________________
વાદિવિજેતા ધનપાલ તિલકમંજરી ગ્રંથ રાજાએ સગડીમાં બાળી નાંખ્યો આથી ધનપાલને પારાવાર દુઃખ થયું. જો કે નવ વર્ષની બાળાએ એને પુનર્જીવિત કરી દીધો હતો છતાં ધનપાલના મનમાંથી બેચેની ગઇ નહિ. તેના મનમાં વારંવાર એક જ વિચાર ઘૂમવા લાગ્યો : રાજાઓના તે કાંઈ ઠેકાણા છે ? એમને રીઝતાં ય વાર નહિ અને નારાજ થતાં ય વાર નહિ ! વર્ષો સુધી રાજાની સેવા કરી હોય છતાં એકવાર જો જરાક ખામી આવી ગઇ કે બધું ખલાસ ! સો એ વર્ષ પૂરા ! આવા રાજાઓના પડખા સેવવા એના કરતાં પ્રભુના ચરણોની સેવા શું ખોટી છે ? બસ... મારે તો હવે ભગવાનની સેવા જોઇએ અને એ માટે મારે ધારાનગરીનો પણ ત્યાગ કરવો પડશે. જો હું અહીં રહીને પ્રભુચરણમાં લીન રહેવા માંગું તો પણ રહી શકે નહિ, કારણ કે ભોજરાજાના કાર્યપ્રસંગો આવ્યા જ કરવાના અને મારી ભક્તિમાં ખલેલ પાડ્યા જ કરવાના...
આમ વિચારી ધનપાલે ધારાનગરીનો ત્યાગ કર્યો અને સાચોરમાં જઇ વસ્યો.
સાચો૨માં જઇ કવિરાજ આત્મસાધનામાં અને ભગવાનની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેમણે ત્યાં મૂળ-નાયક ભગવાનની પ્રતિમા પાસે અપભ્રંશ સ્તુતિ બનાવી છે. આજે પણ તે સ્તુતિ વાંચનારના હૃદયમાં ભક્તિ રસની ધારા પેદા કરે છે.
પણ... ધનપાલ જતાં આ બાજુ ધારામાં ગજબ થઇ ગયો ! ધનપાલ વગરની ભોજની સભા ફીકી લાગવા માંડી... જાણે મીઠા વગરની રસોઇ ! ભોજરાજાને પણ ધનપાલ વિના મઝા આવતી નહિ, પણ થાય શું ... ? હાથના કર્યા હૈયે વાગ્યા હતા. ભોજરાજાને ઘણીવાર વિચાર આવતો : અત્યારે જો કોઇ પરદેશી વિદ્વાન આવી જાય તો મારી સભામાં કોઇ એવો સમર્થ વિદ્વાન નથી જે તેની સામે
ટક્કર ઝીલી શકે. એક ધનપાલ હતો. ટક્કર લઇ શકે તેવો... પણ તે તો ચાલ્યો ગયો. ન કરે નારાયણ ને જો કોઇ પરદેશી વાદી આવી જશે તો ? મારું નાક કેમ રહેશે...? સરસ્વતી-કંઠાભરણ તરીકેની મારી પ્રસિદ્ધિ કઇ રીતે ટકી રહેશે ?
અને.. ખરેખર એવું જ બન્યું. ભોજરાજાની શંકા સાચી પડી. એક વખતે ભરૂચનો કૌલાચાર્ય ધર્મપંડિત ધારાનગરીની રાજસભામાં આવી ચડ્યો. તે ઉદ્ભૂટ વિદ્વાન અને વાદી હતો. રાજસભાના કોઇ વિદ્વાનની તાકાત નહોતી કે તેની સામે ટક્કર ઝીલી શકે...
ભોજરાજાની ચિંતા એકદમ વધી ગઇ. અત્યારે જો ધનપાલ હાજર હોત તો આવા દિવસો જોવાનો અવસર ન આવત. પણ કાંઇ વાંધો નહિ. હજુ પણ ધનપાલને સાચોરથી બોલાવી લઉં. એમ કર્યા વિના બીજો કોઇ ઉપાય નથી. ભોજરાજાએ તરત જ સાચોરમાં એક માણસ મોકલ્યો એ કહેવડાવ્યું : પંડિતજી ! ધારામાં જલ્દી પધારો. ભોજરાજા આપને બોલાવે છે.
ધનપાલે કહ્યું : તમારા રાજાને કહી દેજો કે પંડિત નહિ આવે. રાજાઓના રાજાની -પ્રભુની સેવામાં તે લીન છે. તેની સેવા છોડીને બીજા કોઇની સેવા કરવી તેને ગમતી નથી.
એ માણસે જ્યારે ભોજને આવા સમાચાર આપ્યા ત્યારે ફરીથી માણસ મોકલ્યો અને કહેવડાવ્યું : “કવિરાજ ! આપ તો મહાન છો, હું ક્ષુદ્ર છું. આપ વિરાટ છો, હું વામન છું. આપ આકાશમાં ઉડ્ડયન કરતા રાજહંસ છો, હું ધરતીનો કીડો છે. ઓ રાજહંસ ! તમે તો જયાં જશો ત્યાં બધી જ અનુકૂળતા મળી રહેવાની છે, પણ આપના વિના આ સરોવર (રાજસભા) સૂનું પડ્યું છે-એનું શું ? આપ મોટા છો, હું નાનો છું. મારી ભૂલોની હું ક્ષમા માંગું છું. માટે જલ્દી એકવાર અહીં આવી જાવ. અત્યારે કોઇ પરદેશી કૌલાચાર્યે રાજસભા સમક્ષ વાદનો પડકાર ફેંક્યો છે. અહીંનો કોઇ
બજે મધુર બંસરી * ૩૬૪
બજે મધુર બંસરી * ૩૬૫