________________
તેની ખૂબ ખૂબ અનુમોદના થાય છે. સાથે આનંદ પણ થાય છે.
- મુનિ ભદ્રકીર્તિ - જિનકીર્તિ વિ.મ.
(નવસારી)
ઘણા જ સુંદર પુસ્તકો છે...
ખરેખર ! જેવું પૂજયશ્રીનું જીવન હતું તેવું જ પૂજયશ્રીના જીવનની ઝાંખીને દર્શાવતા આ ગ્રંથો આપશ્રીએ સખત મહેનત કરીને બહાર પાડ્યા તે બદલ આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ...
પૂજયશ્રીનું જીવન ઉચ્ચકોટીના આદર્શસમ હતું. કદાચ ૨ નહિ, પણ ૧૨ ગ્રંથ લખીએ તો પણ આપણે તેમના ગુણોનું વર્ણન કે આલેખન કરવા બેસીએ તો વર્ષોના વર્ષો વીતી જાય... તો પણ એમના આદર્શ આચરણ, પ્રભુ પ્રત્યેની ભક્તિને આલેખવા આપણે શક્તિમાન નથી.
જેવું પૂજ્યશ્રીનું નામ તેવું જ પૂજયશ્રીનું નામ... તેવું જ શંખેશ્વરમાં પૂજયશ્રીનું ધામ... તેવું જ પૂજયશ્રીના ગ્રંથનું નામ... સર્વ કલાથી પૂર્ણ પૂજ્યશ્રીના ચરણે ભાવપૂર્વક વંદના...
- મુનિશ્રી ધીરેશરત્નવિજયજી મ.
(અમદાવાદ)
- મુનિ દાનશેખર વિ.મ. - મુનિ જગતશેખર વિ.મ. (સાંગલી : તા. ૧૮-૦૮-૨૦૦૬)
ચિત્રકાર કે ફોટોગ્રાફર “પૂજયશ્રીના દેહને” ચિત્રમાં કે ફોટામાં સહેલાઇથી લાવી શકે... પણ...
પૂજયશ્રીના “આંતર સૌંદર્યને” શબ્દદેહમાં લાવવો સદાય અપૂર્ણ રહેશે..
અપૂર્ણને ‘કલાપૂર્ણમ્' બનાવવાનો પ્રયત્ન માત્ર સ્તુતીય નહીં... અનુમોદનીય છે. શત – સહસ્ત્ર - લાખ – કોટિ વંદના તમારા પુરુષાર્થને !
- મુનિ યશોભૂષણવિજયજી
(પરેલ)
પરમાત્મભક્ત, ભગવાન પૂજયપાદ આચાર્ય ભગવંત કલાપૂર્ણસૂરિજી મહારાજાના બેમિસાલ આધ્યાત્મિક જીવનના બે દળદાર ગ્રંથો મળ્યા.
આપશ્રીએ ગ્રંથસર્જનમાં ખૂબ-ખૂબ કમાલ કરી છે. ખૂબ-ખૂબ અંતરથી અનુમોદના...
- મુનિશ્રી દિવ્યવલ્લભવિ. મ. (વડોદરા : તા. ૦૩-૧૦-૨૦૦૬)
निश्चय ही इन कृतियों से अनेक जिज्ञासु मार्गदर्शित होंगे ।
- મુનિ વિમલસાગર
(મુંબઈ)
ઘણી સરસ મહેનત કરીને, દીર્ધાયુ બને તેવા ટકાઉ-મજબૂત કાગળો, આકર્ષકતા - વ્યવસ્થિત લખાણ છે. પૂ. સાહેબજીની ગૌરવતા - મહાનતા - ઉત્તમતા માટે આપે દિલથી આ કાર્ય કર્યું છે.
અત્યંતર વૈભવ તો હશે જ... પણ આ ગ્રંથનો બાહ્ય વૈભવ પણ સુંદર છે. અનેક આરાધક આત્માઓને માર્ગદર્શક બનશે...
- મુનિ નયચંદ્રસાગર
બજે મધુર બંસરી + ૪૩૮
બજે મધુર બંસરી + ૪૩૯