________________
તે ગુણોને પુસ્તકમાં, તેજસ્વી બુદ્ધિ દ્વારા વિકસાવીને જે રીતે પ્રકાશિત કર્યા છે તે વાંચીને હૈયું હર્ષથી નાચી ઉઠડ્યું. આપની તીવ્ર મેધાને, આપના શ્રમને, આપની લેખન કલાને... જેટલા પણ ધન્યવાદ આપીએ અને જેટલી પણ મનોમન અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
આપની પ્રશંસાના શબ્દો પણ અમારી પાસે નથી. ખરેખર ! ગુરુદેવની મહાન કૃપા આપના પર વરસી રહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે. આપ બંને ભાઇઓ દિન-પ્રતિદિન શાસનની પ્રભાવના કરતાં જ રહો એવી અમારા અંતરની શુભેચ્છા...
- સા.શ્રી વિચક્ષણાશ્રીજી
(અમદાવાદ)
આ બંને ગ્રંથો ખૂબ જ સુંદર રીતે તૈયાર થયા છે. દરેક જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથ માર્ગદર્શક જેવા બની રહેશે. બંને ગ્રંથો સમયે વાંચી જઇશ અને તે અંગે કાંઇ જણાવવા જેવું હશે તો અવશ્ય જણાવીશ. પુનઃ આપશ્રીએ યાદ રાખી બે ઉત્તમ ગ્રંથો મોકલી આપ્યા છે તે બદલ હું આપનો ઋણી છું...
- શ્રેણિકભાઈ કસ્તુરભાઈ
(તા. ૦૨-૦૮-૨૦૦૬)
સામાયિક દરમ્યાન આ ગ્રંથનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. એમાંથી કોઇ પણ અવતરણ ટાંકતો નથી... આખો બાગ જયાં મહેંકતો હોય
ત્યાં સુગંધ કયા ફૂલમાંથી આવે છે તે જણાવવાનું મને યોગ્ય લાગતું નથી. ‘કલાપૂર્ણમ્' ના બે ભાગમાં એક અધ્યાત્મયોગીની સારીયે અનુભવ સૃષ્ટિ ખડી કરી દીધી છે... જે સાધકોને સાધનામાં બળ મેળવવા ઉપયોગી બની રહેશે...
- કુમારપાળ વી. શાહ
(કલિકુંડ, ધોળકા)
આ ગ્રંથ વાંચવા લીધા પછી સહજ રીતે બે-ત્રણ કલાક થઇ જાય ત્યાં સુધી સમયનો ખ્યાલ જ ન રહે. ભૂખ્યાને ભોજન મળે.. તરસ્યાને પાણી મળે અને જે તૃપ્તિનો અનુભવ થાય એના કરતાં પણ કઇ ગણો આનંદ આ ગ્રંથ વાચતાં થાય છે. જાણે હજી પણ વાંચ્યા જ કરીએ... મૂકવાનું મન જ ન થાય. ભોજન અને પાણી જેવી દ્રવ્ય ચીજ પણ જો આનંદ આપી શકતી હોય તો આ ગ્રંથમાં તો આત્મિક આનંદાનુભૂતિ ભરેલી છે... તો તો કેવો આનંદ થાય !
ઘણી વખત વાંચતા હૃદય આર્દ્ર બની જાય... આંખે અશ્રુધારા વહી જાય... પૂજયશ્રી જગતમાં કેવા છવાયેલા હતા ! કેવા-કેવા જીવોએ પૂજયશ્રીને કેવી-કેવી રીતે માણ્યા !
જો આ પુસ્તક બહાર ના પડ્યું હોત તો પૂજયશ્રીના ટોચકક્ષાના ગુણોનો અનુભવ શી રીતે થાત ?
- સા. હિતપૂર્ણાશ્રીજી
(પાટણ)
આ મહાગ્રંથની સહેજ પણ આશાતના ન થાય તેવી ભાવના સહ સામાયિકમાં જ બંને ગ્રંથના કુલ ૭૩૦ પેજ પૈકી સંસ્કૃત – અંગ્રેજી મેટરને બાદ કરતા તમામ અક્ષરસ: વાંચન થયેલ છે. જેમજેમ ગ્રંથવાંચન આગળ વધ્યું તેમ-તેમ પૂજય ગુરુદેવશ્રી નજીકમાં જ હોય તેવો અહેસાસ થવા લાગ્યો. અદ્દભુત સર્જનની અનુમોદના કરવા માટે મારી પાસે શબ્દો જ નથી.
આપશ્રીએ માહિતીસભર આ ગ્રંથનું સર્જન કરીને ભવતારક પૂજય ગુરુમા પ્રત્યેનું ઋણ ચૂકવી દીધેલ છે. સંવત ૨૦૪૦ના ડીસા ચાતુર્માસથી સંવત ૨૦૫૮ના ફલોદી ચાતુર્માસ સુધીમાં અનેક વાર
બજે મધુર બંસરી + ૪૪૩
બજે મધુર બંસરી + ૪૪૨