________________
વિષવૃક્ષ, ઊગતો રોગ અને ઊગતો શત્રુ - આટલા પહેલેથી જ દબાવી દેવા સારા. વધી ગયા પછી મારવા મુશ્કેલ બની જાય છે.
આખરે તો માણસને પુત્ર કરતાં પણ પોતાનો જીવ જ વહાલો હોય છે.
આથી સૌએ નિર્દોષ બાળાને મારવા તૈયાર થઇ ગયા.
આ સમાચાર ઉપા.શ્રી ભાનુચંદ્રજીને મળ્યા. તેમણે તરત જ બાદશાહને કહેવડાવ્યું કે ઉતાવળ ના કરશો. વિષકન્યાને મારી ના નાખશો. વિષકન્યાને અમૃતકન્યા બનાવવાનો કીમિયો અમારી પાસે છે.
| ઉપાધ્યાયજીના હૈયામાં પરમ કરુણા રમી રહી હતી : કોઇ નિર્દોષ બાળક આ રીતે મરી જાય તે કેમ ચાલે ? આ જો ખીઓના હિસાબે જો રાજ્ય ચલાવવામાં આવે-બધું જ એમના કહ્યા મુજબ કરવામાં આવે તો તો વેરણછેરણ થઇ જાય-નિદોષ બાલિકાને મારવાની વાતો કરી રહેલા જોષીઓને જોષી કહેવા કે કસાઇ ? ગમે તે ભોગે એ બાળકીને બચાવવી જ જોઇએ.
એ માટે તેમણે શેઠશ્રી થાનમલજી તથા શેઠશ્રી માનમલજી ચોરડીઆ તરફથી લાહોરના જૈન ઉપાશ્રયમાં ‘શાંતિસ્નાત્ર મહોત્સવ’ કરાવ્યો. એ શાંતિસ્નાત્રના પાઠમાં બાદશાહ અકબર, શાહજાદો જહાંગીર તથા રાજયના મોટા-મોટા અમલદારો વગેરે આવ્યા.
શાંતિસ્નાત્રનું સુવર્ણપાત્રમાં રહેલું પાણી સૌએ આંખે લગાડ્યું અને જનાનખાના (રાણીવાસ)માં મોકલાવ્યું.
આવું મંત્રગર્ભિત ઉત્તમોત્તમ અનુષ્ઠાન જોઇ સૌને ખાતરી થઇ કે ખરેખર આવી પડનારી આફત ચાલી ગઇ. વિષકન્યા અમૃતકન્યા બની ગઇ. આથી બાળકી બચી ગઈ.
| ઉ.શ્રી ભાનુચંદ્રજીને પણ આથી આનંદ થયો. આમ આવાં અનેક પ્રકારના ઉત્તમ કાર્યો કરતા મહોપાધ્યાયશ્રી ભાનુચંદ્રજી ગણિ ૨૩ વર્ષ સુધી ગુરુ-આજ્ઞાથી મોગલ દરબારમાં રહ્યા હતા.
તેઓ વિ.સં. ૧૬૬૨માં અકબરના મૃત્યુ પછી ગુજરાત તરફ પધાર્યા... અને દિલ્હીની ગાદી પર બાદશાહ જહાંગીર બેઠો.
પણ બાદશાહ જહાંગીર પોતાના ઉપકારી ઉ.ભાનુચંદ્રજીને શી રીતે ભૂલી જાય ? બાળપણમાં તે ઉપાધ્યાયજી ભગવંત પાસે ભણ્યો હતો.
તેમના વિદ્યાદાન, વિષકન્યા-નિવારણ વગેરે ઉપકારો યાદ આવતાં જહાંગીર ગળગળો બની જતો. આથી બાદશાહે વિ.સં. ૧૬૬૮માં અમદાવાદમાં રહેલા ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રજીને બોલાવ્યા.
વિ.સં. ૧૯૬૯માં ઉપાધ્યાયજી ભગવંત આવી પહોંચ્યા. જોરદાર સ્વાગત થયું... બાદશાહના સ્વાગતમાં શી કમીના હોય ? એ સ્વાગતનું વર્ણન કરતાં એક કવિએ લખ્યું છે :
‘મિલ્યા ભૂપ ને ભૂપ આનંદ પાયા, ભલે તમે ભલે અહીં ભાણચંદ (ભાનુચંદ્ર) આયા, તુમ પાસે સ્થિતિ મોહે સુખ બહોત હોવે, સહરિઆર ભણવા તુમ વાટ જોવે, પયાઓ. અમ પુત્રકો ધર્મવાત, જવું અવસુણતાં તુમ પાસિ તાત, ભાણચંદ કદી મ તુમે હો હમારે; સબહી સે તુમહી હો હમેં હિ પ્યારે.”
- વિજયતિલકસૂરિરાસ છ-છ વર્ષ પછી પૂજય ઉપાધ્યાયજી ભગવંતનું મિલન થતાં શાહી-પરિવારમાં આનંદ-આનંદ છવાઇ ગયો. સૌથી વધુ આનંદ જહાંગીરને થયો.
બાદશાહ, બેગમ, શાહજાદા, શાહજાદી આદિ સૌ ઉપાધ્યાયજી ભગવંતના દર્શનાર્થે આવતા અને એમની અમૃત-મધુરી દેશના સાંભળતા.
બજે મધુર બંસરી : ૪૧૨
બજે મધુર બંસરી + ૪૧૩