માણસની મુશ્કેલી એ છે કે ગુણો પ્રાપ્ત કરવા નથી, પણ ગુણી તરીકેની પ્રખ્યાતિ જોઇએ છે. ફૂલ બનવું નથી, પણ સુવાસ ફેલાવવી છે. સાચું બોલવું નથી, પણ સત્યવાદીની ઇમેજ ઊભી કરવી છે. હિંસા છોડવી નથી છતાં પરમ અહિંસક તરીકે જગતમાં જાહેર થયું છે. જમીનમાં પાયા પૂરવા નથી, પણ આકાશમાં ઊંચે મકાન બાંધવા છે. ગુણો વિના પ્રખ્યાતિ અને પ્રતિષ્ઠા મળે ? અસંભવ ! કદાચ એ મળી જાય-પુણ્યયોગે મળી જાય તો પણ તેને જતાં વાર નહિ લાગે. પત્તાના મહેલને પડતાં વાર કેટલી ? ગુણહીન માણસો જેટલી ઝડપથી પ્રતિષ્ઠા અને પ્રખ્યાતિ પામે છે તેનાથી ડબ્બલ ઝડપે તેઓ પ્રખ્યાતિ ગુમાવતા હોય છે.
પ્રખ્યાતિ એ તો પડછાયો છે. પુરુષને પકડો, પડછાયાને નહિ પ્રખ્યાતિ એ ડાળ છે, પણ ગુણ એ મૂળ છે. મૂળને પકડશો તો ડાળ મળવાની જ છે.
પણ સાચી વાત એ છે કે ગુણો મેળવતાં પ્રખ્યાતિની ઇચ્છા પણ નષ્ટ થઇ જાય છે. જે ક્ષણે પ્રખ્યાતિની ઇચ્છા નષ્ટ થઇ તે જ ક્ષણે સાચી પ્રખ્યાતિની શરૂઆત થઇ સમજો .
કોચર શાહે અમારિ પ્રવર્તન કાંઇ પ્રખ્યાતિ માટે જોતું કરાવ્યું. એ તો એના હૃદયનો પોકાર હતો. હૃદયની ઝંખના પ્રમાણે તેણે કાર્ય કર્યું અને સહજતયા તેને સફળતા મળતી ગઇ.
દેપાલ જેવા મહાકવિના મુખથી ખંભાતની વ્યાખ્યાન સભામાં તેની પ્રશંસા થઇ. સૌના હૃદય પોકારી ઊઠ્યા : ધન્ય કોચર શાહ ! ધન્ય જીવદયા ! ધન્ય શાસન પ્રેમ !
આમ બધા રાજી થયા, પણ સભામાં એક માણસ રાજી ન થયો. કોણ હતો એ માણસ ? એ હતો સાધુ સજજનસિંહ; જેણે
બજે મધુર બંસરી * ૩૯૬
બજે મધુર બંસરી + ૩૯૭