________________
પૂજયશ્રીના દર્શન-વંદન થયેલ હશે... પણ ગ્રંથ વાંચન પછી એમ થાય છે કે ભરપૂર ખજાનામાંથી ઘણું ઓછું પ્રાપ્ત કર્યું છે. તેમ છતાં આનંદ એ છે કે ગુરુદેવના લીધે જીવન પરિવર્તન ચોક્કસ થયેલ છે.
ગુરુદેવશ્રીના અદશ્ય આશીર્વાદ આપણા સહુ ઉપર વરસતા જ રહો તેવી પ્રભુને પ્રાર્થના..
- હસમુખ વેદલીયા
(ડીસા)
કલાપૂર્ણમ” ગ્રંથના બંને ભાગમળ્યા. મારી પ૯વર્ષની જિંદગીમાં આવા સુંદર ગ્રંથો મેં જોયા નથી... વાંચવાની શરૂઆત કરી છે...
- ધીરુભાઈ | (ચેન્નાઇ, તા. ૧૦-૧૦-૨૦૦૬)
“કલાપૂર્ણમ્” ભાગ ૧-૨નું વાંચન કરતાં ખૂબ જ અહોભાવ થાય છે. ગુરુદેવની સાચી ઓળખ મેળવવી હોય તો ગુરુદેવના ગ્રાહકોએ આ ગ્રંથ અવશ્ય એકવાર નહીં... પરંતુ વારંવાર વાંચવો જ જોઇએ...
- હસમુખ બોરીચા
(ભુજ)
યોગી મહાપુરુષના જીવનના પ્રસંગોને જુદા જુદા લેખક દ્વારા વર્ણવ્યા છે. જે ખૂબ જ અનુમોદનીય છે. આની પાછળ સંકલન વિગેરેનું કામ બંને પંન્યાસજી મ.સા. કરી શક્યા છે, તે ખૂબ જ અનુમોદનીય છે.
પૂજયશ્રીએ ચાણસ્માના હેમંતભાઇ તરફથી વાંકી તીર્થે ૯ દિવસ નમસ્કાર મહામંત્રના જાપ સાથે એકાસણી કરાવેલ તે સ્મૃતિ કેમ ભૂલાય ?
- અધ્યાપક ગુણવંતભાઇ સંઘવી
(ચાણસ્મા)
ચીવટપૂર્વકના આપના સંપાદન કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયો છું. મારા જેવાને આવા કાર્યથી ઘણી જ પ્રેરણા મળી રહે તેમ છે. ખૂબ જ સુંદર કામ કર્યું છે...
- નંદલાલ (ભાવનગર)
આપ દ્વારા સંપાદિત ‘સ્મૃતિ ગ્રંથ' વાંચ્યો. ખૂબ જ અદ્ભુત છે. નાસ્તિકને પણ આસ્તિક કરી દે એવી વાચનાના અંશો... આચાર્ય ભ.ની દુર્લભ તસ્વીરો મનમાં અંકિત થઇ ગયેલ છે. આચાર્ય ભ.ના અસંખ્ય લોકો પર અસંખ્ય ઉપકાર છે. આચાર્ય ભ. ખરેખર ! પરમાત્મા જ હતા...
‘સ્મૃતિ ગ્રંથ વાંચ્યા પછી આચાર્ય ભ.ની પ્રભુ ભક્તિ જાણ્યા પછી અમને પણ નવા સ્તવનો શીખવાનું મન થાય છે. રાગ ન આવડે તો પણ પ્રભુ સમક્ષ સ્તવનો ગાવાથી મન ખૂબ આનંદિત થઇ જાય છે.
- ઉમેદ પ્રેમજી કારિઆ
(મુંબઈ)
પરમાત્માના ભક્ત યોગી પુરુષ મહાત્માના જીવન-કવન વર્ણવતો દળદાર સંકલન ગ્રંથ મળ્યો. મહાપુરુષોની આ જ રીતે ચિરકાળ યાદગીરી રહે... તે જરૂરી છે.
- હિંસકીર્તિવિજય (તપોવન સંસ્કાર પીઠ)
બજે મધુર બંસરી + ૪૪૪
બજે મધુર બંસરી + ૪૪૫