________________
२३. विश्वास्यो न प्रमादरिपुः ।। પ્રમાદરૂપી શત્રુનો ભરોસો નહિ કરવો’ છે
પ્રમાદ, આળસ, સુસ્તી, અનુત્સાહ આ બધા પર્યાયાર્થી જેવા શબ્દો છે.
અહીં પ્રમાદને શત્રુ કહ્યો છે. માત્ર યશોવિજયજી જ નહિ, પુરાતન કાળથી અનુભવીઓ આળસને શત્રુ જ કહેતા આવ્યા છે : 'प्रमाद एव मनुष्याणां, शरीरस्थो महारिपः'
શત્રુ પાસે બેઠો હોય તો કદી કોઇને ગમે નહિ. કદાચ બાજુમાં બેઠો હોય તો મનમાં એમ જ થાય : ક્યારે આ બલા જાય ! ક્યારે જાય ! એ જાય પછી જ શાંતિ થાય.
પણ આશ્ચર્યની વાત છે : પ્રમાદ આપણામાં પડ્યો હોય ત્યારે એવી લાગણી જરાય થતી નથી. ઉસ્, આનંદ આવે છે. હજુ વધુ વખત રહે તેવું મન ચાહે છે.
જેની હાજરીમાં આનંદ આવે તેને શત્રુ કેમ કહેવાય ? એમ નહિ પૂછતા. તમને આનંદ આવે છે માટે જ એ શત્રુ કહેવાય, પ્રચ્છન્ન શત્રુ કહેવાય. ઊઘાડો શત્રુ તો હજુ સારો, પણ આવો શત્રુ ખૂબ જ ખતરનાક ! ઉપરથી મીઠો ! અંદરથી ધીઠો !
પ્રમાદ જો શત્રુ છે તો અપ્રમાદ, ઉદ્યમ મિત્ર હોવો જ જોઇએ. આ મિત્ર અને શત્રુ - બંને ઓળખવામાં આપણે થાપ ખાઇ જઇએ
તેમ છીએ. પ્રમાદ ગમે છે છતાં શત્રુ છે. અપ્રમાદ નથી ગમતો છતાં મિત્ર છે.
કેટલીકવાર આપણે શબ્દછળથી છેતરાઇ જઇએ છીએ.
અમે તો ‘આરામ' કરીએ છીએ. આળસ શબ્દ હજુયે કાનને ખૂંચે, ખરાબ લાગે, પણ ‘આરામ' શબ્દ બહુ જ સારો લાગે.
અમે તો ‘કરકસર કરીએ છીએ. “કંજૂસાઈ’ શબ્દ સાંભળવોય ન ગમે, પણ ‘કરકસર' ખૂબ જ ગમે.
અમે તો ખૂબ જ ‘ઉદાર’ છીએ. ‘ઊડાઊ' શબ્દ સાંભળવો ય ન ગમે, પણ ‘ઉદાર” કેવો ગમી જાય ?
ખરેખર આળસ જયારે આરામનો, કંજૂસાઇ જયારે કરકસરનો અને ઊડાઊપણું જયારે ઉદારતાનો વેષ પહેરીને આવે છે ત્યારે તેમને ઓળખવા મુશ્કેલ પડી જાય છે.
આવા શબ્દછળથી આપણે બીજા કોઇને નહિ, પોતાને જ ઠગીએ છીએ.
આળસુ માણસો અધ્યાત્મના માર્ગે તો ઠીક, દુન્યવી માર્ગે પણ કશું ઊકાળી શકતા નથી, માત્ર વસતિ-ગણતરીમાં તેઓ કામ લાગે છે, એ બેઠો બેઠો માત્ર દિવસો પસાર કરે છે, અનાજ ખૂટાડે છે.
ત્રણ પ્રકારના ભોજન કહેલા છે : કામ ભોજન, રામ ભોજન અને હરામ ભોજન.
કામ કરીને ખાય તે કામ ભોજન, કામ કરી શકે તેવા ન હોય તે અપંગ, અનાથ, અસહાય અથવા દુર્બળો ખાય તે રામ ભોજન. જયારે શક્તિ હોવા છતાં બેઠો-બેઠો ખાય, કામ કર્યા વિના, ધર્મ પ્રવૃત્તિ કર્યા વિના ખાય તે હરામ ભોજન, એવું કોઈકે કહેલું છે.
જો કે એ એના પુણ્યનું ખાય છે, એટલે હરામ ભોજન તો ન કહેવાય, છતાં લોકો એની આળસને જોઇને એવું જરૂર બોલવાના !
ઉપદેશધારા * ૨૫૮
ઉપદેશધારા ૪ ૨૫૯