Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005313/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Usicho અશાસ્ત્ર _n nure - - - -ઞાચાર મહાપણ Jain Educationa International For Personal and Private Use Only nelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનું અર્થશાસ્ત્ર આચાર્ય મહાપ્રશ , s અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ હિન્દી આવૃત્તિ સંપાદકઃ મુનિ ધનંજયકુમાર ગુજરાતી આવૃત્તિ : • અનુવાદક - સંપાદક - રોહિત શાહ સંસ્થાપક-નિર્દેશક શુભકરણ સુરાણા અનેકાન્ત ભારતી પ્રકાશન : પેટ્રન I શ્રી મીઠાલાલજી પોરવાલ [સિંહલ ટ્રાન્સપોર્ટ કોર્પો. D શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા [અરુણા પ્રોસેસર્સ પ્રા.લિ.] Jain Educationa International કિંમત : ૫૦ રૂપિયા આવૃત્તિ : પ્રથમ, પ્રજાસત્તાક દિન, ૧૯૯૬ પ્રકાશક : સંતોમાર સુરાણા નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઇ - ચારુલ, સહજાનંદ કૉલેજ પાસે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ માર્ગ, આંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન : ૪૦૬૨૨૧, ૩૬૨૫૨૩ લેસર કંપોઝ : શ્રી ગ્રાફિક્સ શાહીબાગ, અમદાવાદ-૪. ફોનઃ ૭૮૬ ૮૦ ૭૦ મુદ્રકઃ સુહાસ પ્રિન્ટેક પ્રા. લિ. ઇસનપુર, અમદાવાદ For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આશીર્વચન ઈ.સ. ૧૯૮૭, અમેરિકાનું હોનોલૂલૂ શહેર. હવાઈ વિશ્વવિદ્યાલય શાંતિસંસ્થાન અને ડે વોન જેવા બૌદ્ધ મંદિરના સંયુક્ત ઉપક્રમે એક સંગોષ્ઠિનું આયોજન. સંગોષ્ઠિનો વિષય હતો, ‘બૌદ્ધ પરિપ્રેક્ષ્યમાં શાંતિ.' પંદર દેશોના પ્રતિનિધિઓની હાજરી. હવાઈ વિશ્વ વિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી ડૉ. ગ્લેન ડી. પેજના ખાસ આમંત્રણને માન આપીને અમારા પ્રતિનિધિઓનું એક મંડળ ત્યાં પહોંચ્યું. સંગોષ્ઠિમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે અપરિગ્રહ વિષે ભગવાન બુદ્ધે કંઈ કહ્યું હોય તેવો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. આ સંદર્ભમાં શ્રી મહાવી૨ ભગવંતની શી અવધારણા રહી હશે ? ત્યાં ઉપસ્થિત વિદ્વાનોમાં મોટી સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો હતા. સંભવતઃ મહાવીરના દર્શનથી તે પૂરા પરિચિત નહોતા. આવા સમયે અમારામાંથી એક પ્રતિનિધિ ઊભા થઈને બોલ્યા, “ભગવંત મહાવીરે અપરિગ્રહ વિષે ઘણું બધું કહ્યું છે. તેમનો એક ષ્ટિકોણ આવો રહ્યો છે ઃ અસંવિભાગી ન હુ, તસ મોખ્ખો’– જે માણસ અર્થ (નાણાં)નું વિભાજન નથી કરતો, વિસર્જન નથી કરતો, તે મોક્ષને પ્રાપ્ત નથી કરતો.” ફક્ત આ એક જ સૂત્રથી બૌદ્ધ વિદ્વાનો ખૂબ સંતુષ્ટ થયા. સૌકા વિશ્વવિદ્યાલય, ટોક્યો, જાપાનના જે પ્રતિનિધિ ત્યાં હાજર હતા, તેઓ અમારા પ્રતિનિધિને ખાસ આગ્રહ કરીને તેમની સાથે જાપાન લઇ ગયા અને ત્યાં અનેક ગોષ્ઠિઓમાં મહાવીરના જૈન-દર્શન અંગે તેમના વિચારો સાંભળ્યા. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે મનમાં થયું કે પરિગ્રહ અને અપરિગ્રહ વિષયમાં મહાવીરની માન્યતા ઉપર તુલાનત્મક અધ્યયન થવું જોઇએ. તેથી આ વર્ષે અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, અને જીવનવિજ્ઞાન પર એકવીસ દિવસીય પ્રવચનો પૂર્ણ થયા બાદ આચાર્ય મહાપ્રજ્ઞજીને કહ્યું, “મહાવીરના વિચારો પર આધારિત અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણથી એક પ્રવચનમાળાનું આયોજન કરીએ.” સંસારમાં અનેક અર્થશાસ્ત્રીઓ છે. તેઓ પોતાના ષ્ટિકોણથી ધારણાઓ-માન્યતાઓ વેપારીવર્ગ અને ગ્રાહકો સુધી પહોંચાડે છે. અર્થ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. ક્યારેક ક્યારેક તો એમ લાગે છે કે અર્થ માનવીની જિંદગી કરતાં પણ વધારે કીમતી બની ગયું છે. અર્થનું અર્જુન, સંગ્રહ, રક્ષણ અને વ્યય આ ચતુષ્ટયી સંતાપનું કારણ બની રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રભુ મહાવીરની વિચારધારા કંઇક અંશે પણ માર્ગદર્શક બનશે, તો એક મોટી સિદ્ધિ ગણાશે, આ દૃષ્ટિએ દરેક સપ્તાહનાં બે-બે મુજબ ચાર સપ્તાહનાં પ્રવચનોની નિષ્પત્તિ છે - મહાવીરનું અર્થશાસ્ત્ર'. ગ્રંથનું નામ કંઈક અટપટું જરૂર છે, પરંતુ આમાં ચર્ચેલા વિષયો અર્થશાસ્ત્રીય અવધારણાઓ (અનુમાનો-મંતવ્યો)માં એક માઈલસ્ટોન માર્ગદર્શક અનુસંધાનો - જરૂરથી બનશે, એવો આત્મવિશ્વાસ છે. અર્થશાસ્ત્રીની જેમ જ, રાજનીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિગેરે બાબતોમાં પણ ભગવાન મહાવીરની અવધારણાઓનો પ્રકાશ સંસારને મળે તે બાબતે પણ શ્રી મહાપ્રજીએ ધ્યાન આપવાનું જ છે અને પોતાના નવા ચિંતનથી જિજ્ઞાસુ માનવીને લાભાન્વિત કરતા રહેવાના છે. • ગણાધિપતિ તુલસી ૧૩-સપ્ટેમ્બર, ૧૯૯૪. આધ્યાત્મ સાધના કેન્દ્ર, છત્તરપુ૨ોડ, મેહરોલી, નવી દિલ્હી - ૧૧૦૦૩૦. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ જ માય પ્રામા જે મનુષ્ય અપ્રામાણિક માર્ગે ધન કમાય છે તે વેરભાવ સાથે જોડાણ કરી લે છે. ધનમાં મૂચ્છિત માનવીને ધન સંતોષ નથી આપી શકતું. ધન પાછળ અંધ બનેલ માનવી ભાવસાગર પાર લઈ જનાર માર્ગને જોયા છતાં અણદેખ્યો કરી નાંખે છે. મહાવીરનાં આ સૂત્રો સ્પષ્ટ સંકેત આપે છે. મહાવીર અર્થશાસ્ત્રી નથી, અધ્યાત્મપુરુષ છે. આત્માના અસ્તિત્વને તેમણે પોતાનો આધાર માન્યો છે. અર્થશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય વિષય છે : “વસ્તુ'. અધ્યાત્મશાસ્ત્રનો મુખ્ય વિષય છે : “આત્મા.' આત્માનો સંબંધ અપરિગ્રહ સાથે છે. મહાવીર અપરિગ્રહના મહાન વ્યાખ્યાતા છે. અપરિગ્રહની સ્થાપના કરીને તેઓ આકિંચ નું જીવન જીવ્યા. ગૃહસ્થ માનવી અપરિગ્રહી ન બની શકે. જીવન જીવવા માટે ભિક્ષા માંગીને ન ચલાવી શકે. એના માટે મહાવીરે ‘ઇચ્છાપરિમાણ’ - પરિગ્રહના સીમાકરણનું વિધાન રજૂ કર્યું. સીમાકરણથી અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો ફળીભૂત થાય છે. આકાંક્ષા અને ઉત્પાદનના અસીમ સંવર્ધનનો સિદ્ધાંત આમ ખૂબ ગમે તેવો - આકર્ષક છે, પરંતુ સ્વાભાવિક નથી અને તેનાં પરિણામો પણ માનવીના હિતમાં નથી. અર્થશાસ્ત્ર આર્થિક સમૃદ્ધિનું શાસ્ત્ર છે અને તેના સીમાકરણનું શાસ્ત્ર એટલે - શાંતિનું શાસ્ત્ર. અસીમ આકાંક્ષા અને શાંતિ વચ્ચે મેળ ન હોઈ શકે. માનવી માટે અર્થોપાર્જન પણ જરૂરી છે. શાંતિના આધારે કદાચ જો આર્થિક વિકાસ સધાય, તો પરિણામસ્વરૂપ, અશાંત મનુષ્ય આર્થિક સમૃદ્ધિથી સુખની અનુભૂતિ નથી પામી શકતો. વર્તમાનની અપેક્ષા છે. આર્થિક જરૂરિયાતોની સંપતિ અને શાંતિ. આ બંનેનો સમન્વય કરવામાં આવે તો જ કંઈક ફળે. બાકી એ કાન્તિક દૃષ્ટિકોણ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ નથી, તેથી જ સાપેક્ષ દષ્ટિકોણને આધારે આવશ્યકતાની સંપૂતિનું અર્થશાસ્ત્ર અને શાંતિનું અર્થશાસ્ત્ર - બંનેને એકબીજાનાં પૂરક બનાવવાં પડે. સંયમ, ત્યાગ, વિસર્જન, સીમાકરણ જેવા શબ્દો આર્થિક સંપન્નતાનાં સ્વપ્નો જોનારા માનવીને માન્ય નથી. ભોગ, વિલાસ, સુવિધા, આ શબ્દોમાં સંમોહનશક્તિ છે. જે પ્રિય નથી લાગતા, તે જ માનવીના ભવિષ્ય માટે અત્યંત અનિવાર્ય છે. આ અનિવાર્યતાનું જ્ઞાન જ મહાવીર અને તેમના સીમાકરણના સિદ્ધાંતને અર્થશાસ્ત્રના સંદર્ભમાં સમજવાની પ્રેરણા આપે છે. - પૂજ્ય ગુરુદેવે કલ્પના કરી, પ્રકલ્પ અને સંકલ્પ કર્યો. મહાવીરનું અર્થશાસ્ત્રનાં કેટલાંક સૂત્રો પર ચર્ચા થાય, જે માનસિક તનાવ અને પર્યાવરણની સમસ્યા વચ્ચે ઘેરાયેલા માનવીને સાંત્વન આપી શકે, સમસ્યાનું સમાધાન આપી શકે. મહાપુરુષનો સંકલ્પ કોઈપણ જાતની આશા વગરનો, સૌના હિત માટેનો હોવાથી ચરિતાર્થ થઈ ગયો. ચાર સપ્તાહ (તારીખ ૬ ઓગષ્ટથી ૨૮ ઓગષ્ટ- ૧૯૯૪) સુધી દરેક શનિ-રવિ - બે દિવસ ચાલનારો આ ઉપક્રમ વધતી જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો. વાચક માટે ઉપલબ્ધ છે - “મહાવીરનું અર્થશાસ્ત્ર'. મુનિશ્રી ધનંજયકુમારે આ માટે સતત પરિશ્રમ કર્યો છે. મુનિશ્રી મહેન્દ્રકુમારે ખૂબ તત્પરતાથી એક પરિશિષ્ટ તૈયાર કર્યું જેમાં કેટલાક આધુનિક વિચારોનાં વિચારબિન્દુઓનું સંકલન છે. આમાં માનવતાના ભવિષ્યનું પ્રતિબિમ્બ છે, જે કદાચ આકૃતિ પોતાની પ્રતિકૃતિને ઓળખી શકે તો. તા. ૧૧-૯-૧૯૯૪. આચાર્ય મહાપ્રજ્ઞ આધ્યાત્મ સાધના કેન્દ્ર, નવી દિલ્હી. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય... I અપરિગ્રહનો પ્રવક્તા નિગ્રંથ શું અર્થશાસ્ત્રનો રચી શકે ગ્રંથ ? મહાપ્રજ્ઞની કૃતિ “મહાવીરનું અર્થશાસ્ત્ર ખોલી દે છે બંધ જિજ્ઞાસા-પાત્ર ઉભરે છે મનમાં આ પ્રશ્ન શું અપરિગ્રહનું ચિંતન આપી શકે પરિગ્રહનું દર્શન ? || સમાધાન છે ઊંડાણમાં, ઊંચાઈમાં, અવસ્થિત છું સપાટી પર, તળેટીમાં, અચાનક ચેતનાના અતલ તલને ચીરીને. નીકળી પડ્યું છે એક વિદ્યુતકિરણઆયુષ્મનું મહાવીરનાં ધ્વનિ પ્રકંપન પકડતો હતો ચેતનાનો કણ-કણ ના કેવળ માનવા દેવ અને દાનવ પશુપક્ષી જ નહીં વૃક્ષ-વનસ્પતિ પણ સાંભળતાં સમજતાં ભૂલીને વેર-ભાવ છોડીને પોતીકો સ્વભાવ. મહાવીરસ્વામીનું વચન શાશ્વત સત્યનું નિર્વચન ન વ્યક્તિ ન જાતિ સૌના માટે જેમાં અધ્યાત્મશાસ્ત્ર પણ છે, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર પણ છે. પ્રશ્ન છે, પકડનારી દષ્ટિનો, સંકલ્પની સૃષ્ટિનો. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ D વિસ્મૃતિનો વિલય સ્મૃતિમાં ગ્રંથ ‘ભૂવલય’ એક પત્રમાં સંદૃધ્ધ અગણિત ભાષાથી સમૃદ્ધ જેમાં રશિયન છે, જાપાની છે, ફ્રેંચ અને જર્મની પણ છે એવી કોઈપણ નથી લિપિ જેની ન મળે પ્રતિલિપિ કેવળ જોઈએ તે દૃષ્ટિ જે પકડે આ શબ્દસૃષ્ટિ ! D મહાપ્રશજીનું પ્રસ્તુત સર્જન મૌલિક પ્રતિભાનું એક વિશિષ્ટ નિદર્શન મહાવીરના સૂત્રાત્માથી મહાપ્રજ્ઞના અર્થાત્માનું સાક્ષાત્ મિલન મહાવીરની સાંપ્રદાયિકતાનું મહાપ્રશજીની પ્રતિભા દ્વારા સજીવ ચિત્રણ જે અર્પે છે નવો પ્રકાશ પ્રબલ આશ્વાસ નવો વિશ્વાસ. D મહાપ્રશજી કહે છે, અપરિગ્રહના ચિંતનમાંથી જ મળી શકે છે પરિગ્રહનું પવિત્ર દર્શન અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રનો સુંદર મેળાપ જેના પર ચાલીને મેળવી શકે છે દરેક વાચક શાંતિનો એ દિવ્ય મણિ જે ભૌતિકતાની ઝાકઝમાળમાં થઈ ગયો છે આંખોથી ઓજલ. ૧૩-૯-૧૯૯૪. નવી દિલ્હી. Jain Educationa International ♦ મુનિ ધનંજયકુમાર For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ શબ્દ શબ્દ મહાવીરવાણીના પડઘા... અઢી હજાર કરતાં પણ અધિક વર્ષો પૂર્વે ભગવાન મહાવીરે સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક દષ્ટિએ અર્થશાસ્ત્રની અનોખી શૈલી રજૂ કરી હતી. તેમની એ શૈલી અન્યાય અને અત્યાચાર દૂર કરીને અમન અને આનંદની સ્થાપના કરનારી હતી. અર્થવ્યવસ્થાનાં પાયાનાં મૂલ્યોની વાત ભગવાન મહાવીરે કરી હતી. ભગવાન મહાવીરની અનેક વાતોને આપણે આજે પણ સમજી શક્યા નથી. આચાર્ય મહાપ્રજ્ઞજીએ મહાવીરની મર્યવાણીને વિવિધ ગ્રંથોમાં યુગસંદર્ભ સહિત રજૂ કરી છે. “મહાવીરનું અર્થશાસ્ત્ર’ એવો જ વિસ્મયપ્રેરક ગ્રંથ છે. જેના સાધુ પાસેથી અર્થશાસ્ત્ર વિષય ઉપર ગ્રંથ મળે તે સ્વયે વિસ્મયની ઘટના છે. તેમાંય આ તો મહાવીરનું અર્થશાસ્ત્ર ! આજે જ્યારે વિશ્વ સમક્ષ અર્થનીતિની અનેક સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે આ ગ્રંથ અત્યંત ઉપયોગી બનશે. મહાવીરની વાતને સમજવા માટે અનેકાન્ત દષ્ટિ જોઈએ. મહાવીરની વાત બીજાઓને સમજાવવા માટે સહજ અને સરળ શૈલી જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજી એવા મનીષી છે કે જેમની પ્રતિભામાં આ બન્ને બાબતોનો સમન્વય પૂર્ણરૂપે જોવા મળે છે. તે જ કારણે તેમના ચિંતનગ્રંથો દેશ-વિદેશમાં આદર પામી રહ્યા છે. કદાચ, મહાપ્રજ્ઞજીનો સૌથી પ્રિય વિષય મહાવીર છે. તેમણે ભગવાન મહાવીરને કેન્દ્રમાં રાખીને અનેક માર્મિક ગ્રંથોનું સર્જન કર્યું છે. તેમના પ્રત્યેક ગ્રંથમાંથી મહાપ્રજ્ઞજીનું તથા મહાવીરનું અનોખું વ્યક્તિત્વ પ્રગટી રહે છે. મહાવીરને માનનારા તો ઘણા છે, તેમને જાણનારા વિરલ જ હશે. પ્રસ્તુત ગ્રંથ ભગવાન મહાવીરની સામાજિક અર્થવ્યવસ્થાનો સંપૂર્ણ અભિગમ રજા કરીને સાંપ્રત સમાજને યથાર્થ દિશાદર્શન કરાવશે જ તેવી શ્રદ્ધા છે. આ પૂર્વે આવો ગ્રંથ કોઈએ લખ્યો નથી. મહાવીરની વાણીના પડધા આ પુસ્તકમાં અને આચાર્ય મહાપ્રજ્ઞજીનાં પ્રવચનોમાં શબ્દ-શબ્દ અવિરત સંભળાય છે. આ વિસ્મયપ્રેરક ઘટનાને વંદન, અભિનંદન. . રોહિત શાહ ઉત્તરાયણ, ૧૯૯૬ ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી હાઈસ્કૂલ રેલવે ક્રોસિંગ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોનઃ ૭૪૭૩૨૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ક્રમ-અનુક્રમ ૧.કેન્દ્રમાં કોણ : માણસ કે અર્થ ? ૨. વિકાસની અર્થશાસ્ત્રીય અવધારણા ૩. અહિંસા અને શાંતિનું અર્થશાસ્ત્ર ૪. વ્યક્તિગત સ્વામિત્વ ઉપભોગનું સીમાકરણ તેમજ ૫. પર્યાવરણ અને અર્થશાસ્ત્ર ૬. ગરીબી અને બેકારી ૭. મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી ૮. નવી અર્થનીતિનાં પેરામીટર ૯. ધર્મ દ્વારા આજીવિકા : ઇચ્છા પરિમાણ ૧૦. જિજ્ઞાસા : સમાધાન ૧૧. મહાવીર અને અર્થશાસ્ત્ર ૧૨. પરિશિષ્ટ Jain Educationa International For Personal and Private Use Only ૨૧ ૩૨ ૪૪ ૫૫ ૬૬ ૭૬ ८७ ૯૮ ૧૧૦ ૧૨૬ ૧૪૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ કેન્દ્રમાં કોણ : માણસ કે અર્થ ? વિશ્વની નવી વ્યવસ્થા અપેક્ષિત છે. નવો સમાજ, નૂતન અર્થવ્યવસ્થા, નવીન રાજનીતિની પ્રણાલી, સઘળું નવું અપેક્ષિત છે. એટલા માટે કે જે નવું નવું ચાલી રહ્યું છે, તેનાથી સંતોષ નથી. જે નૂતન કરવા ઇચ્છીએ છીએ, તે પ્રાચીન પણ છે. આપણા આ પરિવર્તનશીલ જગતમાં ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યય સાથોસાથ ચાલે છે. ધ્રુવ છે, શાશ્વત છે અને સાથોસાથ પરિવર્તન પણ છે. તે અનેકાન્તનો નિયમ છે. પરિવર્તન અને શાશ્વત - બન્ને સંયુક્ત રીતે ચાલતાં હોવાથી નવું કંઈપણ હોતું નથી. જે નૂતન હોય છે, તે પણ પ્રાચીન બને છે. જે પ્રાચીન છે, તેમાં સંશોધન કરવામાં આવે તો ઘણુંબધું નવું મળી શકે. મનુષ્યની પ્રકૃતિ ભગવાન મહાવીરે મનુષ્યને વ્યાખ્યાબદ્ધ કર્યો છે. મનુષ્ય બહારથી તો એક વિશિષ્ટ આકૃતિપ્રધાન અને પશુથી અલગ દેખાય છે, પરંતુ તેનો સ્વભાવ કેટલાંક પ્રાણીઓથી ભિન્ન નથી. દરેક પ્રાણીના અંતઃસ્તલમાં એક સ્વભાવ છે- કામ. મનુષ્યના સ્વભાવમાં પણ તે (કામ) હોય છે. મહાવીરે કહ્યું છે –સામાને - આ પુરુષ કામકામી છે. કામ તેના સ્વભાવનું એક તત્ત્વ છે. તેની પ્રકૃતિનું બીજું તત્ત્વ છે - મધનો - તે અર્થલોલુપ છે, અર્થનો આકાંક્ષી છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની પ્રકૃતિનું ત્રીજું તત્ત્વ છે - ઘમ્મલા - મનુષ્યમાં ધર્મની શ્રદ્ધા છે, ચરિત્રની શ્રદ્ધા છે, આસ્થા છે. મનુષ્યની પ્રકૃતિનું ચોથું તત્ત્વ છે— સંવેTM– મનુષ્ય મુક્ત થવા ઇચ્છે છે. મનુષ્યની પ્રકૃતિનાં આ ચાર તત્ત્વો છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ભારતીય વિચારધારામાં આ ચાર પુરુષાર્થનો વિરલ સમન્વય છે. આ ચાર પુરુષાર્થ વગર આપણે મનુષ્યની વ્યાખ્યા કરીએ તો તેને સંપૂર્ણપણે સમજી શકાતી નથી. તેને સમગ્ર રીતે સમજવા માટે આ પુરુષાર્થ ચતુષ્ટયીને સમજવી જરૂરી છે. સમન્વિત દૃષ્ટિકોણ ચાણક્ય ભારતીય રાજનીતિ અને અર્થનીતિના પ્રતીક પુરુષ છે. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે. કૌટિલ્ય અર્થશાસ્ત્ર તેમનો પ્રસિદ્ધ ગ્રંથ છે. પોતાના બીજા પ્રસિદ્ધ ગ્રંથ ‘ચાણક્ય સૂત્ર’માં તેઓ લખે છે– सुखस्य मूलं धर्मः । धर्मस्य मूलं अर्थः । अर्थस्य मूलं राज्यं, राज्यस्य मूलं इन्द्रिय-जयः । સુખનો મૂલાધાર છે ધર્મ. ધર્મનો મૂલાધાર છે અર્થ. અર્થનું મૂળ છે રાજ્ય અને રાજ્યનું મૂળ છે, ઇન્દ્રિયજય. ઇન્દ્રિય-જય વગર રાજ્ય અને અર્થની કલ્પના ચાણક્ય કરી શકે નહીં. ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તના શિષ્ય હતા અને ચંદ્રગુપ્ત ભગવાન મહાવીરના શિષ્ય. મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્તે નવીન વ્યવસ્થાઓ આપી હતી અને તે વ્યવસ્થાઓના સૂત્રધાર હતા મહામાત્ય ચાણક્ય. ‘ચાણક્ય સૂત્ર'માં તેમણે જે સત્યનું પ્રતિપાદન કર્યું છે, તે સમન્વિત દૃષ્ટિકોણ છે. બે પ્રણાલિઓ.... વર્તમાનમાં બે મુખ્ય પ્રણાલિઓ પ્રચલિત છે– કૅપિટલિઝમ કમ્યુનિઝમ એક પૂંજીવાદી પ્રણાલી છે અને બીજી સામ્યવાદી પ્રણાલી. બન્નેની ફિલૉસૉફી છે, મટિરિયાલિઝમ-ભૌતિકવાદ. પૂંજીવાદનો અભિમત ભૌતિકવાદ છે અને સામ્યવાદનો પણ અભિમત ભૌતિકવાદ છે. બંનેના મતમાં કોઈ તફાવત નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વ્રતી સમાજ મહાવીરે એક સમાજની કલ્પના કરી હતી. તે સમાજનું નામ છે વ્રતી સમાજ. તેના માટે તેમણે એક આચારસંહિતા આપી, જેમાંથી અર્થવ્યવસ્થાનાં અનેક સૂત્રો ફલિત થાય છે, અર્થવ્યવસ્થાના અનેક સિદ્ધાન્તો આકાર પામે છે. વ્રતી સમાજની જે કલ્પના છે તેના પર ફિલૉસૉફીની દષ્ટિએ વિચાર કરીએ. તે નથી ભૌતિકવાદ કે નથી કોઈ અન્ય વાદ. તે સમન્વિત વાદ છે, જેમાં ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ બંનેનો સમન્વય હોય છે. મહાવીર યથાર્થવાદી હતા. તેમણે ભૌતિકવાદનો અસ્વીકાર નથી કર્યો, પૌદ્ગલિક સુખનો અસ્વીકાર નથી કર્યો, પરંતુ તેમાં પ્રકૃતિનો ભેદ અવશ્ય બતાવ્યો છે – એક શાશ્વત સુખ અથવા આંતરિક સુખ છે, બીજું ક્ષણિક અથવા ભૌતિક સુખ છે. જીવનનો આધાર મહાવીરે કહ્યું છે – “વત્ત સોવરવી વાત કુવરણા–ભૌતિક સુખ ક્ષણિક હોય છે, પરિણામે તે દુઃખદ હોય છે. આ તફાવતનું પ્રતિપાદન કર્યું, પણ એ કહ્યું નહિ કે–જે ભૌતિકવાદ છે અથવા ભૌતિકવાદી દષ્ટિકોણ છે, તે સંપૂર્ણ ખોટો છે. તે સત્ય છે કે આપણું જીવન પૌલિક છે, પુદ્ગલના આધારે ચાલે છે. આપણે ભૌતિકવાદ સિવાય ફક્ત અધ્યાત્મવાદના આધારે જીવનયાત્રા ચલાવી શકતા નથી. એટલા માટે તેમણે “સમન્વિતમ્ દષ્ટિકોણને મહત્ત્વ આપ્યું છે. ફક્ત ભૌતિકવાદ નહિ, એકાંગી દષ્ટિકોણ નહિ, પરંતુ “અનેકાન્ત’નો દષ્ટિકોણ, ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ–બંનેનો સમન્વય. કેનિજનો વિચારઃ આધુનિક અર્થશાસ્ત્રનો ભૌતિકવાદના આધારે વિકાસ થયો છે. તેની મુશ્કેલી આ એકાંગી દૃષ્ટિકોણ જ છે. આ એકાંગી દષ્ટિકોણ ન હોત તો વર્તમાનમાં આર્થિક અપરાધની આટલી પરિસ્થિતિઓ ઊભી ન થાત, આટલી આર્થિક સ્પર્ધાઓ ન થાત, ઉત્પાદન અને વિતરણમાં આટલી વિષમતા ઊભી ન થાત. આધુનિક અર્થશાસ્ત્રના પ્રખર જ્ઞાતા કેનિજ કહે છે – “આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે, સૌને ધનવાન બનાવવા છે. આ માર્ગમાં નૈતિક વિચારોનું આપણા માટે કોઈ મૂલ્ય નથી.” તેમનું સ્પષ્ટ કથન છે– “આ નૈતિકતાનો વિચાર માત્ર અપ્રાસંગિક જ નથી, પરંતુ આપણા માર્ગમાં અવરોધ છે.” - - - - - - - - ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧ 1111 15 - - - - - - - - - - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય કઈ બાબતનું : ભ્રષ્ટાચાર આજનો જ્વલંત પ્રશ્ન છે. ઘણાખરા લોકો ભ્રષ્ટાચારની વાત કરે છે, કહે છે – આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યારે અર્થશાસ્ત્રની મુળ ધારણા એ છે કે નૈતિકતાનો વિચાર આપણા માર્ગમાં વિઘ્નરૂપ છે તો પછી ભ્રષ્ટાચાર માટે ખેદ શાનો ? એમાં આશ્ચર્ય કઈ બાબતનું ? વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાની વચ્ચે જો ભ્રષ્ટાચાર વિકસે છે, આર્થિક અપરાધ વધે છે, અપ્રામાણિકતા અને બેઈમાની વધે છે તો તે સ્વાભાવિક છે. ભ્રષ્ટાચાર ન વધે એ જ આશ્ચર્યની વાત કહેવાય. આધુનિક અર્થશાસ્ત્રનો આધાર : આ સમગ્ર પૃષ્ઠભૂમિના સંદર્ભમાં વર્તમાનના અર્થશાસ્ત્ર અને ભગવાન મહાવીરના યુગના અર્થશાસ્ત્રના થોડાક મુદ્દાઓ પર વિચાર કરીએ. આધુનિક અર્થશાસ્ત્રના મુખ્ય ત્રણ આધાર છે— D ઈચ્છા -આવશ્યકતા Dમાંગ ઇચ્છાને વધારો, આવશ્યકતાને વધારો અને માંગને વધારો. તુલનાત્મક દૃષ્ટિથી જુઓ. ઇચ્છાનું ક્ષેત્ર વ્યાપક છે. આવશ્યકતાનું ક્ષેત્ર તેનાથી નાનું છે અને માંગનું ક્ષેત્ર તેનાથી પણ નાનું છે. આ ત્રણ પર આધુનિક અર્થશાસ્ત્રનો આધાર છે. મહાવીરનું અર્થશાસ્ત્ર મહાવીરના અર્થશાસ્ત્રનાં તત્ત્વો પર વિચાર કરીએ તો આધુનિક અર્થશાસ્ત્રમાં ચાર બાબતો બીજી ઉમેરવી જોઈએ– T સુવિધા D વાસના, આસક્તિ અથવા મૂર્છા જ્ઞ વિલાસિતા Tપ્રતિષ્ઠા સુવિધા માટે : કેવળ ઇચ્છાપૂર્તિ માટે અથવા કેવળ વિલાસિતા માટે સંપૂર્ણ પ્રયત્ન હોતો નથી. અર્થનો વિકાસ જો મનુષ્ય કરે છે, તો તેનો એક દૃષ્ટિકોણ બને છે સુવિધા. તેને સુવિધા જોઈએ છે એટલા માટે તે અર્થનો સંગ્રહ કરે છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ બીજું તત્ત્વ છે વાસના. નથી સુવિધાની જરૂર, નથી આવશ્યકતાની, ફક્ત વાસના. આજની જાહેરાતો એવી વાસના ઉત્પન્ન કરે છે કે અનાવશ્યકને પણ આવશ્યક બનાવે છે. તેને જોઈને એવું લાગે છે કે એના વિના તો આપણું જીવન ચાલી જ ન શકે. આ વાસના જાહેરાતોના કારણે જ જાગૃત થાય છે. વિલાસિતા માટે : મનુષ્ય વિલાસિતાથી આકર્ષિત છે. તે વિલાસિતાની પૂર્તિ માટે અત્યાધિક પ્રયત્ન કરે છે. વિલાસ માટે પુષ્કળ ધન જોઈએ. અર્થ મનુષ્યની આ વૃત્તિને પોષણ આપે છે. પ્રતિષ્ઠા માટે ઃ એક હેતુ છે પ્રતિષ્ઠા, અહમ્નું પોષણ કોઈ આવશ્યકતા નથી, છતાં અહના પોષણ માટે ઘણુંબધું ખરીદવું પડે છે. કેન્દ્રમાં કોણ છે ? આ સૂત્રોના સંદર્ભમાં અર્થનીતિ પર વિમર્શ કરીએ. કયા અર્થની વ્યવસ્થામાં, કયા સૂત્રની સાથે માનવી પ્રધાન બને છે અને ક્યાં અર્થ પ્રધાન બને છે. ક્યાંક-ક્યાંક મનુષ્ય ગૌણ બની જાય છે અને અર્થ પ્રધાન અથવા મુખ્ય બની જાય છે. આ ગૌણ અને મુખ્યનું અંતર જેટલું સ્પષ્ટ થશે, તેટલું આપણને તે સચ્ચાઈનું ભાન થશે કે— અર્થશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્ય ક્યાં છે અને અર્થ ક્યાં છે. અનિયંત્રિત ઇચ્છાઃ આધુનિક અર્થશાસ્ત્રનું મુખ્ય સૂત્ર છે– અનિયંત્રિત ઇચ્છા જ આપણા માટે કલ્યાણકારી અને વિકાસનું કા૨ણ છે. જ્યાં ઇચ્છાનું નિયંત્રણ કરીશું, ત્યાં વિકાસ અવરોધાઈ જશે. જ્યાં અનિયંત્રિત ઇચ્છા છે, ત્યાં મનુષ્ય નિશ્ચિત રૂપે પરિધિમાં ચાલ્યો જાય છે અને અર્થ કેન્દ્રમાં આવી જાય છે. અસીમ આવશ્યકતાઃ આવશ્યકતા માટે પણ આ જ સૂત્ર કામ કરે છે. અર્થશાસ્ત્રનું સૂત્ર છે—આવશ્યકતાને અસીમ વિસ્તાર આપો, ક્યાંય રોકો નહિ. તેનાથી પણ માનવી કિનારા પર આવી જાય છે અને અર્થ કેન્દ્રમાં, સુવિધાનો અતિરેક આપણે સુવિધાનો અસ્વીકાર નથી કરી શકતા. મહાવીરે પણ તેનો સંપૂર્ણપણે અસ્વીકાર નથી કર્યો. એટલા માટે કે મનુષ્યના ભીતરમાં કામના છે. કામના હોય મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તો સુવિધા તેને માટે અનિવાર્ય બની જાય છે. કામના અને સુવિધા-આ બંનેને અલગ નથી કરી શકાતાં. જો મનુષ્યની પ્રકૃતિમાં કામ ન હોત તો આપણે સુવિધાનો અસ્વીકાર કરી શકત. યથાર્થવાદી દ્રષ્ટિકોણ આ જ છે– જ્યાં કામના છે ત્યાં સુવિધા અનિવાર્ય છે. મહાવીરે પણ આ યથાર્થનો સ્વીકાર કર્યો છે– સુવિધાની અપેક્ષા છે, પણ જ્યાં સુવિધાનો અતિરેક થઈ જાય છે, ત્યાં મનુષ્ય ગૌણ બને છે અને અર્થ પ્રધાન. વિલાસિતાઃ વિલાસિતામાં મનુષ્યનો ક્યાંય પત્તો જ નથી લાગતો. મનુષ્ય પરિધિમાંથી બહાર નીકળી જાય છે. કેવળ અર્થ...... અર્થ.... અને અર્થ રહે છે. વિલાસિતા. નથી આપણી આવશ્યકતા કે નથી અનિવાર્યતા. નથી સુવિધા કે, નથી કેવળ મનોરંજન. તે માત્ર ભોગવૃત્તિનું ઉચ્છંખલારૂપ છે. સમજદાર મનુષ્ય તેમાં કોઈપણ સાર્થક તત્ત્વને નિહાળી શકતો નથી. ત્યાં ફક્ત અર્થની લોલુપતા અને તેની પૂર્તિના સાધન સિવાય અન્ય કંઈ રહેતું નથી. વિલાસિતા કેવળ ભોગનું પોષણ છે. તેમાં કામ અને અહ–બંને વૃત્તિઓ કામ કરે છે. મહાવીરનું સૂત્રઃ આ સૂત્રોના આધારે અર્થનીતિનું નિર્ધારણ થાય છે અને માણસ અર્થાજનની વૃત્તિમાં સંલગ્ન રહે છે. પ્રશ્ન છે–મહાવીરે આ વિષયમાં કયું નવું સૂત્ર આપ્યું? શું ઇચ્છાનો અસ્વીકાર કર્યો ? મહાવીરે ઈચ્છાનો અસ્વીકાર નથી કર્યો. તેમણે સ્વયં કહ્યું છે–ચ્છ દુ માસમા અનંતા- ઇચ્છા આકાશની જેમ અનંત છે. શું આવશ્યકતાને રોકવાની વાત કહી? એમણે તેમ પણ નથી કહ્યું – આવશ્યકતાઓને સમાપ્ત કરી દો. તેનો પ્રયોગ ન કરો. તેમણે તેની સાથે “સંયમ' શબ્દનો પ્રયોગ કર્યો છે–ઇચ્છાનો “સંયમ કરો, આવશ્યકતાનો સંયમ અથવા સીમાકરણ કરો. મૂળભૂત આવશ્યકતાઓ: આવશ્યકતા શી છે અને અનાવશ્યક્તા શી છે, તેની સમજણ પણ જરૂરી છે. આપણે શરીરની માંગને પૂરી કરીએ તે આવશ્યકતા છે. ભૂખ આપણા શરીરની માંગ છે, તરસ આપણા શરીરની માંગ છે. આ માંગને પૂરી કરીએ, તે આવશ્યક છે. વિનયવિજયજીએ આવશ્યકતાઓનું ચિત્રણ કર્યું છે–શરીરની જે પહેલી માંગ છે, તે છે ખોરાકની માંગ. બીજી માંગ છે પાણીની. ત્રીજી માંગ છે કપડાની. ચોથી માંગ છે મકાન અને વસ્ત્રની. શરીરની આ ચાર મૂળભૂત માંગ – આવશ્યકતાઓ cuSS - - - - - - - - - SYST S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪ ' Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. આવશ્યકતાઓનું વર્ગીકરણ આવશ્યક તે છે, જે શરીરની માંગ પૂરી કરે. આવશ્યક તે છે, જે ઇન્દ્રિયની માંગ પૂરી કરે. આપણા જીવનનું પહેલું તત્ત્વ છે શરીર અને બીજું ઇન્દ્રિય. અલંક૨ણ શરીરની માગણી નથી. તે ઇન્દ્રિયોની માગણી છે. સંગીત સાંભળવું, ચિત્રપટ જોવું. સ્વાદયુક્ત ભોજન, સુખદ સ્પર્શ—આ ઇન્દ્રિયોની માગણી છે. મહાવીરે, અધ્યાત્મના આચાર્યોએ આ બાબતનો અસ્વીકાર નથી કર્યો. તેમણે સ્વીકાર્યું—આ માંગણીઓ છે અને તે યથાર્થ પર સામાજિક પ્રાણી ચાલે છે, એટલા માટે તેને સ્વીકૃતિ આપી. એનાથી પણ આગળ છે મનની માગણી. તે શરીર માટે જરૂરી નથી, પરંતુ જો મનની ચાહત, તરંગને નિરસ્ત કરી દેવાય તો માનસિક વિકૃતિઓ પણ પેદા થઈ શકે છે. એટલા માટે મનની માગણી પણ આવશ્યક છે. એનાથી આગળ વધીએ તો પારિવારિક અને સામાજિક સંબંધોના નિર્વાહની પણ આવશ્યકતા છે. પરિવાર વિસ્તારવો અને સામાજિક સંબંધોની સ્થાપના કરવી તે એક આવશ્યકતા છે. વિવાહ કરવા, સંતાન પેદા કરવું, ઇન્દ્રિય વિષયોને પ્રાપ્ત કરવા, આ સમગ્ર માગણીનું, આવશ્યકતાનું વર્ગીક૨ણ વિનયવિજયજીએ આપ્યું છે. મનુષ્યનું વ્યક્તિત્વ : મહાવી૨ની સમગ્ર કલ્પના એકસાથે જ આચાર્યે પ્રસ્તુત કરી દીધી. આ સંપૂર્ણ ભૌતિકવાદી દૃષ્ટિકોણ છે, પૌદ્ગલિક દષ્ટિકોણ છે. આધુનિક અર્થશાસ્ત્રી પણ આ સમગ્ર આવશ્યકતાઓનું પ્રતિપાદન કરે છે અને તેને પૂરી કરવાની યોજના બનાવે છે. મહાવીરે કહ્યું—આ માગણીઓ અથવા આવશ્યકતાઓ છે, તેમનો આપણે અસ્વીકાર ન કરી શકીએ, પરંતુ કેવળ તેટલું જ પર્યાપ્ત નથી. મનુષ્યની પ્રકૃતિનાં ચાર તત્ત્વો છે. તેમાં કામ જ સંપૂર્ણ નથી. કામની પૂર્તિ માટે અર્થ જોઈએ, પરંતુ તે પણ સંપૂર્ણ નથી. કામ સાધ્ય છે અને અર્થ તેની પૂર્તિનું સાધન છે. પ્રકૃતિનાં તે બે અંગ બની જાય છે—કામ અને અર્થ, એક સાધ્ય અને બીજું સાધન. માણસ એટલામાં જ નથી. જો મનુષ્યનું વ્યક્તિત્વ ફક્ત કામ અને અર્થની સીમામાં જ રહેતું હોત તો નૈતિકતા, ચરિત્ર વગેરે પર વિચાર કરવાની આવશ્યકતા જ ન રહેત. પછી ભ્રષ્ટાચાર, બેઈમાની અને અનૈતિકતા સામે નાનિ ક૨વાની, ઘૃણા કરવાની પણ કોઈ આવશ્યકતા ન રહેત. કેનિજે મનુષ્યની અડધી પ્રકૃતિના આધારે પોતાની અર્થશાસ્ત્રીય ઘોષણા કરી દીધી, અડધી પ્રકૃતિનો અસ્વીકાર કરી દીધો. ખોરાક અને આસ્થા પ્રસિદ્ધ ઇતિહાસકાર ટાઈનબીએ એક સરસ વાત કહી છે. ફક્ત ખોરાક અને મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ફક્ત આસ્થા–બને અપર્યાપ્ત છે; માણસ કેવળ ખોરાકના આધારે જીવન ચલાવી શકતો નથી અને કેવળ આસ્થાના સહારે પણ નહિ. આજની પ્રણાલી તો એવી છે કે ખોરાક આપો તો આસ્થાને ખંડિત કરી દો. આસ્થા આપો તો ખોરાકની સમસ્યા ઊભી રહે છે. એવી પ્રણાલીની આવશ્યકતા છે કે જેમાં ખોરાક પણ હોય અને આસ્થા પણ. આ સમન્વિત પ્રણાલી છે. મહાવીરે જે માર્ગદર્શન આપ્યું; જે અર્થશાસ્ત્રનું દર્શન આપ્યું; તેમાં નથી ખોરાકનો અસ્વીકાર કે નથી આસ્થાનો અસ્વીકાર. બન્નેનો સમન્વય છે, ખોરાક પણ મળે અને આસ્થા પણ મળે. અડધી પ્રકૃતિની ઉપેક્ષા ન કરો: મહાવીરે કહ્યું, મનુષ્યની જે અડધી પ્રકૃતિ છે, તેને સમજવાનો પ્રયત્ન કરો. તે છે ધર્મ અને સમવેગ અથવા મુમુક્ષા, મુક્ત થવાની ઈચ્છા – તેની બિલકુલ ઉપેક્ષા ન કરો. જાણીજોઈને તેની સાથે આંખમીંચોલી ન કરો, ચરિત્રને પણ સ્થાન આપો. જ્યારે ચરિત્રની મીમાંસા કરીએ છીએ અને મુક્ત થવાની વાત સામે હોય છે, ત્યારે એક શબ્દ ફલિત થાય છે “સંયમ”. સુવિધાની સીમા નક્કી કરો, તેને અસીમ ન બનાવો. મકાન અને વસ્ત્ર શરીર માટે આવશ્યક છે, પણ તે સુવિધાને એટલી બધી ન વધારો કે જે પોતાને માટે પણ હાનિકારક બને. સુવિધાની સીમાનું સૂત્રઃ મહાવીરની ભાષામાં સુવિધાની સીમાનો વિવેક એવો છે કે-જે સુવિધા શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાથ્યને હાનિ ન પહોંચાડે, તે સુવિધા માન્ય છે, પરંતુ જે સુવિધા શારીરિક માનસિક અને ભાવાત્મક સ્વાથ્યને હાનિ પહોંચાડે તે સુવિધા અવાંછનીય છે. ફિજ એક સુવિધા છે, પરંતુ સ્વાથ્ય માટે હાનિકારક છે, પર્યાવરણ માટે પણ હાનિકારક છે. એરકંડીશનર સ્વાથ્ય માટે હાનિકારક છે. વાતાનુકૂલિત મકાન સુવિધાજનક તો છે, પરંતુ સ્વાથ્ય માટે હાનિકારક છે. આ કેટલી મૂર્ખામી છે એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બીમાર થઈ ગયા. ડૉક્ટરની દવાથી તે સ્વસ્થ થયા નહિ. હૉસ્પિટલો અને ડૉક્ટરોથી નિરાશ થઈને તે પ્રાકૃતિક ચિકિત્સકની પાસે ગયા. ચિકિત્સકે એમને પૂછ્યું, તમે શું ખાઓ છો ? ક્યાં રહો છો? તેમણે તમામ હકીકત કહી દીધી. તમામ વાતો ચિકિત્સકના ધ્યાનમાં આવી ગઈ. તેમણે કહ્યું–તમે એક કામ કરો. દરરોજ ત્રણ કલાક સુધી ગરમ પાણીમાં સ્નાન કરો. તેમણે તે રીતે કર્યું. બે ચાર દિવસમાં સ્વાથ્ય સુધરવા લાગ્યું. એક દિવસ તે ગરમ પાણીના ટબમાં બેઠા S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૬ મહાવીર - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ હતા. મનમાં વિચાર આવ્યો, આ કેટલી મૂર્ખામી છે– દિવસમાં આઠ-નવ કલાક એરકંડીશન્ડમાં કામ કરો, પછી ત્રણ કલાક ગરમ પાણીમાં સ્નાન કરો. પોતાના ઘરમાંથી એરકંડીશનર કાઢી નંખાવ્યું. ત્રણ કલાક ગરમ પાણીમાં બેસી રહેવાની આવશ્યકતા જે ન રહી. તે વાંછનીય નથી: જે સુવિધા આપણા શારીરિક સ્વાથ્યને હાનિ પહોંચાડે, તે વાંછનીય નથી. ઘણાબધા પદાર્થ એવા છે કે, જે એક વખત સુવિધાજનક લાગે, પરંતુ અંતમાં મનને વિકૃત બનાવે છે, માનસિક ચિંચળતા પેદા કરે છે. મનોરંજનની જેટલી પણ કલબો. છે અને તેમાં જે સુવિધાઓ આપવામાં આવે છે, તે એક વખત તો મનને ખૂબ સરસ લાગે છે. પણ સમય જતાં મન વિકૃતિનાં વાદળોથી ઘેરાતું રહે છે. તેથી જ મહાવીરે કહ્યું છે–સીમા નક્કી કરો. આ પ્રકારની સુવિધાઓ ન ભોગવશો. તર્કની ભાષા એક વ્યક્તિને પૂછવામાં આવ્યું, “દારૂ શા માટે પીઓ છો?' તેણે કહ્યું, “મારા માટે આવશ્યક છે.” શા માટે આવશ્યક છે? તેનાથી ફાયદો શો ?' તેને પીવાથી ચિંતાઓ નષ્ટ થઈ જાય છે.” એ ખોટો તર્ક છે કે દારૂ આપણા ટેન્શનને દૂર કરવા માટે આવશ્યક છે. મહાવીરે કહ્યું, આ કાલ્પનિક આવશ્યકતાને કાબૂમાં રાખો. ખરી આવશ્યકતા ખોરાક અને પાણી છે. શરાબ કેવળ કાલ્પનિક આવશ્યકતા છે, જેને તમે ચિંતાઓ દૂર કરવા જરૂરી સમજે છો. આજે માદક વસ્તુઓનું જે બજાર ગરમ છે, તે કાલ્પનિક આવશ્યકતાના આધારે છે. આ વિષયમાં મહાવીરને પૂછવામાં આવે કે શું કરીએ, તો મહાવીર કહેશે, “સંયમ કરો. શરાબ તમારા માટે જરૂરી નથી. એ તમારા માટે કૃત્રિમ આવશ્યકતા છે, તમે તેને આવશ્યકતા માની લીધી છે, પણ તે આવશ્યકતા નથી.' આપણી કલ્પના પણ ઘણી વખત આવશ્યકતાઓ ઊભી કરી મૂકે છે. આ નાટક શા માટે ? રેલવેના ડબ્બામાં બે મુસાફરો પાસે પાસે બેઠા હતા. એક ઊભો થયો. તેણે આગળ વધીને બારી બંધ કરી દીધી. બીજાએ ઊભા થઈને બારી ખોલી નાખી. એક નાટક શરૂ થઈ ગયું. એક ખોલે છે, બીજો બંધ કરે છે. ટી.ટી. આવ્યો. બીજા મુસાફરોએ તે બંનેનું નાટક બતાવ્યું અને પોતાની પરેશાની વ્યક્ત કરી. ટી.ટી.એ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૭ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂછ્યું, તમે બંને આમ શા માટે કરો છો? પહેલો બોલ્યો, મને ખૂબ ગરમી લાગે છે, મૂંઝારો થાય છે તો પછી બારી શા માટે ન ખોલું? બીજાએ કહ્યું, મને ઠંડી લાગે છે તો શા માટે બંધ ન કરે ? ટી.ટી.એ બંનેને બારીની પાસે બોલાવીને કહ્યું, અહીં જુઓ. બંનેએ ધ્યાનથી જોયું, તો બારીને કાચ જ નહોતો! સચ્ચાઈને ન ભૂલશો જ્યારે બારીને કાચ જ નથી તો તેને બંધ કરવાથી કે ખોલવાથી શો ફાયદો? આપણી કાલ્પનિક આવશ્યકતાઓ, કૃત્રિમ અપેક્ષાઓ એટલી બધી વિસ્તૃત હોય છે કે આપણે સચ્ચાઈને ભૂલી જઈએ છીએ. મહાવીર એટલા માટે કહે છે કે તમે કાલ્પનિક આવશ્યકતાની સીમા નક્કી કરો, સંયમ કરો. સુવિધાની પણ સીમા કરો, સંયમ કરો. મહાવીરે એમ નથી કહ્યું- કેવળ આત્મા સત્ય છે અને જગત મિથ્યા છે. તેમણે વ્યવહારને પણ મિથ્યા નથી બતાવ્યો. વ્યવહાર પણ એક સચ્ચાઈ છે. પૌલિક જગત પણ એક સચ્ચાઈ છે. અપેક્ષા, આવશ્યકતા અને સુવિધા- આ પણ એક સચ્ચાઈ છે, પરંતુ તેને ઉશૃંખલ ન બનાવો, મર્યાદાનું અતિક્રમણ ન કરો, તેની એક સીમા નિર્ધારિત કરો. સીમાનું પણ એક ખૂબ સરસ સૂત્ર તેમણે પ્રસ્તુત કર્યું છે જ્યાં મૂળને હાનિ ન પહોંચે, શરીર, મન અને ભાવધારાને હાનિ ન પહોંચે. ટી.વી. આપણી ઇન્દ્રિયોને હાનિ પહોંચાડે છે. કેટલાં બાળકો તેનાં પ્રબળ આસક્ત બની ગયાં, કેટલાય માણસો આંખોની જ્યોતિ ખોઈ બેઠા. વર્તમાનપત્રમાં વાંચ્યું–બ્રિટનમાં બાળકોના ચશમાં સૌથી વધારે ખરીદાયા. કારણ શોધવામાં આવ્યું તો જાણવા મળ્યું –બાળકો ટેલિવિઝનની ખૂબ જ નજીક બેસીને તેને જુએ છે, ખૂબ લાંબા સમય સુધી નિહાળે છે, જેથી આંખોની સમસ્યા વધી રહી છે, ચમા વધી રહ્યા છે. આ ઉશ્રુંખલ અને અતિશય વૃત્તિ છે. વિલાસિતા અનાવશ્યક છે મહાવીરે કહ્યું–વિલાસને સમાપ્ત કરો. વિલાસિતા સર્વથા અનાવશ્યક છે. તેનો સંપૂર્ણ નિરોધ કરો, સંયમ કરો. આ વાત સહેજ કડવી લાગે છે, પરંતુ ઘણી સાચી છે– सव्वं विलवियं गीयं, सव्यं नर्से विडंवियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ।। વાસનાને ભડકાવનારાં ગીત, ગીત નથી, વિલાપ છે. વાસનાને વધારનારાં નૃત્ય અને નાટક વિડમ્બના છે, પ્રદર્શનને વધારનાર આભરણ ભારભૂત છે. ' ', ' ' મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૮ '',531, Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉર્ફેબલ વાસના દુઃખને વધારનારી છે. જો ઈતિહાસ ઉપલબ્ધ હોત મહાવીરે “સંયમનું એક અભિયાન શરૂ કર્યું, પ્રયોગ શરૂ કર્યો અને એ સમયે જ્યારે આબાદી આટલી નહોતી, ત્યારે તેમણે પાંચ લાખ વ્યક્તિઓનો એક સમાજ બનાવ્યો. તે મહાવીરના સિદ્ધાન્તોને માનનારો સમાજ હતો. પાંચ લાખ લોકો એ સમયમાં થોડા ન કહેવાય. લિચ્છવી ગણતંત્રના પ્રમુખ મહારાજ ચેટક મહાવીરના વ્રતી સમાજના મુખ્ય સભ્ય હતા. સંપૂર્ણ જૈન ઇતિહાસ આજે ઉપલબ્ધ નથી. ભારતીય ઇતિહાસમાં જૈન તત્ત્વોની જેટલી ઉપેક્ષા થઈ છે, તેટલી કોઈની થઈ નથી. અનેક રાજાઓ, ગણતંત્રના પ્રમુખો, જૈન સેનાપતિઓ અને સાર્થવાહોના ઇતિહાસને આધુનિક ઇતિહાસકારોએ અદશ્ય કરી દીધો છે. તેમનો ઇતિહાસ આજે આપણી સમક્ષ ઉપલબ્ધ હોત તો લિચ્છવી, વજી વગેરે ગણતંત્રો મહાવીરના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તો પર ચાલતાં હતાં, તે તથ્ય સ્વયં સિદ્ધ થઈ જાત. મૌલિક અંતર મહાવીરે એવા સમાજને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે, જે સંયમી અને વ્રતી સમાજ હતો. વ્રત અને સંયમના સંદર્ભમાં આપણે આધુનિક અર્થશાસ્ત્ર અને મહાવીરના અર્થશાસ્ત્રની તુલના કરીએ. પહેલું અંતર તો મૂળમાં જ દર્શનનું આવી જશે. આધુનિક અર્થશાસ્ત્ર એકાંગી ભૌતિકવાદ પર આધારિત છે. મહાવીરના અર્થશાસ્ત્રમાં ભૌતિકવાદ તેમજ અધ્યાત્મવાદ–બંનેનો સ્વીકાર છે. આધુનિક અર્થશાસ્ત્રએ એક લક્ષ્ય બનાવી દીધું છે–મનુષ્યને ધનવાન બનાવવાનો છે. મહાવીરના અર્થશાસ્ત્રનું લક્ષ્ય હતું–માણસ શાંતિથી, સુખથી પોતાનું જીવન વિતાવે. કારણ કે શાંતિ વિના સુખ નથી મળતું. સુખ શાંતિપૂર્વક હોય છે. ગીતામાં કહ્યું છે न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् । ભાવના વિના શાંતિ નથી મળતી અને શાંતિ વિના સુખનું સ્વપ્ન પણ જોઈ શકાતું નથી. પ્રશ્ન - કેન્દ્ર અને પરિધિનોઃ એક તરફ ધનથી મળનારું સુખ છે, બીજી તરફ શાંતિથી મળનારું સુખ છે. ભૌતિકવાદના આધારે ધન + સુખ- આ સમીકરણ બનશે. મહાવીરના અર્થશાસ્ત્રનું સમીકરણ આ પ્રમાણે બનશે–ધનની સીમા + શાંતિ અને સુખ. વ્રત, સંયમ અને સીમાકરણના સંદર્ભમાં આપણે મહાવીરના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તોનું મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૯ - - Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મૂલ્યાંકન કરી શકીએ. આ સિદ્ધાન્તનો કેન્દ્રીય નિષ્કર્ષ આ હશે – જ્યાં વ્રત છે, સંયમ અને સીમાકરણ છે, ત્યાં અર્થશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્ય રહે છે, અર્થ બીજા નંબરે આવે છે. જ્યાં એવું નથી, વ્રત, સંયમ અને નૈતિકતાનો વિચાર નથી, ત્યાં પદાર્થ અને અર્થ કેન્દ્રમાં રહે છે, અને મનુષ્ય પડદા પાછળ રહે છે. આ સંદર્ભમાં વર્તમાનની સમસ્યાને, આર્થિક અપરાધોને સમજવાની ઘણી બધી સુવિધા રહેશે. આપણે એ સરળતાથી સમજી શકીએ છીએ કે– આજે શા માટે આર્થિક ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે? શા માટે આર્થિક અપરાધો વધી રહ્યા છે? શા માટે સત્તાની ખુરશી પર બેઠેલો માણસ આર્થિક અપરાધોમાં અટવાઈને રાજીનામું આપવા માટે વિવશ થઈ જાય છે ? જેલમાં જવા માટે પણ મજબૂર થઈ જાય છે? જ્યાં સુધી માણસ પરિધિમાં રહેશે, અર્થ કેન્દ્રમાં રહેશે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાશે નહીં. – – SS મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ વિકાસની અર્થશાસ્ત્રીય અવધારણા ભગવાન મહાવીરે પ્રત્યેક કાર્ય, વિકાસ અને પર્યાયને સાપેક્ષ બતાવ્યાં છે. ઘણીબધી શાખાઓ છે, ઘણાં શાસ્ત્રો છે. વિદ્યાની અનેક શાખાઓમાં પરસ્પર સંબદ્ધતા છે. જેટલાં પણ શાસ્ત્રો છે, તેમાં પણ પરસ્પર સાપેક્ષતા છે. જો કે અર્થશાસ્ત્ર અર્થના વિષયમાં જ ચિન્તન કરે છે, પરન્તુ કોઈપણ શાસ્ત્ર નિરપેક્ષ ભાવે ચાલી શકતું નથી. એવું પ્રતીત થાય છે કે—આધુનિક અર્થશાસ્ત્ર નિરપેક્ષ ભાવે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ તેનું જ આ પરિણામ છે કે અનેક સમસ્યાઓ ઉકેલાવાની જગ્યાએ વધુ ગુંચવાઈ ગઈ છે, હિંસાને પ્રોત્સાહન મળ્યું છે. આકર્ષક ઉદ્દેશ: કેનિજે અર્થશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય બતાવ્યો—પ્રત્યેક નિર્ધન વ્યક્તિ ધનવાન બને, માલામાલ બની જાય. ઉદ્દેશ્ય આકર્ષક છે. આ વિષયમાં સામ્યવાદ અને પૂંજીવાદમાં કોઈ વિશેષ અંતર દેખાતું નથી. પ્રક્રિયા અને પરિણામમાં અંતર હોઈ શકે છે, પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ વ્યક્તિ નિર્ધન ન રહે, ગરીબ ન રહે, ગરીબીની રેખા નીચે જીવનનિર્વાહ ન કરે. પ્રત્યેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે અને તે સુખ-શાંતિથી પોતાનું જીવન વિતાવી શકે. વિકાસનું આ લક્ષ્ય બનાવવામાં આવ્યું. અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ વિકાસની વ્યાખ્યા પણ આ જ છે. આર્થિક વિકાસ, પ્રૌદ્યોગિકીનો વિકાસ, ટેક્નોલોજીનો વિકાસ, વ્યક્તિદીઠ આવક અને જીવનસ્તર—આ આધુનિક અર્થશાસ્ત્રના વિકાસનો માપદંડ છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૧ P Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતા પ્રિય નથી પ્રાચીનકાળમાં પણ કહેવામાં આવ્યું છે - ઞધનં નિર્વનં- જે નિર્ધન છે, તે નિર્બળ છે. દરિદ્ર અને ગરીબ ક્યારેય વાંછનીય નથી રહ્યા. દરિદ્રતા હંમેશાં તિરસ્કૃત રહી છે. તેને કોઈપણ રીતે સારી માનવામાં આવી નથી. એક બ્રાહ્મણ પંડિતે રાજા ભોજને મળવા માટે પ્રસ્થાન કર્યું. તે ખૂબ જ દરિદ્ર હતો. રાજાને ભેટ આપવાના હેતુથી કપડામાં શેરડીના થોડાક ટુકડા સાથે લીધા. થોડીવાર વિશ્રામ કરવા માટે તે જંગલમાં સૂઈ ગયો. તે સમયે એક વટેમાર્ગુએ તેને જોયો. તેણે વિચાર્યું, આ માણસ રાજાની પાસે પુરસ્કાર માટે શેરડીના ટુકડા લઈને જઈ રહ્યો છે. તેણે કપડામાંથી શેરડીના ટૂડા કાઢી લીધા અને તેની જગ્યાએ લાકડીઓ બાંધી દીધી, પંડિત જાગ્યો. તે કપડામાં બાંધેલી લાકડીઓ લઈને રાજાના મહેલ તરફ ચાલવા માંડ્યો. દરબારમાં પહોંચીને ભેટ આપવાની ઇચ્છાથી જ્યારે કપડું ખોલ્યું તો તેમાં લાકડીઓ જોઈને સ્તબ્ધ થઈ ગયો. તે ખૂબ જ ચિંતિત થઈ ગયો. મહાકવિ કાલિદાસ સમજી ગયા—આ વ્યક્તિ સાથે કોઈએ કપટ કર્યું છે. તેમણે તરત જ પરિસ્થિતિ હાથમાં લેતાં કહ્યું, ‘મહારાજ ! આજે જેવી ભેટ આવી છે, તેવી ક્યારેય કોઈએ આપી નથી. ખૂબ જ અદ્ભુત ઉપહાર છે'. રાજાએ પૂછ્યું, ‘કેવી રીતે ?’ કાલિદાસે કહ્યું दग्धं खाण्डवमर्जुनेन बलिना रम्यद्रुमैर्भूषितं, दग्धा वायुसुतेन हेमनगरी लंका पुनः स्वर्णभूः । दग्धो लोकसुखो हरेण मदनः किं तेन युक्तं कृतं, दारिद्र्यं जन तापकारकमिदं केनापि दग्धं न हि ।। ખાંડવ વનને અર્જુને બાળી નાખ્યું, સોનાની લંકાને હનુમાને જલાવી દીધી. અને કામદેવને શંકરે ભસ્મીભૂત કર્યાં, પરંતુ આ દરિદ્રતાને, જે બધાને બાળે છે, કોઈ દહન કરી શકતું નથી. આ બ્રાહ્મણ દરિદ્રતાને ભસ્મીભૂત ક૨વા માટે ઇંધણ, ભેટમાં આપી રહ્યો છે. તેને બાળવા માટે આપ જ સમર્થ છો. દારિદ્રય ક્યારેય પ્રિય હોતું નથી, ગરીબી ક્યારેય વાંછનીય નથી રહી, ન પ્રાચીનકાળમાં કે ન અર્વાચીનકાળમાં. બધા ઇચ્છે છે કે ગરીબ કોઈ ન રહે, સમાજ કોઈને પણ હેરાન કરે નહીં, પરન્તુ આ અત્યંત દુષ્કર કામ છે. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૨ For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અર્થશાસ્ત્રનું ધ્યેય આધુનિક અર્થશાસ્ત્ર એ તથ્યનું પ્રતિપાદન કર્યું કે મનુષ્યના સ્વાર્થના મનોવેગને ઉત્તેજના આપવામાં આવે. આજના અર્થશાસ્ત્રનું મુખ્ય ધ્યેય છે – જ્યાં સુધી બની શકે, સ્વાર્થવૃત્તિને જાગૃત કરવામાં આવે. જેટલી સ્વાર્થવૃત્તિ જાગૃતિ થશે, તેટલો જ વિકાસ થશે. કેનિજે દઢતાપૂર્વક આ સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. આ સિદ્ધાન્તમાં સચ્ચાઈ નથી એવું હું નથી માનતો, કારણ કે વ્યક્તિગત પ્રેરણા અને વ્યક્તિગત સ્વાર્થ જેટલું કામ માણસ પાસે કરાવે છે તેટલું કોઈ નથી કરાવતું. સ્વાર્થ આપણી ખૂબ મોટી પ્રેરણા છે. અને પ્રિય પણ છે. જે સિદ્ધાન્તનું આધુનિક અર્થશાસે પ્રતિપાદન કર્યું છે, તે પ્રિય છે અને આકર્ષક પણ છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વાર્થને વધારે અને વ્યક્તિગત સ્વામિત્વ જેટલું વિકસિત કરી શકે, તેટલું કરે. જેટલું સર્જન કરી શકે, કરે. સામ્યવાદે જે સિદ્ધાન્ત આપ્યા, તે પણ આકર્ષક છે. કોઈપણ માણસ ભૂખ્યો નહીં રહે, સૌને મકાનની સગવડ મળશે, વસ્રહીન કોઈ રહેશે નહીં, કોઈ આજીવિકાશૂન્ય રહેશે નહીં, પ્રત્યેકની પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી થશે. સામ્યવાદનું આ આકર્ષક સ્વપ્ન હતું, અને છે. પ્રિય અને હિત આ સંદર્ભમાં મહાવીરના દર્શનની મીમાંસા કરીએ. પ્રિય અને હિત-આ બે શબ્દો પર ધ્યાન આપો. એક વાત પ્રિય લાગે છે, પરંતુ હિતકર નથી. બીજી વાત હિતકર છે, પણ પ્રિય લાગતી નથી. એક બાબત એવી પણ લાગે છે, જે પ્રિય પણ છે અને હિતકર પણ છે. પ્રત્યેક વ્યક્તિ ધનવાન બને. સ્વાર્થના મનોવેગને ગતિ આપે, જેનાથી સંપદાનો વિકાસ થાય–આ પ્રિય છે, પણ હિતકર નથી. વ્યક્તિમાં સ્વાર્થ અતિ તીવ્ર હોય છે. આ વૈયક્તિક સ્વાર્થે સમાજમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી છે. તેને હજુ પણ વધારે તીવ્ર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો પરિણામ કેવું આવશે, તે આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈને સમજી શકીએ છીએ. આર્થિક વિકાસ કેવી રીતે થાય? પ્રત્યેક વ્યક્તિ ચાહે છે કે સમાજમાં આર્થિક વિકાસ થાય, પરંતુ પ્રશ્ન એ છે કે કેવી રીતે ? તેની પ્રક્રિયા શી ? આર્થિક વિકાસ નિર્વિકલ્પ છે. મહાવીર કહે છે–આર્થિક વિકાસની ચર્ચા કરતી વખતે આ મુદ્દાઓ પર વિચાર કરવો આવશ્યક છે– - - - - - - - 1,11, 511: મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ I અહિંસા અને સાધનશુદ્ધિ મૂલ્યોનો હ્રાસ ન થાય T સ્વાર્થની સીમા અહિંસા અને સાધન શુદ્ધિ આર્થિક વિકાસની સાથોસાથ ક્યાંક હિંસા તો નથી વધી રહી? સાધન– શુદ્ધિની દ્રષ્ટિથી વિચાર કરો- આર્થિક વિકાસ થાય, પણ તે જેવી તેવી રીતે નહિ. એક વ્યક્તિ આજે સામાન્ય સ્થિતિમાં છે. તેણે કોઈ સમ્પન્ન વ્યક્તિનું અપહરણ કર્યું. એક કરોડની માગણી કરી. તેમાં તે સફળ થયો. રોડપતિ (ગરીબીમાંથી કરોડપતિ બની ગયો. આર્થિક વિકાસ તો તેનો થઈ ગયો કિન્તુ તેના માટે જે સાધન અપનાવ્યું, જે પ્રક્રિયાનો ઉપયોગ કર્યો, તે શું વાંછનીય છે ખરી? પ્રસિદ્ધ થવાના પ્રયોગો પ્રાચીનકાળથી એક વિચાર ચાલે છે–પ્રસિદ્ધિ માણસને વિજય અપાવે છે. એક વ્યક્તિના મનમાં વિકલ્પ જાગ્યો કે મારે પ્રસિદ્ધ થયું છે. તેના માટે શું કરું? કોઈએ સલાહ આપી–જાઓ, બજારમાં જઈને ઘડાઓ ભેગા કરી, લાકડીથી તેને ફોડો, ખૂબ પ્રસિદ્ધિ મળશે. આમ ન કરી શકો તો પહેરેલાં બધાં જ વસ્ત્રો ઉતારી દો, નગ્ન થઈ જાઓ, એકદમ પ્રસિદ્ધ થઈ જશો. આ પણ ન કરી શકો તો ગધેડાની સવારી કરો, પ્રસિદ્ધ થઈ જશો. પ્રસિદ્ધ થવા માટે આ સૌથી સસ્તા નુઆ છે– धटं भिन्द्यात् पटं छिन्द्यात्, कृत्वा रासभरोहणम् । येन केन प्रकारेण, प्रसिद्धः पुरुषो भवेत् ।। બે સૂત્ર છે–એક યેનકેન પ્રકારનું અને બીજું સાધનશુદ્ધિનું. ભગવાન મહાવીરે કહ્યું, સમાજના ક્ષેત્રમાં આર્થિક વિકાસમાં કોઈને આપત્તિ નડતી નથી. પરંતુ તે ગમે તે પ્રકારે ન થવી જોઈએ, તેમાં અહિંસાની દૃષ્ટિથી વિચાર રજૂ થયેલો હોવો જોઈએ, સાધનશુદ્ધિની દષ્ટિથી વિચાર થયેલો હોવો જોઈએ. મૂલ્યોનો હ્રાસ ન થાય મહાવીર કહ્યું અથજનમાં મૂલ્યોનો હ્રાસ ન હોય. મહાવીરની અવધારણા અને આધુનિક અર્થશાસ્ત્રની અવધારણામાં આ દષ્ટિએ આપણે વ્યાપક તફાવત જોઈ શકીએ છીએ. આર્થિક વિકાસમાં મૂલ્યોનો હ્રાસ ન થાય, તે અનિવાર્ય શરત છે. આજે સ્થિતિ ઊલટી થઈ ગઈ છે. કેનિને સ્પષ્ટ કહાં છે-“હજુ તે સમય નથી [. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ આવ્યો કે આપણે મૂલ્યો પર વિચાર કરીએ અથવા નૈતિકતા ૫૨ વિચારીએ. જ્યારે બધા ધનવાન બની જશે, ત્યારે તેનો વિચાર કરવાની જરૂર ઊભી થશે.’ મહાવીરની અર્થશાસ્ત્રીય અવધારણા અને આજની અર્થશાસ્ત્રીય અવધારણામાં ઘણું મોટું અંતર છે. કરુણાનો વિકાસ, સંવેદનશીલતાનો વિકાસ આર્થિક વિકાસની સાથોસાથ થવો જોઈએ. ક્યાંક એવું તો નથી બની રહ્યું કે સમૃદ્ધ બનવાની સાથે સાથે તેના અનુપાતમાં આપણી કરુણા, દયાનો સ્રોત સુકાઈ રહ્યો હોય. એક વ્યક્તિએ ક્રૂરતાથી ધન ભેગું કર્યું. તેનાથી આર્થિક વિકાસ તો થઈ શકે છે, પરંતુ તેનો આ વિકાસ હજારો વ્યક્તિઓ માટે એક ખાડો ખોદે છે. સ્વાર્થની સીમા સ્વાર્થવૃત્તિથી અળગા રહી શકાતું નથી. સાધના કરનાર વ્યક્તિમાં પણ પોતાનો સ્વાર્થ હોય છે. તે સમગ્રપણે ખરાબ અને અવાંછનીય પણ નથી હોતી, સારી પણ હોય છે, પરન્તુ તેની સીમા હોવી જોઈએ. એવો સ્વાર્થ ન હોવો જોઈએ કે જે બીજાના હિતને નુકસાન પહોંચાડે. વ્યક્તિ એકલી નથી, દુનિયા ખૂબ મોટી છે. અરબો માણસ છે. એક વ્યક્તિ પોતાના સ્વાર્થને એટલું મહત્ત્વ આપે કે પોતાનો તો આર્થિક વિકાસ કરે પણ બીજાને નુક્સાન પહોંચાડે. આમ ન થવું જોઈએ. આનંદનું નિદર્શન મહાવીરે કહ્યું – આર્થિક વિકાસની સાથે આ મુદ્દાઓ પર વિચાર કરો. મહાવીરનો શ્રાવક આનન્દ આર્થિક દૃષ્ટિએ અત્યંત સંપન્ન હતો. તેની પાસે હજારો હજારો એકર ખેતી લાયક જમીન હતી. ચાલીસ હજાર ગૌશાળા હતી. કરોડોની સંપત્તિ વ્યાપારમાં લાગેલી હતી, પરંતુ તે વ્રતી સમાજના સભ્ય હોવાને લીધે તેનું આ વ્રત હતું— અર્થોજનમાં અપ્રામાણિક સાધનોનો ઉપયોગ નહીં કરું. તેના આધારે તેણે પોતાનો આર્થિક વિકાસ કર્યો હતો. ધર્મ અને આર્થિક વિકાસ આર્થિક વિકાસ કરવામાં કોઈપણ ધર્મ વિઘ્નકર્તા નથી. આધુનિક અર્થશાસ્ત્રના ઘણાબધા વિદ્ધાઓએ કહ્યું—આપણો ધર્મ કહે છે, અંકુશ રાખો, આમ ન કરો, તેમ ન કરો. આ નિર્દેશ અનુપયોગી છે, વિકાસમાં બાધારૂપ નીવડે છે. ખરેખર આપણે પ્રિયતાની દૃષ્ટિથી વિચારીએ તો તે બાધક લાગે છે. હિતની દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક નહિ, સાધક છે. પ્રિય અને હિત બંને દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક લાગે છે. હિતની દૃષ્ટિથી વિચારીએ, તો તે બાધક નહિ, સાધક છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રિય અને હિત બંને દૃષ્ટિથી વિચારીએ તો અર્થશાસ્ત્ર મનુષ્ય માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે છે. ફક્ત પ્રિયતાની દ્રષ્ટિથી વિચાર કરીએ તો–આજના અર્થશાસ્ત્રએ મનુષ્ય-સમાજમાં ઘણી વિકૃતિઓ ઊભી કરી છે, તેને ક્રૂર બનાવ્યો છે, શોષણના માર્ગમાં અગ્રેસર કર્યો છે. સામ્રાજ્યવાદી મનોવૃત્તિ વિદ્યમાન છે આજે ટેક્નોલોજીનો ઘણો વિકાસ થયો છે તેમાં કોઈ સંદેહ નથી, પરંતુ તેની સાથે કરુણા રહે તો કદાચ માનવજાત માટે આટલો ભય ઊભો ન થાત. ટેક્નોલોજીનો પ્રયોગ જે સૂક્ષ્મતાથી સંહારની દિશામાં થયો છે, તેટલો લાભની દિશામાં થયો નથી. તેનું કારણ એ જ છે કે સામ્રાજ્યવાદની મનોવૃત્તિ મનુષ્યમાં રહેલી છે. એક સમય હતો જ્યારે ભૂખંડનું સામ્રાજ્ય ચાલતું હતું. ભૂમિ પર અધિકાર કરો, અધિકાધિક જમીન હડપી લો, આ એક પ્રકારનો ભૌગોલિક સામ્રાજ્યવાદ હતો. આજે મહત્ત્વ એ બાબતનું નથી કે ભૂમિ કેટલી છે, મહત્ત્વ તે વાતનું છે કે આપણા હાથમાં વિકાસ કેટલો છે. જાપાન એક નાનો દેશ છે. તેની વસ્તી પણ વધારે નથી, પરન્તુ વિશ્વ બજારમાં તે સર્વાધિક પ્રભાવી છે. સ્વાર્થ અને પૂરતા આર્થિક સામ્રાજ્ય કાયમ રાખવાની સ્પર્ધા થઈ રહી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન, જર્મન આ બધા દેશ એકબીજાથી આ સ્પર્ધામાં આગળ નીકળી જવા માગે છે. આ આર્થિક સામ્રાજ્યવાદના વિસ્તારમાં ટેકનોલોજીનો ભરપૂર પ્રયોગ થયો છે, પરંતુ માનવકલ્યાણ માટે ઓછો થયો છે. ઔદ્યોગિક વિકાસની પણ આ જ સ્થિતિ છે. તર્ક તો એવો પણ આપી શકાય કે-ઔદ્યોગિક વિકાસ જેટલો વધુ થશે, વિકાસની તેટલી તકો વધશે, રોજગાર વધશે. કરુણાની વાત તેના પછી આવે છે. જ્યાં સ્વાર્થ પ્રબળ છે, ત્યાં કરુણા પ્રબળ નથી હોતી. મહાવીરનો આ નિશ્ચિત સિદ્ધાન્ત છે–સ્વાર્થ જેટલો વધશે, ક્રૂરતા તેટલી જ વધશે. સ્વાર્થ જેટલો સીમિત થશે, કરુણાનો તેટલો જ વિસ્તાર હશે. સ્વાર્થ પણ શિખર પર હોય અને કરુણા પણ શિખર પર હોય, આ સ્થિતિ ક્યારેય સંભવ નથી. રોજગારનો તર્ક રોજગારનો તર્ક પણ ખૂબ જ અટપટો છે. જે યુગ આવી રહ્યો છે, તે રોબોટનો યુગ છે, કૉપ્યુટરનો યુગ છે. જ્યાં હજારો મજૂર કામ કરે છે, ત્યાં પાંચ મજૂરોથી પણ કામ ચાલી જશે. રોજગારી ક્યાં મળી? આ યંત્ર-યુગમાં માણસ વધુ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૬ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ બેરોજગાર થઈ ગયો છે, થઈ રહૃાો છે. ગરીબી અને બેરોજગારી હટાવવાનો પ્રયત્ન છે પરંતુ જેમ-જેમ યાંત્રિક વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ રોબોટ મનુષ્યના હાથમાંથી કામ છીનવી રહ્યો છે, ગરીબી અને બેરોજગારી તેટલી જ ગતિથી વધી રહી છે. આ ઇલેક્ટ્રોનિક યુગે ક્યાં સુધી પહોંચાડી દીધા છે–જાપાન જેવા દેશમાં તો ધર્મગુરુનું કામ પણ રોબોટ દ્વારા થઈ રહ્યું છે. કોઈનું મૃત્યુ થાય છે ત્યારે, તેનો પરિવાર પ્રાર્થનાના હેતુથી ધર્મસ્થળમાં જાય છે ત્યાં રોબોટ તેમનું અભિવાદન કરે છે, તેમને વૈર્ય અને સાંત્વના આપે છે, ધર્મનો પાઠ સંભળાવે છે. અંતમાં આશીર્વાદ આપીને આભાર સાથે વિદાય કરે છે. આ સંપૂર્ણ કામ રોબોટ કરે છે. અપેક્ષા ક્યાં છે? મનુષ્યની અપેક્ષા જ હવે ક્યાં છે ? એમ લાગે છે કે આ રોબોટ અને કૉપ્યુટરના યુગમાં મનુષ્ય મૌન ધારણ કરી હિમાલયની કોઈ ગુફામાં ચાલ્યા જવું જોઈએ. મનુષ્ય ખૂબ જ મહેનત કરી છે, હવે તેના માટે વિશ્રામનો સમય આવ્યો છે. આચાર્યએ ઘણું સુન્દર કહાં છે–સર્વામા તડુત્તપ્રથમૂના- માણસની સમગ્ર પ્રવૃત્તિ એક શેર ચોખા માટે છે. જો એક સેર ચોખાની જરૂર ન હોય તો પછી પ્રવૃત્તિની પણ કોઈ અપેક્ષા ન રહે. પરંતુ આ ઔદ્યોગિક વિકાસ અર્થના પ્રભાવને મનુષ્ય પર એટલો બધો સ્થાપી દીધો છે કે તેની આગળ મનુષ્ય પોતે ગૌણ બની ગયો છે. પ્રશ્ર વ્યક્તિ દીઠ આવકનો અર્થશાસ્ત્રનો એક ઉદ્દેશ છે વ્યક્તિદીઠ આવક. ચોક્કસપણે વ્યક્તિદીઠ આવક એ દેશોમાં વધી છે, જે વિકસિત છે. પરંતુ આજે લાગે છે કે–પૂંજીવાદ (કેપિટલિઝમ) પણ પોતાના અંતિમ શ્વાસની ગણતરીમાં છે. જાપાન, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ બેરોજગારી વધવા માંડી છે. આંકડા બતાવી રહ્યા છે કે ત્યાં પણ ગરીબીની રેખા નીચે જીવન જીવવાની નોબત આવી છે. લોકો રશિયાની (સ) પરિસ્થિતિથી વાકેફ છે, તેઓ જાણે છે કે સામ્યવાદી શાસનકાળમાં પણ હજારો માણસ સડકના કિનારે પડેલી પાઈપોમાં શરણ લેતા હતા. કોઈ મકાન ન હતું, મોટી-મોટી પાઈપોમાં લોકો નિવાસ કરતા હતા. આજે તો ત્યાં ગરીબી અને ભૂખમરાની ભયંકર સ્થિતિ ઊભી થઈ રહી છે. ખાવાની ચીજોમાં લાંબી લાઈન લાગે છે. ગાંધીજીનું કથનઃ જો વ્યક્તિદીઠ આવક સમાન હોત તો સમસ્યાનું સમાધાન થઈ શકત, પરંતુ - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તેમ નથી. ગાંધીજીએ કહ્યું હતું, “આર્થિક સમાનતાનો આદર્શ માણસ ક્યારેય પ્રાપ્ત કરી શકશે નહીં. કારણ કે વૈયક્તિક ક્ષમતા ભિન્ન-ભિન્ન છે, યોગ્યતા અલગ-અલગ છે. પ્રત્યેક વ્યક્તિ આ બિંદુ સુધી પહોંચી શકતી નથી.” સ્વાર્થને પ્રોત્સાહન આપવાનું પરિણામ એ આવ્યું કે આજે દુનિયાની સંપૂર્ણ સંપત્તિ થોડાઘણા માણસોના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. તેઓ એટલા મોટા ધનવાનો બની ગયા છે કે પ્રતિષ્ઠા અને જૂઠા અહંકારના પોષણ સિવાય તેમની યાદીમાં અન્ય કંઈ છે જ નહીં ! દુનિયામાં પ્રથમ નંબરના ધનવાન, દ્વિતીય નંબરના ધનવાન–બસ આ તેમની યાદી છે. એટલા જ માટે વ્યક્તિદીઠ આવકની વાત જટિલ બની રહી છે. જીવનસ્તરની આકાંક્ષા સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગની ધારણાએ પણ માણસને મુશ્કેલીમાં મૂક્યો છે, દિમૂઢ બનાવ્યો છે. દરેક વ્યક્તિના મનમાં લાલસા છે કે જીવનસ્તર ઉન્નત થવું જોઈએ. સમસ્યા એ છે કે તેના માટે તેની પાસે સાધન નથી. પ્રતિષ્ઠાનો માપદંડ, વિકાસનું પ્રતીક તે માની લેવામાં આવ્યું કે આટલી વાતો તો હોવી જ જોઈએ. જો આ પ્રકારની ધારણા હોત-જીવનની પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ થવી જોઈએ તો કોઈ સમસ્યા ન હોત. આ એક સ્વસ્થ ચિન્તન છે. પશુ-પક્ષી પણ પોતાની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે તો મનુષ્ય જેવું બુદ્ધિશાળી પ્રાણી ન કરે, તે કેવી રીતે બની શકે? પરંતુ આ સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગની ધારણાએ પ્રાથમિક આવશ્યકતાઓને ગૌણ કરી દીધી અને અનાવશ્યક વસ્તુઓ પ્રત્યેની લાલસા મનુષ્યમાં જગાડી દીધી. મનુષ્યનાં ત્રણ વર્ગો મહાવરે મનુષ્યનું અધ્યયન કર્યું, મનુષ્યની વૃત્તિઓનું અધ્યયન કર્યું. તેમણે જણાવ્યું કે, માણસ અલગ-અલગ પ્રકૃતિનો હોય છે, બધાને એક જ ત્રાજવાથી ન તોલો. તેમણે ત્રણ વર્ગોમાં માણસને વિભાજિત કર્યા. 1 મહેચ્છ | અભેચ્છ Tઈચ્છાજલી પ્રથમ કોટિનો મનુષ્ય તે છે, જે મહા ઈચ્છા મહારંભવાળો છે. દ્વિતીય કોટિનો મનુષ્ય તે છે, જે અભેચ્છ, અલ્પારંભ છે. તૃતીય કોટિનો મનુષ્ય તે છે, જે ઇચ્છાજલી, અનારંભ છે. - - - - - - - - - - - - - - - - - - - 1111111111111 મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ મહેચ્છા આજનું અર્થશાસ્ત્ર કહે છે–ઇચ્છાને વધારો. ઇચ્છા વધશે તો મહારંભ થશે, વિશેષ પ્રવૃતિ થશે. બીજું તત્ત્વ છે અલ્પ ઇચ્છા, અલ્પારંભ. ઇચ્છા પણ અલ્પ અને આરંભ પણ અલ્પ. મહાવીરે બંને પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરતાં કહ્યું–જે મહારંભ હશે–મહેચ્છ હશે, તે અધર્મ દ્વારા આજીવિકા ચલાવશે, ધર્મનો વિચાર નહીં કરે. આમ કહીને મહાવીરે જાણે કે આજના અર્થશાસ્ત્રની ભવિષ્યવાણી કરી દીધી હતી. મહાવીરે કહ્યું, તે પુરુષ ઉગ્ર, રુદ્ર, શુદ્ર, વક્ર, દુઃશીલ, દુષ્કૃત્યાનંદ હશે. મહેચ્છ પુરુષની પ્રકૃતિનું મહાવીરે સજીવ ચિત્રણ કર્યું છે. મહાઈચ્છા અને મહારંભવાળી વ્યક્તિ કોઈ વિચાર નહીં કરે. પોતાના માટે ઉપયોગી છે, લાભદાયક છે તો તે કોઈનો પણ પ્રાણ લેતાં અચકાશે નહીં. ધન માટે આજે વિલાસિતા અને સૌંદર્ય પ્રસાધનોના નિર્માણમાં અસંખ્ય નિરીહ અને મૂક પશુ-પક્ષીઓની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે. મુલાયમ અને કઠોર પ્લાસ્ટિક બનાવવા માટે ઊભાં કરવામાં આવી રહેલાં કારખાનાઓમાં મરઘીનાં લાખો બચ્ચાંની અવિકસિત પાંખોને કાપીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માંસના નિકાસ માટે અસંખ્ય કતલખાનાં શરૂ કરવામાં આવ્યાં. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બધું જ ધન માટે થઈ રહ્યું છે. આટલા ઉગ્ર, રૌદ્ર થયા વગર અઢળક ધનની પ્રાપ્તિ થઈ શકે નહીં. માયા, કૂડ-કપટ, પ્રપંચ-આ બધું, ધમકી, હત્યા, અપહરણ– આજે શું શું નથી થઈ રહ્યું! આ બધું તે મહાઇચ્છાવાળા વર્ગનું ચિત્રણ છે, જે સતત પરિગ્રહમાં ડૂબેલો છે. એ વિચારી પણ ન શકાય કે-ઇચ્છા, પરિગ્રહ અને આરંભને વધારીને તેની દુપ્રવૃત્તિઓથી કોઈ બચી શકે. આપણે પ્રિયની સાથે હિતની વાત વિચારીએ. ઇચ્છાને અલ્પ કર્યા વગર, નિયંત્રિત કર્યા સિવાય હિતની વાતને જોડી શકાય નહિ. અલ્પચ્છ એક મનુષ્ય અલ્પચ્છ હોય છે. ઈચ્છા છે પણ અલ્પ છે. આવો માણસ કારખાનું શરૂ કરશે, પણ ધન (પૂંજી) ને કેન્દ્રિત કરી શકશે નહીં. મહાત્મા ગાંધીએ જે વિકેન્દ્રિત અર્થનીતિ અને વિકેન્દ્રિત સત્તાની વાત કહી, તે મહાવીરના આ અલ્પચ્છ શબ્દનો અનુવાદ છે. અલ્પચ્છ અથવા અલ્પારંભનું તાત્પર્ય જ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા છે. મહાવીરે કહાં-ધમેળે વિત્તે અપેક્ષા- અલ્પ ઈછાવાળો મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ માણસ ધર્મની સાથે પોતાની આજીવિકા ચલાવે છે. આ છે કરણા આપણી સમક્ષ બે શબ્દો છે–અલ્પષ્ણુ અને મહેચ્છ. એક ધર્મને માર્ગે આજીવિકા ચલાવે છે, બીજો અધર્મને માર્ગે ચલાવે છે. ધર્મને માર્ગે એટલેન્યાયસંગત, કરુણાપુર્વક. મહાવીરના પરમ ઉપાસક શ્રાવક શ્રીમદ્ રાજચન્દ્રની ચર્ચા કરું. ગાંધીજીને અહિંસાનો બીજમંત્ર આપનાર અને જેમને બોધિદીપ મળ્યો, તેરાપંથના ચતુર્થ આચાર્ય શ્રીમજ્જયાચાર્ય પાસેથી. શ્રીમદ્ રાજચન્દ્રએ એક વ્યાપારી સાથે સોદો કર્યો. ઝવેરાતનો વ્યવસાય હતો. બજારમાં એકાએક તેજી આવી ગઈ. સામેવાળા વ્યાપારીને પચાસ હજારનું નુકસાન થઈ રહ્યું હતું. શ્રીમદ્ રાજચન્દ્ર તેને કહ્યું–તમે એગ્રીમેન્ટનો તે દસ્તાવેજ કાગળ લાવો. વ્યાપારી બોલ્યો, શ્રીમાન, તમે ચિન્તા ન કરો. હું તમારી એક-એક પાઈ ચૂકવી દઈશ, પરંતુ અત્યારે મારી સ્થિતિ નથી. શ્રીમદ્ રાજચન્ટે કહ્યું, ચૂકવવાની કે ન ચૂકવવાની વાત હું નથી કરી રહ્યો છું એક વખત તે દસ્તાવેજ જોવા માંગું છું. તેણે વિચાર્યું, દસ્તાવેજ મળતાં જ તે કોર્ટમાં કેસ કરશે અને હું ફસાઈ જઈશ. તેથી તે ન આપવા માટે આગ્રહ કરતો રહ્યો, કિન્તુ અંતમાં તેણે દસ્તાવેજ આપવો પડ્યો. દસ્તાવેજ હાથમાં લઈને તેને ફાડતાં-ફાડતાં શ્રીમદ્ રાજચન્દ્રએ કહ્યું, “રાજચન્દ્ર દૂધ પી શકે છે, કોઈનું લોહી નહીં. આ સોદો હું રદ કરું છું.' આનું નામ છે કરુણા. અલ્પ ઈચ્છાવાળો માણસ ધર્મને મા પોતાની આજીવિકા ચલાવે છે, તે કોઈની સાથે અન્યાય નથી કરતો, ક્રૂર વ્યવહાર નથી કરતો, શોષણ નથી કરતો, હેરાફેરી નથી કરતો, મૂળ અમાનતને છુપાવતો પણ નથી. ઇચ્છાથી ત્રીજા પ્રકારનો માણસ હોય છે અનિચ્છ. તેને આપણે સામાજિક પ્રાણી નહીં કહીએ. તે અનિચ્છ અથવા ઇચ્છાજલી હોય છે. જે સાધુ–સંન્યાસી બનીને સમાજથી અલગ થઈ જાય છે, તેની કોઈ પ્રવૃત્તિ નથી હોતી, કોઈ કારખાનું નહીં, કોઈ વ્યાપાર નહીં. ફક્ત સાધનાનું જીવન હોય છે. ભગવાન મહાવીરે કહ્યું, ત્રીજા વર્ગની વાત છોડી દઈએ. આમ જોઈએ તો તે વર્ગની વ્યક્તિઓ પણ ઓછી નથી. મહાવીરના તે વ્રતી સમાજમાં અલ્પચ્છ લોકોની સંખ્યા પાંચ લાખ હતી અને ઇચ્છાથી લોકોની સંખ્યા પચાસ હજાર હતી. યુરોપમાં આપણાં સમણ-સમણિઓ - - આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જાય છે તો ત્યાંના લોકો આ જોઈને આશ્ચર્ય પામે છે કે–આ લોકો ઠંડી, ગરમી કેવી રીતે સહન કરે છે? પૈસા નથી રાખતાં. આજના યુગમાં કોઈ માણસ એવો હોઈ શકે, જેની પાસે પૈસા ન હોય? ત્યાંના લોકો કલ્પના પણ નથી કરતા. મનુષ્યની ઉપેક્ષા આધુનિક અર્થશાસ્ત્રનો દષ્ટિકોણ છે–પોતાનું લાભાર્થન, માણસના સ્વભાવની ઉપેક્ષા અને કેવળ લાભની ઉપેક્ષા. જે વસ્તુમાં કોઈ લાભ નથી, તે આજની અર્થશાસ્ત્રીય દષ્ટિએ બિલકુલ વ્યર્થ છે. મહત્ત્વ છે બજારનું, વસ્તુનું કોઈ મૂલ્ય નથી. માણસની પ્રકૃતિની બિલકુલ ઉપેક્ષા કરવામાં આવી છે. વ્રતી સમાજમાં માણસની પ્રકૃતિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ બંનેમાં દષ્ટિકોણનો ઘણો તફાવત છે. અર્થશાસ્ત્રનું યોગદાન આધુનિક અર્થશાસ્ત્ર સમસ્યાઓને સમાધાન આપ્યું નથી, જે એમ કહીએ તો તે એકાંગી દૃષ્ટિકોણ થશે. મહાવીરને સમજનારો ક્યારેય એકાંગી દૃષ્ટિકોણથી નથી વિચારતો. તેમાં કોઈ શંકા નથી કે આધુનિક અર્થશાસ્ત્રની થોડી અવધારણાઓએ સમાજની થોડીક સમસ્યાઓને ઉકેલી છે અને ગરીબને પણ રાહત આપી છે પરંતુ જેટલી રાહત આપી છે, તેટલી બીજી સમસ્યાઓ ઊભી કરી દીધી છે. તટસ્થ ચિંતન કરીએ તો એ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નહીં પડે કે વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાઓએ હિંસાને પ્રોત્સાહન આપ્યું છે. અહિંસાનું અર્થશાસ્ત્ર - પૂજ્ય ગુરુદેવ જૈન વિશ્વભારતીના પ્રાંગણમાં બેઠા હતા. અજમેર વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. આહુજા આવ્યા. વાર્તાલાપના પ્રસંગમાં અને કહ્યું, અમે ઇચ્છીએ છીએ અહિંસાનું અર્થશાસ્ત્ર. તેમણે કહ્યું, તે કેવું અર્થશાસ્ત્ર હશે ? અર્થશાસ્ત્રનો તો જન્મ જ હિંસાથી થાય છે. તેમાં અહિંસાની વાત ક્યાંથી આવશે? આપણે આ સચ્ચાઈને સમજીએ-કેવળ ગરીબીને નષ્ટ કરનારું અર્થશાસ્ત્ર જ આપણા માટે ઉપયોગી નથી. આપણા માટે તે અર્થશાસ્ત્ર પણ ઉપયોગી છે, જે ગરીબીને નષ્ટ કરે અને સાથોસાથ હિંસાનું સંવર્ધન પણ ન કરે. આર્થિક સમૃદ્ધિ અને અહિંસાની સમૃદ્ધિ બંનેની સમન્વિત પ્રણાલીની આજે અપેક્ષા છે. મહાવીરે વ્રતી સમાજની જે કલ્પના આપી, તેમાં આ પ્રણાલી માટે પર્યાપ્ત તત્ત્વો મળે છે. તે તત્ત્વો દ્વારા આ સમન્વયને પૂર્ણ કરી શકાય છે. - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને શાન્તિનું અર્થશાસ્ત્ર આધુનિક અર્થશાસ્ત્રનો ઉદ્દેશ શાંતિ નથી અને અહિંસા પણ નથી. તેનો ઉદ્દેશ છે આર્થિક સમૃદ્ધિ. પ્રત્યેક મનુષ્ય ધનવાન બને, કોઈ ગરીબ રહે નહીં, મનુષ્યની પ્રાથમિક આવશ્યકતાઓ પૂરી થાય. એટલું જ નહિ, તે સાધનસમ્પન્ન બને. આર્થિક સમૃદ્ધિ માટે સાધનના રૂપમાં લોભ, ઈચ્છા, આવશ્યકતા અને ઉત્પાદન વધારવાની વાત પણ સ્વીકાર્ય છે. કમ્યુનિઝમનો ઉદ્દેશ કમ્યુનિઝમનનો ઉદ્દેશ છે સત્તાને હાથમાં લેવી. જે નિમ્ન વર્ગ છે, નીચલો અથવા મજૂર વર્ગ છે, તેના હાથમાં સત્તા આવે. પરંતુ કેવી રીતે આવે, તેનો કોઈ વિચાર નથી રહ્યો, સાધન-શુદ્ધિની કોઈ અનિવાર્યતા નથી રહી. જે સારાં સાધનથી આવે તો સારી વાત, પરંતુ સારાં સાધનથી ન આવે તો ગમે તે રીતે પણ સત્તા પર કબજે કરે. અર્થશાસ્ત્રમાં પણ આ જ વાત છે. આર્થિક સમૃદ્ધિ વધવી જોઈએ. તેના માટે લોભ અને સ્પર્ધા અનિવાર્ય માનવામાં આવ્યાં છે. જેટલો લોભ વધશે, અનિવાર્યતા વધશે, તેટલું ઉત્પાદન વધશે. આર્થિક વિકાસ થશે. જેટલી સ્પર્ધા થશે, તેટલો આર્થિક વિકાસ આગળ વધશે. આ પરિસ્થિતિમાં શાંતિ અને અહિંસાની વાત ગૌણ બની જાય છે. અર્થશાસ્ત્રનો ઉદ્દેશ એ સ્વીકારવું જોઈએ કે અર્થશાસ્ત્રની સામે શાંતિનો પ્રશ્ન મુખ્ય નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૨ - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ નૈતિક્તાનો પ્રશ્ન પણ મુખ્ય નથી. ડૉ. માર્શલ વગેરે ઉત્તરવર્તી (પછીના) અર્થશાસ્ત્રીઓએ સ્વીકાર્યું છે કે, પરિણામમાં નૈતિકતા આવવી જોઈએ, પરંતુ નૈતિકતા તેમાં અનિવાર્ય નથી. કેનિજે કહ્યું, “જ્યારે આપણે આર્થિક દ્રષ્ટિએ સમ્પન્ન થઈ જઈશું ત્યારે નૈતિકતા પર વિચાર કરવાનું આવશે. અત્યારે તેના માટે ઉચિત સમય નથી. અત્યારે જે ખોટું છે, તે પણ આપણા માટે ઉપયોગી છે.' અર્થશાસ્ત્ર ઉપયોગિતાના આધારે ચાલે છે, માટે તેમાં ખોટું કશું જ નથી. જે ઉપયોગી છે તે સાચું છે, તે આપણા માટે વાંછનીય છે. ગાંઘીનો દૃષ્ટિકોણ આ દૃષ્ટિકોણ આજના અર્થશાસ્ત્રનો છે. પ્રશ્ન છે–મહાવીરનો દૃષ્ટિકોણ કેવો રહ્યો ? મહાવીર પહેલાં ગાંધીના દૃષ્ટિકોણની ચર્ચા કરીએ. મહાત્મા ગાંધીએ સામ્યવાદનાં થોડાંક પાસાંઓનો વિરોધ કર્યો. તેમણે કહ્યું – “સત્તાનું કેન્દ્રીકરણ અને ધન () નું કેન્દ્રીકરણ હિંસાને વધારનારું છે. જ્યાં જ્યાં સત્તા કેન્દ્રિત હોય છે, ધન કેન્દ્રિત હોય છે, ત્યાં ત્યાં સમસ્યાઓ વધે છે.” ગાંધીની આ વાત અક્ષરશઃ સત્ય સિદ્ધ થઈ, જ્યાં પણ સત્તા અને ધનનું કેન્દ્રીકરણ થયું, ત્યાં હિંસા વધી. ગાંધીએ એક અન્ય માર્મિક વાત કહી– હિંસાના પાયા ઉપર ઊભેલું કોઈપણ શાસન ટકી શકે નહીં, સામ્યવાદ પણ ટકશે નહીં. ગાંધીજીએ દશકાઓ પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી ઠરી. હિંસાના આધારે કોઈપણ વસ્તુ સ્થાયી નથી થઈ શકતી. આ આધારે તેમણે ઉદ્યોગવાદનો વિરોધ કર્યો. ઉદ્યોગવાદનું પરિણામ ઉદ્યોગવાદ આર્થિક ગુલામીનું જ રૂપાંતર છે, તેનો પર્યાય છે. જેમ-જેમ ઉદ્યોગ કેન્દ્રિત થશે, તેમ તેમ આર્થિક ગુલામીની સ્થિતિ અવશ્ય ઊભી થશે. પરિણામે શોષણ થશે. શોષણ કેવળ સમાજનું નહિ થાય, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું પણ શોષણ કરશે. જે રાષ્ટ્રની પાસે ઔદ્યોગિક ક્ષમતા વધશે, તે આ ક્ષમતાનો ઉપયોગ બીજા રાષ્ટ્રના શોષણમાં કરશે. ઉદ્યોગવાદમાં બે બાબતો સાથે સાથે ચાલે છે–ક્ષમતા અને ક્ષમતા દ્વારા શોષણ તથા હિંસા. જ્યાં ઉદ્યોગવાદને ખુલ્લી જગ્યા મળે છે, ત્યાં યુદ્ધની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મહાત્મા ગાંધીએ ઉદ્યોગવાદના વિરોધમાં વિકેન્દ્રિત ઉદ્યોગની વાત કહી, કેન્દ્રીકૃત મૂડીના પ્રતિપક્ષમાં વિકેન્દ્રિત મૂડી અને ટ્રસ્ટીશિપની વાત કહી. આનો અર્થ છે–ગાંધીજીએ અહિંસા અને શાંતિને સામે રાખીને પોતાના અર્થશાસ્ત્રીય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કર્યું. - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૩ Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સુખવાદની અવધારણા હવે આપણે મહાવીર તરફ જઈએ. મહાવીરની સામે પ્રશ્ન હતો સંયમનો, શાંતિ અને અહિંસાનો. જ્યાં સંયમ અને શાંતિ છે, ત્યાં અહિંસા છે. અર્થશાસ્ત્રમાં મુખ્ય પ્રશ્ન રહે છે સંતુષ્ટિનો. જનતાને આવશ્યકતાઓની સંતુષ્ટિ મળે. સંતુષ્ટિ અને સુખ–આ અર્થશાસ્ત્રનાં મુખ્ય ધ્યેય રહ્યાં છે. સુખવાદ દાર્શનિક અવધારણા રહી છે. પશ્ચિમમાં સુખવાદી દૃષ્ટિકોણ પર વ્યાપક વિચાર થયો છે. ભારતમાં પણ આ દષ્ટિકોણ રહ્યો છે, પરંતુ તેની સાથે એક અન્ય દષ્ટિકોણ પણ રહ્યો છે, તે છે દુઃખવાદનો. સુખ મળે છે, પણ જેવી-તેવી રીતે મળતું નથી. મહાવીરનો દૃષ્ટિકોણ મહાવીરની સમક્ષ સંતુષ્ટિ અને સુખનો પ્રશ્ન ગૌણ હતો, શાંતિનો પ્રશ્ન મુખ્ય હતો. જ્યારે શાંતિનો પ્રશ્ન મુખ્ય હોય છે ત્યારે દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં શાંતિનો પ્રશ્ન છે, ત્યાં સાધન-શુદ્ધિનો વિચાર મુખ્ય હશે. મહાવીરે ગૃહસ્થ માટે અર્થજનનો નિષેધ નથી કર્યો. તે પોતે જ અપરિગ્રહી હતા, પરંતુ તેમણે ગૃહસ્થ માટે અપરિગ્રહનું વિધાન નથી કર્યું. તે શક્ય પણ નહોતું. કોઈ પણ ધર્માચાર્ય અશક્ય વાત કેવી રીતે કરી શકે ? તેમણે અનેકાન્તવાદની દષ્ટિથી મધ્યમમાર્ગ બતાવ્યો-ગૃહસ્થ અપરિગ્રહી ન થઈ શકે, છતાં તેણે ઇચ્છાનું પરિમાણ કરવું જોઈએ, અથજનમાં સાધન-શુદ્ધિનો વિચાર કરવો જોઈએ. અર્થશાસ્ત્રના ત્રણ ઘટક અર્થશાસ્ત્રમાં ત્રણ બાબતો પર મુખ્યત્વે વિચાર કરવામાં આવે છે| ઉત્પાદન || વિતરણ ઉપભોગ મહાવીરના સમયમાં ઉત્પાદનનો મુખ્ય સ્રોત હતો ખેતી. તે યુગ ખેતીનો યુગ હતો. તે વખતે ઉદ્યોગ નહોતા. મુખ્ય વ્યવસાય ખેતીનો હતો વ્યવસાય. ખેતીના સંદર્ભમાં તેમણે ગૃહસ્થને જે માર્ગદર્શન આપ્યું, તે આ છે–ખેતીમાં પણ સાધનશુદ્ધિનો વિચાર કરો. - - - - - - - - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૪ મહાવીરનું અથ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધન શુદ્ધિનાં સૂત્ર મહાવીરે ઉત્પાદનમાં સાધન-શુદ્ધિ માટે પાંચ સૂત્રો આપ્યાં— ] બંધ ન કરવો D વધ ન કરવો I છવિચ્છેદ ન કરવો D અતિભાર ન લાદવો ] ભક્તિપાનનો વિચ્છેદ ન કરવો તેમણે જે વ્રતી સમાજનું નિર્માણ કર્યું, તેના માટે આ પાંચ વિધાન કર્યાં— I ખેતીનો ધંધો કરો છો તો બંધનો પ્રયોગ ન કરશો. બાંધીને ન રાખો, ના પશુઓને બાંધો, ના મનુષ્યોને બાંધો. I વધ કરશો નહિ. માર-પીટ કરશો નહિ, કોઈને સતાવશો નહિ. I છવિચ્છેદ કરશો નહિ. તે યુગમાં અંગભંગ કરવાનો દંડ પણ વિધાનમાં હતો. દાસ પ્રથાનો યુગ હતો. અંગભંગ કરવાની સજા પણ કરવામાં આવતી હતી. શિક્ષા તરીકે હાથ કાપી નાખવામાં આવતા હતા, પગ કાપી નાખતા હતા, શરીરનાં બીજા અવયવો કાપી નાખવામાં આવતા હતા. મહાવીરે કહ્યું, અંગ-ભંગ કરશો નહિ. – અતિભાર લાદશો નહિ, માણસ પર પણ નહિ અને પશુઓ ૫૨ પણ નહિ. D આજીવિકાનો વિચ્છેદ ન કરશો, કોઈનું શોષણ ન કરશો. એવું ન બને કે મહેનત વધારે કરનારને વેતન ઓછું મળે. શ્રમ અને અર્થ ઉત્પાદનનો શ્રમ અર્થની સાથે ચાલે છે. શ્રમનું મૂલ્ય શું છે ? એક માણસ મહેનત કરે છે, તેના ફળસ્વરૂપે તેને શું મળે છે ? મહાવીરના સમયથી સામ્યવાદ અને ગાંધીજીના સમય સુધી તેના પર ખૂબ વિચાર કરવામાં આવ્યો છે—કેટલો શ્રમ અને કેટલો અર્થ. આ સંદર્ભમાં સામ્યવાદનો સિદ્ધાન્ત છે—યોગ્યતાને અનુરૂપ કાર્ય અને કાર્યને અનુરૂપ આજીવિકા અથવા દામ. ગાંધીજીએ તેમાં કંઈક સંશોધન કર્યું. તેમણે કહ્યું, આવશ્યકતાની કોઈ એક પરિભાષા ન હોઈ શકે જેથી તેનું કોઈ એક Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૫ For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ યાંત્રિક રૂપ ન હોવું જોઈએ. તે વિવેક પર નિર્ભર રહેવું જોઈએ. જેટલું કામ તેટલું દામ. સંયમને જોડો મહાવીરે સૂત્ર આપ્યું—શ્રમ અને અર્થની વચ્ચે સંયમ જોડો. કેવળ શ્રમ અને અર્થ જ નહીં, વચ્ચે સંયમ પણ રહે. શ્રમનું પણ શોષણ ન થાય, આજીવિકાનો પણ વિચ્છેદ ન થાય. કલ્પના કરો—એક માણસ સમર્થ છે, તે વધારે કામ કરી લે છે. એક માણસ કમજોર છે, જે તેટલું કામ નથી કરી શકતો. પરંતુ ખોરાક તો બંનેને જોઈએ. જો શ્રમના આધાર પર જ તેમને મૂલ્ય આપવામાં આવશે તો આજીવિકાનો વિચ્છેદ થઈ જશે, શોષણ થશે, જે પ્રાથમિક અનિવાર્યતાઓ, આવશ્યકતાઓ છે, તેની પૂર્તિ થવી જોઈએ. મહાવીરે ખૂબ જ મહત્ત્વપૂર્ણ શબ્દને પસંદ કર્યો—ભક્તપાન વિચ્છેદ-ખોરાક-પાણીની ઊણપ ન હોય, તેનો વિચ્છેદ ન થાય. ત્રણ નિર્દેશ ઉત્પાદનમાં ઘણીબધી વસ્તુઓ સમાવિષ્ટ છે. આધુનિક અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનમાંથી કેટલાક કા૨કો દૂર કર્યા છે. ડૉ. શેઠ અને ડૉ. માર્શલે વેશ્યાવૃત્તિને ઉત્પાદનથી અલગ પાડી છે. તેને ઉત્પાદક શ્રમ માન્યો નથી. તેમણે એના ઉપર નૈતિકતાની દૃષ્ટિથી વિચાર કર્યો. મહાવીર અને ગાંધીજીની દૃષ્ટિથી વિચાર કરીએ તો અન્ય ઘણીબધી બાબતો ઉત્પાદનમાંથી દૂર થઈ જાય. મહાવીરે ઉત્પાદનના સંદર્ભમાં ત્રણ નિર્દેશ આપ્યા— [] હિંસખયાળે - હિંસક શસ્ત્રોનું નિર્માણ ન કરવું. - D બસંનુત્તાહિરો- શસ્ત્રોનું સંયોજન ના કરવું. D અપાવામોવવેશે - પાપ-કર્મનું, હિંસાનું પ્રશિક્ષણ ન આપવું. આ ત્રણ નિર્દેશ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ છે. શસ્ત્રનું નિર્માણ ન કરીએ હિંસક શસ્ત્રોનું નિર્માણ ઉત્પાદનની યાદીમાંથી ટળી જવું જોઈએ. વ્રતી સમાજ માટે તો એ અનિવાર્ય હતું કે તે શસ્ત્રાત્પાદન ન કરી શકે. તે કેવળ નિર્માણ જ નહીં, હિંસક શસ્રોનો વિક્રય પણ કરી શકતો નહોતો. આજે તો તે ખૂબ મોટો વ્યવસાય બની ગયો છે. અરબો-ખરવો ડૉલરનાં અસ્ત્રો-શસ્ત્રોનો ક્રય-વિક્રય થઈ રહ્યો છે. તેના નિર્માણમાં જોરદાર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. આધુનિક અર્થશાસ્ત્રમાં Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૬ For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શોષણની જે વાત કહેવામાં આવી છે, તેનું એક રૂપ છે ખુલ્લું બજાર. આ ફ્રી માર્કેટ આજે શોષણનો અડ્ડો બની ગયું છે. શસ્ત્રોનું પણ ખુલ્લું બજાર છે, જ્યાંથી જોઈએ, ત્યાંથી શસ્ત્ર ખરીદી લો. લાયસન્સ પ્રણાલી કારગત નથી નીવડી. કેટલાંક રાષ્ટ્રોમાં તો લાયસન્સની જરૂર પણ નથી. આ શસ્ત્રનિર્માણ અને શસ્ત્રવિક્રય વ્રતી સમાજનો સભ્ય હોય તે ન કરી શકે. સંયોજન ન કરો બીજો નિર્દેશ છે શસ્ત્રોના વિવિધ ભાગોનું સંયોજન કરવું. વ્રતી સમાજનો સભ્ય શસ્ત્રોના ભાગોની આયાત-નિકાસ ન કરે, તેને જોડીને તૈયાર પણ ન કરે. પ્રશિક્ષણ ન આપો ત્રીજો નિર્દેશ છે—પાપકર્મનો ઉપદેશ ન આપવો. હિંસાનું, યુદ્ધનું પ્રશિક્ષણ આપવું તે પણ એક વ્રતી માટે વર્જિત હતું. આજની સ્થિતિ જુઓ. હિંસાનું પ્રશિક્ષણ આપવા માટે એવી સ્કૂલો ખોલવામાં આવી છે, જ્યાં આતંકવાદનું પ્રશિક્ષણ આપવામાં આવે છે, તેની સૂક્ષ્મ તાલીમ આપવામાં આવે છે. કેવા આતંક દ્વારા સંપૂર્ણ સમાજ અને રાષ્ટ્રને ભયભીત કરી શકાય, તેની તાલીમ આપવામાં આવે છે. આ સંદર્ભમાં મહાવીરે વ્રતી સમાજ માટે જે વિધાન કર્યું, તે અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અતિમહત્ત્વપૂર્ણ છે. કર્માદાન ઉદ્યોગના સંદર્ભમાં પણ મહાવીરે કેટલાંક સૂત્ર આપ્યાં છે. ગાંધીજીએ મોટા ઉદ્યોગોનો વિરોધ કર્યો. મહાવીરે અલ્પેચ્છા અને અલ્પારંભ અર્થાત્ વિકેન્દ્રિત નીતિનું સૂત્ર આપ્યું. કેન્દ્રીકરણના વિષયમાં મહાવીરે કહ્યું—તે હિંસાને વધારે છે. તે સમયે જે ઉદ્યોગો હતા, તેમનું વર્ગીકરણ થયું. તેને વ્રતની આચાર-સંહિતામાં કર્માદાન કહેવામાં આવ્યું. પંદર કર્માદાનો બતાવવામાં આવ્યાં છે. વ્રતી સમાજના સભ્ય માટે, શ્રાવક માટે પંદર કર્માદાનનો નિષેધ ક૨વામાં આવ્યો, સીમાકરણની વાત કહેવામાં આવી. તેમના તે સમયનો એક ઉદ્યોગ હતો,−ëજ્ઞાનજમ્મૂ-કોલસાનો ઉદ્યોગ. એક હતો—વળને ઈંધણનો ઉદ્યોગ. એક ઉદ્યોગ હતો, જંગલો બાળવાં. એક ઉદ્યોગ હતો ખેતીની જમીનને વધારવા માટે તળાવ વગેરેને સુકવવાં. તે સમયે આવા કેટલાક ઉદ્યોગો ચાલતા હતા. મહાવીરે કહ્યું, એની પણ સીમા રાખો, નિરંકુશ રીતે ઉદ્યોગોને વિસ્તારો નહિ Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૩૭ : For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અને પોતાના હાથમાં તેને વધુ પડતા કેન્દ્રિત ન કરો. મહાવીરનો એક શ્રાવક હતો—ઉદ્દાલપુત્ર. જાતિનો કુંભાર હતો. તેની પાંચસો દુકાનો હતી. તેના સેંકડો સેંકડો ચાકડા ચાલતા હતા. કુંભારના વ્યવસાયનો તે મોટો ઉદ્યોગપતિ હતો. ઉદ્દાલપુત્રે મહાવીરના સીમાકરણ વ્રતનો સ્વીકાર કર્યો હતો. સીમાકરણનો અર્થ અસીમ અને સસીમ–આ બે શબ્દ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અસીમનો અર્થ છે હિંસા તરફ પ્રયાણ કરવું. સીમાકરણનો અર્થ છે શાન્તિ તરફ પ્રયાણ કરવું. એક યોગ્ય માણસ જેનામાં વ્યાવસાયિક ક્ષમતા છે, બૌદ્ધિક ક્ષમતા છે, તે માણસ પોતાની વ્યાવસાયિક ક્ષમતા દ્વારા એટલું અર્જિત કરી લે છે કે હજારો-લાખોના માટે એક ખાડો બની જાય છે. તેના માટે સીમા કંઈ નથી. છેવટે સમૃદ્ધિ વધે તો કેટલી વધે ? આ પ્રશ્નના સંદર્ભમાં કહેવામાં આવ્યું–પર્યાપ્ત સમૃદ્ધિ હોવી જોઈએ કિન્તુ પર્યાપ્તની કોઈક સીમા તો હોય ને ! અપર્યાપ્ત ક્યાં સુધી હશે ? એક માણસ માટે એક નહીં, દસ મકાન પણ અપર્યાપ્ત છે. કલકત્તામાં પણ એક કોઠી જોઈએ. મુંબઈ, દિલ્હી, અને મદ્રાસમાં પણ એક એક ભવ્ય કોઠી જોઈએ. જ્યાં જાય, ત્યાં તેના માટે પોતાનું એક ઘર હોય. ક્યાં ક્યાં બંગલાઓ બનાવતો રહેશે ? ક્યાંક કોઈ સીમા તો નિર્ધારિત કરવી પડશે. અર્થનો સંગ્રહ આટલો અસીમ બની જશે તો પછી તેનું પરિણામ શું આવશે, તે વિચારી પણ ન શકાય. આધુનિક અર્થશાસ્ત્રની સમસ્યા સાધન-શુદ્ધિનો વિચાર ન કરવો તે આધુનિક અર્થશાસ્ત્રની સૌથી મોટી સમસ્યા છે. તેના વગર આપણે અહિંસા અને શાંતિની વાત વિચારી શકીશું નહીં. વર્તમાનમાં થઈ રહેલાં યુદ્ધોની પાછળ શું આ અસીમવાળી વાત નથી ? કારણ શોધવામાં આવે તો ચોક્કસ તેની સચ્ચાઈનો ખ્યાલ આવી જાય. અસ્ત્રો-શસ્ત્રોનાં મોટાં-મોટાં કારખાનાં છે. શસ્ત્ર-ઉદ્યોગે આજે સમગ્ર સંસારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપી દીધું છે. જ્યારે યુદ્ધો બંધ થાય છે, શાન્તિ સ્થાપિત થાય છે. શસ્ત્રોનાં નિર્માતા શક્તિશાળી રાષ્ટ્રો વિશ્વના કોઈ ને કોઈ ખૂણામાં યુદ્ધની ચિનગારી સળગાવી દે છે. ઉદ્દેશ છે ફક્ત પોતાનાં હથિયારોનું વેચાણ. તબાહી ઊંભી કરનારા આ ઉદ્યોગો શાંતિકાળમાં પોતે જ તબાહ થઈ જાય છે. શસ્ત્રનો ઉદ્યોગ એક રીતે યુદ્ધને શરૂ કરવાનો આધાર છે. અરબો-ખરવો ડૉલરથી ચાલી રહેલા આ ઉદ્યોગો હિંસાના પાયા પર ઊભા છે. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૩૮ For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આકાશ-પાતાળનું અંતર આપણે સમગ્ર વિશ્વની આર્થિક મીમાંસા કરીએ. સમગ્ર જગતમાં શસ્ત્ર-નિર્માણ પર થઈ રહેલા ખર્ચને જોઈને દંગ થઈ જવાશે. હિન્દુસ્તાનની સૌથી અનિવાર્ય આવશ્યકતા છે શિક્ષણ, જેનાથી વ્યક્તિત્વનું, જીવનનું નિર્માણ થાય છે. શિક્ષણ અને સુરક્ષા માટે થઈ રહેલા ખર્ચની તુલના કરીએ તો આકાશ-પાતાળ જેટલો તફાવત જોવા મળશે. શિક્ષણ પર માંડ બે-ત્રણ ટકા ખર્ચ થાય છે અને સુરક્ષા માટે ભારે-ધરખમ બજેટ બને છે. સંપૂર્ણ વિશ્વના સંદર્ભમાં જોઈએ તો અડધાથી પણ વધારે મૂડી સુરક્ષા માટે ખર્ચાઈ રહી છે. જો આ મૂડી ગરીબીના ઉમૂલન અને શાન્તિની સ્થાપના માટે વપરાય તો સમાધાન મળી જાય, પરંતુ આ પ્રમાણે તેઓ થવા દેશે નહીં, જેઓ શસ્ત્ર-ઉદ્યોગના સ્વામી બનીને બેઠા છે. ઉત્પાદનનો વિવેક અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણમાં એક વિરોધાભાસ આવી ગયો. ઉત્પાદન શાનું થવું જોઈએ, તે વિવેક જ સમાપ્ત થઈ ગયો. માદક વસ્તુઓનું કેટલું ઉત્પાદન થાય છે ! દારૂનો કેટલો મોટો ઉદ્યોગ છે ! અફીણ, ચરસ, હેરોઈન વગેરે ડ્રગ્સની વાત જવા દો. પાઉચ પેકમાં ઉપલબ્ધ જર્દા અને પાનમસાલાઓનો જ કરોડોનો કારોબાર થઈ રહ્યો છે ! આ બધું શા માટે થઈ રહ્યું છે ? તમાકુ ન હોય તો જર્દા ક્યાંથી આવે, અફીણ ન હોય તો હેરોઈન ક્યાંથી આવે ? ઉત્પાદનની એક સીમા હોવી જોઈએ, એક વિવેક હોવો જોઈએ. કઈ વસ્તુનું ઉત્પાદન વધારવું ? જે જીવનની પ્રાથમિક અનિવાર્યતા નથી તેનું ઉત્પાદન કાં તો વિલાસિતા તરફ લઈ જાય છે અથવા માદકતા તરફ. આખરે એ વસ્તુઓનું ઉત્પાદન શા માટે કરવું, જે માણસ માટે ચોતરફથી હાનિકારક છે? ચેતના પર કબજો આજે ફક્ત આર્થિક લાભ માટે કરવામાં આવી રહેલાં હાનિકારક ઉત્પાદનનોએ સમગ્ર વિશ્વની સમક્ષ ભયંકર સંકટ ઊભું કર્યું છે. ભારત સહિત દુનિયાનાં તમામ રાષ્ટ્ર માદક પદાર્થોની ચોરીમાં મૂકી રહ્યાં છે. શસ્ત્રોના ઉદ્યોગપતિઓએ જેવી રીતે બજાર ઉપર પોતાનો કબજો કરી રાખ્યો છે તેવી રીતે માદક વસ્તુઓના વિક્રેતાઓએ પણ બજાર પર કબજો કરી રાખ્યો છે. કેવળ બજાર પર જ નહીં, મનુષ્યની ચેતના પર પણ કબજો કરી રાખ્યો છે. માદક વસ્તુઓની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વ્યસની વ્યક્તિ તેના અભાવમાં કેવી રીતે તરફડે છે, તે કેવળ એ જ જાણી શકે છે. તે એ વખતે મરણાંતક કષ્ટ વેઠે છે. મહાવીરે કહ્યું, ઉત્પાદનની પણ સીમા રાખો. પ્રત્યેક વસ્તુનું ઉત્પાદન ન થાય. માદક વસ્તુઓનું ઉત્પાદન ન થાય અને સેવન પણ ન થાય. જે પાપ કર્મોપદેશ છે, પાપકર્મનું કારણ છે, તેનું પણ વર્જન થવું જોઈએ. આર્થિક વ્યવસાયની દૃષ્ટિથી જે સૂત્ર તેમણે આપ્યું, તે અહિંસા અને શાન્તિની દષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ છે. વ્યવસાયશુદ્ધિનાં સૂત્રો મહાવીરે વ્યવસાય માટે સાધન-શુદ્ધિનાં અનેક સૂત્રો આપ્યાં– D ખોટું તોલ-માપ ન કરો. વસ્તુ બતાવો કંઈક અને આપો કંઈક એવું ન કરો. T કોઈની ધરોહરની ઉઠાંતરી ન કરો. ઉપાસક દશા સૂત્રના ટીકાકાર અભયદેવસૂરિએ લખ્યું, “તે સમયે ભેળસેળ ખૂબ ચાલતી હતી, લાંચ-રુશવત પણ ખૂબ જ ચાલતી હતી.” માનવનો આ સ્વભાવ હંમેશાં રહ્યો છે, ધન પ્રત્યેની તેની લાસા દરેક યુગમાં દરવખતે રહી છે. ભેળસેળ પણ તે સમયે વિવિધ પ્રકારે ચાલતી હતી અને લાંચ પણ ખૂબ ચાલતી હતી. ચાણક્યનું કથન ચાણક્ય લખ્યું છે–પાણીમાં તરતી માછલી સંભવ છે કે આકાશમાં ઊડવા લાગે, પરંતુ રાજ્યકર્મચારી લાંચ ન લે, તે સંભવ નથી. મનુષ્યના સ્વભાવનું હંમેશાં એક રૂપ રહ્યું છે. અર્થ તરફની લાલસા, સુવિધા અને ઇન્દ્રિયોનું સુખ–આ હંમેશાં કામ્ય રહ્યાં છે. અને જ્યારથી તેમને બૌદ્ધિકવાદી સમર્થન મળ્યું છે, ત્યારથી અધિકાધિક ઉચ્છંખલતા આવી ગઈ છે. સમાજવાદનો આધાર પણ ભૌતિકવાદ છે અને મૂડીવાદનો આધાર પણ ભૌતિકવાદ છે. જ્યાં કેવળ ભૌતિકવાદ છે, ત્યાં અર્થ, સુવિધા અને ઇન્દ્રિયસુખને જ પ્રધાનતા મળશે, એટલા માટે આ ઉશૃંખલતાથી આપણને કોઈ આશ્ચર્ય નથી. સંયમ અને તૃપ્તિનો પ્રશ્ન મનુષ્ય સમક્ષ હંમેશાં બે માર્ગ રહ્યા છે– ઈન્દ્રિયસંયમનો ઈન્દ્રિયતૃપ્તિનો S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન અર્થશાસ્ત્ર પણ ઇન્દ્રિયતૃપ્તિની વાતને સમર્થન આપ્યું છે, પરંતુ એ નિર્દેશ પણ આપ્યો કે ઈન્દ્રિયતૃપ્તિ કરો, સાથેસાથે ઈન્દ્રિયસંયમ પણ કરો. ચાણક્યે રાજા અને શાસક માટે કહ્યું - રાજાએ ઈન્દ્રિયજયી હોવું જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા આ જે છ શત્રુઓ છે તેનાથી રાજાએ વિજયી બનવું જોઈએ. એક સામાજિક પ્રાણી માટે ઈન્દ્રિયતૃપ્તિ આવશ્યક છે, તો ઈન્દ્રિયોનો સંયમ પણ આવશ્યક છે. આ સીમા-વિવેકનું સૂત્ર છે. ઈન્દ્રિયતૃપ્તિ કરો, કિન્તુ એક સીમામાં જ ઉપભોગ કરો, કિન્તુ એક સીમાની સાથે. તે પછી સંયમ કરો. જો આમ હોય તો આ સંયમનું અર્થશાસ્ત્ર બનશે અને જે સંયમનું અર્થશાસ્ત્ર બનશે તે અહિંસાનું અર્થશાસ્ત્ર બનશે, શાન્તિનું અર્થશાસ્ત્ર થશે. વર્તમાન દૃષ્ટિકોણનું પરિણામ વર્તમાનનો એક દૃષ્ટિકોણ રહ્યો– આપણે નૈતિકતા ઉપર અત્યારે વિચાર નહિ કરીએ, સંયમ પર વિચાર નહિ કરીએ, અહિંસા અને શાંતિ પર વિચાર નહિ કરીએ.જ્યારે સમય આવશે ત્યારે કરીશું. આનો અર્થ છે જ્યાં સુધી સમય ન આવે, ત્યાં સુધી સમાજ અસંયમનું પરિણામ ભોગવતો રહેશે. આજે પરિણામ આપણી સમક્ષ મુરિત થઈ રહ્યું છે. ઉત્પાદનના વિષયમાં મહાવીરે આપણને જે વિવેક આપ્યો, જે આચારસંહિતા આપી, તેનાથી અર્થશાસ્ત્રના પણ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો ફલિત થાય છે. જો તેનું અનુશીલન ક૨વામાં આવે, પ્રયોગ કરવામાં આવે તો વર્તમાન સમાજ અનેક વિકૃતિઓથી બચી શકે. વિતરણનો સિદ્ધાન્ત બીજો છે વિતરણનો સિદ્ધાન્ત. વસ્તી વધી અને સાધનો ઓછાં થયાં. સાધનો ઉપર રાજ્યનું નિયંત્રણ વધ્યું. વિતરણની સમસ્યા ઊભી થઈ ગઈ. એ સૂર પ્રખર બન્યો કે વિત૨ણ સરખું હોવું જોઈએ. મહાવીરના સમયમાં વિતરણ કોઈ સમસ્યા નહોતી. કારણ કે વસ્તી પણ ઓછી હતી, પ્રાથમિક આવશ્યકતાઓનાં સાધનો પણ ઉપલબ્ધ હતાં અને અપેક્ષાઓ પણ ઓછી હતી. આજે જાહેરાતોએ આવશ્યકતાઓને ખૂબ વેગ આપ્યો છે. તે યુગમાં આવાગમન અને પ્રવાસનાં એટલાં સાધનો પણ નહોતાં. ચોવીસ કોસ દૂરની વાતને પહોંચવામાં પણ ખૂબ સમય લાગતો હતો. આજનાં સંચારસાધનો અને જાહેરાતોએ એટલી કુત્રિમ આવશ્યકતાઓ ઉત્પન્ન કરી દીધી છે કે આજના સમયની અને તે સમયની કોઈ તુલના જ નથી કરી શકાતી. તે સમયે દરેક ગામ પોતાની આવશ્યકતાઓની ચીજો ઉત્પન્ન કરતું અને તેનો ઉપભોગ કરતું. વિતરણની સમસ્યાનો કોઈ પ્રશ્ન જ નહોતો. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૧ : For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વદેશીનો સ્રોત ગાંધીજીએ સ્વદેશીનું આંદોલન ચલાવ્યું અને આજે બહુરાષ્ટ્રીય કંપનીઓના આગમન પર કેટલાક રાજનીતિક દેશ ફરીથી જે સ્વદેશીની વાત કરી રહ્યાં છે, તે સ્વદેશીનો મૂળ સ્રોત મહાવીર દ્વારા પ્રદત્ત વ્રતની આચારસંહિતામાં મળે છે. એક વ્રત છે દિવ્રત - દિશાનું પરિમાણ કરો. દિલ્હીમાં રહેનારો પરિમાણ ક૨શે કે દિલ્હીની બહારની કોઈ વસ્તુનો ઉપભોગ નહીં કરું, કપડાં પહેરીશ તો દિલ્હીમાં બનાવેલાં. અનાજ ખાઈશ તો દિલ્હીની સીમામાં ઉત્પન્ન થયેલું અનાજ ખાઈશ. આ દિવ્રત છે, જે સ્વદેશીનો મૂળ આધાર છે. મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચન્દ્રની છત્રછાયામાં અહિંસાના સિદ્ધાન્તને પલ્લવિત કરી રહ્યા હતા. ગાંધીજી ઉપર તેમનો પ્રભાવ હતો, એટલા માટે મહાવીરનાં સૂત્રોને અપનાવવાનું એમના માટે સ્વાભાવિક હતું. વિકેન્દ્રિત અર્થનીતિ, વિકેન્દ્રિત ઉદ્યોગ અને સ્વદેશી - આ ત્રણે મહાવી૨ની આચારસંહિતામાંથી આવિર્ભૂત થયા છે, પ્રગટ થયા છે, એવું સાહજિક રીતે જ માની શકાય છે. દિવ્રતનો ઉદ્દેશ - દિવ્રતનો એક ઉદ્દેશ હતો – સામ્રાજ્યવાદી મનોવૃત્તિ પર અકુંશ લગાવવો. આર્થિક સામ્રાજ્ય હોય કે ભૌગોલિક, એક વિશેષ સીમાથી આગળ નહિ જાઉં. પ્રવાસની એક સીમા હતી - પાંચસો કિલોમીટરની સીમાથી આગળ નહિ જાઉં અથવા આ સીમાથી આગળ નહિ જાઉં. આમાં પણ દિશાનો પ્રતિબંધ હતો - ઊર્ધ્વ દિશા, ત્રાંસી દિશા, અધોદિશા અથવા અમુક દિશામાં તેની સીમાથી આગળ નહિ જાઉં. આ દિશાની બહાર હું મારી વસ્તુનો વિક્રય નહિ કરું. ન આયાત કરીશ કે ન નિકાસ. પ્રતિબંધ દિશાની સાથે પણ જોડાયેલો હતો. આ મહત્ત્વપૂર્ણ સૂત્ર સામ્રાજ્યવાદી મનોવૃત્તિ ઉપર અંકુશ લગાવવામાં કારગત નીવડ્યું. શાન્તિ માટે સંકલ્પ આજે ઉદ્યોગોનાં અગ્રણી રાષ્ટ્રો, જાપાન, બ્રિટન, જર્મની વગેરે તે નિર્ણય લઈ લે કે - આપણે આપણી વસ્તુઓની નિકાસ નહિ કરીએ તો આર્થિક સામ્રાજ્યનું આ ભીષણ યુદ્ધ શમી જશે, શાન્તિ અને અહિંસાના પ્રયત્નો આવશ્યક નહિ રહે. કેવળ શાન્તિ જ શાન્તિ હશે, યુદ્ધનો પ્રશ્ન જ સમાપ્ત થઈ જશે. આજે શસ્ત્રનિર્માણ કરનારા દેશો એ સંકલ્પ કરી લે કે આપણે આપણા દ્વારા નિર્મિત શસ્ત્રોનો નિકાસ નહિ કરીએ, પોતાના દેશની બહાર નહિ મોકલીએ તો પછી યુદ્ધનો ભય આપોઆપ સમાપ્ત થઈ જશે. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર :૪૨ For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વિમુખીનીતિ આજની કૂટનીતિની આ ખૂબ હેરત અને આશ્ચર્યની વાત છે – એક તરફ એક રાષ્ટ્ર સંધિ અને સમાધાનની વાત કરી રહ્યું છે, બીજી બાજુ તે જ રાષ્ટ્ર બીજા પક્ષને શસ્ત્રો પણ મોકલી રહ્યું છે. શાન્તિનું મધ્યસ્થ પણ તે છે અને શસ્ત્રોની પૂર્તિ કરીને શસ્ત્રોની સ્પર્ધાને વેગ આપનાર પણ તે છે. આ દ્વિમુખીનીતિ જ હિંસા અને અશાન્તિની જનની છે. ગરીબી કોણ દૂર કરશે? - દરેક વ્યક્તિની આકાંક્ષા છે ધનવાન બનવાની. મોટાં-મોટાં કારખાનાં કોઈને ધનવાન નથી બનાવી શકતાં. આ લોખંડનાં મશિનો દુનિયામાંથી ગરીબીને નષ્ટ નહિ કરી શકે. ગરીબી દૂર થશે સ્વદેશીની ભાવનાથી. માણસ શાન્તિની સાથે જીવનયાપન કરી શકે, બસ આટલી જ તો આકાંક્ષા છે. તેના માટે કૉપ્યુટર, રોબોટની સહાયતા શા માટે લેવી પડે? લાઓસે ક્યાંક જઈ રહ્યા હતા. જંગલમાં એક રડતી સ્ત્રી મળી. લાઓત્સ ઊભા રહી ગયા. પૂછ્યું, “બહેન ! તું શા માટે રડી રહી છે ?' સ્ત્રીએ કહ્યું “મહારાજ, ચિત્તો મારા છોકરાને ખાઈ ગયો. છોકરાને જ નહિ, મારા પતિને પણ તે ખાઈ ગયો.' લાઓત્સએ કહ્યું, “તો પછી આ જંગલમાં શા માટે રહે છે ?' તે બોલી. “એટલા માટે કે અહીં કોઈ ક્રૂર શાસક નથી, શાન્તિ છે અહીં. જંગલી જાનવર ક્યારેક ક્યારેક હાનિ પહોંચાડી દે છે, પરન્તુ ક્રૂર શાસકના કાયમી અત્યાચારથી દૂર છીએ. પુનર્વિચાર કરીએ. માણસ શાન્તિ ઝંખે છે. તે જ ભંગ થઈ જાય તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉલ્લાસની કલ્પના પણ ન કરી શકાય. આજની અર્થશાસ્ત્રીય અવધારણા ભલે સાધન ઉપલબ્ધ કરાવે, તે અંતઃકરણની સંતુષ્ટિ અને આંતરિક આનંદ પ્રદાન કરી શકશે નહીં. આજે આવશ્યકતા છે – અહિંસા અને શાન્તિની. વાત સામે રાખીને અર્થશાસ્ત્રીય અવધારણાઓનું પુનરાવલોકન કરીએ. તેના પર પુનર્વિચાર કરીએ. આ પુનર્વિચાર જ અહિંસા અને શાન્તિના અર્થશાસ્ત્રની આવશ્યકતા અને ઉપયોગિતાનો બોધ કરાવી શકે છે. છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૩ , Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિગત સ્વામિત્વ તેમજ ઉપભોગનું સીમાકરણ છે. આપણી સમક્ષ સમાજનાં બે ચિત્રો છે, બે પ્રરૂપ છે. 1 અનિયંત્રિત ઇચ્છા, અનિયંત્રિત આવશ્યકતા અને અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ. || નિયંત્રિત ઈચ્છા, નિયંત્રિત આવશ્યકતા અને નિયંત્રિત ઉપભોગવાળો સમાજ. આ બંનેની સમીક્ષા કરીએ. જે સમાજની ઇચ્છા અનિયંત્રિત છે, આવશ્યકતા પણ અનિયંત્રિત છે, ઉપભોગ પણ અનિયંત્રિત છે, તે સમાજ કેવો હશે ? જે સમાજની ઈચ્છા, આવશ્યકતા અને ઉપભોગ નિયંત્રિત છે, તે સમાજ કેવો હશે? અમિટ તૃષ્ણા આપણી દુનિયામાં દરેક પદાર્થ સમાયુક્ત છે. ઈકોલોજીનું પહેલું સૂત્ર છે, લિમિટેશન. ઉપભોક્તા વધુ અને પદાર્થ ઓછો. પદાર્થ સીમિત અને ઈચ્છા અસીમ, બંનેમાં સંગતિ કેવી રીતે થાય? એક વ્યક્તિની ઈચ્છા એટલી અધિક હોય છે કે તેને પૂરી કરી શકાતી નથી. રાજસ્થાનીનું એક માર્મિક પદ્ય છે तन की तृष्णा अल्प है, तीन पाव या सेर । मन की तृष्णा अमिट है, गले मेर के मेर ।। - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શરીરની તૃષ્ણા તો થોડીક છે. ખાશેર-બે-પાશેર અથવા વધુમાં વધુ શેર જેટલું ખાઈ શકાય છે, પરન્તુ મનની તૃષ્ણા એટલી અધિક છે કે મેરુ પર્વતને પણ ગળી જઈ શકે છે. અનિયંત્રિત ઇચ્છા મનુષ્યને સુખ આપવા માટે નથી, તેને સતાવવા માટે છે, દુઃખ આપવા માટે છે. દુઃખનું પહેલું પગથિયું છે અમિટ તૃષ્ણા. તે પૂરી થઈ શકતી નથી, અંદર ને અંદર શલ્ય (પથ્થર)ની માફક પીડા આપતી રહે છે. અનિયંત્રિત આવશ્યકતા બીજું તત્ત્વ છે આવશ્યકતા. આવશ્યકતા પણ અનિયંત્રિત છે. આવશ્યકતા આગળ વધીને કૃત્રિમ આવશ્યકતાનું રૂપ ધારણ કરી લે છે અને વધતી ચાલે છે. તેને પણ ક્યારેય પૂરી કરી શકાતી નથી. અનિયંત્રિત ઉપભોગ ત્રીજું તત્ત્વ છે ઉપભોગ. વર્તમાનની ઉપભોક્તાવાદી સંસ્કૃતિએ ઉપભોગને અનિયંત્રિત કરી દીધો છે. ઉપભોગ આવશ્યક છે, જ્યારથી ઉપભોક્તાવાદ આવ્યો છે, ત્યારથી તેની એટલી અધિક વૃદ્ધિ થઈ છે કે તેનાથી સ્વાસ્થ્ય, મન અને ચેતના ત્રણે પ્રભાવિત થયાં છે. નવી હિંસાનો ઉપક્રમ - અનિયંત્રિત સમાજનું પરિણામ શું આવશે ? ઇચ્છાપૂર્તિ માટે, આવશ્યકતાને વધારવા અને તેને પૂરી કરવા માટે હિંસા અનિવાર્ય બની જાય છે. નવો ઉપભોક્તાવાદ એક પ્રકારે નવી હિંસાનો ઉપક્રમ છે. હિંસાને તેનાથી નવી દિશા મળી છે. દરેક વ્યક્તિના મનમાં એક લાલસા છે કે આટલો ઉપભોગ તો આવશ્યક છે. તે પૂરો ન થાય તો પછી તેને ગમે – તે પ્રકારે પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અપહરણ, ચોરી કે હત્યા કરીને પણ તેને મેળવવામાં આવે છે, કારણ કે તે લક્ષ્ય બની જાય છે. આજના અર્થશાસ્ત્રમાં નૈતિક વિચાર માટેનો અવકાશ ઓછો છે અથવા બિલકુલ નથી. નૈતિક, માનવીય અને જીવનમૂલ્યોની એમાં કોઈ આવશ્યકતા માનવામાં આવતી નથી. આ પરિસ્થિતિમાં કોઈપણ રીતે પ્રાપ્ત કરવું એ જ એકમાત્ર લક્ષ્ય બની જાય છે. બીજું ચિત્ર સમાજનું બીજું ચિત્ર છે - નિયંત્રિત ઇચ્છા, આવશ્યકતા અને ઉપભોગવાળો સમાજ. જેણે ઇચ્છાને સીમિત કરી છે, તે ક્યારેય દુઃખી નહીં બને. તે આ સચ્ચાઈને મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ જાણે છે- ઇચ્છાને ક્યારેય પૂરી કરી શકાતી નથી. એટલા માટે તે પહેલેથી જ તેના પર નિયંત્રણ લાવી દુઃખનો દરવાજો બંધ કરી દે છે. જીવનની પ્રાથમિક આવશ્યકતા માણસને સતાવતી નથી. સતાવે છે તે, જે કાલ્પનિક અને કુત્રિમ રીતે પેદા કરવામાં આવે છે. તે પદાર્થ પ્રત્યે એક આકર્ષણ અથવા સંમોહન પેદા કરે છે. એક દિવસ આકર્ષણ મુખ્ય બને છે, આવશ્યકતા ગૌણ બની જાય છે. ભોગની પ્રકૃતિ આચાર્ય પૂજ્યપાદે ખૂબ જ માર્મિક લખ્યું છેઃ प्रारंभे तापकान् प्राप्तौ अतृप्तिप्रतिपादकान् । अंते सुदुस्त्यजान् कामान्, कामं कः सेवते सुधीः ।। કામની ત્રણ પરિસ્થિતિ બને છે – તાપ, અતૃપ્તિ અને દુત્યાજ્યતા - શરૂઆતનો પદાર્થ તાપ આપે છે. ભોગકાળમાં તેનું પરિણામ આવે છે અતૃપ્તિ. આ અતૃપ્તિનું જ નિર્દશન છે વર્તમાનનાં વિકસિત રાષ્ટ્રો. જે વિકસિત રાષ્ટ્રો કહેવાય છે, તેમણે ખૂબ અર્જિત કર્યું છે અને એ વિચારીને અર્જિત કર્યું છે કે માનસિક તૃપ્તિ થશે. પરંતુ આજે ત્યાં એટલી અતૃપ્તિ વધી ગઈ છે કે માનસિક શાન્તિ માટે ભાગ-દોડ શરૂ થઈ ગઈ છે. વિકસિત દેશોના લોકો આમ-તેમ દોટ મૂકી રહ્યા છે કે ક્યાંકથી માનસિક શાન્તિ મળે. અતૃપ્તિ ફરીથી સેવન કરવા માટે વિવશ કરે છે. પછી તે એક આદત બની જાય છે. તેને છોડવી મુશ્કેલ બને છે. માણસ જાણે છે – આઈસ્ક્રીમ ખાવો આવશ્યક નથી પરંતુ તેના પ્રત્યે આકર્ષણ થાય છે. વ્યક્તિ તેને માટે પ્રયત્ન કરે છે. ગરીબ માણસ પણ પૈસા ભેગા કરે છે. એક વખત ખાવાથી તૃપ્તિ નથી થતી, તે બીજી વખત ખાય છે, ત્રીજી વખત ખાય છે અને અંતે તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. કાકડા (ટાન્સિલ) વધી જાય, દાંત ખરાબ થઈ જાય કે બીજું ગમે તે થાય પણ તેને છોડી શકાતો નથી. આવી જ વાત શરાબની છે. આરંભમાં શોખ ખાતર શરાબનું સેવન કરવામાં આવે છે. પછી આવી જ અતૃપ્તિ તેને તેનો ગુલામ બનાવી દે છે, એક પ્રકારની સ્નાયવિક કુટેવ પડી જાય છે, પછી તેનું પરિણામ ભોગવવું જ પડે છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આદત છોડવાનું અઘરું છે : - જોધપુરથી સેનાના એક અધિકારીનો પત્ર મળ્યો. તેણે લખ્યું હતું– આચાર્યવર ! હું સેનામાં મોટા હોદ્દા ઉપર હતો. હવે હું નિવૃત્ત છું. શરાબની આદતે મારા શરીરને જીર્ણ કરી મૂક્યું છે. છોડવાના પ્રયત્નો કરવા છતાં હું છોડી નથી શકતો. આપ કાંઈક એવું માર્ગદર્શન આપો કે જેથી હું આ કુટેવમાંથી મુક્ત થઈ ખરેખર, આદત છોડવાનું અઘરું હોય છે. જે સુધરેલા છે, વિદ્વાન છે, ચિંતનશીલ છે તેઓ પ્રારંભે જ પોતાની આવશ્યકતાઓને સીમિત કરી લે છે. સંતુલિત ભોજન જીવન માટે આવશ્યક છે પરંતુ અસંતુલિત ભોજન અથવા વધારે પડતું ખાવું જરૂરી નથી. દરેક પદાર્થની આવશ્યકતાના સંદર્ભમાં આ જ નિયમ છે. સાંપ્રતની સ્થિતિ એવી છે કે, નિયંત્રણ અથવા સીમાકરણને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. ભૂખ અને આવશ્યકતાઃ પહેલાં ભૂખ માટે આવશ્યકતા ઊભી થાય છે, પછી આવશ્યકતા ભૂખ બની જાય છે. ભૂખને માટેની આવશ્યકતાને તો પૂરી કરી શકાય છે, પરંતુ આવશ્યકતાની ભૂખ સંતોષવા માટે આ જગતમાં ના તો કોઈ સાધન છે ના કોઈ શક્તિ! ના તો આજના અર્થશાસ્ત્રીઓ તેને પૂરી કરી શકશે, ના કોઈ શાસન કે તેનું નાણામંત્રાલય આવશ્યકતાની ભૂખ મિટાવી શકશે. જેને આવશ્યકતાની ભૂખ જાગી જાય છે, તે ક્યારેય દુઃખથી મુક્ત થઈ શક્તો નથી. ભૂખ્યું કોણ? નિયંત્રિત આવશ્યકતાઓવાળો સમાજ કદી દુઃખી થતો નથી. ના તો કોઈ એટલો અમીર બને છે કે જે ધનનો ઢગલો કરી નાખે, ના એટલો મોટો ખાડો કરે છે કે જે ખાલી પડ્યો રહે. જે સમાજમાં આવશ્યકતા, ઈચ્છા અને ઉપભોગનું સીમાકરણ છે, તે સમાજ કદી ભૂખ્યો નથી રહે તો. તે ભૂખ્યો રહે છે–જેનામાં ઇચ્છા, આવશ્યક્તા અને ઉપભોગનું અનિયંત્રણ હોય છે. વધુ ઊંચાઈ કે નીચે પણું હોય છે. મૌલિક મનોવૃત્તિઃ ભગવાન મહાવીરના સમયના સમાજની ચર્ચા કરીએ. તેમણે જે વ્રતી : : : : : મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૭ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સમાજની સ્થાપના કરી હતી, તેમાં સ્વામિત્વ અને ઉપભોગ-બંનેનું સીમાકરણ હતું. સ્વામિત્વ મૌલિક મનોવૃત્તિ છે. મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે સ્વામિત્વની મીમાંસા કરી શકીએ છીએ. મેડૂગલ વગેરે માનસશાસ્ત્રીઓએ મૌલિક મનોવૃત્તિઓનું એક વર્ગીક૨ણ કર્યું. મહાવીરે મનોવૃત્તિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે, માનવીની એક જ મનોવૃત્તિ છે અને તે છે અધિકારની ભાવના, પરિગ્રહ અથવા સંગ્રહની ભાવના. બધું જ અધિકારની ભાવના દ્વારા જ થઈ રહ્યું છે. અન્ય મનોવૃત્તિઓ તેની ઉપજીવી છે. અધિકારની આ મનોવૃત્તિ માનવીમાં જ નહિ, નાનામાં નાનાં જીવજંતુઓ અને વૃક્ષો-છોડ વગેરેમાં પણ હોય છે. આચાર્ય મલયગિરિએ આ મમત્વ અને અધિકારની ભાવના સમજાવવા માટે અમરવેલનું ઉદાહરણ આપ્યું. અમરવેલ આરંભમાં કોઈ વૃક્ષનો ટેકો લઈને ઉપર ચઢે છે. પછી તે સમગ્ર વૃક્ષ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી દે છે, તેની ઉપર છવાઈ જાય છે અને ધીરે ધીરે તેનું ભક્ષણ કરી નાખે છે. અધિકારની ભાવના મધમાખીમાં પણ હોય છે, એક કીડીમાં પણ હોય છે અને નાનાં-મોટાં નમામ પ્રાણીઓમાં હોય છે. નાનામાં નાનું પ્રાણી પણ પોતાના માટે સંગ્રહ કરે છે. તેનામાં અધિકારની મૌલિક મનોવૃત્તિ હોય છે. વ્રતી સમાજનું સૂત્ર વર્તમાનમાં સામ્યવાદ અને મૂડીવાદના સંદર્ભમાં સ્વામિત્વનાં અનેક રૂપો બની ગયાં છે : સ્વયં સ્વામિત્વ, સાર્વજનિક સ્વામિત્વ અને સામૂહિક સ્વામિત્વ. વ્રતી સમાજનું પ્રથમ સૂત્ર બન્યું - સ્વામિત્વનું સીમાક૨ણ થાય. વ્યક્તિગત સ્વામિત્વ સીમિત હોવું જોઈએ. વ્રતી સમાજની દસ મુખ્ય વ્યક્તિ હતી, બધી જ સમ્પન્ન હતી. તે સૌએ વ્યક્તિગત સ્વામિત્વનું સીમાકરણ કર્યું. અર્થપ્રાપ્તિની લાલસા અસીમ છે. માણસ ક્યાં સુધી જશે ? સીમાનો વિવેક તો હોવો જ જોઈએ. અર્થની અભિપ્સાને આપણે ત્રણ અવસ્થાઓમાં જોઈએ. * ન્યૂનતમ * અધિકતમ * અસીમ ન્યૂનતમ સ્વામિત્વ જીવન ચલાવવા માટે જેટલું અપેક્ષિત હોય છે, તેને ન્યૂનતમ આવશ્યકતા મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય છે. આ ન્યૂનતમ સ્વામિત્વની સીમા છે. ખોરાક, કપડાં, મકાન - આ ન્યૂનતમ સ્વામિત્વમાં આવે છે અધિકતમ સ્વામિત્વ અધિકતમને સારું કહી શકાય નહિ. છતાં પણ તેની એક સીમા છે. ખાદીની એક ધોતી અને સાડીથી પણ કામ ચાલી શકે છે. બે હજાર, દસ હજાર અને પચાસ હારની સાડીથી પણ કામ ચાલી શકતું નથી. સમાચારપત્રોમાં વાંચ્યું કે કરોડો રૂપિયાના ડ્રેસ લોકો રાખે છે. ઓછામાં ઓછું ખાદીનો એક ઝભ્ભો, ધોતી અને ટોપી જીવન આટલાથી ચાલી શકે છે. ગાંધીનું ઉદાહરણ સામે જ છે. તેમણે તો ફક્ત એક ધોતીથી જ કામ ચલાવી લીધું. આજના લોકો એ વાતને નથી સમજી રહ્યા કે આ સાદાં અને સીમિત વસ્ત્રોમાં કેટલી શાન્તિ અને આરામ છે. કીમતી વસ્ત્રો પહેરતાં જ સૌથી પહેલાં ડર લાગવાનો શરૂ થઈ જાય છે. શરીર પર પોષાક સવાર થતાં જ ભય પણ સવાર થઈ જાય છે. ગંદાં થઈ જવાનો ભય, ફાટી જવાનો ડર, કરચલી પડી જવાનો ભય, ચમક-દમક ઓછી થઈ જવાનો ભય- આવા અનેક ભય પજાવવા લાગે છે. ભયને પેદા કરે છે વધારે પડતું એક માણસને ડર ખૂબ લાગતો હતો. તે કોઈ માંત્રિક પાસે ગયો, પોતાની સમસ્યા બતાવી. માંત્રિકે એક તાવીજ બનાવીને તેને આપતાં કહ્યું, “આ પહેરી લો, પછી તમને કોઈપણ પ્રકારનો ભય નહિ લાગે.” કેટલાક દિવસ પછી તે ફરીથી માંત્રિક પાસે આવ્યો. માંત્રિકે પૂછ્યું, “કેમ, હવે તો ઠીક છે ને? ડર તો નથી લાગતો ?'' તેણે કહ્યું – “બીજી કોઈ વાતનો ભય લાગતો નથી, કિન્તુ એક ડર રહે છે તાવીજ ક્યાંક ખોવાઈ ન જાય.' જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો ઉપભોગ કરે છે, ત્યારે સૌથી પહેલાં ડર એ વાતનો રહે છે કે ક્યાંક તે ખરાબ ન બની જાય. વધારે પડતાં ઘરેણાં પહેરતાંની સાથે જ એ ભય સવાર થઈ જાય છે કે ભૂલથી ક્યાંક પડી ન જાય, કોઈ ચોરી ન લે, કોઈ છીનવી ન લે. પ્રત્યેક વધારે પડતા સાથે ભય બરાબર રહે છે. અધિકતમાં સીમાકરણ આ વધારે પડતાના ભયને થોડોક ઓછો કરી દે છે. અસીમ લાલસા અસીમમાં ક્યાંય કોઈ સીમા હોતી નથી. લાખ, કરોડ, અરબ, ખરવની - - - - - - - - - - - - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ આગળ પણ કંઈક મેળવવાની લાલસાનો ક્યાંય અંત નથી હોતો અને આ અસીમ લાલસા માણસના મનને અશાંત બનાવી દે છે, તનાવથી ભરી દે છે. સીમાકરણનું સૂત્ર મહાવીર દ્વારા નિર્મિત સમાજ સંપન્ન હતો. તે ગરીબ અને દરિદ્ર સમાજ નહોતો, પણ સીમાકરણના વિવેકથી સમૃદ્ધ હતો. તે સમયે કૌટુમ્બિક વ્યવસ્થામાં એક પરિવારમાં સેંકડો માણસ રહેતાં હતાં. આનંદનો પરિવાર પણ આવો જ હતો. તેણે સીમાકરણ કર્યું - ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ વ્યાજમાં રહે, ચાર કરોડ સુવર્ણ મુદ્રાઓ ભૂમિગતમાં રહે. તેનાથી વધારે રાખવાનો તે ત્યાગ કરતો હતો. આટલી જમીન, આટલાં ભવન, આટલી ગૌશાળાઓ રાખીશ, એનાથી વધારે કંઈપણ નહિ રાખું. સંગ્રહની એક નિશ્ચિત સીમા બની ગઈ. નિયંત્રણનાં બે સૂત્રો મહાવીરે કહ્યું – અર્જન અથવા સંગ્રહનો કોઈ નિયમ ના બનાવી શકાય. અધિકતમનો કોઈ નિયમ ના બનાવી શક્ય. હોઈ શકે છે કે એક વ્યક્તિ તેનાથી વધુ સીમા કરી લે. મહાવીરે અધિકતમને બે બાજુથી નિયંત્રિત કર્યું છે. પહેલું નિયંત્રણ હતું – સંગ્રહમાં સાધનશુદ્ધિનો વિચાર. બીજું નિયંત્રણ હતું - વ્યક્તિગત ઉપભોગનું સીમકરણ. મહાવીરે ઉપભોગની એક સૂચિ બનાવી છે. એવી યાદી, જે આજ સુધીમાં કોઈ અર્થશાસ્ત્રીએ બનાવી નહિ હોય. ઉપાસદકશા સૂત્રમાં દસ સૂત્રો છે, જેમાં તે સમયના દસ પ્રમુખ લોકોનું વર્ણન છે. તેમાં સંગ્રહિત ઉપભોગની યાદીનું જો આજે અનુપાલન થાય તો ગરીબીની સમસ્યાનું આપમેળે જ સમાધાન થઈ જાય. તે સૂચિનાં થોડાંક સૂત્રો આ પ્રમાણે છે. | વસ્ત્ર પરિમાણ 1 દંતવન પરિમાણ દ્રવ્ય પરિમાણ જળ પરિમાણ | વાહન પરિણામ વગેરે... વગેરે... મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રનું પરિમાણ એકવ્રતી એવો સંકલ્પ કરે છે કે આનાથી વધુ વસ્ત્ર હું મારી પાસે રાખીશ નહિ. એક ધોતી અને એક ઉપરી વસ્ત્ર, એનાથી વધારે વસ્ત્રનો એકસાથે ઉપભોગ નહિ કરું. શરીરના રક્ષણ માટે એક રૂમાલથી વધારે નહિ રાખું. આ સીમાકરણ છે તે સમયના કરોડો સુવર્ણમુદ્રાઓના સ્વામીનું. જળ પરિણામ તે પાણીનું પણ પરિમાણ કરે છે – આટલાથી વધુ પાણીનો ઉપયોગ હું નહિ કરું. તે વખતે પર્યાવરણની સમસ્યા નહોતી, તેના માટે કોઈ ઉપક્રમ પણ નહોતો કિન્તુ એ વાતનું ભાન હતું કે પર્યાવરણની સમસ્યા આગળ વધીને ગમે ત્યારે ઊભી થઈ શકે છે. આજે તો આ સમસ્યાએ વિકટ રૂપ ધારણ કરી લીધું છે અને ભવિષ્યમાં વિકટતમ રૂપ ધારણ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યાને દૂર કરવાનો કોઈપણ ઉપાય વિશેષ કારગત નિવડ્યો નથી. પાણીનો જેટલો દુરુપયોગ આજે થઈ રહ્યો છે, તેટલો કદાચ પહેલાં ક્યારેય થયો નહિ હોય. ભવિષ્યમાં આ પાણીની સમસ્યા કેટલી ત્રાસદ સિદ્ધ થશે, કંઈ કહી શકાય નહિ. એકવ્રતી વ્યક્તિ જળનું સીમાકરણ કરે છે, સ્નાન કરવા માટે આટલા ઘડાઓથી વધુ પાણીનો ઉપયોગ નહિ કરું. દાતણ વિધિ પરિમાણ દાતણના પણ સીમિત ઉપયોગની વાત કહેવામાં આવી છે. આજે સ્થિતિ એ છે – દાતણ માટે એક નાની-સરખી ડાળખીની જરૂર છે તો લીમડાના વૃક્ષની આખી ડાળ કાપી નાખશે. આશ્રમમાં રહેતી એક વિદેશી મહિલાને ગાંધીજીએ કહ્યું - લીમડાની ડાળખી લાવો, દાતણ કરવું છે. મહિલા ગઈ અને આખી ડાળ તોડીને લઈ આવી. ગાંધીજીએ તેની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી. જાણે કે તેણે લાખ રૂપિયા ખોઈ નાખ્યા હોય. ત્યાં બેઠેલાં લોકો બોલ્યા - બાપુ ! આટલી નાની-સરખી વાત માટે તમે આ મહિલાની આ રીતે ઝાટકણી કરી નાખી. લીમડાનાં આટલાં બધાં વૃક્ષ અહીં છે, દાતણ ખલાસ તો નથી થઈ ગયાં ? ગાંધીજીએ કહ્યું, “એકલો ગાંધી જ નહિ, આખી દુનિયા છે દાતણ કરવાવાળી. આ પ્રમાણે બધા કરવા લાગશે તો લીમડાના વૃક્ષનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.” મહાવીરની સૂચિનું એક વ્રત છે – તંતવવિદિfસેના દાતણની વિધિનું પરિમાણ. એક વ્રત છે પુવવિટિરિના - પુષ્પની વિધિનું પરિમાણ. એક વ્રત છે મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૧ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ - ઋવિહિન - ફળની વિધિનું પરિમાણ . એક વ્રત - દ્રવ્યનું પરિમાણ, પદાર્થોની સીમા નક્કી કરવી. આર્થિક વિષમતાનું સમાધાન સૂત્ર મહાવીરની સૂચિમાં આ બધી વસ્તુઓનું સીમાકરણ છે. આજનો સંપન્ન સમાજ તે સમયના વ્રતી સમાજનું આ બધી વસ્તુઓના ઉપભોગમાં અનુકરણ કરે તો કદાચ આપમેળે આર્થિક વિષમતાની સમસ્યા દૂર થઈ જાય, એકલા આનંદ શ્રાવકે જ તેનું પાલન નથી કર્યું, પાંચ લાખ વ્યક્તિઓએ આ સૂચિનું આજીવન અનુકરણ કર્યું છે. જો આજે પાંચ લાખ લોકોનો એવો જ એક કમ્યુન બની જાય તો આખી દુનિયા માટે તે એક અનુકરણીય વાત બની જશે. પર્યાવરણની સમસ્યા, ગરીબીની સમસ્યા, ઉપભોગની સમસ્યા, અને ઉત્પાદનની સમસ્યાને એક સાચું અને સચોટ સમાધાન મળી જશે. ચૌદ નિયમ આજીવન અનુકરણીય સૂચિ સિવાયની એક સૂચિ વર્તમાનની, આજની બનાવવી જોઈએ. દરેક વ્યક્તિ એમ વિચારે કે આજે હું કઈ વસ્તુનો ઉપભોગ કરું. પ્રતિદિનની યાદી બનાવે. જૈન સાહિત્યમાં ચૌદ નિયમો પ્રસિદ્ધ છે. તેનો એક નિયમ છે – મારે આજે આખા દિવસ દરમ્યિાન પાંચ ખાદ્ય ચીજો અથવા તેનાથી વધુ ખાવી નથી. આ પ્રમાણેનું એક સીમાકરણ હોવું જોઈએ. આ પ્રતિદિન ભોજનની સીમા ખૂબ જ આવશ્યક છે. પ્રાકૃતિક ચિકિત્સક કહે છે – જો સ્વસ્થ રહેવું હોય તો ભોજનમાં એકથી વધુ અનાજ ના ખાઓ. ઘઉં ખાવા હોય તો ઘઉં ખાઓ. ચોખા ખાવા હોય તો ચોખા ખાઓ. બાજરી ખાવી હોય તો બાજરી ખાઓ. બે અનાજ ના ખાશો. એક અનાજ ખાઓ. તેનાથી પાચન બરાબર થશે. આ સંયમની દૃષ્ટિથી નથી કહેવામાં આવ્યું, પાચન અને સ્વાથ્યની દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. ડૉ. ગાંગુલીનું કથન વધુ ચીજો પણ એકસાથે ખાઓ નહિ. કલકત્તાના એક પ્રસિદ્ધ ચિકિત્સક છે ડોક્ટર ગાંગુલી. તે ગુરુદેવનાં દર્શન કરવા આવ્યા. વાતચીત કરતી વખતે ડો. ગાંગુલી એ કહ્યું - જે સ્વસ્થ રહેવું હોય તો રોટલી, થોડીક દાળ, એકાદ શાકભાજી, એક ફળ - આટલું જ ભોજન હોવું જોઈએ. આના સિવાય બીજી કોઈ ખાદ્ય વસ્તુની એ મહાવીરનું અર્થશાસ્ત્ર : પર Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જરૂર રહેતી નથી. અગાઉ રાજાના ભોજનને રાજાશાહી કહેવામાં આવતું હતું. તે વખતની બીમારીઓ પણ રાજાશાહી હતી. ટી.બી.ની બીમારીનું નામ જ રાજયશ્મા હતું. આ બીમારી મોટા માણસોને જ થતી હતી, ગરીબોની પાસે આ બીમારી ફરકતી પણ નહોતી. આજે તો દરેક વ્યક્તિ રાજાશાહી થઈ ગઈ છે. રાજાશાહી બીમારીઓ પણ સામાન્ય બની ગઈ છે. સીમાકરણનાં અનેક સૂત્રો છે. વાહનનું પણ સીમાકરણ કરો - આજે હું આટલાંથી વધુ વાહનનો ઉપયોગ નહીં કરું. આટલા સમયથી વધારે વાહનનો ઉપયોગ નહિ કરું. પગરખાંનું પણ સીમાકરણ કરો - હું આટલાંથી વધારે જોડા - ચપ્પલનો પ્રયોગ નહિ કરું યાત્રાનું સીમાકરણ કરો - આજે હું સો કિલોમીટરની સીમાથી બહાર નહિ જાઉં. જો આ વિવેક જાગે તો આજે જે રીતે યાત્રામાં ઊર્જ અને ઈંધણનો અપવ્યય થઈ રહ્યો છે, તેના ઉપર ઘણું બધું નિયંત્રણ આવી જાય. વ્યક્તિ ઘરથી દસ ડગલાં દૂર કોઈ કામ માટે જાય છે અને આખા બજરનું ચક્કર લગાવીને આવે છે. નિરદેશ અને નિપ્રયોજ યાત્રા કરતો રહે છે. આધુનિક સાધનોએ તો દુનિયાને એટલી નાની બનાવી મૂકી છે કે સવારે પ્રસ્થાન કરીને વ્યક્તિ દેશના કોઈપણ ખૂણામાં જઈને સાંજે પાછી ઘેર આવી શકે છે. ઉપભોક્તાવાદનું પરિણામ સમાજનાં આ બે ચિત્રો સ્પષ્ટ છે – અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ અને નિયંત્રિત ઉપભોગવાળો સમાજ. હિંસા અને અશાન્તિ તથા અહિંસા અને શાન્તિ - આ બંનેના સંદર્ભમાં ચિન્તન કરીએ તો સ્પષ્ટ થશે – અનિયંત્રણે હિંસા, સ્પર્ધા, ઈર્ષ્યા અને આતંકને જન્મ આપ્યો છે. અશાન્તિ અને શોષણને જન્મ આપ્યો છે. જ્યાં ઉપભોગ અધિક છે, ઉપભોકતાવાદી ધારણા છે, ત્યાં શોષણ અનિવાર્ય છે. નિયંત્રિત ઉપભોગવાળા સમાજે ના તો કોઈનું શોષણ કર્યું છે, ના કોઈને સતાવ્યા છે, તે પોતાની સીમામાં જ રહ્યા છે, તેમેણે સીમાનું અતિક્રમણ નથી કર્યું. પહેલાં અને પછી ફાંસીસી વિચારક જ્યાં બોદ્રિયોએ આધુનિક ઉપભોક્તાવાદીની મીમાંસા કરતાં લખ્યું છે – “પહેલાં વસ્તુ આવે છે તો તે સુખ આપનારી લાગે છે. અંતમાં તે દુઃખ આપીને જતી રહે છે. પહેલાં તે સારી લાગતી હતી. કિન્તુ અંતમાં ખરાબ સાબિત થાય છે. ભારતીય દર્શનનો વિચાર છે – એક વસ્તુ આપાતભદ્ર હોય છે અને પરિણામ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિરસ . ભોગવાદી પ્રકૃતિનું વિશ્લેષણ કરતાં કરતાં કહેવામાં આવ્યું ___ इक्षुवद् विरसाः प्रान्ते, सेविताः स्युः परे रसाः । શેરડીનું સેવન ખૂબ જ મીઠાશ આપે છે કિન્તુ અન્તમાં તેનાં છોતરાંઓમાં કોઈ રસ રહેતો નથી, તે નીરસ જાય છે. સુખ ક્યાં છે? આ જ પ્રકૃતિ ઉપભોક્તાવાદની છે. બજારમાં સજાવેલી તડક-ભડકવાળી વસ્તુઓ ઉપભોકતાવાદને લલચાવી રહી છે, પોતાની જાળમાં ફસાવી રહી છે, તે એક દિવસ શેરડીની જેમ નીરસ બની જશે. એક મહિલાએ આજે પાંચસો રૂપિયાની આકર્ષક સાડી ખરીદી. પાડોશમાં જ બીજી મહિલાએ હજાર રૂપિયાની તેનાથી પણ વધારે સારી સાડી ખરીદી. પાંચસો રૂપિયાની સાડીએ જે સુખ આપ્યું, તે વિલીન થઈ ગયું. એક વ્યક્તિએ હજાર રૂપિયામાં ઘડિયાળ ખરીદી. બે દિવસ પછી તેના મિત્રે બે હજારની ઘડિયાળ ખરીદીને બાંધી દીધી. જે વ્યક્તિ હજાર રૂપિયાની ઘડિયાળ ખરીદીને સુખ અને સંતોષનો અનુભવ કરી રહી હતી, તે તરત જ દુઃખી બની જશે. સમય બંને ઘડિયાળો સરખો બતાવી રહી છે, પરંતુ બે હજાર રૂપિયાવાળી ઘડિયાળ હજાર રૂપિયાની ઘડિયાળવાળી વ્યક્તિને દુઃખી બનાવી દે છે. પ્રશ્ન ઉદ્ભવે છે – આજનો ઉપભોગવાદી દ્રષ્ટિકોણ માણસને સુખી બનાવી રહ્યો છે કે દુઃખી બનાવી રહ્યો છે ? આ સચ્ચાઈની વાત સમજી લઈએ તો સીમાકરણની વાત અને તેનું ઔચિત્ય આપણી સમજમાં આવી જશે. મોહપાશથી છૂટો મહાવીરે પોતાના વ્રતી સમાજ માટે વ્યક્તિગત સ્વામિત્વનું સીમાકરણ અને ઉપભોગનું સીમાકરણ આ બે વિચાર આપ્યા. આ બંનેના આધારે સમાજનું નિર્માણ કર્યું. પરિણામે તે સમાજ સુખી, સ્વસ્થ અને શાન્ત જીવન જીવતો હતો. આજે અપેક્ષા છે – આપણા વર્તમાનના અર્થશાસ્ત્રી અને વર્તમાનના ઉપભોક્તાવાદી લોકો તે સત્યને સાક્ષાત્ કરે, કેવળ સમ્મોહનમાં ન આવે. આજનો ઉપભોક્તાવાદી દૃષ્ટિકોણ એક પ્રકારનું સમ્મોહન બની ગયો છે, હિસ્ટીરિયાની બીમારી બની ગયો છે. સમ્મોહન કરનારો જે રીતે નચાવશે, ઉપભોક્તા તે પ્રમાણે નાચશે. આજનો ઉપભોક્તા બજાર અને જાહેરાતના હાથની કઠપૂતળી છે. આ મોહપાશથી છૂટીશું તો સમાજ અધિક સુખી અને શાન્તિપૂર્ણ જીવન જીવનારો સમાજ બની શકશે. Sી મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ - પર્યાવરણ અને અર્થશાસ્ત્ર આધુનિક અર્થશાસ્ત્ર સમૃદ્ધિનું અર્થશાસ્ત્ર છે. યુરોપીય આર્થિક સમુદાયના પ્રતિનિધિ ડો. મેસ્સહોલ્ટે કહ્યું, “પાછા ફરવાનો પ્રશ્ન જ નથી. આપણે હજુ આગળ વધવાનું છે. ધનવાન બન્યા છીએ, અને અધિક ધનવાન બનવાનું છે. સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, હજુ તેનાથી અધિક સમૃદ્ધિવાન બનવાનું છે. પર્યાવરણની સમસ્યા છે, તેનું સમાધાન આપણે શોધીશું. ઊની સમસ્યા છે, તેનું પણ સમાધાન આપણે શોધીશું. જો સામાન્ય રિએક્ટરથી કામ નહિ ચાલે તો ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો પ્રયોગ કરીશું. કોઈપણ સમસ્યા એવી નથી, જેનું સમાધાન ન હોય. પરંતુ આપણે આગળ વધવું છે, અને અધિક ધનવાન બનવું છે.” ધનવાન બનવાનું શાસ્ત્ર સમૃદ્ધિનું આ અર્થશાસ્ત્ર વધુમાં વધુ ધનવાન બનવાનું અર્થશાસ્ત્ર છે. આ અવધારણા એટલા માટે બની છે કે મનુષ્યને માત્ર ભૌતિક માની લીધો. કહેવામાં આવી રહ્યું છે- માણસ કેવળ પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ માટે પેદા થયો છે. જો તેની આવશ્યકતાઓ પૂરી થઈ જાય, તેને સમૃદ્ધિ મળી જાય તો પછી શું બાકી રહે? તેનાથી આગળ જે કંઈ કરવાનું છે, તે અર્થશાસ્ત્રનો વિષય નથી બનતો. કદાચ અર્થશાસ્ત્રને જીવનના અન્ય પક્ષોમાંથી અલગ કરી દીધું છે. ખરેખર સમાજશાસ્ત્ર હોય કે માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર હોય કે રાજનીતિશાસ્ત્ર પરસ્પર જોડાયેલું છે. કેવળ એક જ પાસાનો વિચાર કરીએ અને બાકીનાં બધાં પાસાંની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપેક્ષા કરીએ તો ક્યારેય સાચું સમાધાન નહિ મળે. સ્વાર્થ સાપેક્ષ સામાજિક તેમાં કોઈ સન્દેહ નથી કે આધુનિક અર્થશાસ્ત્રનું મુખ્ય લક્ષ્ય આ રહ્યું છે કે સૌને ખોરાક મળે, કપડાં મળે, મકાન મળે, કોઈ ભૂખ્યું ન રહે. તેના માટે મૂડીવાદે એક પ્રેરક તત્ત્વ શોધ્યું - મનુષ્ય સ્વાર્થી છે. સ્વાર્થની પ્રેરણા મળશે તો તે આગળ વધશે, સામ્યવાદે પ્રેરક તત્ત્વ એ શોધ્યું કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજ તેના માટે એક પ્રેરણા છે. આ બંને એકાંગી દૃષ્ટિકોણ છે. મનુષ્ય સ્વાર્થી છે, તે સાચું છે. પરંતુ તે કેવળ સ્વાર્થી નથી, સામાજિક પણ છે. મનુષ્ય સમાજનિષ્ઠ છે. આ પણ સાચું છે, કિન્તુ તે માત્રસમાજ નિષ્ઠ નથી. સ્વાર્થી પણ છે. સ્વાર્થી અને સમાજનિષ્ટ બન્નેનો સમન્વય હોત તો નવા અર્થશાસ્ત્રનું નિર્માણ થાત. તેમાં ફક્ત સ્વાર્થની પ્રેરણા ના હોત, ફક્ત સામાજિક પ્રેરણા ના હોત, પરન્તુ બંનેનો યોગ હોત તો તે યોગ વર્તમાન સમસ્યાઓનું સમાધાન બનત. સુવિધા, શાન્તિ અને સુખ આ એક તથ્ય' છે વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાએ મનુષ્યને અર્થ-સમ્પન્ન તો બનાવ્યો છે, પરન્તુ સુખી ઓછો બનાવ્યો છે. સુવિધા, શાન્તિ અને સુખ- આ ત્રિપુટી છે. સુવિધા મળે, આવશ્યક્તાઓની પૂર્તિ થાય, માનસિક શાન્તિ અને સુખ પણ મળે. આ ત્રણે હોય તો વાત પૂરી થાય છે. આ ત્રણેયની ઉપલબ્ધિ કરાવનાર અર્થશાસ્ત્ર જ આજે અપેક્ષિત છે, એવું અર્થશાત્ર જે બીજાના હિતને ખંડિત ન કરે. જેનાથી અનેક સુવિધાઓ મળી જાય, આવશ્યકતાની પૂર્તિ ખૂબ થઈ જાય, પરન્તુ મનની શાન્તિ ભગ્ન થાય, તે અર્થશાસ્ત્ર પર્યાપ્ત નથી બનતું. સુખ પણ મળે, શાન્તિ પણ મળે, સુવિધા પણ મળે તો એક પરિપૂર્ણ વાત બને છે અને તે અનેકાન્ત દૃષ્ટિકોણથી જ સંભવ છે. સ્વર્ગ : નરક આધુનિક અર્થશાસ્ત્ર સમ્પન્નતાનો સિદ્ધાન્ત રાખ્યો અને સમ્પન્નતાની દોડ શરૂ થઈ ગઈ. વર્તમાન અર્થશાસ્ત્રીની જે સંકલ્પની સૃષ્ટિ છે તેનાં કેટલાક સંતાનો છે- ઉદ્યોગ, યાંત્રીકરણ અને શહેરીકરણ. સૃષ્ટિનો એક પુત્ર છે, ઉદ્યોગ. જેટલો ઉદ્યોગ વધશે તેટલી સમ્પન્નતા વધશે. ફળસ્વરૂપ ઔદ્યોગિક દોડ શરૂ થઈ ગઈ, અનેક રાષ્ટ્ર ઔદ્યોગિક રાષ્ટ્ર બની ગયાં, અમીર બની ગયાં, ખૂબ જ સમ્પન્નતા અર્જિત કરી લીધી. ઉદ્યોગની સાથે યાંત્રીકરણ વધ્યું અને યાંત્રીકરણની સાથે મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શહેરીકરણ વધ્યું. ઉદ્યોગની સાથે આજીવિકા જોડાઈ અને ગામડાંના માણસો શહેરમાં જવા લાગ્યા. શહેર વિસ્તરતું ગયું, મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગો બનતી ગઈ. સાથોસાથ પરિપાર્શ્વમાં ઝૂંપડીઓની લાંબી લાઈન પણ. સ્વર્ગ અને નરક - બંને એકસાથે છે. આ ધરતી ઉપર સ્વર્ગ જોવું હોય તો સ્વર્ગનું દૃશ્ય તૈયાર છે અને નરક જોવું હોય તો ઝૂંપડીઓના રૂપમાં તે પણ તૈયાર છે. ઉદ્યોગ સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉદ્યોગને લીધે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ, મનુષ્યનું ધ્યાન પર્યાવરણ તરફ ગયું – પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે. જમીન, જળ અને વાયુ - બધું પ્રદૂષિત થઈ રહ્યું છે. સમસ્યા ત્યાં સુધી વધી ગઈ છે કે તે સમસ્યાના સમાધાન માટે મોટાં અને ઔદ્યોગિક રાષ્ટ્રોનો ભાર વિકાસશીલ રાષ્ટ્રો પર પડી રહ્યો છે. આ સમસ્યા ઉપર વિચાર કરવા માટે રિયો પૃથ્વી શિખર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું. તે સમ્મેલને પ્રદૂષણની સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લીધી. પરન્તુ સમસ્યા આજે પણ વિકટ બનેલી છે. ભમિનું ઉત્ખનન જમીનનું વધારે પડતું દોહન અને ઉત્ખનન થઈ રહ્યું છે. મનુષ્ય પોતાની સુવિધા માટે, આવશ્યકતાઓની પૂર્તિ માટે ભૂમિનું ઉત્ખનન કરે છે. આ કોઈ નવી વાત નથી પરન્તુ આ વીસમી શતાબ્દીમાં જમીનનું જેટલું ઉત્ખનન થયું છે તેટલું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. જેટલું દોહન પદાર્થોનું આજે થયું છે, તેટલું અતીતમાં ક્યારેય નથી થયું. જેટલું દોહન પદાર્થનું આજે થયું છે, તેટલું અતીતમાં ક્યારેય નથી થયું. ઘણી વાર વિકલ્પ આવે છે કે વર્તમાન પેઢી જમીનનું એટલું દોહન કરી લેશે, એટલું ઉત્ખનન કરી લેશે તો શતાબ્દી પછી આવનારી પેઢી આ જ કહેવાની કે અમારા પૂર્વજ બિલકુલ નાસમજ હતા. તેમણે અમને દરિદ્ર બનાવી દીધા. પોતે સુવિધા ભોગવતા રહ્યા અને અમને વિપન્નતાના વાતાવરણમાં જીવવા માટે વિવશ કરી દીધા. ઊર્જા માટે પેટ્રોલનું, ગેસનું, ધાતુઓ કે કોલસાનું, એટલું અધિક ઉત્ખનન થઈ રહ્યું છે કે આવનારાં સો-બસો વર્ષોમાં જમીનનું ન જાણે શું થશે ! વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે - ભૂકંપ જેવી સમસ્યાઓ વધી જશે. બીજી પણ ઘણી સમસ્યાઓ વધી જશે. જો કે ભૂકંપનું યોગ્ય કારણ હજુ પણ મળ્યું નથી, છતાં અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા અત્યાધિક ઉત્ખનનના કારણે ઊભી થઈ છે. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૭ : For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રદૂષિત જળ આપણા પર્યાવરણનું એક મહત્ત્વપૂર્ણ કારક છે પાણી. તે પણ દૂષિત થઈ રહ્યું છે. પીવાલાયક પાણી પણ ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગોના ઝેરીલા રાસાયણિક પદાર્થો, શહેરોની ગટર લાઈનો સીધી નદીઓ સાથે જોડી દેવામાં આવી છે. સમુદ્રી માર્ગથી જઈ રહેલા જહાજોમાંથી કરોડો ટન તેલ ફેલાઈ રહ્યું છે. તે તેલનો પ્રવાહ સમુદ્રનાં પાણીને દૂષિત બનાવે છે. પરિણામે સમુદ્રી જંતુઓનો સંહાર થાય છે. હવાનું પ્રદૂષણ હવા પણ એટલી દૂષિત થઈ ગઈ છે કે શ્વાસોચ્છવાસની ક્રિયા દ્વારા આપણા શરીરમાં ઝેર પહોંચાડી રહી છે. જે લોકો દિલ્હીના અંદરના ભાગમાં રહે છે, આઈ.ટી.ઓ.ની આજુબાજુ રહે છે, તેઓ બતાવે છે - આ પ્રદૂષણ આંખમાં બળતરા, નાકમાં બળતરા અને આખા શરીરમાં બળતરા ઊભી કરે છે. દિલ્હીમાં લાખો વાહનો દિવસ-રાત દોડી રહ્યાં છે. તેમનાં સાઈલેંસરમાંથી નીકળતો ધૂમાડો, જેમાં કાચની માત્રા અન્ય ધાતુઓની માત્રા કરતા ખૂબ જ વધારે છે– ફેફસાંમાં પહોંચીને માણસના સમગ્ર શરીરને નુકસાન પહોંચાડી રહી છે. જીવનનાં મુખ્ય ત્રણ સાધન છે – જમીન, જળ અને હવા. આ ત્રણે પ્રદૂષિત થઈ રહ્યાં છે. આ પ્રદૂષણ તરફ ધ્યાન ગયું છે, તેનાથી પણ આગળ ધ્યાન ગયું છે કે ઓઝોનની છત્રીમાં છિદ્ર થઈ રહ્યું છે. તેનાથી ગરમી વધશે, સમુદ્રનું જળસ્તર પણ વધશે, પૃથ્વી ઉપર એટલો બધો ભય વધી જશે કે તેના ઉપર રહેવાનું જ મુશ્કેલ બની જશે. છઠ્ઠો કાળખંડ જૈન આગમોમાં છઠ્ઠા આરાનું વર્ણન મળે છે. આ એક કાળખંડ છે. અત્યારે પાંચમો કાળખંડ ચાલી રહ્યો છે. છઠ્ઠો આરો પ્રલયકાળ હશે. તે સમયે ઓઝોનની છત્રી છિદ્રોવાળી જ નહિ, પૂરી ધ્વસ્ત બની જશે અને પરાબેંગની કિરણો સીધાં પૃથ્વી પર આવશે. પૃથ્વી એટલી ગરમ થઈ જશે કે તેના ઉપર કોઈ પ્રાણીનું જીવિત રહેવું સંભવ નહિ રહે. પ્રાણી જ નહિ, વનસ્પતિ પણ બળીને ખાખ થઈ જશે. હિમાલયની ગુફામાં રહેનાર કેટલાક લોકો કદાચ બચી જાય અને પાણીમાં કેટલીક માછલીઓ. દિવસ દરમિયાન આગ વરસશે અને રાત્રે તાપમાન શૂન્ય કરતાં પણ ઘણું નીચું થઈ જશે. છઠ્ઠા કાળખંડનું જે ભયજનક વર્ણન મળે છે અને વૈજ્ઞાનિકો - - - - - - - - - - - - - - - - - - - - s મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ઓઝોન છત્રી તૂટવાનાં જે દુષ્પરિણામો બતાવવામાં આવી રહ્યાં છે, તેમાં ઘણીખરી સમાનતાઓ છે. બીજો પક્ષ ભૂલાવી દીધો પર્યાવરણનાં આ પ્રદૂષણોમાં ઉદ્યોગોની ભૂમિકા મુખ્ય છે. ઉદ્યોગોના ઉપયોગમાં લેવામાં આવેલ તેલ અને ગેસ ઓઝોન છત્રીને વિખંડિત કરી રહ્યાં છે. આ ગંભીર સમસ્યા તરફ આજના વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું છે. મૈન્સહોલ્ડની ભવિષ્યવાણી છે - અમે સમાધાન શોધી લઈશું, પરંતુ અત્યારે તો સમસ્યા જટિલ બની રહી છે. એક સમસ્યાનું સમાધાન શોધીએ છીએ અને બીજી નવી સમસ્યા ઊભી થઈ જાય છે. આપણે માની પણ લઈએ કે પર્યાવરણની સમસ્યાનું સમાધાન કરી લઈશું. હજુ કાળખંડ બચેલો છે. કદાચ પૃથ્વી પણ તેટલી ગરમ ના હોય. મૂડીવાદી વિચારકોએ આ ઊર્જા અને પર્યાવરણ સંબંધી સમસ્યાનું સમાધાન શોધવાની વાત કહી દીધી, પરંતુ તેમણે મનુષ્યના બીજા પક્ષને ભૂલાવી દીધો. તે પક્ષ સ્વાસ્થ્ય પક્ષ છે. માનસિક સ્વાસ્થ્ય ભાવાત્મક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પણ સમસ્યાનો એક પક્ષ છે. વધતી જતી હિંસાની સમસ્યા પણ એક પક્ષ છે. તેના વિશે સંપૂર્ણ વિચાર કરવામાં નથી આવ્યો.જો તેના ૫૨ એકસાથે સમતોલપણે વિચાર કરવામાં આવ્યો હોત તો કેવળ આગળ વધવાનું છે, પાછા નથી ફરવાનું, સંપન્ન અને અધિક સંપન્ન બનવાનું છે - આવા પ્રકારના ઉદ્ગારો સામે ન આવત. વધતો જતો માનસિક વિક્ષેપ આજે શારીરિક સ્વાસ્થ્યની સમસ્યા પણ વિકટ છે. જેવી રીતે પ્રદૂષણ વધ્યું છે અને જે પ્રમાણે રાસાયણિક દ્રવ્યોનો છંટકાવ થઈ રહ્યો છે, તેનાથી મનુષ્યોનું શારીરિક સ્વાસ્થ્ય અત્યંત પ્રભાવિત થયું છે. શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય વધુ પ્રભાવિત થયું છે. જો આપણે પાંચ દશકાઓ, છ દશકાઓ પહેલાંની સ્થિતિનું તુલનાત્મક અધ્યયન કરીએ તો આપણી સમક્ષ આ નિષ્કર્ષ આવશે. આજે માનસિક વિક્ષેપ વિશેષ વધ્યો છે, માનસિક રોગોની હોસ્પિટલો વધારે ખૂલી છે. આત્મહત્યાઓનો અનુપાત વધ્યો છે, છૂટાછેડાની સમસ્યા વધી છે, સામાજિક અપરાધ વધ્યા છે. અપરાધને રોકવા માટે ભારે-ધ૨ખમ બજેટ વિકસિત રાષ્ટ્રને નિર્ધારિત ક૨વા પડ્યાં છે. વિકસિત રાષ્ટ્રોનું ફક્ત અપરાધ નિયંત્રણ પ૨નું જેટલું મોટું બજેટ છે, તેટલું અવિકસિત રાષ્ટ્રનું સંપૂર્ણ બજેટ પણ નથી. સંહા૨ક અસ્ત્ર-શસ્ત્રોની સમસ્યા પણ વધી છે. 000000 Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૯ For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ બીજી દિશામાં આ સમગ્ર સમસ્યાઓના સંદર્ભમાં આપણે આધુનિક અર્થશાસ્ત્રની અવધારણાઓને વાંચીએ તો લાગશે– ખોરાક, પાણી વગેરે આવશ્યક સાધનો ભેગાં કરવા માટે જે સંકલ્પ લીધો હતો, તે પૂરો નથી થઈ રહ્યો, બીજી દિશામાં જઈ રહ્યો છે. જે સઘળું ધન માણસની ભૂખ મિટાવામાં વપરાતું તો આજે કોઈ ભૂખ્યું ન રહેત. તે સ્વપ્ન, અધૂરું રહ્યું, કારણ કે તેની સાથે માનસિક સમસ્યાઓનું અધ્યયન નથી કરવામાં આવ્યું. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગે છે, પોતાનો અધિકાર જાળવી રાખવા ઇચ્છે છે. તેના માટે કેવી રીતે ગુપ્તચરોની જાળ ફેલાવવામાં આવે છે, કેવી રીતે પ્રતિદ્વન્દી રાષ્ટ્રની સામે સમસ્યાઓ ઊભી કરવામાં આવે છે અને કેવી રીતે બીજા ઉપર આક્રમણ કરવામાં આવે છે ! વિકસિત રાષ્ટ્ર ગરીબ અથવા અવિકસિત, વિકાસશીલ રાષ્ટ્ર પર કેવી રીતે આર્થિક પ્રતિબંધ લગાવે છે, આ બધી માનસિક સમસ્યાઓ છે. જો ભૌતિક સમસ્યાઓના સમાધાનની સાથોસાથ માનસિક સમસ્યાઓને પણ જોવામાં આવી હોત, તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોત - ભૌતિક સંપદાની સાથે સાથે માનસિક સમસ્યાઓ કેટલી વધશે તો કદાચ અર્થશાસ્ત્રનું સ્વરૂપ બદલાઈ જાત, તેની અવધારણાઓ પણ બદલાઈ જાત. ભાવાત્મક સમસ્યા જટિલ છે. સૌથી વધુ જટિલ છે ભાવાત્મક સમસ્યા. આર્થિક સંપદા વધારવા માટે લોભને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. જેટલો લોભ વધારો, આકાંક્ષા વધારો, તેટલું જ ધન વધશે. તેનું પરિણામ એ આવ્યું કે ભાવાત્મક સમસ્યાઓ ઊભી થઈ ગઈ. એક સંપન્ન માણસ સંપન્નતર અને સંપન્નતમ બનવા માગે છે. વધુમાં વધુ સંપન્ન બનવાની દોડ છે. સંસાધન સીમિત છે. જો અસીમ સંસાધન હોત તો કદાચ સમસ્યા એટલી ઊંડી ન બનત. અસીમ લાલસા માટે સાધન પણ સીમારહિત હોવાં જોઈએ, પરંતુ તે સીમારહિત નથી. અનંત ઇચ્છા અને અનંત સંસાધનનું એક જોડાણ બની જાય તો બંનેમાં ક્યાંય કોઈ સંઘર્ષ ન થાત, બંને ટકરાત નહિ. સમસ્યા એ છે કે આકાંક્ષા, ઇચ્છા અથવા લાલસા અસીમ છે અને પદાર્થ સસીમ. સૂક્ષ્મ જગતું આપણે ધૂળ જગતમાં જીવી રહ્યા છીએ. આપણું સૂક્ષ્મ જગત ખૂબ જ વિશાળ છે. જો તેને પકડી શકતા તો કદાચ પૂર્તિનાં સાધનો પણ ખૂબ વિસ્તૃત બની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ જતાં. આપણે જે સ્થિતિમાં બેઠા છીએ. તેમાં પણ અસીમ સૂક્ષ્મ પદાર્થ છે. પદાર્થમાં જેટલાં સૂક્ષ્મ તત્ત્વો છે, તેને પકડી શક્યા તો દિલ્હી, જે લગભગ એક કરોડની વસ્તીવાળું શહેર બની રહ્યું છે, ખાઘની પૂર્તિ આ સ્થિતિમાં તે જગ્યાએથી થઈ શકે છે. બહાર ક્યાંયથી પણ અનાજ મંગાવવાની, બીજી ચીજો મંગાવવાની જરૂરિયાત રહેતી નથી. આ એક સ્થિતિ પર્યાપ્ત રહેત. એટલું વિરાટ છે આપણું સૂક્ષ્મ જગત ! પરંતુ તે આપણા ઉપયોગમાં આવી નથી રહ્યું. તે આપણી પકડથી બહાર છે. તેનો ઉપયોગ આપણે નથી કરી શકતા. કેટલાક એવા યોગીઓ થઈ ગયા છે જે સૂક્ષ્મને પકડવા લાગી ગયા હતા. તેમને વાયુભક્ષી કહેવામાં આવતા. તેમને ખાવાની જરૂરિયાત રહેતી નહોતી. ભૂખ લાગતી તો પોષક અન્નની જરૂરિયાત ન રહેતી, થોડીક હવા લઈ લેતા, પૂર્તિ થઈ જતી. વાયુભક્ષીઓ માત્ર હવાથી કામ ચલાવી લેતા હતા, પરંતુ આજે તે શક્તિ કોઈનામાં નથી. ઉપયોગિતાની દૃષ્ટિ આપણે કેવળ સ્થૂળ પદાર્થના આધારે જીવી રહ્યા છીએ. જૈન દર્શનનો એક પારિભાષિક શબ્દ છે - અનન્તપ્રદેશી ઢંધ. સ્કંધ બે પ્રકારના છે અનંત પરમાણુઓથી બનેલો સૂક્ષ્મ સ્કંધ અને અનન્ત પરમાણુઓથી બનેલો સ્થૂળ સ્કંધ. જે અનંત પરમાણુઓથી બનેલો સૂક્ષ્મ સ્કંધ છે, તે પણ આપણા કામમાં નથી આવતો. અનંત પરમાણુઓથી બનેલો સ્થૂળ સ્કંધ જ આપણા કામમાં આવે છે. આપણા ઉપયોગની સીમા ખૂબ નાની થઈ ગઈ છે. અસ્તિત્વની સીમા આ વિરાટ બ્રહ્માંડમાં ઘણી વિશાળ છે, પરંતુ ઉપયોગિતાની દૃષ્ટિએ વિચારીએ તો આપણા ઉપયોગમાં આવી શકે, તેની સીમા ઘણી ટૂંકી છે. જૈન દર્શનમાં ઉપયોગિતાની દૃષ્ટિએ આના ઉપર ખૂબ સૂક્ષ્મ વિચાર રજુ થયો છે. કર્મશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે – એક પરમાણુ સ્કંધ છે, જે ભાષા માટે કામમાં આવે છે. આપણે બોલીએ છીએ ત્યારે મૌદ્ગલિક સ્કંધોને ગ્રહણ કરીએ છીએ. તે તેના માટે કામમાં આવી શકે છે, ખાવા માટે ઉપયોગમાં આવી શકે છે, પરંતુ કર્મબન્ધ માટે કામમાં નથી આવી શકતો. કર્મબન્ધ માટે તેનાથી વધારે ઊંડો સ્કંધ જોઈએ. અનંત - અનન્ત પ્રદેશ તેમાં મળી જાય ત્યારે તે આપણા કામમાં આવી શકે છે. સાધન સીમિત છે આપણી દુનિયા ઉપયોગિતાની દૃષ્ટિથી ચાલે છે. શ્વાસોચ્છવાસના સ્કંધ, ભાષાના સ્કંધ, મનનના સ્કંધ, શરીરના સ્કંધ આ બધા ઉપયોગિતામાં આવનારા મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્કંધ ઘણા સીમિત છે. જે સ્થૂળ સ્કંધ ઉપરી દ્રવ્ય બને છે, તે વધુમાં વધુ સીમિત છે. અસીમ લાલસાની પૂર્તિ માટે આ સીમિત સંસાધનોની ઉપસ્થિતિ અપર્યાપ્ત છે અને તે જ સંઘર્ષનું કારણ છે. પ્રત્યેક રાષ્ટ્ર અધિકાધિક સંસાધનોને પ્રાપ્ત કરવા માગે છે. વિકસિત રાષ્ટ્ર ઇચ્છે છે કે પોતાના વિકાસની અવધારણા સફળ બને. સફળતાના શિખર ઉપર પહોંચવા માટે અનેક રાષ્ટ્રોનાં સંસાધનોનું શોષણ કરવામાં આવે છે. એક શક્તિસંપન્ન રાષ્ટ્ર આ પ્રમાણે કરશે, બે રાષ્ટ્ર તેવું કરવા લાગશે, ચાર કરશે, પરન્તુ બાકીનાંનું શું થશે?તેઓ કેવી રીતે કરી શકશે? તેમની પાસે તો કંઈ બચશે જ નહિ. સમસ્યા એવી ને એવી જ ઊભી રહેવાની. તેથી આજે તેના વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. બે મહત્ત્વપૂર્ણ નિર્દેશ ભગવાન મહાવીરે પોતાના વ્રતી સમાજ માટે જે નિર્દેશ આપ્યા હતા, તેમાં બે નિર્દેશ આ છે: વાળને - જંગલોની વાઢકાપ ન થાય. છોડીને - ભૂમિનું ઉત્નનન ન થાય. આ બંને નિર્દેશ પર્યાવરણની દષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વણકર્મો અને કોડીકમે – આ બે શબ્દો નવા અર્થશાસ્ત્રનો પાયો બની શકે છે. છતાં એક સમસ્યા છે - તે સમયે વસ્તી ઓછી હતી. આજે ખૂબ વધી ગઈ છે. એક સમય એવો હોય છે જ્યારે વસ્તી વધી જાય છે અને એક સમય એવો આવે છે, જ્યારે વસ્તી ઘટી જાય છે. વસ્તી વધી છે તેથી જરૂરિયાતો પણ ઘણી વધી ગઈ છે. ભૂખની ચિંતા ક્યાં છે? મૂડીવાદી અર્થશાસ્ત્રનું આ તો દર્શન છે – વસ્તી વધવાથી વિશાળ કારખાનાં ઊભાં કરવામાં ન આવે તો જરૂરિયાતોને પૂરી કરી શકાય નહિ, આપણી અનિવાર્યતા છે કે મોટાં મોટાં કારખાનાંનું નિર્માણ કરવું. આ તર્કમાં તથ્ય છે. આ ચિન્તન ફક્ત બકવાસ નથી, પરંતુ આ તર્ક ત્યારે જ સાર્થક બને, જ્યારે મોટાં કારખાનાં, મોટા પાયા પર કૃષિ અને રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ મનુષ્યની જરૂરિયાતોની પૂર્તિ માટે થાય. હકીકત એ છે કે મોટાં કારખાનાં અને તેમના દ્વારા પ્રાપ્ત થનારી મોટી સમ્પત્તિનો ઉપયોગ તે આવશ્યકતાઓની પૂર્તિ માટે નથી થઈ રહ્યો. તેનો ઉપયોગ માણસ ઉપર પોતાનો અધિકાર અને પ્રભુત્વ જમાવી રાખવાની દિશામાં વધુ થઈ રહ્યો છે. માણસની ભૂખની ચિંતા હોત તો પરમાણુ બોમ્બની - - - - - - - - - આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨ 31 Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દિશામાં પ્રસ્થાન ન કર્યું હોત. આ શા માટે થયું ? આ કોઈ આવશ્યકતાની પૂર્તિ તો નથી ! અન્તરિક્ષ તરફ પ્રસ્થાન શા માટે થયું છે ? પૃષ્ઠભૂમિમાં લોભ છે વિજ્ઞાને સત્ય શોધ્યું છે, તે વાત સાચી છે પરંતુ અધૂરી છે. મહાવીરે સત્યની શોધની સાથેસાથે આ નિર્દેશ પણ આપ્યો - સૌની સાથે મૈત્રી કરો. જો સત્યની શોધ સાથે આ સૂત્ર પણ જોડાયેલું રહેત તો ૫૨માણુ શસ્ત્ર બનાવવાની જરૂર ન રહેત અને દુનિયાનું આટલું મોટું બજેટ શસ્ત્ર-નિર્માણમાં ન લાગત. મિત્રતાની વાત છોડીને, કેવળ સામાજિક ગરીબી, સામાજિક ભૂખ મિટાવવા માટે કેટલાં મોટાં-મોટાં કલ-કારખાનાં અને મોટા પાયા પર કૃષિ ઉત્પાદનના પ્રયત્નો અને આયોજનો ચાલી રહ્યાં છે. આ તર્ક પોતાનામાં જ શૂન્ય બની રહ્યો છે. વક્તવ્ય એક દિશામાં છે અને ગતિ બીજી દિશામાં થઈ રહી છે. જમીન પર, પાણી ઉપર અથવા આકાશમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવું, બજાર ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવું – બધા પ્રયત્નો આ દિશામાં થઈ રહ્યા છે. આ બધા ઉપક્રમોની પાછળ છે લોભ. તેનાં પરિણામો પણ સામે આવી રહ્યાં છે. એટલા માટે એક નવો વિચાર સામે આવ્યો, આજે મૂડીવાદી અને સામ્યવાદી અર્થશાસ્ત્ર માનવજાતિના કલ્યાણ માટે નથી. હવે નવા અર્થશાસ્ત્રની કલ્પના કરવી જોઈએ. અનેકાન્તનો માર્ગ સમસ્યા આ છે - યુગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે બે હજાર વર્ષ, અઢી હજાર વર્ષ પહેલાંના યુગમાં તેને લઈ જવો અસંભવ છે. ગાંધીજી જેવું સાદું જીવન જીવવું ઘણું દુષ્કર છે. ગાંધીજીએ બે હજાર વર્ષ પહેલાંનું જીવન જીવ્યું હતું, પરન્તુ આજે વિશ્વવિદ્યાલયથી શિક્ષિત થયેલી વ્યક્તિ,અર્થશાસ્ત્રની આધુનિક અવધારણાઓમાં ઘડાયેલો માનવ તેવું જીવન જીવવા તૈયાર થશે, એ કલ્પના કરી શકાતી નથી. એટલા માટે કોઈ મધ્યમ માર્ગનું નિર્માણ જરૂરી છે, જેનાથી વર્તમાનની સમસ્યાઓને પણ સમાધાન મળે અને માણસને તે ભયાનક કાળખંડમાં જીવવા માટે વિવશ ન થવું પડે. આ માર્ગ અનેકાન્તનો માર્ગ હોઈ શકે છે. દૃષ્ટિકોણ બદલો. આપણે પ્રેરણાને પણ બદલીએ અને દૃષ્ટિકોણને પણ બદલીએ. દૃષ્ટિકોણનું નિર્માણ જીવનની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે થાય. એના માટે જે અર્થશાસ્ત્રની કલ્પના કરવામાં આવી રહી છે, તેનું પહેલું સૂત્ર હશે - પ્રાથમિક ને મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતોની પૂર્તિને પ્રાથમિકતા. જ્યાં સુધી વિશ્વમાં માનવસમાજનો એક પણ વર્ગ ભૂખ્યો છે, ત્યાં સુધી શસ્ત્રનિર્માણની દિશામાં આપણો પગ ન ઊપડે, વિલાસિતાપૂર્ણ પદાર્થોના નિર્માણ માટે આપણાં કારખાના ન ચાલે. અનિવાર્યતા અને વિલાસિતા આપણે અર્થશાસ્ત્રની દષ્ટિથી વિચાર કરીએ. બે પ્રકારની અવધારણાઓ આપણી સમક્ષ આવશે : એક અનિવાર્યતા અને બીજી વિલાસિતા. અનિવાર્યતા અથવા જરૂરિયાત તે છે, જેની પ્રાપ્તિ થવાથી સુખ નથી મળતું અને અપ્રાપ્તિમાં કોઈ દુઃખ નથી થતું. રોટલી આવશ્યકતા છે, મળી તો સુખ નહિ મળે, કેવળ ભૂખ ભાંગશે, અને ન મળવાથી દુઃખ ઘણું થશે. એક વિલાસિતાની સામગ્રી છે, પ્રસાધનની સામગ્રી છે. મળવાથી માણસને ઘણું સુખ મળે છે, પરન્તુ ન મળવાથી કોઈ દુઃખ થતું નથી. નવા અર્થશાસ્ત્રના નિર્માણમાં જો આ અવધારણા રહે–જ્યાં સુધી પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ ન થાય, ત્યાં સુધી વિલાસિતાની સાધનસામગ્રીનું નિર્માણ નહિ થાય તો આજની ભૂખમરાની અને બેરોજગારીની સમસ્યાનું ઘણા અંશોમાં સમાધાન થઈ જાય. દાતા અને યાચકનો ભેદ આજે સહયોગની વાત ચાલી રહી છે. વિકસિત રાષ્ટ્રો વિકાસશીલ દેશોને સહયોગ આપી રહ્યાં છે. વ્યવહારમાં તો તે ઘણી સારી વાત લાગે છે, ઉદારીકરણની વાત લાગે છે, પરન્તુ છેવટે તો સૌ જાણે છે કે દાતા અને યાચકનો ભેદ બરાબર બની રહેશે. સંસ્કૃતિના કવિએ ખૂબ સુન્દર લખ્યું છે, વાછૂપાવયો. મેવઃ સ્થાને સૂવિતમૂ લેનાર હાથ નીચે રહેશે અને આપનારો હાથ ઉપર રહેશે. આ સ્થિતિને અસ્વીકારી શકાય નહિ. તેની સાથે કેટલા પ્રતિબન્ધ, કેટલી શરતો જોડાયેલાં હોય છે, બિલકુલ આર્થિક ગુલામી જેવી સ્થિતિ બની જાય છે. બૌદ્ધિક સમ્પદા ઉપર પણ પ્રતિબન્ધ લાગી જાય છે. એક સંતુલન બને આ સમગ્ર સમસ્યાઓના સંદર્ભમાં આજે એક મધ્યમ માર્ગનું અનુસરણ ખૂબ જરૂરી છે. નાના ઉદ્યોગ, સૌની પાસે પોતાનું કામ. કોઈપણ વ્યક્તિ એટલાં મોટી ન બની શકે કે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનાથી નિર્બળને દબાવી શકે. એક માણસના શક્તિશાળી હોવાનો મતલબ છે, કમજોરો પર સતત રહેતો ભય. એક સંતુલન બનવું જોઈએ. આવા પ્રકારનાં સૂત્રો ભગવાન મહાવીરની વાણીમાં મળે છે, કારણ કે તેમના વિચારો અનેકાન્તથી અનુપ્રાણિત હતા. સૌથી મોટી વાત છે માનવીય - - - - - - - - આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૪ \ \ . Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ અને માનવીય સ્વાતંત્ર્યતાની. તેના ઉપર આંચ ન આવે અને આવશ્યકતાઓની પૂર્તિ પણ થઈ જાય, આવા અર્થશાસ્ત્રની આજે પરિકલ્પના જરૂરી છે. ખોરાક અને આઝાદી, ખોરાક અને આસ્થા, બંને એકબીજાને વિખંડિત ન કરે, બંને સાથે-સાથે ચાલે. પહેલાંના જમાનામાં કહેવામાં આવતું, લક્ષ્મી અને સરસ્વતી બંને સાથે નથી રહેતી. આજે તે ધારણા બદલાઈ ગઈ છે. બંને એકસાથે ચાલી રહી છે. પછી આવું કેમ ન થઈ શકે ? આવા અર્થશાસ્ત્રની આજે તીવ્ર જરૂર છે. હું કલ્પના કરું છું કે અનેકાન્તનું આ મહાન વરદાન માનવજાતિ માટે કલ્યાણમય બનશે અને માનવજાતિ અને કાન્તના મંત્રદાતા ભગવાન મહાવીર તરફ સ્વયં સહજ શ્રદ્ધાપ્રણત થશે. - - - . પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૫ શિવ અલા No ) Lo For Personal and Private Use Only Jain Educationa International Page #67 -------------------------------------------------------------------------- ________________ ગરીબી અને બેકારી મહાવીરે કહ્યું – “કળે વિરે વસ્તુ, વર્ષ પુરિસે’ મનુષ્ય અનેક પ્રકારના ચિત્તવાળો છે. વિવિધ પ્રકારની ક્ષમતાવાળો છે. યોગ્યતામાં વિભેદ છે. બૌદ્ધિક ક્ષમતા, વ્યાવસાયિક ક્ષમતા, અર્થાજનની ક્ષમતા, વ્યવહારની ક્ષમતા, સૌ કોઈમાં એક સરખી નથી હોતી. પ્રત્યેક વ્યક્તિ વિભિન્ન ક્ષમતાવાળી છે, એટલ સમાનતા આપણો એક આદર્શ બની શકે છે. મૌલિક સ્તર પર સમાનતાની વાત થઈ શકે છે, પરંતુ વ્યાવહારિક સ્તર પર, પર્યાયના સ્તર પર સમાનતાની વાત સંભવ નથી. પ્રશ્ન આર્થિક સમાનતાનો મહાવીરે કહ્યું – “જે રીજે નો બત્તેિ - કોઈ હીન નથી, કોઈ વિશેષ નથી. આ નિશ્ચયનયની વક્તવ્યતા છે, અંતિમ સત્યનું નિરૂપણ છે. પરંતુ જ્યાં પર્યાયનું જગત છે- વ્યવહારનું જગત છે, ત્યાં એક વ્યક્તિ હીન પણ છે. વિશેષ પણ છે. યોગ્યતા દરેકમાં સમાન નથી હોતી. તેથી આર્થિક સમાનતાની વાત એક યાંત્રિક રૂપમાં જ વિચારી શકાય છે. વાસ્તવિકતાની ભૂમિકા પર નહિ. ચાર પ્રશ્ન વર્તમાન અર્થવ્યવસ્થાની સામે ચાર પ્રશ્ન છે– ગરીબી દૂર કરવી. વસ્તીવધારો અટકાવવો. આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વસ્તી I પર્યાવરણમાં સુધારો લાવવો. I બેરોજગારીનું (બેકારીનું) ઉન્મૂલન કરવું. ગરીબી અને પર્યાવરણની વચ્ચે વસ્તીની વૃદ્ધિ છે. વસ્તી વધે છે તો ગરીબી પણ વધે છે, પર્યાવરણ પણ દૂષિત થાય છે. સૌથી પહેલી વાત છે વસ્તી—વધારા પર નિયંત્રણ કેવી રીતે આવે ? તેના માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ક૨વામાં આવી રહ્યા છે. પરંતુ તેની પર અંકુશ નથી આવ્યો વસ્તી સતત વધતી રહી છે. કેટલાંક વર્ષ પહેલાં હિન્દુસ્તાનની વસ્તી લગભગ એંશી કરોડની હતી. હવે નેવું કરોડને પણ વટાવી ચૂકી છે. કહેવામાં આવે છે – ભારત એકવીસમી સદીનું સ્વાગત એક અરબ ત્રીસ કરોડની જનસંખ્યા સાથે ક૨શે. જ્યારે વસ્તી વધે છે ત્યારે પદાર્થ પર પણ અસર પડે છે, ગરીબી અને અભાવની સમસ્યા પણ ઘે૨ી બને છે. પર્યાવરણની સમસ્યા પણ જટિલ બને છે. વસ્તી શા માટે વધે છે ? એક મોટો પ્રશ્ન છે - વસ્તીને વધતી કેવી રીતે રોકવી ? આજથી અઢી વર્ષ હજાર વર્ષ પૂર્વ વસ્તી ઘણી ઓછી હતી. વસ્તીના ઘટવા-વધવામાં પણ કેટલાંક કારણ હોય છે. દરેક હાનિ અને લાભની પાછળ મહાવીરે ચાર કારણ બતાવ્યાં. દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ, લાભ અને ગેરલાભમાં આ ચારે નિમિત્ત બને છે. જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે ભગવાન ઋષભના પછી તીર્થંકર અજીતનો સમય એવો આવ્યો, કે વસ્તી સૌથી વધારે વધી. જનસંખ્યા વૃદ્ધિમાં કાળખંડ પણ નિમિત્ત બને છે. ગરીબી અને જનસંખ્યા એમ લાગે છે ગરીબી અને જનસંખ્યાને પણ કોઈ નિકટનો સંબંધ છે. ગરીબને સંતાન વધારે હોય છે, કારણ કે કુપોષણમાં વસ્તી વધુ વધે છે. વિકસિત રાષ્ટ્રોમાં વસ્તીવધારો ઓછો છે. અવિકસિત અને નિર્ધન રાષ્ટ્રોમાં વસ્તીવધારાનો અનુપાત વધારે છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં એક પ્રસંગ આવે છે દરિદ્રતા દુઃખદાયક છે અને તેની સાથે જોડાયેલું દુઃખ છે સંતાનની અધિકતા. દરિદ્રતાની પીડા અને સંતતિના આધિક્યની પીડા - બંને બાજુથી માણસ પિડાય છે. જનસંખ્યા વૃદ્ધિનાં અનેક કારણ હોઈ શકે છે, પરંતુ કાળખંડનો પ્રભાવ અને કુપોષણ - આ મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૬૭ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ બંને જનસંખ્યા વૃદ્ધિનાં સૌથી પ્રમુખ કારણ બને છે. અતીતઃ વર્તમાન અઢી હજાર વર્ષ પૂર્વે આ સમસ્યા નહોતી. ગરીબી હતી, થોડાક અંશોમાં બેરોજગારી હતી, પરંતુ જનસંખ્યા અધિક નહોતી. વ્યવસ્થા ગામ ઉપર નિર્ભર હતી. લોકો ગામડાઓમાં જ કામ ચલાવી લેતા હતા, ત્યાં જ બધું બનાવી લેતા. ગામની અંદર જ સમગ્ર સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જતી. તે સમયે બીમારી પણ ખૂબ વધારે નહોતી. જંગલોની જડી-બુઓિથી જ સામાન્ય બીમારીઓનો ઈલાજ થઈ જતો હતો. વર્તમાન કાળખંડમાં વસ્તી પણ ઘણી વધી ગઈ છે. તેની પૂર્તિનાં સાધન પણ નથી. ગામ લગભગ ખાલી થતાં જાય છે અને મોટાં-મોટાં શહેર બની રહ્યાં છે. મહાનગરની જનસંખ્યા એક કરોડથી પણ વધુ છે. ગામ અને ગામના પરિપાર્શ્વ પર બધું નિર્ભર છે. આવી અવસ્થામાં બેરોજગારીની સમસ્યા વધી છે. કામ ઘણું છે. પરંતુ તેને શોધવાની દરેકની વ્યાવસાયિક બુદ્ધિ સરખી નથી હોતી. એટલા માટે બેરોજગારીની વાત સામે આવે છે. ભાગ્યવાદી અવધારણા એક ધારણા જોવા મળે છે. ભાગ્યવાદની. ભારત અને એશિયા મહાદ્વીપમાં તો આ ભાગ્યવાદની ધારણા ઘણી પ્રગાઢ રહી છે. માણસ એ વિચારીને હાથ પર હાથ ધરીને બેસી જશે કે પરમાત્માની જેવી મરજી હશે, તેવું થશે કે ભાગ્યમાં જેવું લખ્યું હશે, તેવું થશે. શા માટે વ્યર્થમાં હાથ-પગ હલાવીએ? ભાગ્યવાદિતાની આ મનોવૃત્તિએ ગરીબી અને બેરોજગારીના વધારામાં પોતાનો ફાળો આપ્યો છે. મહાવીરનું સૂત્ર મહાવીર અનેકાન્તવાદી હતા, તેઓ ન કેવળ ભાગ્યવાદી હતા અને ન કેવળ પુરુષાર્થવાદી. તેમના મનમાં ભાગ્ય અને પુરુષાર્થ – બંનેનો સમન્વય હતો. ભાગ્ય પણ કામ કરે છે, પરંતુ પુરુષાર્થમાં એટલી શક્તિ છે કે તે ભાગ્યને પણ બદલી શકે છે. મહાવીરે એક સૂત્ર આપ્યું હતું, જેવું લખ્યું છે, તેવું નહિ થાય. ઘણાબધા દાર્શનિકો એવું માનતા હતા, જેવું ભાગ્યમાં લખ્યું છે, તેવું જ થશે. કોઈ તેને બદલી શકતું નથી, ઓછું - વતું કરી શકતું નથી, પરંતુ મહાવીરે એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો નથી. તેમણે કર્મવાદનાં નવાં સૂત્રો શોધ્યાં અને કહ્યું, ભાગ્ય આપણી મહાવીરનું અર્થશાસ્ત્ર : ૬૮ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓને સંચાલિત કરવાનું એક કારણ તો છે, પરંતુ તે એકમાત્ર કારણ નથી. તેને પણ પુરુષાર્થ દ્વારા બદલી શકાય છે. ગરીબી અને કર્મ આપણે એવું માનીને ન બેસીએ કે ગરીબના નસીબમાં ગરીબી લખેલી છે અને અમીરના નસીબમાં અમીરી લખેલી છે. વ્યક્તિ પોતાના પુરુષાર્થથી, પોતાનાં બૌદ્ધિક બળ અને કર્તુત્વથી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે. જેને દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ અનુકૂળ ન મળ્યાં, બુદ્ધિની અનુકૂળતા ન રહી, પુરુષાર્થ પણ અનુકૂળ ન રહ્યો, તે માણસ ગરીબ રહી ગયો. તેનો ભાગ્ય સાથે કોઈ સમ્બન્ધ નથી; ઘણાબધા લોકો ભાગ્યના આધારે તેની વ્યાખ્યા કરે છે, પરંતુ મહાવીરે એ ક્યારેય માન્ય રાખ્યું નથી કે અમીરી અથવા ગરીબી કર્મથી થાય છે. વાસ્તવમાં પદાર્થનો યોગ થવો બાહ્ય નિમિત્તો પર વધુ નિર્ભર છે, તે પોતાનાં કર્મો પર નિર્ભર નથી. જ્યાં ગરીબી હતી, અમીરી છે. જૈન દર્શનમાં આ પ્રશ્ન પર ઘણી ગંભીરતાથી ચિન્તન થયું છે અને આજે પણ કેટલાક વિદ્વાનો આ પ્રશ્ન પર વિમર્શ કરી રહ્યા છે. ધન મળે છે તે કર્મથી મળે છે કે બીજા કોઈ કારણથી મળે છે? જ્યાં સુધી અમે વિચાર્યું છે, ભાગ્યનો, કર્મનો, ધનની પ્રાપ્તિ સાથે કોઈ સમ્બન્ધ નથી. તેનો સમ્બન્ધ દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવ સાથે છે. મધ્ય એશિયા અથવા અરબ દેશોનાં ઉદાહરણ લો. જ્યાં સુધી પેટ્રોલ ન નીકળ્યું ત્યાં સુધી ત્યાંનું વાતાવરણ ગરીબીમાં રહ્યું. પેટ્રોલ નીકળ્યા પછી તેમની સ્થિતિ એકદમ બદલાઈ ગઈ. આજે દુનિયાના અમીર દેશોમાં તેમની ગણના થાય છે. રાજસ્થાનનો એક જિલ્લો છે - ઉદયપુર - રાજસમન્દ. જ્યાં સુધી ત્યાં આરસપહાણ નહોતો નીકળ્યો ત્યાં સુધી ત્યાં ખાસ સંપન્નતા નહોતી. આરસપહાણ ઉદ્યોગ પછી આજે ત્યાં સંપન્નતા વધી ગઈ છે. વસ્તુતઃ કર્મ સાથે તેનો એટલો સમ્બન્ધ નથી, જેટલો પરિસ્થિતિ અને વાતાવરણ સાથે છે. એટલા માટે મહાવીરની વ્યવસ્થામાં ગરીબી અને અમીરીને કર્મ અથવા ભાગ્ય સાથે જોડી શકાતી નથી. આ બધું વ્યાવસાયિક કુશળતા અને કર્તૃત્વની કુશળતા પર નિર્ભર છે. દુષ્કાળની સમસ્યા તે સમયની એક મુશ્કેલી હતી દુષ્કાળ. દુષ્કાળના સમયે વિપત્તિ આવી જતી હતી. વીસમી સદીમાં આપણે દુષ્કાળની ભંયકરતાની કલ્પના કરી શકીએ નહિ. વીસમી સદીમાં એટલાં સાધનો ઉપલબ્ધ છે કે દુનિયાના કોઈપણ ભૂ-ભાગમાં મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ દુષ્કાળ આવે, અકાળની સ્થિતિ ઊભી થાય, તો કોઈપણ જગ્યાએથી અનાજ મોકલી શકાય છે. આપ-લે અને સંચારનાં સાધનો એટલાં સુલભ છે કે હવે તે કોઈ સમસ્યા રહી નથી. તે સમયમાં તો દુષ્કાળની ભંયકર સ્થિતિ ઊભી જઈ જતી હતી. પાસે ધન હોવા છતાં પણ મરવા માટે વિવશ થઈ જવું પડતું હતું. વીસમી સદીમાં માણસે એટલી ક્ષમતા ઊભી કરી લીધી છે કે તે એક સ્થાનથી કોઈ વસ્તુને બીજા સ્થાન ઉપર સહેલાઈથી પહોંચાડી શકે છે. સંસાધન કઈ દિશામાં વિશ્વની સમગ્ર સંપત્તિ સમગ્ર સંસાધન ગરીબીને નષ્ટ કરવાના ઉપયોગમાં આ ત્યાં હોત તો આજે સ્થિતિ ઘણી ભિન્ન હોત. પરન્તુ વચ્ચે વ્યવધાન આવી ગયાં. જે સમ્મદા છે, તે માણસને સુખી અથવા સંપન્ન બનાવવાની દિશામાં નથી લાગી, સંહારક શસ્ત્રોના નિર્માણમાં લાગી છે. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રથી ભયભીત થઈ ગયું. શસ્ત્રોની જાણે કે સ્પર્ધા યોજાઈ રહી છે. હમણાં જ યુ.એન.ડી.પી. નો રિપોર્ટ આવ્યો છે, તેના આંકડાઓ જોઈએ તો જાણવા મળશે કે અર્થશક્તિ અને સંસાધન કઈ દિશામાં લાગી રહ્યાં છે. પ્રતિવર્ષ આઠસો મિલિયન ડોલર સુરક્ષા પર વ્યય થઈ રહ્યા છે. જો રૂપિયામાં હિસાબ કરીએ તો ચાલીસ લાખ એંશી હજાર કરોડ અથવા બસો અડતાળીસ અબજ રૂપિયા સુરક્ષા માટે ખર્ચાઈ રહ્યા છે. માણસની સુરક્ષા માટે નહિ, પોતાની ભૌગોલિક સુરક્ષા માટે આટલો વ્યય કરવામાં આવી રહ્યો છે. ધનવાન દેશ વિકાસશીલ દેશોને માત્ર પચીસ મિલિયનની સહાયતા આપી રહ્યા છે. અર્થાત એક લાખ પંચાવન હજાર કરોડ રૂપિયા સહયોગના રૂપમાં આપી રહ્યા છે. હવે બંનેની તુલના કરવી સહેલી છે. સહાયતાની રકમ કેટલી ઓછી છે અને સુરક્ષા પર વ્યય કરવામાં આવનારી રકમ કેટલી વધુ છે. આર્થિક વિકાસઃ અપરાધ મનુષ્ય ઈમોશનલ પ્રાણી છે. તેની અંદર ક્રોધ, અહંકાર, લોભ, ભય આ બધાં ઈમોશન્સ કામ કરી રહ્યાં છે. ગરીબી મિટાવવાની ભાવના પણ ક્યારેક ક્યારેક જાગે છે, પરંતુ તેનાથી પણ વધુ પ્રબળ જે ઈમોશન્સ છે, તે છે ભય અને વાસનાના, અધિકાર અને લોભના. તે એટલાં પ્રબળ છે કે કરુણાની ભાવના, સંવેદનશીલતાની ભાવના ઉત્પન્ન જ નથી થવા દેતાં. જો તે ઉત્પન્ન થઈ પણ જાય તો તેને મંદ કરી દે છે. યૂન.એન.ઓ.ના રિપોર્ટમાં જણાવ્યું છે કે એકસો તોર રાષ્ટ્રોના ઈકોનોમિક ગ્રોથમાં અમેરિકાનો આઠમો નંબર છે. પરંતુ અપરાધ, બળાત્કાર, હત્યા, ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અપહરણ વગેરેમાં અમેરિકા એક નંબર પર છે. કેટલાંક રાષ્ટ્ર છે, જેમાં બળાત્કાર, હત્યાઓ વધુ થાય છે. જર્મનીમાં પાગલપણું વ્યાપક છે. આ સ્થિતિ વિકસિત રાષ્ટ્રોની છે. બંને ઉપર ધ્યાન આપો આપણે જ્યાં સુધી આન્તરિક અથવા ભાવાત્મક સ્થિતિને સાથે નહિ જોડીએ, ત્યાં સુધી ગરીબી, બેરોજગારી અને વસ્તીવધારાની સમસ્યાને ઉકેલી શકાશે નહિ. કેવળ નિમિત્ત અને પરિસ્થિતિ પર ચાલીએ તો એકાંગી દૃષ્ટિકોણ થશે અને કેવળ આન્તરિકતા પર ચાલીશું તો પણ એકાંગી દૃષ્ટિકોણ થશે. અનેકાન્તની દષ્ટિએ બન્નેનો સમન્વય કરીને ચાલીએ – માણસ અંદરના જગતમાં શું છે અને બહારના જગતમાં શું છે. આંતરિક જગતને પણ બદલવાનું છે અને બાહ્ય જગતને પણ બદલવાનું છે. સામ્યવાદી ધારણા સમાજવાદી ધારણાએ એક મોટું કામ કર્યું હતું – પદાર્થ તરફ અનાસક્તિનો પ્રયોગ. ઘણી સારી અને સાર્થક કલ્પના હતી – સંપત્તિ મારી નથી, સંપત્તિ સમાજની છે. મારો તેના પર કોઈ અધિકાર નથી. આ એક ઘણો મોટો મહત્ત્વપૂર્ણ મત હતો અને છે. સામ્યવાદનું રૂપ ગમે તે બની રહે, પરંતુ સામ્યવાદની પાછળ જે એક ચિન્તન હતું, ધારણા હતી, તેનું મહત્ત્વ ક્યારેય ઓછું નહિ હોય. વ્યાપક દર્શન મહાવીરનો મત અને સામ્યવાદની ધારણા બંનેની તુલના કરીએ. મહાવીર કહે છે વા. ર છે પિયા, ન મા - મા મારી નથી, પિતા મારા નથી. ભાઈ મારો નથી. ધન મારું નથી. મકાન મારું નથી. પત્ની મારી નથી. દીકરી મારી નથી. સામ્યવાદે પ્રયોગ કર્યો. એક બાળક જન્મ્ય અને પરિવારથી અલગ કરી દેવામાં આવ્યું. શરૂઆતથી જ એ સંસ્કાર આવી જાય છે કે આ મારું નથી. જ્યાં સુધી આ મારાપણું રહેશે, ત્યાં સુધી વ્યક્તિ ન્યાય નહિ કરી શકે, સમાજ પ્રત્યે પ્રામાણિક નહિ બની શકે. ધન મારી સંપત્તિ નથી, બધું સમાજનું છે, આ એક વ્યાપક દર્શન આપ્યું હતું સામ્યવાદે. જો આવું હોત....... મહાવીરનો મત આત્મા સુધી સીમિત રહ્યો, પોતાની આંતરિક બાબત સુધી સીમિત રહ્યો અને સમાજવાદનો મત કેવળ બહાર સુધી સીમિત રહ્યો, સામાજિક - - - - - - - - - - - - - - - - - - - - - 11. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ સુધી સીમિત રહ્યો. બંને મત મળી શક્યા નહિ જેથી વાત પૂર્ણ થઈ શકી નહિ. જો બંને મળી ગયા હોત, તો અંદરનું પણ પરિવર્તન થઈ જાત, શરીર મારું નથી અને બહારનું પણ પરિવર્તન થઈ જાત. વ્યવસ્થાગત પરિવર્તન પણ શક્ય બનત. ધન, સમ્મદા વગેરે મારાં નથી તો કદાચ એક નવું જ વિશ્વ બનત. પરંતુ આવું બન્યું નહિ, બંનેનો મેળાપ થયો નહિ. જ્યાં સમાજવાદે “આ મારું નથી.” એ સિદ્ધાન્તને દર્પશક્તિના આધારે સ્થાપિત કર્યો ત્યાં મહાવીરનો સિદ્ધાંત હૃદયપરિવર્તનના આધારે સ્વીકૃતિ પામ્યો, પરંતુ તે એક ધાર્મિક ભૂમિકા પર સ્વીકૃતિ પામ્યો, સામાજિક વ્યવસ્થાની ભૂમિકા પર સ્વીકૃત થયો નહિ. જો આ બન્ને પરિવર્તનો સંયુક્ત રૂપે લાગુ પડ્યાં હોત તો એક નૂતન વિશ્વવ્યવસ્થાનો પ્રાદુર્ભાવ થાત. મુખ્ય કારણ આ છે. ગરીબી અને બેરોજગારી દૂર ન થવાનું કારણ મુખ્ય રૂપથી આ છે – તેની સાથે કેવળ સમાજવ્યવસ્થા છે, રાજ્યવ્યવસ્થા છે, દંડશક્તિ છે, પરંતુ આંતરિક પરિવર્તન નથી. જો આંતરિક પરિવર્તન પણ હોત તો કદાચ ગરીબીની સમસ્યા ઊકલી જતી. મહાવીરે સંવેદનશીલતા અને કરુણાને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. સામાજિક પ્રાણી તે જ હોય છે જે સંવેદનશીલ હોય છે. જેમાં પોતાની અનુભૂતિ અને બીજાની અનુભૂતિનું જોડાણ હોય છે. તે બીજાઓને પણ પોતાની સમકક્ષ સમજે છે. જો સંવેદનશીલતાનું આ સૂત્ર સફળ નિવડ્યું હોત તો આટલી વિશાળ ધન-સંપત્તિ સંહારક અસ્ત્રો-શાસ્ત્રોમાં લગાવવાને બદલે માણસની ભલાઈમાં લાગત. યુ. એન. જી. પી.નો રિપોર્ટ વર્તમાન સ્થિતિ જુઓ. યુ. એન. જી. પી.ના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં પાંચ અરબ ત્રીસ કરોડ લોકો છે. તેમાં એક અરબ ત્રીસ કરોડ ધનવાન છે અથવા અમીર દેશોમાં છે અને ચાર અરબ માણસો નિર્ધન અથવા વિકાસશીલ દેશોમાં છે. આ ખૂબ મોટો તફાવત છે. તેનો અર્થ છે - સિત્યોતેર ટકા લોકો ગરીબ છે. વિશ્વની કુલ આવકના માત્ર ઓગણીસ ટકા નિધનોને મળે છે. એક્યાસી ટકા અમીરોનાં ખિસ્સામાં જાય તફાવત છે. આટલી મોટી અસમાનતાની સ્થિતિમાં ગરીબીને દૂર કરવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. ગરીબી મિટાવવાની ચાવી અમીર દેશોના હાથમાં છે. તેઓ ઈચ્છે તો ગરીબીને મિટાવી દે, ઇચ્છે તો વધારી પણ દે. તેઓ આવું શા માટે ઇચ્છે? s મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રભુત્ત્વની વૃત્તિ મનુષ્યની એક ભાવાત્મક પ્રવૃત્તિ હોય છે પ્રભુત્ત્વની, સ્વામિત્વ અને અધિકારની. રાવણે ઈન્દ્ર પાસે પોતાનો દૂત મોકલીને કહેવડાવ્યું, મારે તમારા રાજ્યની કોઈ જરૂર નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારા સ્વામિત્વનો. સ્વીકાર કરી લો, મારા આધીન બની જાઓ. પછી તમે ઇચ્છો તે કરો. અકબર પણ રાણા પ્રતાપ પાસેથી આ જ ચાહતો હતો – એક વખત મહારાણા તેને સમ્રાટના રૂપમાં સ્વીકાર કરી લે. આ પ્રભુત્વની ભાવના ખૂબ જ વ્યાપક છે. જેમની પાસે આર્થિક સામ્રાજ્ય છે, પ્રભુસત્તા છે, તે બીજાઓ ઉપર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કરવા માગે છે. જે ધનવાન બની ગયા છે તેમાં એકબીજામાં સ્પર્ધા છે, બીજાઓના સ્વામી બનવાની. માનવીય સંવેદના જાગૃત હોત તો આ અપરાધિક સ્થિતિઓ વિશ્વવ્યાપી ન બનત. ગરીબીની રેખા જે ધનવાન બન્યા છે, તેમની સ્થિતિ પણ ઓછી દુઃખદ નથી. અમીરીથી ઊભી થનારી બીમારીઓએ તે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા છે. અમીરી વધુ હોય, બીમારીઓ ઓછી હોય, તેવું ક્યારેય સંભવ નથી. સંપત્તિના વિકાસની સાથે-સાથે બીમારીની સમસ્યાઓ પણ વધે છે. તેની સાથે ભાવાત્મક રુણતા પણ આવે છે. અમીરી અને ગરીબી - આ બન્નેને ક્યારેય અલગ કરી શકાતાં નથી. એક બાજુ અમીરો બીમારી ભોગવી રહ્યા છે, તો બીજી બાજુ ગરીબો પણ બીમારી ભોગવી રહ્યા છે. અપોષણ અને કુપોષણ તેમના સ્વાથ્યને બગાડી રહ્યાં છે. ગરીબ દેશોમાં ગરીબીની રેખા નીચે જીવનારા લોકોનો અનુપાત ઘણો મોટો છે. એક નિર્ધારણ કરી લીધું – ગામડાંમાં લોકોને ચોવીસસો કેલેરી મળે અને શહેરી માણસોને એકવીસસો કેલેરી મળે તો સંતુલન જળવાઈ રહેશે. આનાથી ઓછી કેલેરી મળે તો તે ગરીબીની રેખા નીચે જીવન જીવનારી સ્થિતિ બનશે. આજે ગરીબીની રેખા નીચે જીવન જીવનારાઓની સંખ્યા ગરીબ દેશોમાં, વિકાસશીલ દેશોમાં ઘણી વધારે છે. ગામડાંઓની સ્થિતિ ઘણાં વર્ષો પહેલાંની વાત છે. પૂજ્ય ગુરુદેવ દિલ્હીમાં બિરાજી રહ્યા હતા. ડો. રામમનોહર લોહિયા આવ્યા. લોહિયાજીએ વાતચીત દરમિયાન કહ્યું, મહારાજ ! આપણા દેશમાં આજે પચ્ચીસ - ત્રીસ કરોડ લોકો એવા છે, જેમને બે વખતનું જમવાનું મળતું નથી. તમારે સાચી સ્થિતિ જાણવી હોય તો મુનિ નથમલજી (આચાર્ય મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રજ્ઞ)ને મારી સાથે ગામમાં મોકલો. તે ત્યાં આવીને સ્વયં પોતાની આંખો દ્વારા ગામડાંઓની સ્થિતિ નિહાળશે. વાસ્તવમાં સ્થિતિ આ છે – કરોડો લોકોને પેટ ભરીને ખાવાનું મળતું નથી. એક અંતર અવશ્ય છે અને તે આ છે - પ્રાચીન સમયમાં માણસ ગરીબી અથવા ભૂખથી મરી જતો હતો. આજે તેને મરવા દેવામાં આવતો નથી, દુઃખ ભોગવવા. માટે જીવતો રાખવામાં આવે છે. કોઈ મૃત્યુ પામે છે તો સરકાર માટે ભય ઊભો થઈ જાય છે, નિંદા – આલોચના થાય છે. તે મરવા માટે સ્વતંત્ર નથી અને ગરીબી ભોગવતાં – ભોગવતાં જીવતો રહેવા માટે અભિશપ્ત થયેલો છે. આ સ્થિતિ છે આજના માણસની. આ સ્થિતિને ત્યાં સુધી નહિ બદલી શકાય, જ્યાં સુધી મહાવીરના આ સિદ્ધાન્ત “સ્વામિત્વનું સીમાકરણ કરો' નો સ્વીકાર કરવામાં નહિ આવે. સંગ્રહનું પરિણામ આજના અર્થશાસ્ત્રીઓએ પણ સંગ્રહનાં બે પરિણામ બતાવ્યાં છે – ભૂખ અને યુદ્ધ મહાવીરે કહ્યું “સંગ્રહ ન કરો” જે સંગ્રહનું સીમાકરણ થાય છે તો ગરીબીની સમસ્યા સહેલાઈથી ઉકેલી શકાય છે, બેરોજગારીની સમસ્યા પણ ઉકેલી શકાય છે. બાકી રહે છે જનસંખ્યાની સમસ્યા. ગરીબી ઓછી થશે. પોષણ ઠીક મળશે તો જનસંખ્યાની સમસ્યા પણ નહિ રહે. મૂળ કારણ છે ગરીબી અને અને ગરીબીનું પ્રતિફળ છે જનસંખ્યાની વૃદ્ધિ. વિકસિત રાષ્ટ્રોની સ્થિતિ જુઓ. ત્યાં જનસંખ્યા વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રશિયા (રુસ)માં તે માતાઓને પુરસ્કૃત કરવામાં આવી, જે અધિક સંતાન પેદા કરે છે. જ્યારે ચીન અને ભારતમાં પરિવાર નિયોજનના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યાં જર્મની અને વિકસિત રાષ્ટ્રોમાં પરિવાર વધારવાના ઉપક્રમો ચાલી રહ્યા છે. અનુપાત વધી રહ્યો છે. આ વાત ઉપર ગંભીરતાથી ધ્યાન આપો. આપણે સામાજિક, રાજનૈતિક અને આર્થિક વ્યવસ્થાનાં પરિવર્તન બાહ્ય સ્તર પર કરવા માગીએ છીએ જ્યારે માણસ જીવે છે આંતરિક સ્તર પર. જ્યાં સુધી આંતરિક સ્તરનો સ્પર્શ નહીં થાય, અન્તર્જગતને નહિ અડીએ, ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. જ્યાં સુધી સંગ્રહ, લોભ અને સ્વાર્થની વૃત્તિને વધારવાની વાત રહેશે, ત્યાં સુધી ગરીબી રહેવાની. આંકડાઓ બતાવે છે– વિકસિત રાષ્ટ્રોમાં, અમીર રાષ્ટ્રોમાં ગરીબીનો. આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુપાત વધી રહ્યો છે. અમેરિકામાં સત્તર ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવનારા છે. આ અનુપાત વધતો જઈ રહ્યો છે. કારણ કે ત્યાં સંપત્તિ પર એટલો કબજો થઈ ગયો છે કે બીજાઓ માટે ઘણું ઓછું વધે છે. જ્યાં સુધી આ કબજો કરવાની વાત, ઝૂંટવી લેવાની વાત રહેશે, ત્યાં સુધી સમસ્યાનું સમાધાન નહિ થાય. નવા માણસનું સર્જન જો આપણે કંઈક થવા માગીએ છીએ, કંઈક મેળવવા ઈચ્છીએ છીએ અથવા કંઈક બનવા માગીએ છીએ તો રસ્તો બીજે હશે. જે સંગ્રહ કરવા ઇચ્છીએ છીએ તો માર્ગ બીજો હશે. આ બંને અલગ રસ્તા છે. એટલા માટે આપણે ફરીથી વિચાર કરીએ. અર્થશાસ્ત્રને ધર્મશાસ્ત્ર અથવા અધ્યાત્મશાસ્ત્રના પરિપામાં મૂકીએ. આ એટલા માટે આવશ્યક છે કે જેનાથી અર્થશાસ્ત્ર પોતાની રીતે સંચાલિત બને, પરંતુ ધર્મશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્રની છત્રછાયામાં સંચાલિત રહે. અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, આ બધાને એક બાજુએથી અલગ કરીને ન જોવા જોઈએ. એકબીજા ઉપર એકબીજાનો જે પ્રભાવ છે, તેને જુઓ, તેનું અધ્યયન કરો, આ સચ્ચાઈને જાણો કે કયું શાસ્ત્ર કયા શાસ્ત્રને પ્રભાવિત કરી રહ્યું છે. આવું થશે તો ખરેખર એક નવા અર્થશાસ્ત્રની પરિકલ્પના ફલિત થશે. તેને ક્રિયાત્મક રૂપ આપવા માટે નવા માણસનું સર્જન કરવું પડશે. નવો માણસ જ આજની સમસ્યાઓનું સમાધાન શોધી શકશે. - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ - મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી સિદ્ધાન્ત અને વ્યક્તિત્વ, મંત્રદાતા અને મંત્ર, સૂત્રદાતા અને સૂત્ર - આ બંનેનો પરસ્પર ઊંડો સમ્બન્ધ છે. સિદ્ધાંતની ચર્ચા કરીએ તો સિદ્ધાંતના પ્રરૂપકની ચર્ચા કરવાનું અનિવાર્ય છે. સિદ્ધાન્તપ્રરૂપકની ચર્ચા કરીએ તો સિદ્ધાન્તની ચર્ચા કરવી પણ આવશ્યક છે. સિદ્ધાન્તની ચર્ચા કરવી સરળ છે, પરંતુ સિદ્ધાન્તના પ્રતિપાદનની ચર્ચા કરવી કઠિન છે. સિદ્ધાન્તને અધ્યયન દ્વારા જાણી શકાય છે, પરંતુ વ્યક્તિને અધ્યયન દ્વારા જાણી શકાય છે, તેવું સંપૂર્ણપણે કહેવું કઠિન છે. વ્યક્તિ જેટલી દુર્ગમ હોય છે, સિદ્ધાન્ત તેટલો દુર્ગમ અને દુર્બોધ નથી હોતો. આજ સુધી જે લોકોએ વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, તેમનો નિર્ણય કેટલો સાચો રહ્યો છે, તે હું નથી કહી શકતો. મોટી ભૂલ થાય છે વ્યક્તિત્વને ઓળખવામાં. ભાવ જગત એટલું ગૂઢ છે કે વ્યવહારના આધારે આપણે તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતા નથી. છતાં મનોવૈજ્ઞાનિકોએ, વ્યવહાર મનોવિજ્ઞાનના અધ્યેતાઓએ વ્યવહાર દ્વારા વ્યક્તિને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તે પણ કેટલો સાર્થક નિવડ્યો છે, તે એક પ્રશ્ન છે. વાસ્તવમાં કઠિન કામ છે સિદ્ધાન્તના આધારે વ્યક્તિની ચર્ચા કરવી. છતાં વ્યવહારની ભૂમિકા પર ચર્ચા કરવી પડે છે. ચાર વ્યક્તિત્વ ચાર વ્યક્તિત્વ આપણી સમક્ષ છે– |ભગવાન મહાવીર - - - - - - - - - - - - - - - - - - - - S \ \ \ \ \ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૬ S Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ | મહાત્મા ગાંધી 1 કેનિજ D કાર્લ માર્ક્સ તેમને બે કોટિમાં વિભક્ત કરી શકાય. મહાવીર અને ગાંધી - એ એક કોટિની વ્યક્તિ છે. માર્ક્સ અને કેનિજ - એ બીજી કોટિની વ્યક્તિ છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ મહાવીર શુદ્ધ આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. બહાર અને અંદર, વ્યવહાર અને નિશ્ચય બંનેમાં આધ્યાત્મિક વ્યક્તિત્વ છે. ગાંધી ભીતરમાં આધ્યાત્મિક વ્યક્તિત્વ છે અને બહારથી રાજનીતિક વ્યક્તિત્વ. ગાંધીએ આ સ્થિતિને સ્પષ્ટ કરવા માટે ઘણી વખત કહ્યું – શુદ્ધ અર્થમાં હું આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિ છું. મેં રાજનીતિને માધ્યમ બનાવ્યું છે, જનતાની સાથે આત્મીયતા સ્થાપવા કરવા માટે. તેના માટે આ સૌથી મોટું સાધન છે, એટલા માટે તેને મેં પસંદ કર્યું. પરંતુ મારી કોઈ પણ રાજનીતિ, સમાજનીતિ, અર્થનીતિ અધ્યાત્મથી પૃથક હોઈ શકે નહિ. જે અધ્યાત્મથી અલગ હોય, તો તે મારા માટે કચરો છે, ધૂળ છે. કોઈપણ ભોગે તે મારા માટે ઉપયોગી નથી, અને માન્ય નથી. ભૌતિક વ્યક્તિત્વ માર્ક્સ અને કેનિજ આધ્યાત્મિક વ્યક્તિત્વ નથી. તે શુદ્ધ રૂપમાં આર્થિક વ્યક્તિત્વ છે, ભૌતિક વ્યક્તિત્વ છે. ન આત્મા, ન ધર્મ, ન મોક્ષ. કોઈ અપેક્ષા નહિ. કેવળ પદાર્થવાદી વ્યક્તિત્વ છે. તેઓએ ફક્ત તેની જ ચર્ચા કરી છે, તેની જ ચિન્તા કરી છે. બીજો અભિગમ આ ચારેયને વ્યક્તિત્વના બીજા અભિગમથી જોઈએ તો આવો નિષ્કર્મ આવશે મહાવીર અહિંસક ક્રાંતિના પુરોધા (ત્રણેતા) છે. ગાંધી અહિંસા સમન્વિત સર્વોદયી આર્થિક વ્યવસ્થાના પુરાધા છે. માર્ક્સ સામ્યવાદી આર્થિક ક્રાન્તિના પુરોધા છે. કેનિજ મૂડીવાદી આર્થિક ક્રાન્તિના પુરાધા છે. આ ચારેયના સ્થૂળ વ્યક્તિત્વની ઓળખાણ આપણે આ શબ્દોમાં કરી શકીએ. - - - - - - - - - - - - - - - - - - પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ છ પેરામીટર કોઈ વ્યક્તિને જાણવા માટે આપણે પેરામીટરનો ઉપયોગ કરીએ છીએ. આ ચાર વ્યક્તિત્વની તુલના આપણે નીચેના માપદંડોના આધારે કરી શકીએ. I અભિમુખતા પ્રેરણા સાધ્ય T સાધન પ્રયોજન સ્વતંત્રતા અભિમુખતા કયો માણસ કઈ દિશામાં જઈ રહ્યો છે, તેનું મુખ કઈ બાજુ છે, તેના આધારે તેના વિશે ઘણુંબધું જાણી શકાય છે. મહાવીર આત્માભિમુખ છે. તેમનું મુખ, તેમની દિશા અધ્યાત્મ તરફ છે. ગાંધી ઈશ્વરાભિમુખી છે. વૈષ્ણવ સંસ્કારોમાં પાલન-પોષણ થયેલું હોવાથી તેઓએ ઈશ્વરને જ સર્વસ્ય માન્યો છે. તેમનું એક સૂત્ર હતું – “ઈશ્વર જ સત્ય છે.” પરંતુ જેમ-જેમ દષ્ટિકોણ વ્યાપક બન્યો, સંપર્ક વ્યાપક બન્યો. શ્રીમદ્ રાજચન્દ્ર જેવા લોકોના સંપર્કના કારણે જૈન ધર્મનો પ્રભાવ પણ તેના પર ઘણો રહ્યો. વ્યાપક સંપર્ક અને પ્રભાવોના કારણે ગાંધીએ ઈશ્વર સત્ય છે, આ સૂત્રને ઉલટાવી દીધું. ઉત્તરકાળમાં તેમનું સૂત્ર બની ગયું – “સત્ય જ ઈશ્વર છે.' ઈશ્વરાભિમુખી કહો અથવા સત્યાભિમુખી એક જ વાત છે. પદાર્થાભિમુખી માર્ક્સ અને કેનિજ - આ બંને શુદ્ધ રૂપમાં અર્થશાસ્ત્રી છે, બંને પદાર્યાભિમુખી છે. માર્ક્સ પણ પદાર્યાભિમુખી છે અને કેનિજ પણ પદાથભિમુખી છે. તેમનું મુખ પદાર્થ તરફ છે, અર્થ અને સંપત્તિ તરફ છે. આ અભિમુખતાના કારણે આપણે તેમના વ્યક્તિત્વને જાણી શકીએ છીએ. વ્યક્તિમાંથી જે સિદ્ધાન્ત મળે છે, તેમાં તેની પ્રકૃતિ અને અભિમુખતા મુખ્ય કારણરૂપ હોય છે. કઈ વ્યક્તિ કયા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે, તે તેની પ્રકૃતિ સ્વભાવ અને અભિમુખતા પર નિર્ભર કરે છે. SSENTEN મહાવીરનું અર્થશાસ્ત્ર : ૦૮ ' ' S T Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા બીજું પેરામીટર છે – પ્રેરણા. પ્રેરણા શું છે? વ્યક્તિ કોઈ પ્રેરણાથી પ્રેરિત થઈને જ કામ કરે છે. જેવી પ્રેરણા હોય છે, તેવું તે કામ કરતી હોય છે. મહાવીરની પ્રેરણા પરમાર્થ હતી. અર્થની સાથે ત્રણ અવસ્થાઓ બને છે – સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ. મહાવીરની પ્રેરણા પરમાર્થની છે. પરમ અર્થને પ્રાપ્ત કરવો. પરમ અર્થનો ભારતીય ચિંતનમાં અર્થ છે – મોક્ષ, બંધનમુક્તિ. બંધનમુક્ત થવું અર્થાત્ પરમ અર્થને પ્રાપ્ત કરવો. મહાત્મા ગાંધીની પ્રેરણા પણ આ જ છે. ગાંધીજી પણ પોતાનું અંતિમ લક્ષ્ય મોક્ષ માને છે. કરુણા માર્ક્સની પાછળ કરુણાની પ્રેરણા છે. માર્ક્સ એક અર્થશાસ્ત્રી હોવાની સાથોસાથ અત્યંત કરુણાશીલ અને સંવેદનશીલ વ્યક્તિ છે. ભારતમાં સર્વોદયના વિચારકોએ તેમને ઋષિતુલ્ય માન્યા છે. તેઓ ગરીબીની પીડા અને યાતના ભોગવી ચૂક્યા હતા. તેમના મનમાં કરુણા હતી અને તેનાથી પ્રેરાઈને તેમણે સામ્યવાદી અર્થશાસ્ત્રનું પ્રતિપાદન કર્યું. તેમણે કહ્યું - ગરીબીને મિયવી શકાય છે. ગરીબી અને અમીરી આ બંને મનુષ્યક્ત છે, એટલા માટે મનુષ્ય આ બંનેને સમાપ્ત કરી શકે છે. ગરીબી મનુષ્યરચિત છે જેથી તે તેને મિટાવી શકે છે. તે જ પ્રમાણે અમીરી પણ મનુષ્યરચિત છે. ગરીબી અને અમીરીનું કારણ આ વિચારમાં માર્ક્સ મહાવીરની નજીક આવી જાય છે. મહાવીરનો પણ આ અર્થમાં એ સિદ્ધાન્ત રહ્યો – અમીરી અને ગરીબી મનુષ્યરચિત છે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, સમય અને ભાવકૃત છે. આ બંને કોઈ ઈશ્વરની દેન પણ નથી અને કોઈ કર્મકૃત પણ નથી. ઘણા બધા દાર્શનિકો તેને કર્મકૃત માનતા હતા.ઘણાખરા જૈન લોકો પણ આને કર્મકૃત માની લેતા હતા, પરંતુ વાસ્તવમાં જૈનોનું જે કર્મશાસ્ત્ર છે, તેનો અભિમત છે – અમીરી અને ગરીબી, ધન મળવું અને તેનું ચાલ્યા જવું, આ કોઈ કર્મનું પરિણામ નથી. આ કાળકૃત, પરિસ્થિતિ કૃત, ક્ષેત્રકૃત પરિણામ નથી. આ કાળકૃત, પરિસ્થિતિકૃત, ક્ષેત્રકૃત અથવા વિશેષ અવસ્થાકૃત એક પર્યાય છે, જેનાથી માણસ ગરીબ બની જાય છે અથવા તો અમીર બની જાય છે. આ કોઈ શાશ્વત તત્ત્વ નથી કે ગરીબ ગરીબ રહે અને અમીર અમીર રહે. આ માનવીય છે, માનવકૃત છે તેથી તેને બદલી શકાય છે, તેમાં પરિવર્તન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૭૯ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય છે. તેને આધારે કરુણાની પ્રેરણા મેળવીને માર્ક્સ સામ્યવાદી અર્થવ્યવસ્થાનું પ્રતિપાદન કર્યું અને તેમાં બતાવ્યું કે મનુષ્ય આર્થિક સ્થિતિથી આગળ જઈ શકે છે. તે ભૂખ્યો રહે તે કોઈ કર્મનું વિધાન નથી. કપડાં ન મળે, ખોરાક ન મળે, આ કોઈ કર્મનું ફળ નથી. તેને એક વ્યવસ્થા દ્વારા પરિવર્તિત કરી શકાય છે. ન સ્વાર્થની પ્રેરણા કેનિજની પાછળ સ્વાર્થની પ્રેરણા છે. સંપન્નતાનો વિકાસ અને સૌ કોઈને સંપન્ન બનાવવાની પ્રેરણાથી તે પ્રભાવિત હતો. પ્રત્યેક વ્યક્તિ સંપન્ન બની જાય. તેમાં સ્વાર્થની પ્રેરણા રહી. તેમનું પ્રતિપાદન રહ્યું - સ્વાર્થ સૌથી મોટી પ્રેરણા છે. તેને જેટલી પ્રબળ કરવામાં આવશે, તેટલો જ વિકાસ થશે. કેનિજનો સમગ્ર સિદ્ધાન્ત જ સ્વાર્થને વધારવાનો છે. લોભ વધારો, સ્પર્ધા કરો, આર્થિક વિકાસ થશે. સાધ્ય ત્રીજું પેરામીટર છે સાધ્ય. સાધ્ય શું હોય ? માણસ કોઈપણ કાર્ય કરે છે, તેમાં સાધ્યનું નિર્ધારણ પહેલાં કરે છે પછી સાધનની પસંદગી કરે છે. મહાવીરનું સાધ્ય હતું - આધ્યાત્મિક વિકાસ, ગાંધીજીનું સાધ્ય હતું આધ્યાત્મિક વિકાસ અને સાથેસાથે સર્વોદયી અથવા ગ્રામ્યવ્યવસ્થા, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનો વિકાસ. પરંતુ તેમનું મૂળ સાધ્ય આધ્યાત્મિક વિકાસનું હતું. માર્ક્સનું સાધ્ય ૨હ્યું આર્થિક વિકાસ. તેમનો સમગ્ર મત તેના પર કેન્દ્રિત છે કે અર્થનો વિકાસ કેવી રીતે થાય. તેમના માટે બાકીનું બધું ગૌણ બની ગયું પણ બધાને બધું મળે આ તેમનો પ્રયત્ન હતો. કેનિજનું લક્ષ્ય પણ આર્થિક વિકાસનું રહ્યું. આ અર્થમાં મહાવીર અને ગાંધી બંને એક કોટિમાં તથા માર્ક્સ અને કેનિજ બીજી કોટિમાં આવી જાય છે. સાધનની પસંદગી ચોથું પેરામીટર છે સાધનની પસંદગી. આ ખૂબમહત્ત્વપૂર્ણ છે. સાધ્ય ક્યારેક ક્યારેક એક પણ થઈ શકે છે, પરન્તુ સાધનમાં ઘણો તફાવત રહે છે. મહાવીરે પોતાના સાધ્યની સંપૂર્તિ માટે સાધનની પસંદગી કરી અહિંસા, અપરિગ્રહ અને સંયમ. મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના રૂપમાં સાધનની પસંદગી કરી. માર્ક્સ સાધનની પસંદગીના સંદર્ભમાં પોતાની નીતિ સ્પષ્ટ કરતાં કહ્યું, આપણું સાધ્ય છે આર્થિક વિકાસ, ગરીબીને મિટાવવી અને ગરીબીની પીડાને દૂર કરવી. મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૦ 00000 3 Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અહિંસાથી તેની સંપૂર્તિ થાય તો સારી વાત છે, પરન્તુ નથી થતી તો હિંસાનું આલંબન લેવામાં અચકાવાનું નથી, સંકોચ કરવાનો નથી. તેમનો સ્પષ્ટ મત હતો - વડીલ વર્ગ ક્યારેય પોતાના અધિકારને છોડવા નહિ માગે. વર્ગ સંઘર્ષ અનિવાર્ય છે અને તેમાં હથિયારોનો ઉપયોગ પણ અવશ્યભાવી છે. સાધનશુદ્ધિની વિચારધારા મહાવીર અને ગાંધીજી બંને સાધનશુદ્ધિ પર ભાર મૂકે છે. મહાવીરે ભારતીય ચિંતનમાં સૌથી વધુ ભાર સાધનશુદ્ધિ પર આપ્યો છે. સાધનશુદ્ધિ નથી તો તેમના માટે કંઈ પણ કામ્ય નથી. મનથી, વચનથી, કર્મથી આપણું સાધન શુદ્ધ હોવું જોઈએ. ઇતિહાસકાળમાં મહાવીર પછી આચાર્ય ભિક્ષુ, જે તેરાપંથના પ્રવર્તક છે— તેમણે સાધનશુદ્ધિના વિષયમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેમણે કહ્યું - જ્યાં સાધન શુદ્ધ નથી, હૃદય-પરિવર્તન નથી, ત્યાં સારાં સાધન ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતાં. મહાત્મા ગાંધીએ પણ સાધનશુદ્ધિને વ્યાપક મહત્ત્વ આપ્યું છે. આ બંનેના વિચારોનો સંબંધ જોડાય છે. ગુજરાતના એક લેખક છે ગોકુળભાઈ નાનજી. તેમણે પોતાના એક પુસ્તકમાં લખ્યું - આચાર્ય ભિક્ષુના ચોથા પટ્ટધર જયાચાર્ય દ્વારા સાધનશુદ્ધિનું જે સૂત્ર હતું, બીજ હતું, તે શ્રીમદ્ રાજચન્દ્રની પાસે પહોંચ્યું અને શ્રીમદ્ રાજચન્દ્ર દ્વારા તે સૂત્ર મહાત્મા ગાંધી સુધી પહોંચ્યું. ગાંધીજીનું મંતવ્ય આ પ્રમાણે સાધનશુદ્ધિની એક સંપૂર્ણ શ્રૃંખલા અને તાદાત્મ્યની કડી પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ રાજચન્દ્ર અને મહાત્મા ગાંધી સાધનશુદ્ધિ પર અટલ વિશ્વાસ કરતા હતા. પરંતુ માર્ક્સ શુદ્ધ આર્થિક વ્યક્તિ હતા. જ્યાં શુદ્ધ આર્થિક ચિંતન હોય છે, ત્યાં સાધનશુદ્ધિનો વિચાર ગૌણ બની જાય છે. એવું નથી કે તે હિંસાના હિમાયતી હતા અથવા યુદ્ધના સમર્થક હતા, પરંતુ તેમની સામે આ પ્રશ્ન નહોતો કે કેવળ સાધનશુદ્ધિ પર જ ચાલવાનું છે. ગાંધીએ કહ્યું, ‘શુદ્ધ સાધનથી સ્વતંત્રતા મળતી હોય તો મને માન્ય છે. જો યુદ્ધ અથવા હિંસાથી મળતી હોય તો આજે જ હું મારા સંઘર્ષોને ત્યાગવા માટે તૈયાર છું. એવી સ્વતંત્રતા મારે નથી જોઈતી. હું આઝાદી ઇચ્છું છું અહિંસા દ્વારા, ભલે તે સો વર્ષ પછી મળે.' માર્ક્સ અને કેનિજનો સાધનશુદ્ધિ પર આટલો અટલ વિશ્વાસ નહોતો કારણ કે બંને આધ્યાત્મિક નહિ, આર્થિક વ્યક્તિત્વ હતાં. કેનિજના વિચાર માર્ક્સ સાધનશુદ્ધિના વિચારને ગૌણ કરી દીધો. કેનિજે કહ્યું - ‘હજુ આપણે મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૧ : Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સંપન્નતાનો વિકાસ કરવાનો છે, જેથી હજુ આપણા માટે અહિંસા, નૈતિક મૂલ્ય વગેરેનો વિચાર કરવાનો સમય નથી.” તેમણે કહ્યું – “અર્થશાસ્ત્ર જ વિજ્ઞાન છે.' આ વિજ્ઞાનના સંદર્ભમાં નૈતિકતા – અનૈતિકતાનો તેમની સમક્ષ કોઈ પ્રશ્ન નહોતો. તેના પર વિચાર કરવાનું એથિક્સનું કામ છે, નીતિશાસ્ત્રનું કામ છે. નીતિશાસ્ત્રના વિષયને અર્થશાસ્ત્રનો વિષય ન બનાવવો જોઈએ. એટલા માટે તેઓ નૈતિકતા, અહિંસા, સાધનશુદ્ધિ, ચરિત્ર વગેરે કોઈપણ વિષયને મહત્ત્વ આપવા માટે તૈયાર થયા નહિ. પ્રયોજન પાંચમું પેરામીટર છે પ્રયોજન. સામે કોઈ પ્રયોજન હોવું જોઈએ. મહાવીરે એક પ્રયોજનનું પ્રતિપાદન કર્યું – અવ્યાબાધ સુખ - આપણે એવું કામ કરવાનું છે, જેની પાછળ કોઈ અવરોધ ન હોય, કોઈ દુઃખ ન હોય. એક દુઃખાનુગત સુખ છે અને એક કેવળ સુખ. એક સુખ હોય છે, જેની પાછળ પાછળ દુઃખ ચાલે છે. જેમાં દિવસની પાછળ રાત્રી ચાલે છે. તે દુઃખાનુગત સુખ હોય છે. તે અવ્યાબાધ સુખ નથી હોતું, આબાધ સુખ હોય છે. મહાવીરે કહ્યું, એવું સુખ મેળવી શકાય છે, જેની પાછળ કોઈ બાધા ન હોય, જે શાશ્વત છે. તે સુખને મેળવવાનું આપણું પ્રયોજન છે. ગાંધીજીનું એક સ્થૂળ લક્ષ્ય હતું - સ્વરાજ અથવા સ્વતંત્રતાની પ્રાપ્તિ. આ રાજનીતિક લક્ષ્ય હતું, કિન્તુ મૂળ લક્ષ્ય નહોતું. તેમનું મુખ્ય લક્ષ્ય હતું - ઈશ્વરીય સાક્ષાત્કાર અથવા સત્યને મેળવવું, સત્ય સુધી પહોંચી જવું. માર્ક્સ અને કેનિજનું લક્ષ્ય માર્ક્સ અને કેનિજ – આ બંનેનું એક લક્ષ્ય હતું સુખ - સંતુષ્ટિ. સમાજને સુખ અથવા સેટિફેક્શન મળે. એટલું ધન મળી જાય કે ગરીબી દૂર થાય. સુખ મળે. પરંતુ સુખની પાછળ જે આવી રહ્યું છે તેના પર વિચાર ન કર્યો. ભૂખ્યાને ભોજન મળ્યું, સુખ મળ્યું, કોઈ વસ્ત્રહીનને વસ્ત્ર મળ્યું, સુખ મળ્યું. ખુલ્લા આકાશ નીચે સૂનારને છત મળી તો સુખ મળ્યું. કોઈ બીમારને દવા મળી, સુખ મળ્યું. જ્યાં આર્થિક પ્રયોજન હોય, ત્યાં આનાથી આગળ વધી શકાય નહિ. જો અધ્યાત્મનું દર્શન તેમની સમક્ષ હોત તો સુખની કલ્પના કંઈક જુદી હોત. પરંતુ આર્થિક જગતમાં આ જ ચરમ સીમા છે. અર્થશાસ્ત્રની સીમાને પાર કરીને તેઓ થોડા ઊંડા ચિંતનમાં ઊતર્યા હોત તો કદાચ તેમની સુખની ધારણા પણ બદલાઈ જાત. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૨ - - - - - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સુવિધા અને સુખ એક ભ્રમ ઊભો થઈ ગયો – સુખ અને સુવિધાને આપણે એક માની લીધાં. આ ભ્રમને ન માર્ક્સ તોડી શક્યા, ન કેનિજ તોડી શક્યા. જે તેમનો વિચાર આ હોત કે આપણે પોતાની અર્થશાસ્ત્રીય અવધારણાઓ અને અર્થવ્યવસ્થાના વિકાસ દ્વારા મનુષ્યને સુવિધા ઉપલબ્ધ કરાવી શકીએ છીએ, સુખ માટે તેમને હજુ આગળ શોધ કરવાની બાકી છે તો આજની સ્થિતિ કંઈક જુદી હોત. ન આટલી હિંસા હોત, ન આટલા અપરાધ થતા, ન આટલી માનસિક વિક્ષિપ્તતા હોત. તેમણે સુવિધા અને સુખને એક જ માની લીધાં. જેમને ખોરાક નહોતો મળતો, તેમને ખોરાક મળ્યો તો સુવિધા થઈ ગઈ. પરંતુ તેમને સુખ મળ્યું, તે કહેવું મુશ્કેલ છે, કારણ કે સુખ સંવેદના સાથે જોડાયેલું હોય છે અને ખોરાક ભૂખ સાથે જોડાયેલ હોય છે. ભૂખ મટી તો સમજો એક વ્યથા દૂર થઈ, પરંતુ સુખ મળ્યું, તે તો કહી શકાય નહિ. એક કરોડપતિ અથવા અરબપતિ માણસ રોટલી ખાઈ રહ્યો છે અને સાથે દુઃખ પણ ભોગવી રહ્યો છે. દુઃખ પણ ખાઈ રહ્યો છે તે રોટલીની સાથે. રોટલી ખાતી વખતે ફોન આવ્યો. અમુક જગ્યાએ આટલું નુકસાન થઈ રહ્યું છે, દુર્ઘટનામાં આટલું નુકસાન થઈ ગયું. બસ, આ સાંભળતાંની સાથે જ તે દુઃખી બની જશે. ખોરાક સુખનું સાધન હોત તો તે દુઃખી ન બનત. આપણે એ માનીને ચાલીએ કે રોટલી ભૂખ શાન્ત કરવાનું સાધન છે, સુખનું સાધન નથી. માર્ક્સ અને કેનિજ જો આ ચિંતનમાં સ્પષ્ટ હોત તો ખરેખર આજે સ્થિતિ અલગ હોત. સુખ-દુઃખનો સંબંધ એક ખૂબ જ સંપન્ન વ્યક્તિ હોટલમાં બેઠી હતી. છોકરો દોડતો – દોડતો આવ્યો. તેણે કહ્યું, પિતાજી ! આપણી સૌથી મોટી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ, મકાન બળીને ભસ્મ થઈ ગયું. આ સાંભળીને તે દુઃખમાં ડૂબી ગયો. એટલામાં બીજો દીકરો આવ્યો. બોલ્યો – મકાન તો બળી ગયું, પરંતુ સંતોષની વાત એ છે કે તે મકાનને પહેલાં જ વેચી દીધું હતું. તેની પૂરી કિંમત આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. તરત જ તેનું સમગ્ર દુઃખ દૂર થઈ ગયું. સુખ-દુઃખ કોની સાથે જોડાયેલાં છે? સંવેદના સાથે જોડાયેલાં છે. મકાન બળી રહ્યું છે કે બચી રહ્યું છે, તેનો કોઈ અર્થ નથી. પદાર્થ ગૌણ છે, મુખ્ય છે આપણું સંવેદન. મહાવીરે સુખ અને સુવિધા બંનેને અલગ બતાવ્યાં. સુખ અલગ છે, સુવિધા અલગ છે. તેમણે કહ્યું – જેને સુખ માનો છો, તે પણ ક્ષણિક છે. ક્ષણભર સુખ મળ્યું, પરંતુ પરિણામ સમયે તે લાંબું દુઃખ બની શકે છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતાનો પ્રશ્ન આપણે એક વાત ઉપર બીજો વિચાર કરીએ. સ્વતંત્રતા અને સુખ – આ બંને લાંબા સમય સુધી અભિપ્રેત રહ્યાં છે. માણસ ઈચ્છતો રહ્યો છે – સ્વતંત્ર રહું અને સુખી રહ્યું. જ્યાં મહાવીર અને ગાંધીનો પ્રશ્ન છે, ત્યાં નિતાત્ત સ્વતંત્રતાનો પ્રશ્ન છે. વ્યક્તિ સ્વતંત્રતા સર્વપ્રથમ માન્ય છે. જ્યાં વ્યક્તિની સ્વતંત્રતા બાધિત હોય, તે સ્થિતિ ન મહાવીરને માન્ય છે કે ન ગાંધીને. માર્સે પણ આ અર્થમાં ઓછી દોડ નથી લગાવી. તેમણે પણ એક સ્વપ્ન જોયું અને તે ઘણું મહત્ત્વપૂર્ણ છે. “સ્ટેટલેસ સોસાયટી' રાજ્યવિહીન સમાજ – આ કેટલું મોટું સ્વપ્ન છે. એવી સ્વતંત્રતા, જ્યાં કોઈ શાસન જ નહિ. કેનિજ આવું સ્વપ્ન ન જોઈ શક્યા. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સ્વતંત્રતા તો માન્ય છે પરંતુ તેઓ “સ્ટેટલેસ સોસાયટી'ની કલ્પના અને તેનું પ્રતિપાદન કરી શક્યા નહિ. માર્શે એવું કર્યું, પરંતુ જ્યાં કેન્દ્રિત અર્થવ્યવસ્થા હોય, ત્યાં રાજ્યવિહીન શાસનનું સ્વપ્ન કેવી રીતે જોઈ શકાય ? ત્યાં તો હિંસા અને દંડનો સહારો લેવો જ પડે. ત્યાં તાનાશાહી ન ચાલી શકે. સ્વતંત્રતાની વાત ન થઈ શકે. લેનિને માર્ક્સના સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્ટાલિનના હાથમાં જેવી સત્તા આવી કે તાનાશાહીનું રૂપ એટલું વિકરાળ બની ગયું, કે સ્વતંત્રતા માટે અવકાશ જ ન રહ્યો. સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ, માર્ક્સનું તે સપનું અધૂરું રહી ગયું. પદાર્થ અને સ્વતંત્રતા સ્વતંત્રતા પદાર્થની સાથે નથી જોડાઈ શકતી. જ્યાં-જ્યાં પદાર્થનો વિકાસ થાય છે ત્યાં-ત્યાં માનવી પરતંત્ર બની જાય છે. પહેલાં પદાર્થ કોઈ વ્યક્તિનો ગુલામ બની જાય છે. પછી વ્યક્તિ પદાર્થનો ગુલામ બની જાય છે. જેમ કહેવાય છે – પહેલાં માણસ દારૂ પીએ છે, પછી દારૂ માણસને પીવા લાગે છે. ઠીક તેવી જ રીતે આ પણ કહેવાય છે કે – પહેલાં માણસ પદાર્થને પોતાના આધીન બનાવવાનો પ્રયત્ન કરે છે, પછી પદાર્થ તેને પોતાને આધીન બનાવી લે છે. એટલો આધીન બનાવી લે છે કે વ્યક્તિ મૃત્યુપર્યત પદાર્થને છોડી શકતી નથી. એક વ્યક્તિ મૃત્યુશધ્યા પર હતી, છેલ્લી ઘડીઓ ગણી રહી હતી. સમગ્ર પ્રાણશક્તિને એકઠી કરીને મોટા દીકરાને બોલાવ્યો. મોટો દીકરો બોલ્યો, મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૪ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પિતાજી ! હું અહીં બેઠો છું.'' પછી ક્રમશઃ બીજાને, ત્રીજાને અને ચોથાને બોલાવ્યો. બધાએ કહ્યું, પિતાજી ! અમે અહીં છીએ !'' તેમણે ઊંચા અવાજે કહ્યું મૂર્ખાઓ! બધા અહીં છો, તો દુકાને કોણ છે?'' સ્વતંત્રતાની ભાષા પહેલાં પદાર્થ સામે રહે છે પછી વ્યક્તિ પદાર્થને આધીન બની જાય છે, તો સ્વતંત્રતા આપમેળે જ છિનવાઈ જાય છે. મહાવીર સ્વતંત્રતાની જે પરિભાષા આપી, તે એ છે - ઈચ્છા - પરિમાણનો જેટલો વધારે વિકાસ થશે, તેટલા જ તમે સ્વતંત્ર રહી શકશો. ગાંધીની ભાષા પણ લગભગ આ જ છે. પરંતુ માર્ક્સની ભાષામાં એક બાજુ છે શાસનવિહીન સમાજ, બીજી બાજુ છે પદાર્થનો પ્રચુરતમ વિકાસ. આ બંનેમાં પરસ્પર એટલો વિરોધ છે કે બંને વાતો એકસાથે નથી ચાલી શકતી. કેનિજનો અર્થાર્જનમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો સિદ્ધાન્ત પણ સ્થાયી નથી થઈ શકતો. સ્વતંત્રતાની સાથે પરોક્ષ રૂપે પરતંત્રતાનાં ન જાણે કેટલાં બંધન આવે છે. મૂડીવાદી વ્યવસ્થામાં પ્રત્યક્ષતઃ અર્થાર્જનમાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ પ્રકારાન્તરથી કેટલાં બંધન લાગી જાય છે, તે અપહરણ અને ચોરી કરનારા જાણે છે. આજે તો તેના એટલા બધા ઉપાયો વિકસિત થઈ ગયા છે કે એક વ્યક્તિ દ્વારા અર્જિત ધનમાં ભાગીદારી કેવી રીતે વહેંચી શકાય? આ ભાષામાં વિચારાય છે– તે સંવિભાગ કરવાનું નથી જાણતા તો અમે સંવિભાગ કરવાનું જાણીએ છીએ. આ અર્થમાં વિચારીએ તો પરતંત્રતાની વાત અત્યંત સાપેક્ષ બની જાય છે, સ્વતંત્રતા અને પરતંત્રતાનું બિંદુ ખૂબ િચન્તીય બની જાય છે. નવી દિશા ખૂલે આ સમગ્ર માપદંડોથી આપણે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજના વિચારોને, તેમની પ્રકૃતિને સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ તો તેમના દ્વારા મળેલી વ્યવસ્થાને આપણે સમજી શકીએ. મહાવીર પ્રત્યક્ષતઃ કોઈ અર્થશાસ્ત્રી નહોતા. તેઓ તો અપરિગ્રહી હતા. પરંતુ તેમના અપરિગ્રહમાંથી અર્થશાસ્ત્રનાં તમામ સૂત્ર ફલિત થાય છે. ગાંધી પણ પ્રત્યક્ષ રીતે એક સાધક હતા. તેમણે રાજનીતિનું માધ્યમ લીધું એટલા માટે અર્થવ્યવસ્થાનું પણ કેટલુંક પ્રતિપાદન કર્યું. માર્ક્સ અને કેનિજ - આ બંને વિશુદ્ધ અર્થશાસ્ત્રીય વ્યક્તિત્વ હતાં. એટલા માટે અર્થશાસ્ત્રને સમજવા માટે આ બંનેને સમજવા પડશે, પરંતુ કેવળ અર્થશાસ્ત્રને સમજીને આપણે સમાજને 1111 : : : ' .' ' 1 ' ' ' મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૫ S Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સારો નહિ બનાવી શકીએ. માત્ર અર્થ વધારીને સમાજને સ્વસ્થ અને સંતુલિત નહિ રાખી શકીએ. મહાવીર અને ગાંધીને સમજ્યા વિના માર્ક્સ અને કેનિજને સમજવામાં આવશે તો સમાજની વ્યવસ્થા વ્યવસ્થિત નહીં રહે. આ ચારેયનું તુલનાત્મક અધ્યયન અર્થશાસ્ત્રીય દષ્ટિથી ખૂબ જ આવશ્યક છે. આ તુલનાત્મક અધ્યયન આપણી સમક્ષ કંઈક નવી દિશાઓ ખોલી શકે છે. - - 13 T IN મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રા નવી અર્થનીતિનાં પેરામીટર અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજનું એક તુલનાત્મક અધ્યયન પ્રસ્તુત કર્યું. આપણી સમક્ષ એ પ્રશ્ન નથી કે કયો વિચાર સત્ય છે અને કયો મિથ્યા. એકાન્તવાદીઓ સામે આ પ્રશ્ન હોઈ શકે છે કે અમુક પ્રણાલી મિથ્યા છે, પરંતુ અનેકાન્તમાં સત્યાંશોનો સમાહાર અને સમન્વય હોય છે. અનેકાન્ત અનુસાર કોઈપણ વિચાર એવો નથી, જેમાં સત્યાંશ ન હોય અને કોઈ પણ વિચાર એવો નથી જે સંપૂર્ણ સત્ય હોય. જે પણ વિચાર છે, તે સત્યનો એક અંશ છે અને જે કંઈ આપણી અભિવ્યક્તિ છે, તે સત્યાંશની એક અભિવ્યક્તિ છે. સમગ્ર સત્યને કહેવા માટે ન તો આપણી પાસે શબ્દ છે અને ન વિચારવા માટેનું મસ્તિષ્ક. એટલા માટે સત્યાંશોનું ગ્રહણ, સ્વીકૃતિ અને અભિવ્યક્તિ - આ સત્યની દિશામાં પ્રસ્થાનનો રાજમાર્ગ બને છે. આ માગણી શા માટે છે? આજે નવા વિશ્વની વ્યવસ્થાની માગણી છે. નવી સમાજવ્યવસ્થા અને નવી અર્થવ્યવસ્થાની માંગ છે. આ માગણી શા માટે છે ? એટલા માટે છે કે આપણે સત્યાંશને સર્વાંશતઃ સમગ્રપણે સત્ય માનીને વ્યવહાર શરૂ કરી દીધો. આજની જે અર્થવ્યવસ્થા છે, તે મુખ્ય રૂપે માઈક્રોઈકોનોમિક્સ અને મેટ્રો ઈકોનોમિક્સ આ તે બેના આધારે ચાલી રહી છે. માઇક્રો ઈકોનોમિક્સની વ્યવસ્થા ચાલી રહી હતી, પરંતુ કેનિજે જ્યારે મેટ્રો ઈકોનોમિક્સનું પ્રતિપાદન કર્યું, ત્યારે આર્થિક ક્રાન્તિનો મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૮૭ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વર પ્રખર બન્યો. અનેક રાષ્ટ્ર તેનાથી પ્રભાવિત થયાં. મેટ્રો ઈકોનોમિક્સનો મૂળ ઉદ્દેશ છે – વિશાળ પાયા પર ઉદ્યોગ ચલાવવો, ઉત્પાદન કરવું. આ બધું મોટા પાયા પર કરો, જેનાથી આજની વધતી જતી જનસંખ્યાની ભૂખને મિટાવી શકાય. કોઈ નહિ કહે કે આ ઉદ્દેશ સાચો નથી. એ જ ઉદ્દેશ સામે રાખ્યો – ભૂખી અને પીડિત પ્રજાની પીડાને દૂર કરી શકાય, તેમને ખોરાક, મકાન, કપડાં મળી શકે, તેમની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે. ઉદ્યોગોની જાળ બિછાવ્યા વિના આમ કરવું સંભવ નથી. ઈન્દ્રિય ચેતનાનું સ્તર વર્તમાનમાં આ બે અર્થનીતિઓ પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. ગાંધીની અર્થનીતિ પ્રત્યે આટલું આકર્ષણ નથી અને બીજી કોઈ અર્થનીતિ પ્રત્યે પણ આટલું આકર્ષણ નથી. આજે આકર્ષણ છે કેવળ આ બે પ્રણાલીઓ પ્રત્યે અને તેમાં પણ તે રાષ્ટ્રીય નીતિ પ્રત્યે, જે મેટ્રો અર્થનીતિના આધારે ચાલી રહી છે. રાષ્ટ્ર પોતાનાં સંસાધનો એટલાં વધારે, જેનાથી બધું જ સંપન્ન બની જાય અને સાધનોનો પ્રચુરતમ ઉપયોગ થઈ શકે. તેના પ્રત્યે આકર્ષણ છે. વર્તમાન સમાજની ચેતના ઈન્દ્રિય સ્તરની ચેતના છે. ઈન્દ્રિય સ્તરની ચેતનાનું આર્થિક પ્રચુરતામાં આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. એટલા માટે આ પ્રણાલીઓએ પ્રજાને, રાષ્ટ્રને ખૂબ આકર્ષિત કર્યો છે. અર્થ વ્યવસ્થામાં ત્રટિ છે. પ્રશ્ન છે ફરી નવી અર્થવ્યવસ્થાની માગણી શા માટે? પ્રત્યેક માગણીની પાછળ કોઈ કારણ હોય છે. નિષ્યયોજન કોઈ માગણી ઊભી નથી થતી. તેનો પ્રશ્ન ઉત્તર સીધો છે. હિંસા ઘણી વધી છે, તનાવ વધ્યો છે, માનસિક અશાંતિ વધી છે અને વિશ્વ-શાન્તિ માટે પણ ભય વધ્યો છે. માણસ ભયના વાતાવરણમાં જ જીવી રહ્યો છે. વૈયક્તિક અને પારિવારિક જીવનમાં સમસ્યાઓ વધી છે. હત્યા, આત્મહત્યા, છૂટાછેડા વગેરે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં માણસને વિચારવા માટે વિવશ થવું પડે છે -- ક્યાંક ને ક્યાંક આપણી આર્થિક નીતિમાં, અર્થવ્યવસ્થામાં કોઈ ત્રુટિ અવશ્ય છે. જેનાથી આ છોડ પાંગરી રધો છે. પાછા ફરીને જોવાનો મોકો મળ્યો છે. સ્વર ઊઠી રહ્યો છે - હવે એક અર્થવ્યવસ્થા લાગુ પડવી જોઈએ. હવે માટ્રો વડે પણ કામ નહિ ચાલે. એક ગ્લોબલ ઈકોનોમી અથવા જાગૃત અર્થવ્યવસથા હોવી જોઈએ. વૈશ્વિક અર્થનીતિ હોવી જોઈએ. જે \ \ \ \ \ \ \ \ 1111111111111 S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૮ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણની સમસ્યા સામે ન આવત તો ગ્લોબલ ઈકોનોમીની વાત પણ બહાર ન આવત. વિકસિત રાષ્ટ્રોએ સંસાધનો પર ઘણો કન્નો કર્યો છે. મોટા મોટા ઉદ્યોગો સ્થાપિત કર્યા છે અને એટલું પ્રદૂષણ ઊભું કર્યું છે કે પર્યાવરણ માટે ભય ઊભો થયો. છે. જંગલો કપાયાં અને જમીનનું અતિશય ધોવાણ થયું, પ્રકૃતિનું સમગ્ર સંતુલન જ અસંતુલિત થઈ ગયું. એ વાત ઉપર હવે ધ્યાન ગયું છે કે શક્તિશાળી રાષ્ટ્ર બીજાઓ માટે ઓછાં કલ્યાણકારી બની રહ્યાં છે, ખતરો વધારે બની રહ્યો છે. તેઓ શોષણ કરવામાં લાગી રહ્યાં છે. સહાયતા ઓછી કરે છે, શોષણ અધિક કરે છે. આર્થિક સામ્રાજ્ય ઊભું કરવાની અને તેને મજબૂત બનાવવાની સ્પર્ધા મંડાયેલી છે. ગુલામીની સ્થિતિ પ્રાચીન યુગમાં યુદ્ધ દ્વારા સત્તાનો વિસ્તાર થતો હતો અને સામ્રાજ્યવાદી મનોવૃત્તિનું પોષણ થતું હતું. હવે તે વાત રહી નથી. આજે પ્રભુસત્તા તેની છે, જેનો બાર ઉપર અધિકાર છે. વિકસિત રાષ્ટ્રોમાં એ હોડ લાગી છે કે કોણ આખી દુનિયા પર પોતાનો એકાધિકાર જમાવી શકે છે. વિકસિત રાષ્ટ્રોની આ આંધળી દોડથી નાનાં અને અવિકસિત રાષ્ટ્ર ભયભીત છે. તેમનું શોષણ પણ થઈ રહ્યું છે અને તેમના અધિકારોનું સીમાકરણ પણ થઈ રહ્યું છે. વિકસિત રાષ્ટ્રોના અધિકારો વ્યાપક બની રહ્યા છે અને નાનાં રાષ્ટ્રોના અધિકાર સીમિત બની રહ્યા છે. તેઓ એક પ્રકારે સતત તેમના કબજામાં આવી રહ્યાં છે. સ્વતંત્રતાનું ભૌગોલિક અને રાજનૈતિક અપહરણ થયા વગર જ તેઓ ગુલામ બની રહ્યાં છે. સ્વાભાવિક વિચાર આ સમગ્ર સમસ્યાના સંદર્ભમાં એ વિચાર – સ્વાભાવિક હતો કે કોઈ જાગતિક અર્થવ્યવસ્થા હોવી જોઈએ, જેનાથી શક્તિશાળી રાષ્ટ્ર નાનાં રાષ્ટ્રોનું શોષણ ન કરી શકે, તેમની સ્વતંત્રતાને છીનવી ન શકે, તેમના પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત ન કરી શકે અને પર્યાવરણને પ્રદૂષિત પણ ન કરે. આ સમસ્યાએ એક નવો પ્રશ્ન ઉપસ્થિત કરી દીધો. આજનો માણસ વિચારવા માટે વિવશ છે. પશ્ચિમના અનેક વિચારકો આ વિષયમાં ઘણું ચિંતન કરી રહ્યા છે. ટુ હેવ અને ટુ બી'ના લેખકે આ વિષયમાં ઘણું ચિંતન કર્યું છે. “થર્ડવેવ ધ ન્યૂ ઓનર્સ”, “અર્થ ઈન બેલેંસ વગેરે વગેરેના લેખક એ વાતથી ચિન્તિત છે કે જો જાગતિક અર્થનીતિનો વિકાસ કરવામાં નહિ આવે તો ભવિષ્યની ભયાનક સ્થિતિની કલ્પના પણ નહિ કરી શકાય. સામ્યવાદી અર્થવ્યવસ્થા ડગમગી ગઈ, મૂડીવાદી અર્થવ્યવસ્થા ડગમગવાની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૮૯ - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિમાં છે. કેનિજે જે વાત કહી, તે સારી લાગી પણ તેમાં એ તથ્ય પર વિચાર ન ક૨વામાં આવ્યો - સંસાધન તો સીમિત છે, તેનો અસીમ ઉપયોગ કેવી રીતે થશે ? કદાચ સંસાધન અસીમ હોત, કાચી સામગ્રી અસીમ હોત તો કદાચ ઉદ્યોગો મોટા પાયા પર ચાલી શક્યા હોત. સંસાધનોની સીમા છે, જેથી આ સંભવ નથી. આ જ કારણ છે કે મૂડીવાદી પણ હવે ડગમગી રહ્યા છે અને નવી અર્થવ્યવસ્થાની અપેક્ષા સામે આવી રહી છે. સમસ્યા એ છે આજે જો આપણે કેવળ ગ્રામ વ્યવસ્થા, ગ્રામોદ્યોગ જેવી પ્રણાલીઓ પર ચાલીએ, તો એ સંભવ નથી લાગતું. કેનિજે ઠીક જ કહ્યું હતું, ‘હવે એટલા આગળ વધી ગયા છીએ કે પાછા ફરવાનું શક્ય નથી.’ અને જેવી રીતે વસ્તી વધી રહી છે, તેમાં તો બિલકુલ સંભવ નથી લાગતું. આજે તો અનેકાન્તની દૃષ્ટિથી કંઈક સત્યાંશ મળી જાય, એ દિશામાં વિચારીએ અને એ જોઈએ - તેનો સમન્વય કેવી રીતે થાય ? આપણે કેવી રીતે એક મંચ ઉપર મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજને લાવી શકીએ ? એ દિશામાં નવો વિચાર અને નવું ચિંતન આવશ્યક લાગે છે. કેન્દ્રીકરણ: વિકેન્દ્રીકરણ = કેન્દ્રીકરણ આજની અર્થનીતિનો મુખ્ય આધાર છે. જો આપણે મહાવીર અને ગાંધીને તે મંચ પર લાવીએ તો એક સમન્વય કરવો પડશે કે કેન્દ્રીક૨ણની સાથેસાથે વિકેન્દ્રીકરણની વ્યવસ્થા પણ ચાલે. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ – બંનેનો યોગ થશે ત્યારે વાત બનશે. ફક્ત કેન્દ્રીકરણે બેરોજગારીમાં ઘણો ઉમેરો કર્યો છે, સમસ્યાઓ ઊભી કરી છે. કેન્દ્રીકરણની સાથે વિકેન્દ્રીકરણ પણ હોવું જોઈએ. જો એવું થાય તો તેમાં મહાવી૨ પણ ઊભા છે, ગાંધી પણ ઊભા છે. કેન્દ્રીકરણને પણ સમગ્રપણે મિટાવી શકાય નહિ. તેનો પણ એક સંતુલિત ઉપયોગ આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા આજે સંસાધનો ૫૨ નિયંત્રણ પોત-પોતાના રાષ્ટ્રનું છે. જો પેટ્રોલ અરબ દેશો પાસે છે તો તેના પર તેમનું નિયંત્રણ છે. જો ઘણી બધી ખનિજો અમેરિકામાં છે તો તેના પર તેમનું નિયંત્રણ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની આજ સુધીની જે ભૂમિકા રહી છે, તે કેવળ શાંતિ અને સામંજસ્ય રાખવાની ભૂમિકા રહી છે. જો સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાને જાગતિક અર્થનીતિની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો અને તે એ સ્થિતિમાં આવે કે અર્થનીતિનું નિર્ધારણ કરી શકે અને સંસાધનો ૫૨ નિયંત્રણ કરી શકે તો વર્તમાનની સમસ્યાનું કોઈ સમાધાન મળી શકે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વૈશ્વિક અર્થનીતિનાં સૂત્ર એરિક્સોને વર્તમાન વ્યવસ્થાને ઠીક કરવા માટે, તેમાં પરિવર્તન લાવવા માટે કેટલાંક સૂત્રો સૂચવ્યાં છે, જે વૈશ્વિક અર્થનીતિ માટે ઘણાં ઉપયોગી બની શકે છે. તેમનું એક સૂત્ર છે – ક્રોધ, લોભ, ધૃણા અને મોહને ઓછાં કરવામાં આવે. આ વાત આધ્યાત્મિક અને ઉપદેશાત્મક વાત જેવી લાગે છે પરંતુ તેટલી નાની વાત નથી. આમાં એક ઘણા મોટા સત્યનું ઉદ્ઘાટન છે. સંતુલિત અર્થવ્યવસ્થા આ આવેગોને સંતુલિત કર્યા વિના ક્યારેય શક્ય નહિ બને. લોભનો સંવેગ અથવા ઈમોશન પ્રબળ હશે. તો કોઈપણ અર્થવ્યવસ્થા સંતુલિત નહીં બની શકે, ચાહે ગમે તેટલી નીતિઓ નિર્ધારિત કરવામાં આવે. ધૃણા, હીન ભાવના વગેરેનો સંવેગ પ્રખર હશે તો કોઈપણ અર્થનીતિ કારગત નહિ નિવડી શકે. સંવેગની સમસ્યા ભગવાન મહાવીરે જે સત્યોનું પ્રતિપાદન કર્યું, તેમાંનું એક સત્ય એ છે કે જે સમયે મનુષ્ય જાતિમાં ક્રોધ, અહંકાર, માયા, છળ અને લોભ – એ બધું શાન્ત થાય છે તે વખતે સમાજવ્યવસ્થા સારી ચાલે છે, અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા સારી રીતે ચાલે છે. જ્યારે તે સંવેગ પ્રબળ બને છે ત્યારે બધી વ્યવસ્થાઓ વેરવિખેર થઈ જાય છે. એક વ્યક્તિ-જેના હાથમાં સત્તા છે, તેનો સંવેગ પ્રબળ બની જાય તો દરેક હિટલર બની શકે છે, સ્ટાલિન બની શકે છે અને પોતાના સામ્રાજ્યવિસ્તાર માટે ભયંકરમાં ભયંકર સંહારક શસ્ત્રોનો પ્રયોગ કરી શકે છે. એટલા માટે જે આપણે સંતુલિત અર્થવ્યવસ્થા અને જાગતિક અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આપણે બંને પાસાં તરફ ચાલવું પડશે – બહારથી વ્યવસ્થાનું સમીકરણ અને ભીતરથી સંવેગોનું સમીકરણ અથવા સંતુલન. આપણે કેવળ બાહ્ય વ્યવસ્થાને ઠીક કરવા માગીએ અને આપણા આંતરિક સંવેગ પ્રબળ રહે તો એ ક્યારેય શક્ય નથી. આજે એક વ્યવસ્થા બનશે, પાંચ-દસ વર્ષ પછી કોઈ શક્તિશાળી વ્યક્તિ આવશે તો તેને ધ્વસ્ત કરી નાખશે. અંદરથી પણ પરિવર્તન લાવો માર્ક્સ અને કેનિજે અર્થવ્યવસ્થાનાં જે પરિવર્તન પર ધ્યાન આપ્યું છે, તે કેવળ સંસાધન, ઉત્પાદન અને વિનિમયની વ્યવસ્થા હતી. વ્યક્તિને બદલવાની વ્યવસ્થા પર ધ્યાન નથી આપ્યું એટલા માટે માર્ક્સની વ્યવસ્થાનું પરિણામ એ આવ્યું કે અધિનાયકવાદી વ્યવસ્થાએ સમગ્ર વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી. કેનિસની - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૧ 11 1:311311 Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાનું પરિણામ એ આવી રહ્યું છે કે ઉત્પાદન શાન્તિ માટે, ભૂખ મિટાવવા માટે ઓછું થઈ રહ્યું છે, સંહાર માટે વધુ થઈ રહ્યું છે. જો સંહારમાં આટલી શક્તિ ન લાગતી તો આજે ગરીબી અને બેરોજગારીની સમસ્યા જટિલ ન રહેતી. પરંતુ એ કેવી રીતે સંભવ છે ? જ્યારે મનુષ્યની અંદર ભય અને લોભનો સંગ છે, પ્રભુત્વના વિસ્તાર અને ધૃણાનો સંવેગ છે, પોતાને ઊંચા અને બીજાને હન માનવાનો સંવેગ છે, ત્યારે તે ભૂખ મિટાવવાની ચિન્તા શા માટે કરશે? તેની ચિન્તા હશે શક્તિના નિર્માણની. જ્યાં શક્તિનું નિર્માણ હશે ત્યાં શસ્ત્રનિર્માણ એક અનિવાર્ય શરત છે. ભયંકર ભૂલ જે આપણે નવી અર્થવ્યવસ્થાના વિષયમાં વિચારીએ તો એ ભૂલનો પરિષ્કાર કરીએ, જે અતીતમાં આપણાથી થતી રહી છે અને તે છે પદાર્થવ્યવસ્થા અને બાહ્ય વ્યવસ્થા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું. આન્તરિક વ્યવસ્થા પર આપણે ક્યારેય ધ્યાન જ નથી ગયું. માણસ અંદરથી નહિ બદલાય તો ફક્ત વ્યવસ્થા બદલાવાથી શું થશે? વ્યક્તિ ગમે તેટલી સારી મોટર કે કાર બનાવી લે, ડ્રાઈવર કુશળ નહીં હોય તો તે વિશ્વસનીય નથી, તેનાથી ભય ઊભો રહેશે. આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ, ત્યાં આપણી સમગ્ર પ્રવૃત્તિ, સમગ્ર વ્યવહાર દ્વન્દ્રથી શરૂ થાય છે. જ્યાં ન્હાત્મક સ્થિતિ છે ત્યાં કોઈ એકલો કામ નહીં કરી શકે. ના એકલો અંદરનું કામ કરી શકે છે ના એકલો જ બહારનું કામ કરી શકે છે. આંતરિક સ્થિતિ પણ બદલો અને બાહ્ય સ્થિતિ પણ બદલો. વર્તમાનની અર્થવ્યવસ્થાને બદલવાની અને નવી અર્થવ્યવસ્થાના નિર્માણની આપણી કોઈ મનોવૃત્તિ હોય તો એ ભૂલને સુધારવી પડશે. મારી દષ્ટિમાં એ ભયંકર ભૂલ છે અને તેને સુધાર્યા વિના કંઈ પણ નહિ થાય. કેટલાક માપદંડ નવી અર્થવ્યવસ્થાના પ્રવર્તન માટે આપણે કેટલાક પેરામીટર પણ સામે રાખવા પડશે. નવી અર્થવ્યવસ્થા તે છે, જે વિશ્વશાન્તિ માટે જોખમ ન બને. I અપરાધમાં ઘટાડો લાવીએ. હિંસાને પ્રોત્સાહન ન આપે. I પદાર્થમાં અત્રાણની અનુભૂતિ જગાવે. - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૨ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પહેલી શરત પહેલી શરત છે કે એવી અર્થવ્યવસ્થા હોય, જે વિશ્વશાન્તિ માટે જોખમરૂપ ન બને. એકલો જે પણ આગળ વધવા માગશે, તે વ્યક્તિ હોય, સમાજ અથવા રાષ્ટ્ર હોય, ખતરો ઊભો થશે. આ સંદર્ભમાં મહાવીરનું મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. जे लोयं अब्भाइक्खई से अत्ताणं अभाइकखई । जे अत्ताणं अभाइक्खई से लोयं अब्भाइक्खई ।। જે લોકનો, જગતનો અસ્વીકાર કરે છે, તે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે અને જે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, તે જગતના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. મહાવીરે કહ્યું, “જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો અને પોતાના અસ્તિત્વનો પણ અસ્વીકાર ન કરો. પર્યાવરણનું એ સૌથી મોટું સૂત્ર છે. તમે એકલા નથી. તમે તમારા એકલા માટે કંઈક કરો તો વિચારો કે મારા આ કાર્યનો, મારા આ વ્યવહારનો સમગ્ર વિશ્વ ઉપર શો પ્રભાવ પડશે? પ્રશ્ન થઈ શકે છે - એક નાનો માણસ શું વિચારે? તેના કોઈ કાર્યનો દુનિયા પર શું પ્રભાવ પડશે? પરંતુ તે આપણી ભૂલ છે. ભિન્ન પણ, અભિન્ન પણ. મહાવીરે અનેકાન્તની દષ્ટિથી કહ્યું – એક આંગળી હલે છે તો તેનાથી સમગ્ર વિશ્વ પ્રકંપિત થાય છે, આંગળીના પરમાણુઓથી જોડાયેલા તમામ પરમાણુ પ્રભાવિત થાય છે. આખી શ્રૃંખલા જોડાયેલી છે. જૈન આચાર્યોએ બતાવ્યું કે કપડાનો એક તાર અલગ કરો, તેમાંથી નીકળેલો એક પરમાણુ સમુદ્રમાં જઈને આખા સમુદ્રને પ્રકંપિત કરશે, તળાવમાં જઈને સમગ્ર તળાવને પ્રકંપિત કરશે. આપણે એકલા નથી. સમગ્ર સંસારથી જોડાયેલા છીએ. એટલા માટે અનેકાન્તનું સૂત્ર બન્યું - ન એકાન્તતઃ ભિન્ન અને ન એકાન્તતઃ અભિન્ન, પરંતુ ભિન્નભિન્ન. એક વ્યક્તિ આ લોકથી સર્વથા ભિન્ન નથી અને સર્વથા અભિન્ન પણ નથી. આખા વિશ્વ સાથે આપણું અસ્તિત્વ જોડાયેલું છે, જેથી એક વ્યક્તિ સર્વથા અભિન્ન નથી. તે ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જ્યારે તે અભિન્ન છે ત્યારે તેનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર કેમ નહિ પડે ? એટલા માટે કહેવામાં આવ્યું કે જે લોકનું અભ્યાખ્યાન કરે છે, તે પોતાનું અભ્યાખ્યાન કરે છે અને જે પોતાનું અભ્યાખ્યાન કરે છે, તે આખા લોકનું અભ્યાખ્યાન કરે છે. વ્યક્તિ અને વિશ્વ આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૩ Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ આપણે વ્યક્તિ અને લોક - બંનેના સંદર્ભમાં ચિન્તન કરીએ. આપણું કોઈપણ ચિન્હન વિશ્વને છોડીને કેવળ વ્યક્તિના સંદર્ભમાં ન હોય અને વ્યક્તિને છોડીને કેવળ વિશ્વના સંદર્ભમાં ન હોય. વ્યક્તિ અને વિશ્વ બંનેના સંદર્ભમાં આપણું ચિન્તન, વિચાર અને નીતિનું નિર્ધારણ થાય. ગ્લોબલ ઈકોનોમીની નીતિનું નિર્ધા૨ણ કરીએ તો આપણે સૌથી પહેલાં આ વાતનું ધ્યાન રાખવું પડશે - આ અર્થનીતિ વિશ્વશાન્તિ માટે જોખમરૂપ ન બને, વ્યક્તિની શાન્તિને જોખમરૂપ ના બને. જે વ્યક્તિની શાંતિ મો જોખમ બનશે, તેને ખંડિત કરશે, તે વિશ્વની શાન્તિને ખંડિત કરશે, તે વ્યક્તિની શાન્તિને ખંડિત કરશે. વ્યક્તિ અને વિશ્વ - બંનેની શાન્તિ માટે ખતરો ન બને, તે નવી અર્થનીતિનું પહેલું પેરામીટર છે. હિંસાને પ્રોત્સાહન ન મળે. M બીજું પેરામીટર છે - અર્થનીતિ હિંસા અને હત્યાને પ્રોત્સાહન ન આપે. હિંસા જીવન સાથે જોડાયેલી છે. પ્રાચીન આચાર્યોએ કહ્યું – ‘જીવો જીવસ્ય જીવનમ્’ જીવ જીવનું જીવન છે. આ પણ સત્યાંશ છે. આને પણ સમગ્રતાથી ઘટિત ક૨વામાં આવે તો તે યોગ્ય નથી. પરંતુ તેમાં કોઈ મતભેદ નથી કે જીવન-નિર્વાહ માટે હિંસા અનિવાર્ય છે. હિંસાને બધી રીતે તો ન છોડી શકાય એટલા માટે મહાવીરે એક વિશેષણ જોડી દીધું. આવશ્યક હિંસા ન થાય, આક્રમક હિંસા ના થાય. તે અર્થનીતિ બને જે અનાવશ્યક આક્રમક હિંસાને પ્રોત્સાહન ન આપે. મનુષ્યની જ નહીં, પાણીની પણ અનાવશ્યક હિંસા ન થાય, તેનો પણ અપવ્યય ન થાય. વનસ્પતિ જગતની પણ અનાવશ્યક હિંસા ન થાય. નાનામાં નાના પ્રાણીની પણ અનાવશ્યક હિંસા ન થાય. આ ખૂબ જ અપેક્ષિત છે. શ્રેષ્ઠ પણ, ખોટું પણ આજે વિચારના ક્ષેત્રમાં એક ભ્રાન્તિ કામ કરી રહી છે. મહાભારતમાં વેદવ્યાસે લખ્યું છે. ‘ન માનુષાત્ શ્રેષ્ઠતાં હિિિવત્ ।' મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી. મહાવીરે પણ કહ્યું છે - ‘માળુસસ વિઘ્નહે વહુ દુખહે ।' પરંતુ જ્યાં આ કહેવું ઠીક છે કે, મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી કે ત્યાં એ પણ કહી શકાય. મનુષ્ય કરતાં ખોટું પણ કોઈ નથી. બંનેને મેળવીશું તો પૂર્ણ સત્ય બનશે. મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી, એ કહેવાનો અર્થ હતો - વિકાસની દૃષ્ટિએ મનુષ્ય કરતાં શ્રેષ્ઠ કોઈ નથી. અમે પ્રેક્ષાધ્યાનના સંદર્ભમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – મનુષ્યનું નાડીતંત્ર, ગ્રંથિતન્ત્ર એટલું વિકસિત છે, તેનું રીજનિંગ માઈન્ડ એટલું સક્રિય છે, તેની વિવેક મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૪ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ચેતના એટલી જાગૃત છે કે તેનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી નથી. આ એક સત્યાંશ છે. એના આધારે જ માની લેવામાં આવ્યું કે મનુષ્ય માટે બધું જ ખાદ્ય છે. તે કોઈ પશુને મારે કે પક્ષીને. માંસભક્ષણ હેતુથી આજે કરોડો પશુ – પક્ષીઓની તે નિર્મમ હત્યા કરી રહ્યો છે. છતાંપણ તે શ્રેષ્ઠ પ્રાણી છે શ્રેષ્ઠતાનો આ જે દુરુપયોગ થયો છે અને આ ધારણાએ મનુષ્યને જેટલો ભટકાવ્યો છે, જેટલો નિરકુશ બનાવ્યો છે કે કદાચ એટલો તે ક્યારેય નહોતો ! એમ લાગે છે કે તે મૂક પશુઓની હત્યાઓ તેનાથી એનો પ્રતિશોધ પણ લઈ રહી છે. શારીરિક અને માનસિક દષ્ટિથી મનુષ્ય નિરન્તર અસ્વસ્થ થતો રહ્યો છે. ઘણાં બધાં સાધનોને મેળવીને પણ તે નિરાશ્રય અને શરણવિહીન બની રહ્યો છે, હીન-દીન બની રહ્યો છે. પદાર્થ શરણ નથી એરિકોને એક સૂત્ર આપ્યું, જેને હું મહાવીરના સૂત્રનો અનુવાદ માનું છું અને તે આ છે -નવી અર્થનીતિમાં એ ભાવના જાગૃત કરવી જોઈએ કે પદાર્થ આપણા માટે ત્રાણ નથી. એક અનુપ્રેક્ષા છે અશરણ અનુપ્રેક્ષા. કોઈ પણ પદાર્થ આપણા માટે શરણ નથી. વ્યવહારમાં તો તે શરણ બને છે, પરંતુ મૂળરૂપે કોઈ પણ પદાર્થ અંતિમ શરણ નથી. ઠીક આ જ ભાષામાં એરિકટ્રાને કહ્યું, પદાર્થ કોઈ ત્રાણ નથી, એ ભાવનાનો વિકાસ કરવો જોઈએ. જ્યારે અનિત્ય અશરણ વગેરે-વગેરે અનુપ્રેક્ષાઓનો વિકાસ થશે ત્યારે આપણું આન્તરિક પરિવર્તન થશે, સંવેગો પર નિયંત્રણ કરવાની આપણી ક્ષમતા વધશે. એનાથી અનુસ્મૃત જાગતિક અર્થનીતિનું નિર્ધારણ થશે તો રાષ્ટ્રીય અહં અને પ્રભુસત્તાનો અહં ઓછો થશે, તેનું સંતુલન બનશે. અપરાધમાં ઘટાડો લાવીએ નવી અર્થનીતિનું એક પેરામીટર એ હોવું જોઈએ – અર્થવ્યવસ્થા અપરાધમાં ઓછાપણું લાવે. એ ન માની શકાય કે આજે જે અપરાધ વધી રહ્યા છે, તે અહેતુક છે. આજની આર્થિક અવધારણાએ વ્યક્તિમાં એટલી લાલસા ઊભી કરી દીધી છે કે આટલો વિકાસ થવો જોઈએ. એક આધુનિક વ્યક્તિ, પોતાના જીવનનું એક સ્ટાન્ડર્ડ બનાવે છે, આધુનિક કહેવાય છે. આ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ'નાં સાધન જેને સુલભ છે, તેઓ મોટા અપરાધમાં જાય છે, નાનામાં નહિ. તેઓ શોષણ અને વ્યાવસાયિક અપરાધ કરે છે અથવા રાજનીતિક અપરાધ કરે છે. પરંતુ જે ગરીબ માણસો છે, જેને જીવનનાં સાધન ઉપલબ્ધ નથી, તેઓ નાના અપરાધમાં જાય છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૫ - - - - - - - - - - - - - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાનો દોષ બે વિદ્યાર્થી સાથે ભણ્યા. એકના ઘરમાં બધાં આધુનિક સાધનો છે - રેડિયો, ટી.વી. ફ્રિજ વગેરે. બીજા વિદ્યાર્થીને સાયકલ જેવું મામૂલી વાહન પણ ઉપલબ્ધ નથી. સાધનહીન વિદ્યાર્થીના મનમાં સમ્પન્ન વિદ્યાર્થીને જોઈને એ ભાવના જાગે છે - અમે ગરીબ છીએ. પછી તેના મનમાં યેન-કેન પ્રકારેણ તે સાધનોને પ્રાપ્ત કરવાની ભાવના જાગે છે. આવી મનોવૃત્તિ એટલા માટે ઉદ્ભવી છે કે સાધનશુદ્ધિ અને નૈતિક મૂલ્યો અંગે અર્થનીતિમાં કોઈ વિચાર નથી થયો. આમાં વ્યવસ્થાનો દોષ મનાય છે. અપરાધ વધ્યા છે, એમાં વ્યક્તિનો કોઈ દોષ નથી. જો કેવળ મધ્યમ વર્ગ હોત તો કદાચ આટલા અપરાધ ન થાત. આજે આ ત્રણ વર્ગ બન્યા છે - ઉચ્ચ, મધ્યમ, અને નિમ્ન. એનાથી અપરાધ અને હિંસાને પ્રોત્સાહન મળ્યું છે. ગરીબીની રેખા નીચે જીવન જીવનારા વર્ગના મનમાં આકાંક્ષા જાગી, પરંતુ પ્રાપ્તિનાં સાધનોથી તે વંચિત રહ્યો. આવી સ્થિતિમાં નૈતિકતા પ્રામાણિકતા, અધ્યાત્મ, આ બધી તેના માટે બેકારની વાતો સાબિત થાય છે, તેને તે માત્ર ફોગટના રૂપમાં માને છે. તેને તે વડીલ વર્ગ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવેલી ઢાલ માને છે. બધાનો અસ્વીકાર કરીને તે અપરાધની દુનિયામાં પ્રવેશ કરે છે. આ અર્થવ્યવસ્થાની સાથે સમાજની મનોવૃત્તિ પર ધ્યાન નહિ આપીએ તો સંપૂર્ણ આર્થિક વિકાસ થવા છતાં સમાધાન નહિ મળે. બંને સ્વર સંભળાય અર્થવ્યસ્થા એવી હોય, જેમાં એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ ન કરી શકે અને કોઈની પર પોતાની વ્યાવસાયિક અથવા વૈચારિક પ્રભુસત્તા સ્થાપિત ન કરી શકે. જો આ પ્રકારની અર્થવ્યવસ્થા બને તો આજની માગણીને કંઈક સમાધાન મળે. એ નથી કહી શકાતું કે કોઈ વ્યવસ્થા શાશ્વત બની જશે. શાશ્વત તો કંઈ છે જ નહિ, પરંતુ જે મનુષ્યકૃત છે, તેને અવશ્ય સમાધાન મળી શકે છે. જે આપણે એ વ્યવસ્થાઓને સમન્વિત કરી શકીએ, જે મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજને એક રૂપ કરી શકે. જ્યાં કેનિજ કહે છે – ખૂબ વિકાસ કરો, ખૂબ ઉત્પાદન કરો, સંસાધનોનો વિકાસ કરો ત્યાં મહાવીરનો આ સ્વર પણ સંભળાય છે – “યા કરું પૂ વા વર્લ્ડ વા પાદું વ્રફમામિ તે દિવસ ધન્ય હશે, જ્યારે હું અલ્પ અથવા બહુ પરિગ્રહનો પરિત્યાગ કરીશ. એક બાજુ પરિગ્રહના પરિત્યાગની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૬ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાવના, વિસર્જનની ભાવના છે, બીજી બાજુ સંગ્રહની ભાવના છે. આ બંને આપણી બંને બાજુએ નવી અર્થવ્યવસ્થા નવું સમાધાન આપનારી બનશે, કારગત બનશે, સાર્થક બનશે. જ્યાં માત્ર એક જ સ્વર સાંભળવા મળશે, ત્યાં સમાધાન નહિ મળે. એટલા માટે આપણે બંને સત્યાંશીને મિલાવીએ, બંને એક સાથે આપણા કાનોમાં બરાબર ગૂંજતા રહે તો ન સંપદા સાથે ઉન્માદ વધશે અને ન ગરીબી-ભૂખમરો રહેશે. એક નવી વ્યવસ્થામાં માણસ સુખનો શ્વાસ લઈ શકશે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૭ ST Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મ દ્વારા આજીવિકા : આ ઇચ્છા પરિમાણ ભગવાન મહાવીરે કહ્યું – “ઇચ્છા આકાશની માફક અનંત છે.” આ ધાર્મિક દષ્ટિથી જેટલું સત્ય છે તેટલું જ અર્થશાસ્ત્રીય દષ્ટિથી સત્ય છે. અર્થશાસ્ત્ર પ્રમાણે માગણી કરતાં આવશ્યકતાનું ક્ષેત્ર મોટું હોય છે. આવશ્યકતા મનુષ્યની એ ઇચ્છાને કહે છે, જેને પૂરી કરવા માટે તેની પાસે પર્યાપ્ત ધન હોય અને સાથોસાથ તે મનુષ્ય તે ધનનો ખર્ચ કરવા માટે પણ તૈયાર હોય. માગણી તે આવશ્યક્તાને કહે છે, જેની સંતુષ્ટિ થઈ ગઈ છે. ઇચ્છાનું ક્ષેત્ર આવશ્યકતા કરતાં મોટું હોય છે. બધી ઈચ્છાઓ આવશ્યકતા ન હોઈ શકે, જ્યારે બધી આવશ્યકતાઓ ઈચ્છા અવશ્ય હોય છે. ઇચ્છાથી આવશ્યકતાનું ક્ષેત્ર સંકુચિત અને માગણીનું ક્ષેત્ર તેનાથી પણ સંકુચિત હોય ** માગણી છે વનથકતાનો ઇચછાઓ - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા નૈસર્ગિક હોય છે. આવશ્યકતાઓ ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક રીતિરિવાજ, શારીરિક અપેક્ષા, પરિસ્થિતિ અને ધાર્મિક ભાવના દ્વારા નિર્ધારિત હોય છે. આર્થિક પરિસ્થિતિ દ્વારા આવશ્યકતાનું નિર્ધારણ ગરીબ વ્યક્તિની જરૂરિયાતો સીમિત હોય છે. તે ફક્ત જીવન-રક્ષક જરૂરિયાતોને જ પૂર્ણ કરી શકે છે. ધનવાન વ્યક્તિની આવશ્યકતાઓ તેનાથી ઘણી વધારે હોય છે. તે કેવળ જીવન-રક્ષક આવશ્યકતાઓને જ પૂર્ણ નથી કરતો, વિલાસિતાયુક્ત આવશ્યકતાઓને પણ પૂર્ણ કરે છે.' ધાર્મિક ભાવના દ્વારા આવશ્યકતાનું નિર્ધારણ ધાર્મિક વ્યક્તિની આવશ્યકતાઓ નૈતિક દષ્ટિથી પ્રભાવિત હોય છે. તે જે નૈતિક આદર્શોને માને છે, તેના આધારે પોતાની આવશ્યકતાઓનું નિર્માણ કરે છે. તેની આવશ્યકતાઓ ઘણી ઓછી અને સંતુલિત હોય છે, પરંતુ ભૌતિક મનોવૃત્તિ રાખનારી વ્યક્તિની આવશ્યકતાઓ તેની તુલનામાં ઘણી અધિક અને અનેક પ્રકારની હોય છે. લાભ : લોભ આવશ્યકતાનો ઘડો એટલો ઊંડો છે કે તેને ક્યારેય ભરી શકાય નહિ. આ સત્યની સ્વીકૃતિ ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર - બંનેએ કરી છે. ભગવાન મહાવીરે કહ્યું “લાભથી લોભ વધે છે. જેમ-જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જાય છે.' એક જરૂરિયાત પૂરી થાય છે તો બીજી નવી જરૂરિયાત જન્મ લે છે. જરૂરિયાતની આ વિશેષતાના આધારે અશાંતિનો નિયમ નિશ્ચિત કરવામાં આવ્યો છે. જરૂરિયાતની અસીમિતતાને લીધે મનુષ્યની શાન્તિ ભંગ થાય છે. ડૉ. માર્શલનું કથન અર્થશાસ્ત્રમાં પણ જરૂરિયાતની અપૂરણીયતાનું પ્રતિપાદન છે. ડો. માર્શલ લખ્યું છે – “મનુષ્યની જરૂરિયાતો અને ઈચ્છાઓ અસંખ્ય અને અનેક પ્રકારની હોય છે.” * જે માણસ એક જરૂરિયાતને પૂરી કરે છે તો બીજી નવી જરૂરિયાત સામે ઊભી થઈ જાય છે. તે જીવનપર્યત પોતાની તમામ જરૂરિયાતોની પૂર્તિ નથી કરી. શકતો. અર્થશાસ્ત્રીઓએ જરૂરિયાતની આ વિશેષતાના આધારે “પ્રગતિનો નિયમ (Law of progress) સ્થાપિત કર્યો છે. તેમનો મત છે કે અસીમિત જરૂરિયાતોના *. Principles of Economics p.73 -- - - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૯૯ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કા૨ણે જ નવા નવા આવિષ્કાર થાય છે. પરિણામ સ્વરૂપ સમાજની આર્થિક પ્રગતિ થાય છે. આર્થિકપ્રગતિનો દૃષ્ટિકોણ મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સામાજિક જીવનનો મુખ્ય આધાર અર્થ છે. આ ર્દષ્ટિકોણમુજબ આર્થિક પ્રગતિ ખૂબ આવશ્યક છે. આવશ્યકતાઓ સીમિતથવાથી આર્થિક પ્રગતિને પ્રોત્સાહન મળતું નથી. એટલા માટે આર્થિક વિકાસની દૃષ્ટિએ જરૂરિયાતોનો વિસ્તાર જરૂરી છે. આ વસ્તુ-સત્યને ધ્યાનમાં રાખીને એક પ્રાચીન અર્થશાસ્ત્રીએ કહ્યું હતું, ‘‘અસંતુષ્ટ સંન્યાસી નષ્ટ થઈ જાય છે અને સંતુષ્ટ રાજા નષ્ટ થઈ જાય છે.’ સંન્યાસી માટે જરૂરિયાતોને ઓછી કરવી તે ગુણ છે અને તેનો વિસ્તાર કરવો એ દોષ છે. સામાજિક વ્યક્તિ માટે જરૂરિયાતોને ઓછી ક૨વી દોષ છે અને તેનો વિસ્તાર કરવો એ ગુણ છે. માનવીય તેમજ આધ્યાત્મિક દૃષ્ટિકોણ મનુષ્ય સામાજિક પ્રાણી છે - આ વાસ્તવિકતાના સંદર્ભમાં જરૂરિયાતોને સીમિત કરવાનો અર્થશાસ્ત્રનો દૃષ્ટિકોણ ખોટો નથી, પરંતુ માણસ શું ફક્ત સામાજિક પ્રાણી છે ? શું તે વ્યક્તિ નથી ? શું તેનામાં સુખ-દુ:ખનું સંવેદન નથી ? શું અસીમિત જરૂરિયાતોનું દબાણ તેનામાં શારીરિક અને માનસિક તનાવ પેદા નથી કરતું ? શું આવશ્યકતાઓના વિસ્તારની પાછળ ઊભેલો ઈચ્છાનો રાક્ષસ શારીરિક ગ્રન્થિઓના સ્રાવને અસ્ત-વ્યસ્ત અને માનસિક વિક્ષોભ ઉત્પન્ન નથી કરતો ? આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ન આપીને જ આપણે આવશ્યકતાઓના વિસ્તારનું એકાન્તિક સમર્થન કરી શકીએ, પરંતુ જ્યારે મનુષ્યને માનવીય દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓની અસીમિતતાનું સમર્થન નથી કરી શકતા. આ માનવીય અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઇચ્છાઓને સીમિત કરવી જરૂરી છે. મધ્યવર્તીસિદ્ધાન્ત અર્થશાસ્ત્રીય અને ધાર્મિક - આ બંને દૃષ્ટિકોણ પોત-પોતાના વિષયક્ષેત્રની દૃષ્ટિમાં જ સત્ય છે. ધર્મશાત્ર કહે છે - ‘આવશ્યકતાને ઓછી કરો.' ત્યારે આપણે એ સત્ય તરફથી આંખ ન ફેરવી લેવી જોઈએ કે એ પ્રતિપાદન માનસિક અશાન્તિની સમસ્યાને સામે રાખીને કહેવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર કહે છે - ‘આવશ્યકતાઓનો વિસ્તાર કરો' ત્યારે આપણે એ વાસ્તવિકતાથી આંખ ન ફેરવી લેવી જોઈએ કે આ સિદ્ધાન્તનું પ્રતિપાદન મનુષ્યના સુખ-સુવિધાના વિકાસને ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. મહાવીરે સામાજિક વ્યક્તિ માટે અપરિગ્રહની વાત નથી કહી. તે મુનિ માટે સંભવ છે. સામાજિક પ્રાણી માટે તેમણે ઇચ્છા-પરિમાણના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. સામાજિક માણસ ઇચ્છાઓ અને આવશ્યકતાઓને સમાપ્ત કરીને જીવન નથી ચલાવી શકતો અને તેનો વિસ્તાર કરીને શાંતિપૂર્ણ જીવન નથી જીવી શકતો. એટલા માટે તેમણે બંનેનો મધ્યવર્તી સિદ્ધાન્ત - ઇચ્છા પરિમાણનું પ્રતિપાદન કર્યું. મૌલિક ભિન્નતા જીવન પ્રત્યે ધર્મશાસ્ત્રનો જે દૃષ્ટિકોણ છે, તેનાથી અર્થશાસ્ત્રનો દષ્ટિકોણ મૌલિક રૂપે ભિન્ન છે. ધર્મશાસ્ત્ર જીવનની વ્યાખ્યા આંતરિક ચેતનાના વિકાસની દષ્ટિએ કરે છે. અર્થશાસ્ત્ર જીવનની વ્યાખ્યા આર્થિક ક્રિયાઓના માધ્યમથી કરે છે. બંને વ્યાખ્યાઓની પૃષ્ઠભૂમિ અને દૃષ્ટિકોણ એક નથી. એટલા માટે ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્રનું અને અર્થશાસ્ત્ર ધર્મશાસ્ત્રનું સમર્થન નથી કરતું. પરન્તુ ધર્મ અને ધન બંનેનો સામાજિક જીવન સાથે સંબંધ હોય છે, જેથી જીવનનાં કેટલાંક બિન્દુઓ પર તેમનો સંગમ થાય છે. તે એકબીજાને પ્રભાવિત પણ કરે છે. ભગવાન મહાવીરે કહ્યું, - “ઇચ્છાઓને સંતોષથી જીતો.' અગ્નિમાં ઈધણ મૂકીને તેને બુઝાવી નથી. શકાતી, તેવી જ રીતે ઇચ્છાની પૂર્તિ દ્વારા ઇચ્છાઓને સંતુષ્ટ નથી કરી શકાતી. આવશ્યકતાઓની વૃદ્ધિ, વસ્તુઓની વૃદ્ધિ, ઉત્પાદન અને શ્રમની વૃદ્ધિમાં ફાળો આપે છે. પરન્તુ સુખ અને શાંતિમાં ફાળો આપે છે – આ માન્યતા ભ્રાંતિપૂર્ણ છે. આવશ્યકતાઓની વૃદ્ધિથી જીવનનું સ્તર ઉન્નત થાય છે, પરંતુ સુખ અને શાન્તિનું સ્તર ઉન્નત થાય છે – એમ ન માની શકાય. ઈચ્છા-પરિમાણની સીમારેખા ધાર્મિક મનુષ્ય, પણ સામાજિક પ્રાણી હોય છે. સામાજિક હોવાને લીધે તે અનિવાર્યતા અને સુવિધાની આવશ્યકતાઓને નથી છોડી શકતો. મહાવીરે ગૃહસ્થને તેના ત્યાગનો નિર્દેશ નથી આપ્યો. વિલાસિતા જેવી આવશ્યકતાઓને ધાર્મિક છોડવી જોઈએ - આ આધાર પર “ઇચ્છા-પરિમાણ'ની સીમા-રેખા દોરી શકાય. અનિવાર્યતા અને સુવિધા જેવી આવશ્યકતાઓની પૂર્તિ કરતાં કરતાં વિલાસિતા જેવી આવશ્યકતાઓ અને ઇચ્છાઓનો સંયમ કરવો આવશ્યક છે. તેમાં આર્થિક વિકાસ અને ઉન્નત જીવન સ્તરની સંભાવનાઓનાં દ્વાર બંધ પણ નથી તથા મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૧ ; Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિલાસિતાના આધારે થનારી આર્થિક પ્રગતિ અને ઉન્નત જીવનસ્તરનાં દ્વાર ખુલ્લાં પણ નથી. અનિવાર્યતાની પરિભાષા અર્થશાસ્ત્ર પ્રમાણે અનિવાર્યતા, સુવિધા, અને વિલાસિતાની સીમા આ રીતે છે – “સુખ દુઃખના આધાર પ્રમાણે આવશ્યકતાઓનું વર્ગીકરણ એ વાતથી નિર્ધારિત થાય છે કે કોઈ વસ્તુના ઉપભોગથી ઉપભોકતાને સુખ મળે છે અથવા ઉપભોગ ન કરવાથી તેને દુઃખ મળે છે. જો કોઈ વસ્તુના ઉપભોગથી મનુષ્યને થોડુંક સુખ મળે છે અને ઉપભોગ ન કરવાથી ઘણા દુઃખનો અનુભવ થાય છે ત્યારે એવી વસ્તુને આપણે અનિવાર્યતા કહીશું. જો કોઈ વસ્તુના ઉપભોગથી મનુષ્યને અનિવાર્યતાની અપેક્ષા અધિક સુખ મળે છે, પરંતુ તેનો ઉપભોગ ન કરવાથી અત્યંત સુખનો અનુભવ થાય છે તથા તેનો ઉપભોગ ન કરવાથી દુઃખ નથી થતું (સિવાય કે જ્યારે મનુષ્ય તે વસ્તુના ઉપભોગનો વ્યસની હોય છે, ત્યારે તેને વિલાસિતાની વસ્તુ કહે છે. જો કોઈ વસ્તુના ઉપભોગથી અલ્પસમય સુખ મળે છે તથા ઉપભોગ ન કરવાથી ઘણું કષ્ટ થાય છે ત્યારે તેને ધનોત્સર્ગિક વસ્તુ કહે છે. સુખ – દુઃખના આધારે આવશ્યક્તાઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય છેઃ મનુષ્ય પર સુખદુઃખનો પ્રભાવ વસ્તુઓ | વસ્તુનો ઉપભોગ કરવાથી તે વસ્તુનો ઉપભોગ ન કરવાથી. અનિવાર્યતાઓ | થોડુંક સુખ મળે છે. ઘણું દુઃખ થાય છે. સુખદાયક વસ્તુઓ કંઈક વધારે સુખ મળે છે. | થોડુંક દુઃખ થાય છે. (સુવિધાઓ) વિલાસિતાઓ ઘણું સુખ મળે છે. દુઃખ નથી થતું. ધર્મની દૃષ્ટિ અર્થશાસ્ત્રની દષ્ટિએ નૈતિકતા અને શક્તિ આ બધું ગૌણ છે. તેની સમક્ષ મુખ્ય પ્રશ્ન આર્થિક પ્રગતિ દ્વારા માનવીય કલ્યાણનો છે. તેના આધારે તે મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિલાસિતાનું સમર્થન કરે છે અને આર્થિક પ્રગતિ માટે તેને આવશ્યક માને છે. ધર્મ-ગુરુની દૃષ્ટિએ આર્થિક પ્રગતિનો પ્રશ્ન ગૌણ હોય છે. નૈતિકતા અને શાન્તિનો પ્રશ્ન મુખ્ય હોય છે. ધર્મગુરુ સામાજિક વ્યક્તિને ધર્મથી દીક્ષિત કરે છે, એટલા માટે તે તેની આર્થિક અપેક્ષાઓની સર્વથા ઉપેક્ષા કરીને તેના માટે અપરિગ્રહના નિયમોની સંરચના નથી કરી શકતો. આ આધાર પર “ઇચ્છા-પરિમાણ વ્રતના પરિપાર્થમાં મહાવીરે આ નૈતિક નિયમોનો નિર્દેશ આપ્યો. ૧. ખોટું તોલ-માપ ન કરવું. ૨. ભેળસેળ ન કરવી. ૩. અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ ન વેચવી. ઈચ્છા-પરિમાણ નિયામક તત્ત્વ સમાજના સંદર્ભમાં ઇચ્છા-પરિમાણના નિયામકનાં તત્ત્વ એ છે - પ્રામાણિકતા અને કરુણા. વ્યક્તિના સંદર્ભમાં તેનું નિયામક તત્ત્વ છે – સંયમ. ખોટું તોલ-માપ વગેરે ન કરવાની પાછળ પ્રામાણિકતા અને કરુણાની પ્રેરણા છે. વ્યક્તિગત ઉપભોગ ઓછો કરવા પાછળ સંયમની પ્રેરણા છે. મહાવીરના વતી શ્રાવક અથર્જનમાં અપ્રામાણિક સાધનોનો પ્રયોગ નહોતા કરતા અને વ્યક્તિગત જીવનની સીમા રાખતા હતા. ધનના સંગ્રહમાં અપ્રામાણિક સાધનોનો ઉપયોગ ન કરવો, સંગ્રહની નિશ્ચિત સીમા કરવી અને વ્યક્તિગત ઉપભોગમાં સંયમ કરવો - આ ત્રણે મળીને “ઇચ્છા – પરિમાણ વ્રતનું નિર્માણ કરે છે. ધર્મ અને ગરીબીનો પ્રશ્ન આ આર્થિક વિપન્નતાનું વ્રત નથી. ધર્મ અને ગરીબી વચ્ચે કોઈ સમ્બન્ધ નથી. ગરીબ માણસ જ ધાર્મિક હોઈ શકે છે અથવા ધાર્મિક માણસ ગરીબ હોવો જોઈએ – આ ચિન્તન મહાવીરની દ્રષ્ટિથી ત્રુટિપૂર્ણ છે. ધર્મની આરાધના ન ગરીબ કરી શકે છે અને ન અમીર કરી શકે છે. જેના મનમાં શાન્તિની ભાવના જાગૃત થાય છે, તે ધર્મની આરાધના કરી શકે છે, પછી તે ગરીબ હોય કે અમીર. ધાર્મિક વ્યક્તિ ગરીબી અને અમીરી – બંનેથી અલગ થઈને ત્યાગી બને છે. જન્મથી: કર્મથી આપણે ધર્મને જાતિનું એક રૂપ આપી દીધું છે. આપણા યુગમાં ધાર્મિક મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ જન્મથી ધાર્મિક છે. જે વ્યક્તિ જે પરંપરામાં જન્મ લે છે, તે વંશ-પરંપરાનો ધર્મ તેનો ધર્મ બની જાય છે. જન્મથી ધાર્મિકના માટે ઇચ્છા-પરિમાણનું વ્રત અર્થવાનું નથી. તે એ લોકો માટે અર્થવાનું છે, જે કર્મથી ધાર્મિક છે. આવા ધાર્મિક સાધુ-સંન્યાસીઓ જેટલા વિરલ નથી, છતાંપણ જનસંખ્યાની અપેક્ષાએ વિરલ જ હોય છે. એટલા માટે તેમના આધાર પર ના આર્થિક માન્યતાઓ સ્થાપિત થાય છે અને ન તેઓ આર્થિક પ્રગતિમાં અવરોધ બને છે. અધિકાંશ ધાર્મિક લોકો જન્મથી ધર્મના અનુયાયી હોય છે. તેઓ આવશ્યકતાઓનો ઘટાડો, અર્થ-સંગ્રહનો ઘટાડો, વિલાસિતામાં સંયમ અને નૈતિક નિયમોમાં વિશ્વાસ નથી કરતા. તેમનો ધર્મ નૈતિકતા-શૂન્ય ધર્મ હોય છે. તેઓ ધાર્મિક હોવાની સાથોસાથ નૈતિક હોવું આવશ્યક નથી માનતા. તેઓ ધર્મ પ્રત્યે રુચિ પ્રદર્શિત કરે છે, પણ તેનું આચરણ નથી કરતા. આવા ધાર્મિકોનો ધર્મ આર્થિક પ્રગતિને પ્રભાવિત નથી કરતો. આવશ્યકતાવૃદ્ધિનું સમર્થન અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રગતિ માટે આવશ્યકતા વધારવાનો સિદ્ધાન્ત છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ તેનું મુક્ત સમર્થન કરે છે, તો કેટલાક અર્થશાસ્ત્રીઓ તેના મુક્ત સમર્થનના પક્ષમાં નથી. આવશ્યકતાઓને વધારવાના પક્ષમાં નીચેની દલીલો વ્યક્ત કરવામાં આવી છે ૧. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસને અધિકતમ સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે. ૨. આવશ્યકતાઓની વૃદ્ધિ સભ્યતાના વિકાસ અને જીવનસ્તરની ઉન્નતિમાં સહાયક થાય છે. ૩. આવશ્યક્તાઓની વૃદ્ધિથી ધનના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. ૪. આવશ્યકતાઓની વૃદ્ધિથી રાજ્યની આર્થિક સ્થિતિ સુદઢ થાય છે પરિણામે તે રાજ્ય સૈનિક દષ્ટિકોણથી સશક્ત અને પોતાની રક્ષામાં આત્મનિર્ભર બને છે. વિપક્ષમાં દલીલ આવશ્યકતાઓને વધારવાના વિપક્ષમાં નીચેની દલીલો વ્યક્ત કરવામાં આવી છેઃ ૧. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસ દુઃખ - કલેશનો અનુભવ કરે છે. N મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૪ - - - - - - - - - - - - - - - - - - - -N Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨. આવશ્યકતાઓની વૃદ્ધિ અને પછી તેની સંતુષ્ટિ માટેનો સતત પ્રયત્ન મનુષ્યને ભૌતિકવાદી બનાવે છે. ૩. આવશ્યકતાઓની વૃદ્ધિથી સમાજમાં વર્ગ-સંઘર્ષ (Class struggle) થઈ જાય છે. ૪. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસ સ્વાર્થી બની જાય છે અને તે અધિક ધન કમાવા માટે અપ્રામાણિક સાધનોનો પ્રયોગ કરે છે. આવશ્યકતા અને સંતુષ્ટિ અનેકાન્તની દષ્ટિએ મીમાંસા કરવાથી એવો નિષ્કર્ષ નીકળે છે કે સત્યાંશ બંનેની મધ્યમાં છે. આવશ્યકતાઓના એકદમ ઓછાપણામાં સામાજિક ઉન્નતિ નથી થતી. આ અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ મિથ્યા નથી તો આવશ્યકતાઓની અત્યંત વૃદ્ધિ થવાથી દુઃખ અને કલેશ વધે છે એ દૃષ્ટિકોણ પણ મિથ્યા નથી. આ બીજા દૃષ્ટિકોણને ધર્મનું સમર્થન પણ પ્રાપ્ત છે. અર્થશાસ્ત્રનું સમર્થન એટલા માટે મળે છે કે માર્શલની રીતે અર્થશાસ્ત્ર માનવીય કલ્યાણનું શાસ્ત્ર છે અને તેનો મુખ્ય ઉદ્દેશ માનવીય કલ્યાણમાં વૃદ્ધિ કરવાનો છે. સીમિત સાધનો વડે અસીમિત આવશ્યકતાઓની સંતુષ્ટિનો માર્ગ પ્રદર્શિત કરવાનું અર્થશાસ્ત્રનું કાર્ય છે. પરંતુ જે અનુપાતમાં આવશ્યકતાઓની વૃદ્ધિ કરવામાં આવે છે તે અનુપાતમાં તેમની સંતુષ્ટિ ન કરી શકાય. મોટા ભાગના લોકો પોતાની તીવ્ર આવશ્યકતાઓ (અનિવાર્યતાઓ)ની સંતુષ્ટિ કરી શકે છે. મધ્યમ આવશ્યકતાઓ (સુવિધાઓ)ની સંતુષ્ટિ અપેક્ષાકૃત ઓછા લોકો કરી શકે છે. મન્દ આવશ્યકતાઓ (વિલાસિતાઓ)ની સંતુષ્ટિ કેટલાક જ લોકો કરી શકે છે. આવશ્યકતાવૃદ્ધિ સાથે જોડાયેલી સમસ્યાઓ આ ક્રમની સાથે મહાવીરનો દૃષ્ટિકોણ – “લાભથી લોભ વધે છે'નું અધ્યયન કરવાથી એ ફલિત થાય છે કે આવશ્યકતાઓની વૃદ્ધિના ક્રમમાં કેટલીક આવશ્યકતાઓની સંતુષ્ટિ થઈ શકે છે, પરંતુ તેમની વૃદ્ધિ સાથે ઉદ્ભવનારાં માનસિક અસંતોષ અને અશાન્તિની ચિકિત્સા ન થઈ શકે. અર્થશાસ્ત્ર દ્વારા પ્રસ્તુત માનવની ભૌતિક કલ્યાણની વેદી પર મનુષ્યની માનસિક શાન્તિની આહુતિ ન આપી શકાય. એટલા માટે ભૌતિક કલ્યાણ અને આધ્યાત્મિક કલ્યાણની વચ્ચે ૧. અલ્લેડ માર્શલ, Principles of Economics, P. 1 જે મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ સામંજસ્ય સ્થાપવું અનિવાર્ય છે. જો મનવસમાજને માનસિક તનાવ, પાગલપણું, ક્રૂરતા, શોષણ, આક્રમણ અને ઉશ્રુંખલ પ્રવૃત્તિઓથી બચવું ગમે છે તો આ અનિવાર્યતા વધુમાં વધુ તીવ્ર બને છે. આ અનિવાર્યતાની અનુભૂતિ કરીને જ મહાવીરે સમાજની સામે “ઇચ્છા-પરિમાણનો સિદ્ધાન્ત પ્રસ્તુત કર્યો. આ આદર્શમાં અનિવાર્યતાઓ અને સુવિધાઓને છોડવાની શરત નથી અને વિલાસિતાપૂર્ણ આવશ્યક્તાઓની પરમ્પરાને ચાલુ રાખવાની સ્વીકૃતિ પણ નથી. ઉપભોગનું સમર્થન ઇચ્છા-પરિમાણ'ના સિદ્ધાન્તની અર્થશાસ્ત્રીય આવશ્યકતા-વૃદ્ધિના સિદ્ધાન્ત કરતાં મૌલિક ભિન્નતા બે બાબતોમાં છે. પહેલી ભિન્નતા આ છે- અર્થશાસ્ત્ર વિલાસિતાઓના ઉપભોગનું સમર્થન કરે છે. તેના સમર્થનમાં નીચેની દલીલો પ્રસ્તુત કરવામાં આવી છે. ૧. વિલાસિતાના ઉપભોગથી સામાજિક તથા આર્થિક ઉન્નતિ થાય છે. ૨. કર્મશીલતાને પ્રોત્સાહન મળે છે. ૩. જીવન-સ્તર ઊંચું જાય છે. ૪. ધન સંગ્રહ થાય છે. સંકટના સમયે તે (આભૂષણ વગેરે ) સહાયક સિદ્ધ થાય છે. ૫. કલા-કૌશલ, કારીગરી તથા ઉદ્યોગ-ધંધાને પ્રોત્સાહન મળે છે. ઉપભોગનો વિરોધ તમામ અર્થશાસ્ત્રીઓ આ વિલાસિતાઓના ઉપભોગનું સમર્થન નથી કરતા. તેમનો દષ્ટિકોણ એ છે કે વિલાસિતાઓના ઉપભોગથી ૧. વર્ગ-વિષમતા (class inequality) વધે છે. ૨. ઉત્પાદનકાર્યો માટે મૂડી ઓછી થઈ જાય છે. ૩. નિર્ધન વર્ગ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. દ્વેષ તથા ધૃણાની વૃદ્ધિ થાય છે. વિલાસિતા તરફનો આ દષ્ટિકોણ ધર્મના દ્રષ્ટિકોણથી ભિન્ન નથી, પરંતુ વિલાસિતાના સમર્થનનો અર્થશાસ્ત્રીય દષ્ટિકોણ તેનાથી સર્વથા ભિન્ન છે. નૈતિકતાનો પ્રશ્ન બીજી ભિન્નતા એ છે કે, અર્થશાસ્ત્રના નૈતિક નિયમોની અનિવાર્યતા મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વીકૃત નધી. નૈતિક નિયમોની અવહેલના તેનો ઉદ્દેશ નથી, પરંતુ તે તેની પ્રકૃતિનો પ્રશ્ન છે. તેની પ્રકૃતિ ઉપયોગિતા છે. ઉપયોગિતાનો અર્થ છે- આવશ્યકતાને સંતુષ્ટ કરવાની ક્ષમતા. નૈતિક નિયમ પ્રમાણે દારૂ માણસ માટે લાભદાયી નથી, જેથી તે ઉપયોગી પણ નથી. તે વસ્તુ ઉપયોગી હોઈ શકે છે, જે લાભદાયી હોય, જે પ્રવૃત્તિકાળ અને પરિણામ-કાળ -બંનેમાં સુખદ ન હોય, તે લાભદાયક ન હોઈ શકે અને જે લાભદાયક ન હોઈ શકે, તે ઉપયોગી ન હોઈ શકે. અર્થશાસ્ત્રનો મત અર્થશાસ્ત્રમાં ઉપયોગિતાની પરિભાષા નૈતિકતાની પરિભાષાથી ભિન્ન છે. તેમાં ઉપયોગિતાની સાથે લાભદાયિકતાનો અનુબન્ધ નથી. આવશ્યકતાને સંતુષ્ટ ક૨ના૨ી વસ્તુ લાભદાયી ન હોવા છતાં તે ઉપયોગી હોઈ શકે છે. મદ્યપાન નિશ્ચિતરૂપે હાનિકારક છે, પરંતુ મદ્યમાં મદ્યપ માટે એક ઉપયોગિતા છે. મદ્યપ મદ્યની આવશ્યકતાનો અનુભવ કરે છે અને મદ્ય તેની આવશ્યકતાને સંતુષ્ટ કરે છે. પ્રો. રોબિન્સનો મત છે કે અર્થશાસ્ત્રમાં આવા અનેક વિષયોનું અધ્યયન ક૨વામાં આવે છે,જેનો માનવીય કલ્યાણથી દૂરનો પણ સમ્બન્ધ નથી હોતો. દારૂ પીવાથી મનુષ્યના કલ્યાણ અથવા સુખમાં કોઈપણ પ્રકારની વૃદ્ધિ નથી થતી, ઊલટાનું ધટાડો થવાની સંભાવના છે. છતાં મધ-ઉદ્યોગનું અર્થશાસ્ત્રમાં અધ્યયન થાય છે, કારણ કે મદ્ય-નિમાર્ણ એક આર્થિક કાર્ય છે અને અનેક વ્યક્તિ આ ઉદ્યોગથી પોતાની આજીવિકા કમાય છે. પ્રકૃતિનું અંતર છે ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના દષ્ટિકોણનું આ અંતર પ્રકૃતિનું અંતર છે. બંનેની પ્રકૃતિનું તુલનાત્મક અધ્યયન કરવાથી એ સ્પષ્ટ થાય છે— ૧. નૈતિક નિયમ માણસની સામે જીવનનો આદર્શ પ્રસ્તુત કરે છે. આર્થિક નિયમો માનવીય આચરણનાં આર્થિક પાસાંનું અધ્યયન કરે છે. ૨. નૈતિક નિયમોની અવહેલના કરવાથી મનુષ્યને આત્મગ્લાનિ થાય છે. આર્થિક નિયમોનું અતિક્રમણ કરવાથી આત્મગ્લાનિ નથી થતી. ૩. નૈતિક નિયમોનું પાલન કરવાથી મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. આર્થિક નિયમોનું પાલન કરવાથી આર્થિક ઉન્નતિ થાય છે. નીતિશાસ્ત્રનો અર્થશાસ્ત્ર પર પ્રભાવ અર્થશાસ્ત્રમાં નૈતિકતા માટે સર્વથા અવકાશ નથી એવી વાત નથી. મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૦૭ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ઈમાનદારી, નિષ્કપટતા વગેરે ગુણોને કાર્ય-કુશળતાનું નિર્ધારણ કરનાર તત્ત્વોના રૂપમાં સ્વીકાર કરનારા અર્થશાસ્ત્રીઓ નૈતિકતાની સર્વથા ઉપેક્ષા ન કરી શકે. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર-આ બંને સમાજશાસ્ત્રનાં જ અંગ છે. આ બંનેમાં માનવીય વ્યવહારનું અધ્યયન કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માનવીય વ્યવહારના આર્થિક પાસાનું અને નીતિશાસ્ત્રમાં તેના આદર્શાત્મક પાસાનું અધ્યયન કરવામાં આવે છે. નીતિશાસ્ત્ર આદર્શ પ્રસ્તુત કરે છે. તે આપણને બતાવે છે કે આપણું આચરણ કેવું હોવું જોઈએ. નીતિશાસ્ત્ર ઉચિત અને અનુચિતમાં ભેદ કરવાનો આદેશ આપે છે અને આપણને બતાવે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અર્થશાસ્ત્રી આર્થિક નિર્ણય સંભળાવતી વખતે તથા વ્યવસ્થા આપતી વખતે નીતિશાસ્ત્રના નિર્દેશોની ઉપેક્ષા ન કરી શકે. ઉદાહરણાર્થે ડો. માર્શલ સદાચારના આધારે પોતાની “ઉત્પાદક શ્રમ”ની ધારણાથી વેશ્યાવૃત્તિને બહાર કાઢી નાખી. જેમ કે પ્રો. સૈલિગમેને (Saligman) કહ્યું- “સાચી આર્થિક ક્રિયા પરિણામતઃ સદાચારિક હોવી જોઈએ.” આ પ્રમાણે અર્થશાસ્ત્રી આર્થિક નીતિના નિર્માણમાં નીતિશાસ્ત્રની ઉપેક્ષા નથી કરી શકતા. અર્થશાસ્ત્રનો નીતિશાસ્ત્ર પર પ્રભાવ આ રીતે અર્થશાસ્ત્રનો નીતિશાસ્ત્ર પર પણ ઘણો ઊંડો પ્રભાવ પડે છે. આર્થિક પરિસ્થિતિઓ માણસના ચરિત્ર તથા આચાર-વિચાર પર ઊંડો પ્રભાવ પાડે છે. અમુક વ્યક્તિનો આચાર કેવો હશે, તે એ વાતથી નક્કી થાય છે કે તે પોતાની આજીવિકા કેવી રીતે કમાય છે આમ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને ઘનિષ્ઠ સમ્બન્ધ છે. મહાવીરે કહ્યું– “ઇચ્છાનું પરિમાણ ન કરનારો મનુષ્ય અધર્મથી આજીવિકા કમાય છે અને ઈચ્છાનું પરિમાણ કરનારો મનુષ્ય ધર્મથી આજીવિકા કમાય છે. અધર્મ અથવા ઈમથી આજીવિકા કમાવામાં આર્થિક પરિસ્થિતિઓ નિમિત્ત બને છે, પરંતુ તેનું ઉત્પાદન કારણ અનાસકિત તથા ધર્મશ્રદ્ધાનું તારતમ્ય છે. ઇચ્છાપરિમાણનાનિષ્કર્ષો ઇચ્છા-પરિમાણ'ના નિષ્કર્ષ સંક્ષેપમાં આ રીતે રજૂ કરી શકાય છેઃ ૧. ન ગરીબ અને ન વિલાસિતાનું જીવન. ૨. ધન આવશ્યકતા-પૂર્તિનું સાધન છે, સાધ્ય નથી. ધન મનુષ્ય માટે છે, મનુષ્ય ધન માટે નથી. ૩. આવશ્યકતાની સંતુષ્ટિ માટે ધનનો સંગ્રહ પરંતુ બીજાને હાનિ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૮ RSS Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડીને પોતાની આવશ્યકતાઓની સંતુષ્ટિ ન થાય, તેનો જાગરૂક પ્રયત્ન. ૪.આવશ્યકતાઓ, સુખ-સુવિધાઓ અને તેની સંતુષ્ટિના સાધનભૂત ધન-સંગ્રહની સીમાનું નિર્ધારણ. ૫. ધન પ્રત્યે ઉપયોગિતાના દૃષ્ટિકોણનું નિર્માણ કરી સંગ્રહીત ધનમાં અનાસક્તિનો વિકાસ . ૬. ધનના સંતુષ્ટિ-ગુણનો સ્વીકાર કરીને આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિથી તેની અસારતાનું અનુચિન્તન. ૭. વિસર્જનની ક્ષમતાનો વિકાસ. Jain Educationa International મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૯ For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જિજ્ઞાસા : સમાધાને કે પ્રશ્ન- મહાવીરે ઉત્પાદન વિષયમાં કેવા વિચાર આપ્યા છે? ઉત્તર- મહાવીરે ઉત્પાદન વિષયમાં કોઈ વિચાર નથી આપ્યો, પરંતુ ઉત્પાદનની સમસ્યાના વિષયમાં વિચાર જરૂર આપ્યો છે. આજે ઉત્પાદનવૃદ્ધિ ગરીબી મિટાવવા માટે નથી, તે બજારભાવો સ્થિર કરવા માટે છે. જે વધુ ઉત્પાદન થાય છે તો તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે જેથી બજાર સ્થિર રહે. ઉત્પાદનનું લક્ષ્ય ગરીબી મિટાવવાનું નથી, બજારને સ્થિર બનાવી રાખવાનું છે. જો ઉત્પાદનનું લક્ષ્ય ગરીબી મિટાવવાનું હોત તો લાખો ટન અનાજ સમુદ્રમાં ફેંકી દેવામાં ન આવત ! મહાવીરે કહ્યું છે- ક્રૂરતાપૂર્ણ કાર્ય ન કરો, માનવીય સંવેદનાને ગૌણ ન કરો. જો માનવીય સંવેદના રહેશે તો ગરીબી અને ભૂખમરાની સ્થિતિમાં હજારો-લાખો ટન ખાદ્ય-પદાર્થ નષ્ટ કરવામાં નહિ આવે. પ્રશ્ન– બે માણસ સરખો જ શ્રમ કરે છે. છતાં એકને સારી ઉપજ થાય છે, બીજાને ફાંફાં પડી જાય છે. શું આ પૂર્વજન્મનાં કર્મોનું ફળ નથી? ઉત્તર –તેમાં પૂર્વજન્મનાં કર્મોનું જ ફળ શા માટે માનીએ? વર્તમાનનું જ માની લો. કર્મનો સંબંધ નથી, એવું ન કહી શકાય. કોઈ ઘટનામાં હોઈ પણ શકે છે પરંતુ તેમાં એક કારણ પવિત્ર ભાવના પણ છે. એક માણસે સારા વિચારથી ખેતી કરી, પવિત્ર મનથી ખેતી કરી. બીજાએ શુદ્ધ મનથી ન કરી, ખરાબ કલ્પના આવી મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ગઈ. આવા સમયે પરિણામ બદલાઈ જશે. એક નાની વાર્તા છે– બે ખેડૂત પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સાધુ મળ્યા. તેમનું મસ્તક મૂડેલું હતું. એકે જોયું અને વિચાર્યું मस्तक मुंड पाग सिर नाहीं । कड़प हुसी पर सिट्टा नाहीं । આનું માથું મુંડેલું છે. તેથી (જુવારનો) સાંઠો તો હશે, પણ તેંડું નહિ હોય. બીજા માણસે સાધુને જોયા. તેના મનમાં વિચાર જાગ્યો: ओक देख नै हुयो खुशी, इणरे माथे जिसा सिट्टा हुसी. તે ખુશ થઈ ગયો. આટલું મોટું માથું છે તો તેનાં કૂંડાં પણ બરાબર (ભરપૂર) જ હશે. થયું પણ એમ જ ! એકના ખેતરમાં બાજરીનાં ખૂબ મોટાં મોટાં ડૂડાં થયાં, બીજા ખેતરના માલિકને માત્ર સાંઠાઓમાં જ સંતોષ માનવો પડ્યો. વૈજ્ઞાનિકોએ આ વિષય ઉપર મોટું સંશોધન કર્યું, અનેક પ્રયોગો કર્યા. એક છોડને ખૂબ પવિત્ર ભાવ દ્વારા સીંચવામાં આવ્યો અને બીજા છોડને અપવિત્ર ભાવ દ્વારા. પહેલો છોડ થોડા દિવસોમાં જ લહેરાઈ ઊઠ્યો જ્યારે બીજો છોડ મુરઝાઈને સુકાઈ ગયો. કર્મ પણ એક કારણ હોઈ શકે છે, પણ દરેક જગાએ એ જ કારણ હોય એવી વાત નથી. એમ વિચારવું એ પણ એકાંતિક વાત જ ગણાશે. પ્રશ્ન– ભારત મોટો દેશ છે, છતાં પાકિસ્તાન જેવા નાના દેશથી શા માટે ડરે છે? ઉત્તર– બંને એકબીજાથી ડરી રહ્યા છે. ભારતને એ ડર છે કે પાકિસ્તાન પોતાને આધુનિક શાસ્ત્રોથી સજ્જ કરી રહ્યું છે અને હમણાં ત્યાંના પૂર્વ પ્રધાનમંત્રીએ પરમાણુ હથિયાર હોવાની વાત પણ સ્વીકારી છે. ડર એ છે કે જ્યારે પણ તેનો ઉપયોગ થશે, ભારતની વિરુદ્ધ થશે. ઠીક આવો જ ડર પાકિસ્તાનને પણ છે. બંને દેશોમાં અત્યંત ગરીબી છે. શિક્ષણ, ચિકિત્સા, ખાદ્યાન્ન જેવી સમસ્યાઓ સામે બંને લડી રહ્યા છે. પરંતુ અવિશ્વાસ અને ડર બંનેને સુરક્ષા માટે ઘણો વ્યય કરાવી રહ્યા છે. જો અવિશ્વાસનાં વાદળાં વિખરાઈ જાય, સંદેહનું વાતાવરણ ન રહે તો ભય પણ વિલીન થઈ જાય. પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-સંગ્રહ અને પ્રભુત્વની માનસિકતામાં કેવી રીતે પરિવર્તન આવી શકે? ઉત્તર-વષ પુરાણી વાત છે. પૂજ્ય ગુરુદેવ ગંગાશહેરમાં બિરાજી રહ્યા હતા. શ્રી રાજીવ ગાંધી ત્યાં આવ્યા. ગુરુદેવે તેમને કહ્યું– ‘તમે ઈન્દિરાજીને મારો એક સંદેશ આપજો કે આજે કેવળ વ્યવસ્થા પરિવર્તનની વાત થઈ રહી છે અને તે પણ દંડશક્તિ દ્વારા. આ દંડશક્તિ એક સીમા સુધી આવશ્યક હોઈ શકે છે, પરંતુ જો હૃદય—પરિવર્તન ન થાય તો દંડશક્તિ દ્વારા કરવામાં આવી રહેલું આ વ્યવસ્થાનું પરિર્વતન કારગત નહિ નિવડે, સ્થાયી નહિ બને. એક સીમા સુધી દંડશક્તિ અને તેની સાથે હૃદય-પરિવર્તનનું પ્રશિક્ષણ–બંને સાથોસાથ ચાલે, ત્યારે વ્યવસ્થામાં આમૂલ પરિવંતન થઈ શકશે, પ્રભુત્વની માનસિકતામાં પરિવર્તન આવશે. પરિવર્તનનું સૂત્ર છે- વ્યવસ્થા પણ બદલો, વ્યક્તિનું હૃદય પણ બદલો. બંને સંયુક્ત રીતે ચાલે, ત્યારે પરિવર્તનની પરિકલ્પના સાકાર થઈ શકશે. પ્રશ્ન- મનુષ્યનું કર્તવ્ય શ્રેષ્ઠતામાં પરિલક્ષિત થાય છે તો પછી શ્રેષ્ઠતાની પ્રગતિમાં અવરોધ શા માટે ? તેની સીમા શા માટે કરવામાં આવે? ઉત્તર- શ્રેષ્ઠતાની પ્રગતિમાં કોઈ અવરોધ ઊભો ન કરવો જોઈએ અને તે વાંછનીય પણ નથી, પરંતુ શ્રેષ્ઠતાનું આવરણ પહેરીને અશ્રેષ્ઠતા આવે, તો એનો અવરોધ અવશ્ય કરવો જોઈએ. આજે ભય એ બાબતનો છે કે તે સાધન અને સામગ્રીઓ મનુષ્યની અંદર અશ્રેષ્ઠતા પેદા કરી રહી છે. તેનો અવરોધ કરવો જોઈએ. કોઈ દેશે કેન્સર અથવા એબસની સફળ દવાનો આવિષ્કાર કર્યો. તેની આયાત ન થાય, તે ક્યારેય વાંછનીય ન હોઈ શકે. પ્રત્યેક વસ્તુનો વિવેકની સાથે સંયમ હોય છે. એમ ન થવું જોઈએ કે ગૌમાંસની પણ નિકાસ કરીએ ડૉલર અથવા કોઈ અન્ય આન્તરરાષ્ટ્રીય મુદ્રા માટે. આ યોગ્ય નથી. આજે એવું થઈ રહ્યું છે કે, કીમતી વસ્તુઓની તો વિકાસ થાય છે. જ્યાં પેદા થાય છે, ત્યાંના લોકોને તો તે જોવા પણ નથી મળતી, બીજા દેશોમાં મોકલી આપવામાં આવે છે અને આયાત થાય છે, વિલાસિતાની વસ્તુઓની. ખોરાકની જ સમસ્યાનો પણ જ્યાં ઉકેલ ન આવતો હોય, ત્યાં વિલાસિતાની વસ્તુઓની આયાત માત્ર મૂર્ખતા સિવાય બીજું કંઈ નથી. કોઇપણ સમજદાર શાસક અથવા દળ સર્વપ્રથમ એ જોશે કે રાષ્ટ્રની પ્રાથમિક મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતો પૂરી થઈ રહી છે કે નહિ. આ દિશામાં ન વિચારીને વિલાસ-સામગ્રીની આયાત કરવીએ શું અશ્રેષ્ઠતાનો પ્રવેશ નથી? તેને રોકવી અવશ્ય જોઈએ. પ્રશ્ન- સામ્યવાદી શાસનમાં નિયંત્રણ હતું પણ અશાન્તિ નહોતી. જેવું ખુલ્લાપણું આવ્યું છે, સમસ્યાઓ ગંભીર બની રહી છે. આ સંદર્ભમાં આપ શું વિચારો છો? ઉત્તર- સામ્યવાદી શાસનના સાત દશકાઓમાં એટલું નિયંત્રણ હતું કે માણસને એ વિચારવાની પણ સ્વતંત્રતા નહોતી કે હું શાન્તિમાં છું કે અશાન્તિમાં. માનવી ત્યારે યંત્રવત્ સાધન જેવો બનેલો હતો. હવે નિયંત્રણ દૂર થયું છે, કંઈક વિચારવાની, બોલવા અને લખવાની સ્વતંત્રતા મળી છે, ત્યારે તે પોતાની સમસ્યાઓ પર વિચાર કરી રહ્યો છે. આજે તે આભાસ મળે છે, કદાચ પ્રાથમિક આવશ્યકતાઓની જેટલી ઊણપ ત્યાં છે, તેટલી બીજે ક્યાંય નથી. વિમાન, તોપ અને પ્રક્ષેપાસ્ત્ર બનાવનારા, અંતરિક્ષમાં ઉપગ્રહ છોડનારા અને પ્રયોગશાળા સ્થાપિત કરનારા તે સામ્યવાદી દેશમાં ડબલરોટી માટે પણ લાંબી લાઈન લાગે છે. આ બધી વિપરીત ફલશ્રુતિ મળી. શસ્ત્રનિર્માણ અને અંતરિક્ષ યાનના નિર્માણ પાછળ તો અઢળક સંપત્તિ ખર્ચવામાં અપરિમિત રાશી ખર્ચ કરવામાં આવી અને પ્રાથમિક આવશ્યકતાઓ તરફ ધ્યાન જ ન આપ્યું. હવે આવરણ દૂર થવાથી બધું જ ચોખ્ખું દેખાવા લાગ્યું કે ત્યાં ન તો ક્યારેય શાન્તિ હતી કે ન અહિંસા હતી. તેની વાત હવે તેઓ કરવા લાગ્યા છે. આ શાન્તિની અને અહિંસાની વાત પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ થયા પછી જ સમજમાં આવે છે. પ્રશ્ન–સંયુક્ત પરિવારની પરંપરા તૂટી રહી છે. પરિવાર વેર-વિખેર થઈ રહ્યાં છે. આનું મૂળ કારણ શું છે? ઉત્તર- પરિવારનો મુખી જેટલો સહિષ્ણુ અને સંતુલિત હોવો જોઈએ તેટલો આજે નથી હોતો. આ પહેલી ખામી દેખાઈ રહી છે. પૂજ્ય ગુરુદેવે પરિવાર અથવા સમાજના મુખીયા માટે એક સૂત્ર આપ્યું હતું– સમતા, ક્ષમતા અને મમતાનું. આ ત્રણ બાબતો હશે તો પરિવાર વેર-વિખેર નહિ થાય. મુખીમાં સમતા હોવી જોઈએ, તેનો દષ્ટિકોણ સમાન હોય હોવો જોઈએ. ચાર પુત્ર હોય તો ચારેય પુત્રો પ્રત્યે સમાન દષ્ટિકોણ રાખવો. ક્ષમતા-સહિષ્ણુતા પણ હોવી જોઈએ. પરિવારમાં નિમ્ન રુચિ, નિમ્ન સ્વભાવના લોકો પણ હોય છે. જ્યાં સુધી શક્ય બની શકે, તેમની વાતોને સહન કરવી જોઈએ. સૌકોઈ તરફ મમતા- પોતાપણાનો ભાવ રહે. પરિવારને એક રાખવાનું આ ખૂબ મોટું સાધન છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ એક સમસ્યા આ છે– વર્તમાનમાં આકર્ષણ ઘણાં ઊભાં થઈ ગયાં છે અને અનેક ખોટી ધારણાઓ પણ પેદા થઈ છે. તેમાં સ્વતંત્રતાની મિથ્યા ધારણા મુખ્ય છે. ચાર ભાઈ છે, તેમાં ત્રણ કમજોર છે. પહેલાં ચિન્તન આ પ્રમાણે રહેતું- એક ભાઈ તે ત્રણે ભાઈઓને સાથે રાખીને ચાલતો હતો, તેમને સહારો આપતો હતો. આજે ચિન્તન આ થઈ ગયું છે કે આપણે તેની સાથે રહીને પાછળ શા માટે રહીએ? વિકાસ કરીએ, આગળ વધીએ. આપણે એની સાથે શી લેવા-દેવા છે ? આ સ્વાર્થવૃત્તિના વિકાસે પણ પરિવારોને તોડ્યાં છે. વર્તમાનનું એક અન્ય ચિન્તન પણ એના માટે ઉત્તરદાયી છે– સૌકોઈ સ્વતંત્ર રહેવા માગે છે. કોઈ કોઈના આધીન રહેવા કે પાછળ ચાલવા નથી માગતું. આ બધાં એવાં કારણે છે, જેનાથી વેરવિખેરની સ્થિતિ બને છે. આ પ્રશ્ન – નૈતિકતા સારી છે. દરેક વ્યક્તિ નૈતિક બનવા ઇચ્છે છે, પરંતુ મોકો મળતાં અનૈતિક બની જાય છે, શા માટે ? ઉત્તર – તમે આ વાતને સમજી લો કે નૈતિકતા સારી છે. માણસ નૈતિક બનવા માગે છે, ફકત આટલાથી તે નૈતિક નથી બની શકતો. તેના માટે સાધના અને અભ્યાસ જરૂરી છે. જીવનવિજ્ઞાન આ તો કહે છે કે સારી વાતો વાંચવાથી માણસ સારો નહિ બને. સારી વાતોનો અભ્યાસ કરવાથી માણસ સારો બનશે. કઈ વ્યક્તિ એવી છે જે સારું અને ખરાબ શું છે, તે નથી જાણતી ? પરંતુ તે સારું શીખવાનો અભ્યાસ નથી કરતો. તમે ફક્ત એક સૂત્રને યાદ કરી લો – સારી વાત વાંચવા-સાંભળવાથી માણસ સારો નથી બનતો. સારી વાતનો અભ્યાસ કરવાથી માણસ સારો બને છે. પ્રશ્ન - વિકાસની વર્તમાન અવધારણાથી ચરિત્ર-વિકાસ નથી થઈ રહ્યો. શું એના માટે વિકાસનું વર્તમાન માનસ જવાબદાર છે? ચરિત્ર-વિકાસ માટે શું કરવું જોઈએ? ઉત્તર - પ્રોડક્શન અને કંજંફશન - એ વિકાસના માપદંડ બની ગયા. તમે જાણતા જ હશો - જે રાષ્ટ્રોમાં વિકાસની આ અવધારણા બની, આજે ત્યાં આન્તર્ક શરૂ થઈ ગયાં છે. વિકાસની આ અવધારણા ઠીક નથી, એના પર ત્યાં પણ વાદવિવાદ શરૂ થયો છે. વિકાસની અવધારણાઓ બદલવી પડશે. વિકાસની અવધારણામાં ચરિત્રની અવધારણાને પણ જોડવી પડશે. પદાર્થ મળે અને તેની સાથે ચરિત્ર પણ વિકસિત થાય તો તે વિકાસની એક પૂર્ણ અવધારણા બનશે. આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આજના આ અર્ધસત્ય, અધૂરી અવધારણાએ ચરિત્રને ભ્રષ્ટ કર્યું છે, માનવીય મૂલ્યોનો હ્રાસ કર્યો છે અને એટલી અશાન્તિ આપી છે કે કાલ સુધી જે વિકાસની પરિભાષા કરતા હતા, આજે તેમનામાં પણ એક નવું ચિન્તન શરૂ થયું છે. માર્ક્સવાદી ચિંતકોમાં પણ વિકાસની આ અવધારણાને લીધે બે વિભાગ બની ગયા છે. એટલા માટે વિકાસના વિષયમાં નવા અભિગમથી વિચારવું પડશે. અર્થશાસ્ત્રીય અવધારણા ચારિત્રિક મૂલ્યોથી અનુભૂત અને અનુપ્રાણિત બને ત્યારે તેના વિકાસની સંભાવના કરી શકાય. પ્રશ્ન- મહાવીરની અર્થનીતિનાં જે સૂત્રો છે, તે મૂડીવાદી તરફ વધુ ઝૂક્યાં છે કે સામ્યવાદ તરફ ? ઉત્તર – મહાવીરનો દષ્ટિકોણ સાપેક્ષવાદી દષ્ટિકોણ છે. જો આપણે તેમના સિદ્ધાન્તોને વાંચીએ તો તેમને સોશિયાલિઝમની અપેક્ષાએ વિકેન્દ્રિત કહીએ તો વધુ ઠીક લાગશે. જેમ સામ્યવાદ અને મૂડીવાદ કેન્દ્રિત અર્થનીતિમાં છે, મહાવીરના મતમાં આ બંને નથી. બંનેથી આગળ ત્રીજી વિકેન્દ્રિત અર્થનીતિ પર મહાવીરના સૂત્રો વધુ ફલિત થાય છે. પ્રશ્ન– એક બાજુ આપણે પ્રકૃતિની વાત કરીએ છીએ, કહેવાય છે– જીવ જીવનું જીવન છે, બીજી બાજુ આપણે અહિંસાની વાત કરીએ છીએ. આ વિરોધાભાસ શા માટે ? ઉત્તર – આપણી મુશ્કેલી એ છે કે આપણે કોઈ વાતને સાપેક્ષ દષ્ટિથી નથી જોતા. જીવ જીવનું જીવન છે – આ સાપેક્ષ વાત છે. જીવ જીવનું જીવન છે, એ સમુદ્રમાં માછલી માટે લાગુ પડે છે. ત્યાં એક જીવ બીજા જીવનું ભોજન છે. આ નિયમ જંગલી જાનવરો, હિંસક પશુઓ પર લાગુ પડે છે, મનુષ્યો પર નહિ. મનુષ્યો માટે તો કહેવામાં આવ્યું છે- માસ્યન્યાય ન હોવો જોઈએ, મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે, આ માસ્યન્યાય છે. આ સિદ્ધાન્ત મનુષ્ય માટે નથી, તેમના માટે છે–જેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મનુષ્યનું ગ્રંથિતંત્ર અને નાડીતંત્ર એટલું વિકસિત છે કે તે ઘણું મોટું પરિવર્તન કરી શકે છે. તેમના માટે આ નિયમ લાગુ નથી પડતો. પ્રશ્ન – દેશ કાળની સ્થિતિઓ આજે બદલાઈ રહી છે. આવા સમયે કયો રસ્તો અપનાવવો? આવશ્યકતાની સીમા કઈ? ઉત્તર- પંખો આવશ્યક બની શકે છે. તેમાં કોઈ ખાસ વાત નથી. પરંતુ પણ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સુવિધાના નામ પર અનાવશ્યકને આવશ્યક ન બનાવો. હોઠ ૧૨ લિપસ્ટિક લગાવવી, પશુઓને મારીને તેની ખાલ અને વાળ પહેરવાં, ઓઢવાં–આ શા માટે આવશ્યક છે? ઘણી બધી અનાવશ્યક બાબતો છે, જેને આ જાહેરાતોની દુનિયાએ આવશ્યક બનાવી દીધી છે. આપણી વાસનાઓને પ્રોત્સાહિત કરી છે, આ કૃત્રિમ આવશ્યકતાઓએ. આપણે યથાર્થના આધારે ચાલીએ તો આપણા જીવનની જેટલી મૌલિક આવશ્યકતાઓ છે, તેને એક આવશ્યક સીમા સુધી તો સ્વીકારી લઈએ, બાકીનાનો અસ્વીકાર કરીએ તો તે વધુ હિતકર રહેશે. એક સમય હતો જ્યારે માણસ ખુલ્લા આંગણામાં રહેતો હતો. ખુલ્લી હવા, ખુલ્લો પ્રકાશ. આજે તે બધું કેટલું બદલાઈ ગયું છે. વીજળીનો પ્રકાશ, પંખાની હવા. પ્રકૃતિથી જાણે કે દૂર થઈ ગયા. આજે આ અનાવશ્યક ચીજો આવશ્યક જેવી બની ગઈ છે, પરંતુ ચિન્તન સ્વયં કરો કે એનાથી આપણને લાભ થયો છે કે નુકસાન ? સ્વાથ્ય તેનાથી સુધર્યું છે કે બગડ્યું છે ? બીમારીઓ આ સાધનોએ દૂર કરી કે વધારી? જો આપણે આ દષ્ટિથી વિચારીશું તો ખરેખર જીવનની કૃત્રિમ આવશ્યકતાઓથી મુક્તિની બાબત સમજમાં આવી જશે. પ્રશ્ન- શું વિકેન્દ્રિત અર્થનીતિ માટે સત્તાનું વિકેન્દ્રીકરણ જરૂરી છે? સત્તા કેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત-આ સંભવ છે? ઉત્તર– વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા હશે તો શાસન પણ વિકેન્દ્રિત હશે, સમાજની વ્યવસ્થા પણ વિકેન્દ્રિત હશે. એ ક્યારેય ન હોઈ શકે કે સત્તા કેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા વિકેન્દ્રિત થઈ જાય. સત્તા વિકેન્દ્રિત હોય અને અર્થવ્યવસ્થા કેન્દ્રિત હોય, એવું પણ સંભવ નથી. વિકેન્દ્રીકરણ થશે તો સત્તામાં, અર્થ વ્યવસ્થામાં, જીવનની પ્રણાલીમાં–બધામાં થશે. સમાજવ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા- બંને સાથે-સાથે ચાલે છે. સત્તા-કેન્દ્રિત અર્થવ્યવસ્થા બની તો સામ્યવાદમાં અધિનાયકવાદ જન્મ્યો. જોકે સામ્યવાદનો સંકલ્પ હતો, સ્ટેટલેસ સોસાયટીનો. જ્યાં અર્થવ્યવસ્થા કેન્દ્રિત થાય છે ત્યાં અધિનાયકવાદની અનિવાર્યતા થઈ જાય છે. આ પ્રમાણિત થઈ ગયું છે એટલા માટે એ માનીને ચાલીએ કે સમાજ-વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, બંને સાથે-સાથે બદલાશે. કેવળ એકને ન બદલી શકાય. પ્રશ્ન – નવા અર્થશાસ્ત્રમાં જનસંખ્યા પર નિયંત્રણ કેવી રીતે થાય? તેનું પ્રાવધાન છે? આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- અમારું ચિન્તન છે– મારા ભૂખ્યો અને ગરીબ નહિ હોય તો વસ્તી નહિ વધે. ગરીબી સાથે જનસંખ્યાનો નિકટનો સમ્બન્ધ છે. ગરીબી જેટલી વધશે, જનસંખ્યા પણ તેટલી જ વધશે. જે દિવસે ભૂખ મટશે, પોષણ ઠીક મળશે, તે દિવસથી વસ્તીનો દર ઘટી જશે. કુપોષણ અને જનસંખ્યાની વૃદ્ધિને ઊંડો સંબધ છે. કોઈ પણ તેનું વિશ્લેષણ કરી શકે છે. ગરીબ માણસનાં જેટલાં સંતાન હોય છે, સામાન્ય માણસનાં તેટલાં નથી હોતાં. પ્રન–છઠ્ઠો કાળખંડ ક્યારે આવશે? શું એ સમયે આવનારી સ્થિતિઓને ટાળી શકાશે? ઉત્તર- છઠ્ઠા કાળખંડને આપવામાં હજુ હજારો વર્ષ બાકી છે. હોઈ શકે કે આ પ્રમાણે ઔદ્યોગીકરણ ચાલતું રહે, ઓઝોનની છત્રીનો છેદ વધતો જાય તો સંભવ છે કે હજારો વર્ષ પછી આવનારો કાળખડ પહેલાં જ આવી જાય. આવનારી મુશ્કેલીઓને, કાળખંડને ટાળી શકાય, એ તો ઘણું કપરું, કામ છે. આજે પણ યથાર્થ ચિન્તન કરનારા લોકો ઘણા ઓછા છે અને સુખ-સુવિધા વિશે ચિંતન કરનારા ઘણા વધારે છે. અમે એવા લોકોને પણ સાંભળ્યા છે, જે કહે છે દારૂ પીતાં-પીતાં મરી જઈએ તો ચિત્તાની શી વાત છે. છેવટે એક દિવસે તો મરવાનું છે ! આજના માણસની મનોવૃત્તિ જ કંઈક આવી થઈ ગઈ છે. આ સ્થિતિમાં ભવિષ્યવાણી કરી શકાય? પ્રશ્ન– મસ્તિષ્કીય પરિવર્તન માટે શું કરવું જોઈએ? તેનો સર્વોત્તમ ઉપાય શો છે? ઉત્તર- જો મસ્તિષ્કીય પ્રશિક્ષણની પદ્ધતિ શિક્ષણ સાથે જોડાય તો વ્યાપક પરિવર્તનની સંભાવના કરી શકાય. અંદરથી બદલવું હોય, મસ્તિષ્કનું પરિવર્તન કરવાનું હોય તો આ કામ શિક્ષણથી જ શરૂ કરવું પડશે. પ્રશ્ન- પ્રકંપનનો શો સિદ્ધાન્ત છે? આ વિષયમાં જાણકારી ખૂબ ઓછી છે. શું આ વિજ્ઞાન ભારતીય દર્શનની ઉપજ છે? ઉત્તર – પ્રકંપનનો આખો એક સિદ્ધાન્ત છે, પરંતુ જાણકારી એટલા માટે નથી કે આજનું વિજ્ઞાન સહજ ચારસો વર્ષ પુરાણું છે. ભારતના વિજ્ઞાનથી તમે પરિચિત નથી. સંપૂર્ણ વિજ્ઞાન પશ્ચિમ પાસેથી આવેલું છે. આજનું સમગ્ર શિક્ષણ પછી તે ટેકનોલોજીનું હોય કે સાયંસનું હોય, પશ્ચિમથી લીધેલું છે. પ્રાચીન ભારતીય - - - - - - - - - - - - - - - - - - - - - - આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૭ --- - Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા સાથે આપણો કોઈ સંપર્ક નથી કારણ કે તે સમગ્ર વિદ્યા સંસ્કૃત, પ્રાકૃતમાં છે અને આજે એ ભાષાઓ ઉપક્ષિત છે. સમગ્ર શિક્ષણ મુખ્યત્વે અંગ્રેજી માધ્યમથી થાય છે. અંગ્રેજીના માધ્યમથી તો જે પાશ્ચાત્ય દેશોમાં થયું કે થઈ રહ્યું છે, તે જ ચિન્તન સામે આવશે. એટલા માટે પૂજ્ય ગુરુદેવ કહે છે કે શિક્ષણનું ભારતીયકરણ થવું જોઈએ. ભારતીય વિદ્યાઓનું પણ આજના શિક્ષણમાં ભારતીયકરણ થવું જોઈએ. ભારતીય વિદ્યાઓનો પણ આજના શિક્ષણમાં સમાવેશ થવો જોઈએ. સાંભળ્યું છે– ઇલાહાબાદ યુનિવર્સિટીમાં એક એવો ડિપાર્ટમેન્ટ બન્યો છે, જે પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર સંશોધનો કરશે. આ સંદર્ભમાં કેટલુંક સાહિત્ય ત્યાંથી પ્રગટ થવાનું શરૂ થયું છે. ત્યાંના કેટલાક વિદ્વાનો અમને મળ્યા હતા અને તેમણે બતાવ્યું કે આવું કામ અમે ત્યાં કરી રહ્યા છીએ. આ સંદર્ભમાં તેઓ અમારો સહયોગ માગતા હતા. વાસ્તવમાં પ્રકંપનનો સિદ્ધાન્ત ભારતીય દર્શને હજારો વર્ષ પૂર્વ રજૂ કર્યો છે. જો આપણે ભારતના આત્મા સાથે જોડાઈએ તો આવા અનેક સત્યોનો સાક્ષાત્કાર થાય. વિજ્ઞાન જે કહી રહ્યું છે, તે સત્યને ભારતીય વૈજ્ઞાનિકો હજારો વર્ષ પહેલાં ઉદ્ઘાટિત કરી ચૂક્યા હતા. આપણે આપણી સંપત્તિને ઓળખીએ તો આ સંદર્ભમાં ઘણા સમૃદ્ધ બની શકીએ. પ્રશ્ર– આચારશાસ્ત્રીય દષ્ટિએ સારા માણસનું પ્રારૂપ શું હોઈ શકે? ઉત્તર – આચારશાસ્ત્રીય દષ્ટિથી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરેના સંદર્ભમાં આપણે જોઈએ તો અણુવ્રતની આચાર-સંહિતા સામે આવે છે, તે સારા માણસનું એક પ્રારૂપ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. પ્રશ્ન- ફાઈવ સ્ટાર હૉટલમાં રહેવાનું પસંદ કરનારી વ્યક્તિ આંતરિક પરિવર્તનની સાધના કરી શકશે? ઉત્તર- આંતરિક પરિર્વતન પર આપણું ધ્યાન નથી ગયું એટલા માટે વ્યક્તિ ફાઈવ સ્ટાર હૉટલમાં રહેવા માગશે. જો સંન્યાસી છે અને તે આંતરિક પરિવર્તનની સાધના કરે છે તો તેનું જીવન, ભિન્ન પ્રકારનું હશે. તમે જોશો કે અમે લોકો જ્યાં બેસીએ છીએ, ત્યાં પંખો પણ નથી ચાલતો, એરકંડીશનરની વાત તો દૂર રહી. આંતરિક સંવેગોનું જ્યાં સુધી પરિવર્તન નહિ કરીએ, ત્યાં સુધી ફાઈવ સ્ટાર હૉટલ મનુષ્યના મગજમાં ઘૂમતી રહેશે. ખરેખર વ્યક્તિ ફાઈવ સ્ટાર હોટલમાં નથી રહેતી, તેના મગજમાં ફાઈવ સ્ટાર હૉટલ રહે છે. રાજાએ સંન્યાસીને કહ્યું, ‘તમે પણ મહેલમાં રહ્યા અને હું પણ મહેલમાં રહ્યો - - - - - - - - - - - - - - N મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પછી તફાવત શો રહ્યો ?’ સંન્યાએ કહ્યું, ‘કોઈ ખાસ તફાવત નથી રહ્યો. તફાવત બસ એટલો જ રહ્યો કે હું તમારા મહેલમાં રહ્યો અને મહેલ તમારા મનમાં રહ્યો.’ મગજમાંથી આ મહેલ કેવી રીતે નીકળે, તેના માટે સાધનાની પદ્ધતિ હતી. આવો અભ્યાસ કરીએ તો પરિવર્તન આવશે. આજે ફરીથી આ સચ્ચાઈની જરૂર છે. આ પ્રમાણે થવાથી આંતરિક પરિર્વતનની સાધના પ્રત્યે આકર્ષણ વધશે. પ્રશ્ન સર્જન અને વિસર્જનના સંદર્ભમાં મહાવીર, ગાંધી, માર્ક્સ અને કેનિજના વિચાર શા છે ? વિસર્જનને કયા રૂપમાં લેવું જોઈએ ? ઉત્તર – મહાવીરનું સમગ્ર ચિન્તન વિસર્જન ઉપર ચાલે છે. સંગ્રહની કોઈ પદ્ધતિ મહાવીર નથી બતાવતા. તેઓ વિસર્જનથી પોતાની વાત શરૂ કરે છે. સંગ્રહ તો માણસનો સ્વભાવ છે, આવશ્યકતા છે, વિવશતા છે, તે તો મનુષ્ય કરશે જ, પરંતુ સંગ્રહ પછી વિસર્જન કેવી રીતે કરવું, મહાવીર ત્યાંથી પોતાની વાત શરૂ કરે છે. ગાંધીજી આધ્યાત્મિકની સાથે રાજનીતિક વ્યક્તિત્વ પણ હતા. તે વિસર્જનની વાત કરે છે ટ્રસ્ટીશિપના રૂપમાં અને સર્જનની વાત કરે છે સર્વોદયી વ્યવસ્થાના રૂપમાં, તેમનાં આ બંને રૂપ છે. જે માર્ક્સનું ચિન્તન છે તે સંપૂર્ણ વિસર્જનનું છે. સંગ્રહ ત્યાં છે જ નહિ, બધી સંપત્તિ રાજ્યની છે. સંગ્રહની કોઈ વાત જ નથી. આ અર્થમાં મહાવીરજી સાથે તેમની સમાનતા દેખાય છે. કેનિજની દૃષ્ટિમાં વિસર્જનની કોઈ વાત નથી, કેવળ ...સંગ્રહ અને સંગ્રહ જ તેમનું સૂત્ર છે. સંગ્રહને એટલો વધારો જ્યાં કોઈ સીમા જ ન હોય, આપણે વિસર્જનને સહયોગના રૂપમાં લઈએ. સંગ્રહ થાય, પછી તેના અનુપાતમાં વિસર્જન થાય. પ્રશ્ન- આર્થિક વિકાસની યોજનાના અભાવમાં શું કોઈ નૈતિક આંદોલન આપણા દેશમાં સફળ થઈ શકે ખરું ? ઉત્તર – જો કે નૈતિકતા શુક્ર આધ્યાત્મિક પ્રશ્ન છે છતાંપણ એને સામાજિક પરિસ્થિતિઓ, ખાર્થિક વ્યવસ્થાઓથી ક્યારેય અલગ ન કરી શકાય. જ્યાં આર્થિક વિકાસ થાય છે, ત્યાં અનૈતિકતા નથી હોતી, એવું નથી, છતાંપણ આર્થિક અભાવની સ્થિતિમાં અનૈતિકતાનો અવકાશ અધિક રહે છે, સંભાવનાઓ અધિક ૨હે છે. ગરીબ માણસ અધિક અનૈતિક હોઈ શકે છે. આપણે મૂળ કારણને બદલવા માગીએ છીએ. તેની સાથે સાથે નિમિત્તોને બદલવાની વાતને ગૌણ ન કરી શકીએ. બંને બાબતો સાથેસાથે ચાલે. આર્થિક વ્યવસ્થા સુધરે અને સાથોસાથ નૈતિક વિકાસ ન ... મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૧૯ གས་འགག་ག་གས་ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ થાય તો બંનેમાં ઘણું સારું સંતુલન બની શકે અને સ્થિતિ ઠીક થઈ શકે. એટલા માટે એ અપેક્ષા છે કે રાજતંત્ર અને ધર્મતંત્ર બંનેમાં યોગ હોવો જોઈએ, બંન્નેમાં સમન્વય હોવો જોઈએ. આજે મુશ્કેલી એ જ છે કે તે બન્નેમાં સમન્વય નથી. આર્થિક વ્યવસ્થા સુધારવાની ક્ષમતા રાજતંત્ર પાસે છે, પરંતુ આર્થિક વ્યવસ્થા સુધારવા છતાં પણ નૈતિકતાનો વિકાસ કરી શકે એવી ક્ષમતા તેની પાસે નથી. એ તંત્રમાં અર્હતા પણ નથી કે તેના દ્વારા નૈતિકતાનો વિકાસ થઈ શકે. ધર્મ-તંત્ર પાસે નૈતિકતાના વિકાસની ક્ષમતા છે, પરંતુ આર્થિક વ્યવસ્થા સુધારવાની તેની પાસે શક્તિ નથી. એટલા માટે બંને અધૂરા છે. જે રાજતંત્ર વ્યવસ્થાને બદલી શકે છે, તેની પાસે દંડની શક્તિ છે. જે હૃદયને બદલી શકે છે, આત્માનુશાસન વિકસિત કરી શકે છે, તેની પાસે દંડની શક્તિ નથી. એટલા માટે નૈતિકતાનું કામ સર્વસામાન્ય થઈ શકે, એમ ન કહી શકાય અને દંડશક્તિનું કામ વિરોધ સાથે માન્ય હોવા છતાંપણ તે હૃદયને બદલી શકે, એવું પણ ન કહી શકાય. મને લાગે છે કે આ સમસ્યાનું સરળ સમાધાન એ હોઈ શકે કે રાજ્ય-શાસન અને ધર્મ-શાસન– બંનેમાં સમન્વય સાધી શકાય. સમન્વયની અપેક્ષા બંને અનુભવી શકે તો એક બાજુ આર્થિક વ્યવસ્થાને સુધારવાની પ્રક્રિયા ચાલે અને બીજી બાજુ આર્થિક વિકાસની સાથોસાથ આવનારી વિકૃતિઓ, અર્થના અભાવમાં આવના૨ી વિકૃતિઓ જે છે, તે વિકૃતિઓ તરફ લોકોનું ધ્યાન બરાબર આકર્ષિત કરવામાં આવે. જો આવો સમન્વય થાય તો સમસ્યાનું સમાધાન થાય છે, નહિતર આ પ્રશ્ન એવો ને એવો ઊભો રહેશે. પ્રશ્ન– પરિગ્રહ પર સૌથી વધુ ભાર મૂકનારા જૈન લોકો ધનાઢ્ય કહેવાય છે. અપરિગ્રહમાંથી સંગ્રહનો ધર્મ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? ઉત્તર – પ્રકાશમાંથી અંધકાર કેવી રીતે નીકળે છે. આ પ્રશ્ન જ્યારે સામે આવે છે તો પછી વિચારવા માટે કંઈ બાકી રહેતું નથી. પ્રકાશ અને અંધકારને કોઈ સમ્બન્ધ જ નથી. પરંતુ ક્યારેક-ક્યારેક ભ્રમ થઈ જાય છે અને આ ભ્રમને લીધે આ પ્રશ્ન પણ પૂછી લેવામાં આવે છે. અપરિગ્રહમાંથી પરિગ્રહ ક્યારેય નથી નીકળતો. જૈન ધર્મ અપરિગ્રહપ્રધાન પણ છે, અહિંસાપ્રધાન પણ છે, અનેકાન્તપ્રધાન પણ છે, બધું જ છે, તે તો સિદ્ધાન્ત છે. અનેકાન્ત એક સિદ્ધાન્ત છે. અપરિગ્રહ એક સિદ્ધાન્ત છે. અહિંસા એક સિદ્ધાન્ત છે. સિદ્ધાન્ત હોવો એ એક બાબત છે, તેનું પાલન થવું એ બીજી બાબત છે. સિદ્ધાન્ત પોતાની ઉચ્ચ ભૂમિકામાં પ્રતિષ્ઠિત હોય છે. ત્યાં સુધી પહોંચવા મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ માટે કેટલી લાંબી યાત્રા કરવી પડે છે, તે પણ અમે જાણીએ છીએ. એક વ્યક્તિ હમણાં ચાલી. ચાલી શકે છે, પહોંચી શકે છે. આ જ ક્ષણે ચાલી અને આ જ ક્ષણે તે મંઝીલ સુધી પહોંચી જશે, એમ માની લેવું એ ભ્રમ મોટો ભ્રમ છે. કોઈ આજે ધર્મનું આચરણ શરૂ કરે છે. જૈન બને છે અને જૈન બનતાંની સાથે જ તે અપરિગ્રહ સુધી પહોંચી જશે, આ તો ઘણા આશ્ચર્યની વાત છે. જો આવું હોય, ચપટીમાં જ બધું મળી જાય, જૈન બનતાં જ અપરિગ્રહી બની જવાય, ત્યારે તો ધર્મ તો યાત્રા એટલી નાની છે, સાધનાની યાત્રા એટલી નાની છે કે જ્યારે વ્યક્તિ ઈચ્છે, ત્યારે સાધનાનું સપનું જોઈ શકે અને સિદ્ધિ સુધી પહોંચી શકે. કંઈ કરવાની જરૂર નથી. મને આશ્ચર્ય છે કે આ ભ્રમનું પોષણ થાય છે અને કેવી રીતે ચાલે છે? જૈન સમાજ એક સિદ્ધાન્તને માનીને ચાલે છે કે અપરિગ્રહ તેમનો એક આદર્શ છે અને તેમનું એક લક્ષ્ય છે. ત્યાં સુધી તેમને પહોંચવાનું છે. મુનિ માટે પણ ઠીક બાબત છે. તે અપરિગ્રહી હોય છે, બધું જ છોડી દે છે. પરંતુ સમાજ માટે અપરિગ્રહ એક સિદ્ધાન્ત છે, તેના માટે કોઈ મંઝીલ નથી. સમાજ અપરિગ્રહના આદર્શને સામે રાખીને ઇચ્છા-પરિમાણના અણુવ્રત સ્વીકાર કરે છે. તે ઇચ્છા પર થોડું-થોડું નિયમન શરૂ કરે છે. જે મુક્ત ઇચ્છા છે, તેને ઓછી કરવામાં આવે, એનાથી વધુ ઓછી કરવામાં આવે, એનાથી પણ વધુ ઓછી કરવામાં આવે તો તે, ઇચ્છાપરિમાણની દિશામાં પ્રસ્થાન કરે છે. તે દિશામાં ગતિ હોય છે અને ગતિમાં ને ગતિમાં જે લોકો અંત સુધી પહોંચી જાય છે, પછી તેઓ અપરિગ્રહ સુધી પણ પહોંચી શકે છે. પરંતુ આખો જૈન સમાજ અપરિગ્રહ સુધી પહોંચી જશે, એનો અર્થ તો એ થઈ ગયો કે આખો સમાજ મુનિ બની જશે, સંન્યાસી બની જશે. ભગવાન મહાવીરે મુનિ માટે અપરિગ્રહનું વિધાન કર્યું છે. ગૃહસ્થ માટે તેમણે અપરિગ્રહ જેવા શબ્દનો પ્રયોગ નથી કર્યો. તેમણે ઈચ્છા-પરિમાણની વાત કહી. શ્રાવકે ઈચ્છા-પરિમાણ કરવું જોઈએ. જે અનન્ત ઇચ્છા છે, તેની કોઈ ને કોઈ સીમા નક્કી કરવી જોઈએ. સીમા માટે તેમણે બે બાબતો બતાવી. પહેલી વાત આવકનાં સાધનો અશુદ્ધ ન હોવાં જોઈએ, અપ્રમાણિક ન હોવાં જોઈએ. ગૃહસ્થ માટે મહાવીરની પૂરી આચારસંહિતા છે. તેમાં અપ્રાણિકતાના જેટલા વ્યવહાર છે, તે બધાનો વિરોધ કર્યો છે. ભેળસેળ, અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ આપી દેવી, દગાબાજી કરવી, પરંપરા હડપવી વગેરે વગેરે અપ્રામાણિકતાનાં જેટલાં સૂત્રો છે, સાધનો છે, આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ તે બધાં નકામાં છે. બીજી વાત છે... અર્જિત ધનનો ઉપયોગ પોતાના વિલાસ માટે ન કરવામાં આવે. વ્યક્તિગત સંયમ કરવામાં આવે. આ બંને બાબતો હોય તો પછી ગમે તેટલું કમાઓ, એના ઉપર કોઈ નિયંત્રણ નથી હોતું. એક વ્યક્તિ શુદ્ધ સાધન દ્વારા કમાય છે. શક્ય છે કે લાખ રૂપિયા પણ મળે, કરોડ રૂપિયા પણ મળી જાય. કમાઈ લીધા પછી તેનો ઉપયોગ તે પોતાના માટે નથી કરતો, પોતાના માટે પૂરો સંયમ રાખે છે. જેવું આનન્દ શ્રાવકનું જીવન હતું. કરોડોની સંપત્તિ, કરોડોનો વ્યાપાર, પરંતુ પોતાના માટે અત્યંત સંયમી. એટલું સીધું–સાદું જીવન કે જે એક સામાન્ય માણસ પણ ન રાખી શકે. આ બે શરતો છે ગૃહસ્થ માટે અપરિગ્રહની પ્રારંભિક ભૂમિકાની, આ બંને મહત્ત્વપૂર્ણ છે. જૈન સમાજ આ બંને બાબતોનો સ્વીકાર કરે તો ઘણો મોટો ભ્રમ દૂર શકે છે. ધર્મનો પણ મને લાગે છે કે કોઈપણ સમાજ ધર્મનો અનુયાયી હોઈ શકે છે, સહયાત્રી નથી હોતો. દરેક ધર્મની આ જ સ્થિતિ છે. લોકો ધર્મની પાછળ ચાલે છે. ધર્મની સાથે નથી ચાલતા, હવે તે અનુયાયીઓ પાસે એવી અપેક્ષા રાખવી કે અપરિગ્રહનો સિદ્ધાન્ત ફલિત થાય, એ મને સંભવ નથી લાગતું. પ્રશ્ન– માંસાહારનો નિષેધ કરનારા મોહમ્મદ સાહેબ વ્યાજને હરામ બતાવે છે અને અહિંસામાં વિશ્વાસ ક૨ના૨ા જૈન લોકો વ્યાજનો ધંધો કરે છે. આવું કેમ ? ઉત્તર- વ્યાજના વિષયમાં જૈન સાહિત્યમાં બંને પ્રકારની વાતો મળે છે. જૈન શ્રાવક વ્યાજનો વ્યવસાય કરતા હતા, આવું પણ મળે છે અને વ્યાજને મહાહિંસા માનનારા વ્યક્તિ પણ મળે છે.આચાર્ય જિનસેને વ્યાજને મહાહિંસાની શરૂઆત બતાવી છે અને તેને શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય બતાવી છે. બંને પ્રકારની વાતો જોવા મળે છે. વ્યાજ એક ગૂંજવાયેલો પ્રશ્ન છે. તેનાં બે પાસાંઓ છે– એક સહયોગનું પાસું, બીજું શોષણનું પાસું. જેમ અસમર્થ લોકોને સંપત્તિ ન મળે તો ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એક ઉપાય હતો કે અસમર્થ લોકોને સંપત્તિ ઉપલબ્ધ કરી આપવામાં આવે અને બદલામાં થોડું-ઘણું લઈ લેવામાં આવે. આ પ્રેરણાથી લોકો બીજાને સંપત્તિ આપતા અને અસમર્થ લોકો પોતાનું કામ ચલાવતા. આ જ પ્રારંભિક પ્રેરણા વ્યાજની રહી હશે. આ સહયોગનું પાસું છે. આનો અસ્વીકાર ન કરી શકાય, પરંતુ પ્રવૃત્તિનો જ્યારે વિકાસ થાય છે, ત્યારે પ્રારંભિક પ્રેરણા બદલાઇ ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને નવી-નવી પ્રેરણાઓ જાગે છે. વ્યાજ આપતાં-આપતાં એટલું શોષણ શરૂ થઈ ગયું કે તે બિચારા અસમર્થની અસમર્થતાનો દુરુપયોગ થવા લાગ્યો. વિવશતાનો મહાન દુલુપયોગ થયો . આ દષ્ટિથી વ્યાજ ખૂબ જ નિન્દનીય બની ગયું. મોહબ્દ સાહેબે વ્યાજનો નિષેધ કર્યો તે ભૂમિકામાં તેમણે બિલકુલ ઠીક કહ્યું. કારણ કે તે સમયમાં, મધ્યયુગમાં, વ્યાપાર સહયોગની પ્રેરણા સમાજ ભૂલાવી ચૂક્યો હતો. વ્યાજનો સમગ્ર વ્યવસાય શોષણ પર પ્રતિષ્ઠિત થઈ ગયો હતો. સ્થિતિને તેમણે જોઈ અને તેનો નિષેધ કર્યો. આજે પણ બેંકિંગનો ધંધો ચાલે છે. એટલા માટે શોષણની વાત તેમાં નથી. પરિસ્કૃત રૂપ છે. જેથી તેના તરફ કોઈનું ધ્યાન નથી જતું. જે લોકો વ્યાજનો નિષેધ કરે છે, તે પણ તેનો ઉપયોગ તો કરે છે. આ બંને દૃષ્ટિએ હું વિચારું છું તો મને લાગે છે કે વ્યાજ સર્વથા પરિહાર્ય જ છે, એવું પણ ન કહી શકાય અને સર્વથા વાંછનીય છે, એવું પણ ન કહી શકાય. જો. પદ્ધતિનો સુધારો થાય, સહયોગની પ્રેરણાને ફરીથી કોઈ જગાવી શકે તો તેની ઉપયોગિતાનો પણ અસ્વીકાર ન કરી શકાય. એની સાથે જે શોષણની વાત જોડાઈ ગઈ છે, તે ચાલતી રહે તો વ્યાજની વર્જનીયતાનો પણ અસ્વીકાર ન કરી શકાય. અમે જોયું છે, જ્યાં એટલી બધી વિવશતા અને વર્ષના થઈ જાય છે કે ત્યાં ઘણું વ્યાપક શોષણ થાય છે. મજબૂર થઈને તેમણે બધું ચૂકવવું પણ પડે છે. આ સ્થિતિ બિલકુલ અવાંછનીય છે. આપણે બંને પાસાંઓનો વિચાર કરીને એના પર ચિન્તન કરવું જોઈએ અને વર્તમાન સમસ્યાના સંદર્ભમાં આ પ્રશ્નને ખુલ્લો કરવો જોઈએ કે વ્યાજની સાથે જે વૈયક્તિક સ્વાર્થ અને શોષણ જોડાયેલાં છે, તે દૂર થઈ જાય. જો આ નીકળી જાય અને કેવળ સહયોગ જેવો સૂત્ર-સંબંધ રહે જેમ કે આજે બેકિંગમાં થઈ રહ્યું છે–તો મને લાગે છે કે આને સર્વથા ત્યાજ્ય માનવા જેવી વાત પણ વ્યવહારની ભૂમિકા પર નથી આવતી. કદાચ એટલા માટે ભગવાન મહાવીરે જ્યાં અપ્રામાણિકતાના બધા સ્રોતો નિષેધ કર્યો, ત્યાં વ્યાજનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એમ લાગે છે કે તે સમયે આ પાસું એટલું સ્પષ્ટ નહોતું અને ફક્ત સહયોગ ના આધારે કામ ચાલતું હતું. મધ્યકાળની પરિસ્થિતિએ આ પ્રશ્નને તે રૂપ આપ્યું અને તે દષ્ટિથી મોહમ્મદ સાહેબના કાર્યને ઘણું ઔચિત્યપૂર્ણ માની શકાય. તેમણે એક શોષણપૂર્ણ કાર્ય પ્રત્યે ચેતના જગાવી. જૈન સમાજ માટે પૂર્વકાલીન પ્રશ્ન છે, મધ્યકાલીન પ્રશ્ન છે અને આજનો પ્રશ્ન છે. આજના યુગના સંદર્ભમાં જૈન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સમાજની સામે પ્રશ્ન છે એ છે કે તેની ઉપયોગિતાને સમાપ્ત કરવાની દિશામાં નહિ કિન્તુ તેની સાથે જે શોષણ જોડાઈ ગયું છે તે શોષણને સમાપ્ત કરવાની દિશામાં કોઈ કદમ ઊઠે. પ્રશ્ન– અહિંસાથી અપરિગ્રહ ફલિત થાય છે કે અપરિગ્રહથી અહિંસા ફલિત થાય છે? . ઉત્તર- અહિંસા પરમો ધર્મઃની ઘોષણા જૈન ધર્મની મહાન ઘોષણા મનાય છે. આમાં કોઈ સચ્ચાઈ નથી, એ હું કેવી રીતે કહું, પણ હું એ સચ્ચાઈને ઉલટાવીને જોઉં છું. ‘અપરિગ્રહ’વમો ધર્મ એ પહેલી સચ્ચાઈ છે અને અહિંસા પરમો ધર્મ : એના પછીની સચ્ચાઈ છે. એ સર્વથા મનોવૈજ્ઞાનિક સત્ય છે કે મનુષ્ય હિંસા માટે પરિગ્રહનો સંયમ નથી કરતો, પરંતુ પરિગ્રહની સુરક્ષા માટે હિંસા કરે છે. જેમ-જેમ અપરિગ્રહનો વિકાસ થાય છે, તેમ-તેમ અહિંસાનો વિકાસ થાય છે. પરિગ્રહનું કેન્દ્રબિંદુ મનુષ્યનું પોતાનું શરીર છે. ત્યાંથી પરિગ્રહની ચેતના ફેલાય છે. ધાર્મિક વ્યક્તિ ધર્મની સાધનાનો કાયોત્સર્ગ અથવા દેહાધ્યાસમુક્તિથી પ્રારંભ કરે છે. શરીરનું મમત્વ જેમ-જેમ ઓછું થાય છે, તેમ-તેમ પરિગ્રહની મૂર્છા ઓછી થાય છે. શરીરની મૂર્છા ત્યાગનારો જ અલ્પવસ્ત્ર અથવા અવસ્ત્ર હોઈ શકે છે. મનુષ્ય ચેતનાવાન પ્રાણી છે. ચેતના યાંત્રિક નથી હોતી, તેથી તમામ મનુષ્યો સમાન નથી હોતા. તેમાં રુચિ, વિચાર, ચિન્તન અને સંસ્કારની ભિન્નતા હોય છે, જેથી અચેતન જગતની જેમ ચેતન જગત માટે કોઈ સાર્વભૌમ નિયમ ન બનાવી શકાય. અપરિગ્રહ-પ્રધાન-ધર્મને માનનારા બધા અપરિગ્રહી બની જાય છે– આ સંભાવનામાં સચ્ચાઈ નથી લાગતી. અપરિગ્રહ સિદ્ધાન્તને માનીને ચાલનારાઓમાંથી કેટલાક લોકો અપરિગ્રહી હોઈ શકે છે, પરંતુ બધા જ અપરિગ્રહી થઈ જાય- એ સંભવ નથી. આપણું ચિન્તન એટલા માટે અટવાય છે કે આપણે ધર્મના અનુયાયી અને ધાર્મિકને એક જ ત્રાજળે તોલીએ છીએ. ધર્મનો અનુયાયી એ હોય છે, જે ધર્મને સારો માનીને ચાલે છે, કિન્તુ તેનું આચરણ કરવામાં સક્ષમ નથી હોતો. ધાર્મિક તે હોય છે, જે ધર્મના સિદ્ધાન્તોને સારા પણ માને છે અને તેનું આચરણ કરવામાં પણ સક્ષમ હોય છે. જૈન ધર્મના સઘળા અનુયાયી અપરિગ્રહી હશે, એવી કલ્પના અતિકલ્પના કહેવાશે. લોકો ધર્મની પ્રભાવના કરનારી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકે છે, ધર્મના આચ૨ણમાં તેટલો રસ નથી લઈ શકતા. તેઓ ધર્મની વ્યાવહારિક ભૂમિકા પર 8. મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરે છે, પરંતુ ધર્મના આત્માનો સ્પર્શ નથી કરી શકતા. આ બે ધ્રુવોનું અંતર બે મનુષ્યની આંતરિક ક્ષમતાથી ઉત્પન્ન અંતર છે. તેમની વચ્ચે સિદ્ધાન્તનું સૂત્ર જોડાયેલું છે. જેથી અનુયાયી વર્ગ પણ થોડો-થોડો સંયમનો અભ્યાસ કરે છે, પણ તે વ્રતી જીવન નથી જીવી શકતો, વાસ્તવિકતાનો આપણે અસ્વીકાર ન કરીએ. ધર્મના અનુયાયીઓ, ધર્મ પ્રત્યે સમ્યક્ દષ્ટિ રાખનારાઓ અને ધાર્મિક અથવા વ્રતી જીવન જીવનારાઓ પાસેથી એક પ્રકારની અપેક્ષા ન રાખીએ. "મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મહાવીરનું અર્થશાસ્ત્ર પ્રવચન માળા પૂજ્ય ગુરુદેવ શ્રી તુલસીના સાંનિધ્યમાં સંપન્ન થઈ. પ્રવચનમાળાનું સમાપન અણુવ્રતઅનુશાસ્તાના મંગળ ઉદ્બોધનથી થયું હતું. તેમનાં ઉદ્બોધનો એક નવી દ્રષ્ટિ સાથે થયાં હતાં. પ્રસ્તુત અધ્યાયમાં અણુવ્રતઅનુશાસ્તાના તે મહત્ત્વપૂર્ણ વિચારોનું અંકન છે. મહાવીર અને અર્થશાસ્ત્ર આજે જે કહેવામાં આવી રહ્યું છે, તે પચાસ વર્ષ પહેલાં કહેવામાં આવ્યું હોત તો લોકો સાંભળવા માટે તૈયાર ન થયા હોત. આવું એટલા માટે કે આજે લોકો એટલી દુવિધામાં ફસાયા છે કે ક્યાંય શાન્તિ નથી. તેઓ શોધી રહ્યા છે કે ક્યાંકથી શાન્તિનો માર્ગ મળે. કવિએ કહ્યું છે– નીકી પે ફીકી લગે, બિના સમય કી બાત, જૈસે યોદ્ધા યુદ્ધ મેં નહિ સિંગાર સુહાત. યોદ્ધાના સિંગારની વાત સારી છે, પણ તે યોગ્ય સમયે થવી જોઈએ. યુદ્ધમાં શસ્ત્ર ધારણ કરીને જતી વખતે શ્રૃંગાર-પ્રસાધન કરવું સમયોચિત નથી. માટે આજની આપણી આ વાત સામયિક છે અને ચોક્કસ સૌકોઈને સારી લાગશે. સંગતિ કેવી રીતે થાય ? પ્રશ્ન ઊદ્ભવે છે – મહાવીર અને અર્થશાસ્ત્ર - આનો મેળ કેવી રીતે બેસશે ? મહાવીર વીતરાગ છે, તીર્થંકર છે, રાગથી વિમુક્ત છે, તેઓ અર્થશાસ્ત્રની મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૭ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વાત કેવી રીતે કરશે ? આપણે સિદ્ધ મહાવીરની વાત નથી કરી રહ્યા, સાધક મહાવીરની વાત કરી રહ્યા છીએ. સિદ્ધ મહાવીર અર્થની વાત નહિ કરે. મહાવીર તીર્થકર છે છતાં તે સાધનામાં છે. તે સમયે મહાવીર દરેક વાત કહેવાના અધિકારી છે. આચાર્ય હેમચન્દ્ર લખ્યું છે– एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया ।। स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मनः ॥ તીર્થકર ઋષભદેવે યોગાનુકૂલ માર્ગદર્શન આપ્યું– ખેતી કેવી રીતે કરવી જોઈએ, તલવાર હાથમાં કેવી રીતે લેવી જોઈએ, શ્રમ કેવી રીતે કરવો જોઈએ, ઉપાર્જન કેવી રીતે કરવું જોઈએ, વિવાહ કેવી રીતે કરવો જોઈએ- આ બધી બાબતો સમજાવી. તેઓ જાણતા હતા કે આ સાવદ્ય છે, પરંતુ તેમણે આ બધાને સાવદ્ય માનીને પણ પોતાનું કર્તવ્ય સમજીને લોકાનુકમ્પાથી તેનું પ્રતિપાદન કર્યું મહાવીરે પણ આમ જ કર્યું. તેમણે કહ્યું- બધા સાધુ નથી, સાધક નથી, સંસારી છે. તેમનું પથપ્રદર્શન જો આપણે નહીં કરીએ તો કોણ કરશે? મહાવીરે ગૃહસ્થ માટે મહાવ્રતની વાત નથી કહી, અણુવ્રતની વાત કહી છે. ત્યાગની વાત નથી કહી, સીમિત ભોગની વાત કહી છે. આ તેમની અનુકંપા છે. આ દષ્ટિએ મહાવીરનું અર્થશાસ્ત્ર -આ કથનમાં સંગતિ છે. શાશ્વતના પ્રવક્તા વૈજ્ઞાનિક પણ ચિંતક છે અને મહાવીર પણ ચિંતક છે. ક્યારેક ક્યારેક એ જોઈને આશ્ચર્ય થાય છે કે વૈજ્ઞાનિકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આશ્ચર્યચકિત કરનારી છે વૈજ્ઞાનિકોની શોધો. અન્તર એક જ છે– વૈજ્ઞાનિકોનું ચિંતન ખૂબ જ ઊંડું હોવા છતાં તાત્કાલિક છે, સૈકાલિક નથી. મહાવીરનું ચિંતન વૈકાલિક છે. વૈજ્ઞાનિકોનું ચિંતન સૈકાલિક હોત તો કિજની વાત ન આવત. જ્યારે ઇચ્છીએ ત્યારે વસ્તુઓને ઠંડી અથવા ગરમ રાખવાનાં મશીનનો આવિષ્કાર ન થયો હોત. આજે તેની વ્યર્થતા સામે આવી ગઈ છે. કારણ કે તે તાત્કાલિક છે, સૈકાલિક નથી. જેટલી પણ વસ્તુઓ વૈજ્ઞાનિકોએ આવિષ્કત કરી છે, મને લાગે છે કે તે તાત્કાલિક છે. થોડાક સમય પછી તેની નિરર્થકતા આપણી સમક્ષ આવી જાય છે. મહાવીરે હજારો વર્ષ પહેલાં જે વાત કહી, તે આજે પણ આપણા માટે ખૂબ કામની છે, આગળ પણ રહેશે. તેમણે યંત્રોના આધારે શોધ નથી કરી, આત્માના - - - - - - - - - - - - - - - - - - - - ''11111111115155 મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૨૭. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ આધારે કરી છે, અનુભૂતિના આધારે કરી છે. યંત્ર ભૌતિક છે, અનુભૂતિ આત્મિક છે. આત્મિક અનુભૂતિ સૈકાલિક હશે, તાત્કાલિક નહિ હોય. કહેવામાં આવ્યું– ઈચ્છાઓનું નિયંત્રણ કરો. આ વાતને લોકો ક્યારેક બકવાસ માનતા હતા. કલ્પના કરવાની છોડી દો, એમ કહેવું કેટલી મૂર્ખતાની વાત છે ! આનાથી તો દેશનો વિકાસ જ રંધાઈ જશે. લોકો કહે છે... તમે તમારા શ્રાવકોને પ્રેરણા નથી આપતા, એ બધા એવા જ રહી જશે. આજે ચારે બાજુથી કહેવામાં આવે છે કે સીમા હોવી જોઈએ. અધ્યાત્મ અને ભૌતિકવાદનો સમન્વય મહાવીરે અધ્યાત્મ અને ભૌતિકવાદનો સમન્વય કર્યો. પ્રાચીનકાળમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હતો- “બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા' બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. શું આ જગતને મિથ્યા માનીએ, જે સામે દેખાય છે? જે ચીજ સામે દેખાય છે તે કેવી રીતે મિથ્યા હોઈ શકે? મહાવીરે કહ્યું – ભૌતિકવાદ સત્ય છે અને આત્મા પણ સત્ય છે. શું પુદ્ગલ સત્ય નથી? જીવન સત્ય છે તો શું મૃત્યુ સત્ય નથી? બંને સત્ય છે. મહાવીરે જે કંઈ કહ્યું, તે અનુભૂતિના આધારે કહ્યું. તેમણે કહ્યું, તમે કોઈને એક સાથે આધ્યાત્મિક બનાવવા માગશો, તો અસફળ થઈ જશો. તેને એ દિશામાં ધીમે-ધીમે આગળ વધારો, તેની ભૂખને વધારો, જ્ઞાન-પિપાસાને તેજ કરો, આપમેળે કામ થઈ જશે. ખરેખર આજના ભટકી ગયેલા માણસને માર્ગ બતાવવાની ખૂબ અપેક્ષા છે. આજે સમગ્ર સંસાર આર્થિક બની રહ્યો છે. અર્થ જ પ્રધાન છે. આ મનોવૃત્તિને કેવી રીતે બદલાવી? આ દિશામાં સતત પ્રયત્ન થવો જોઈએ. વિકાસની અવધારણા અર્થ-વિકાસ પણ એક વિકાસ છે. વિકાસની પોત-પોતાની અવધારણાઓ છે. આપણે કોઈ નિયમ કોઈના ઉપર લાદી ન શકીએ. કહેવામાં આવી રહ્યું છે– કોઈ વ્યક્તિ ગરીબ ન રહેવી જોઈએ, પણ ધનકુબેર શા માટે બને? એક ગરીબ માણસ કોઈ રાજાની પાસે ગયો. જઈને બોલ્યો, “રાજા ! હું સિદ્ધ થઈ ગયો છું. હું બધાને જોઉં છું. મારી તરફ કોઈ જોઈ શકતું નથી.' रे दारिद्र्य ! नमस्तुभ्यं, सिद्धोहं त्वत्प्रसादतः । सर्वानहं च पश्यामि, मां न पश्यति कश्चन ।। ગરીબી તને નમસ્કાર. તારી કૃપાથી હું સિદ્ધ થઈ ગયો છું. હું બધાને જોઈ S મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૮ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શકે છે, પરંતુ મને કોઈ જોઈ શકતું નથી. આવી ગરીબી આપણે નથી ઈચ્છતા અને ગરીબ માણસ ધાર્મિક પણ કદાચ નહિ બની શકે. ખાવા અન્ન નથી, તો ધર્મ શું કરશે ? આપણું ચિન્તન ન તો આર્થિક દારિયનું છે અને ન ધનને વધારવાનું છે. આવશ્યકતાપૂર્તિ સૌકોઈની થવી જોઈએ, પણ જ્યાં બીજાના સ્વાર્થની બલિ ચડાવાય, એવી આર્થિક સમ્પન્નતા ક્યારેય પણ કામ્ય નહિ થાય અને ન થવી જોઈએ. સમય-સમયની અવધારણાઓ ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન ભિન્ન અવધારણાઓ સામયિક હોય છે. તાત્કાલિક વાતનું આકર્ષણ વધુ હોય છે. અર્થ શા માટે? અર્થ છેવટે કોના માટે છે? તે સુખી જીવન માટે તો છે. તે સ્વયંને, પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સુખી બનાવે. ચિન્તન તો આ જ છે, પરંતુ તે વધુ દુઃખી બનતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પુનર્વિચાર કરવો પડશે. આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી નથી, ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી છીએ. પરંતુ દરેક શાસ્ત્ર બીજા શાસ્ત્ર સાથે જોડાયેલું છે, તેથી કોઈ અન્ય વિષય પર વિચાર કરતી વખતે અર્થના સંદર્ભમાં પણ આપણે વિચાર કરીએ છીએ. માત્ર અર્થથી કોઈ સુખી બની શકતું નથી. ભગવાન મહાવીર પાસે બે વ્યક્તિ આવી. એક સમાટ શ્રેણિક અને બીજો શ્રાવક પુણિયો. સમ્રાટ શ્રેણિક એ સમયનો સૌથી મોટો માણસ હતો. તેની સંપત્તિનો કોઈ પાર નહોતો. પુણિયો શ્રાવક પૂણી કાંતીને જીવનનિર્વાહ કરનારો માણસ હતો. મહાવીરને પૂછવામાં આવ્યુંતમારી દષ્ટિએ મહત્ત્વ સમ્રાટ શ્રેણિકનું છે કે પુણિયાનું? મહાવીરે કહ્યું – “બંનેનું. સમ્રાટ શ્રેણિકના લીધે હજારો- હજારો વ્યક્તિ મારી પાસે આવશે, બીજી તરફ પુણિયો જેટલો સંતોષી અને સુખી છે તેટલું સુખ અને સંતોષ સમ્રાટ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહિ કરી શકે.' સુખી જીવનનાં સૂત્રો આપણે ઇચ્છીએ છીએ કે મનુષ્યનું જીવન પુણિયાની માફક શાન્ત, સંતુષ્ટ અને સુખી હોય. આ દષ્ટિથી મહાવીરે કહ્યું, દરેક વ્યક્તિ અથર્જન કરતી વખતે પાંચ બાબતોનું ધ્યાન રાખે– કોઈનું બન્ધન ન થાય. - - - - - - - - - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ કોઈનો વધ ન થાય. કોઈનો અંગ-ભંગ ન કરવામાં આવે. કોઈની ઉપર અતિભાર ન લાદવામાં આવે. કોઈની આજીવિકાનો વિચ્છેદ ન કરવામાં આવે. આ નિર્દેશ સુખી જીવન માટે છે. એના વિના કોઈ માણસ સુખી નથી બની શકતો. ચિંતન બદલો અર્થશાસ્ત્રની આપણી અવધારણા એ છે કે અર્થ વિના માણસ જીવી નથી શકતો. અતિશય અથર્જન પણ માણસને સુખથી નથી જીવવા દેતું. આ સંદર્ભમાં અલ્પેચ્છા, અલ્પારંભ, અલ્પ પરિગ્રહનો સિદ્ધાન્ત જ સાચી દષ્ટિ આપનારો છે. ગાંધીજી એનો પ્રયોગ હંમેશાં કરતા હતા. તેઓ પ્રયોક્તા હતા. માત્ર ઉપદેખા નહોતા. અમેરિકી પત્રકાર લુઈ ફિશર ગાંધીજી પાસે આવ્યા. સેવાગ્રામમાં થોડાક દિવસ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાંધીજીની સ્વીકૃતિ મળી ગઈ. ત્યાંની ગરમીમાં રહીને લુઈ ફિશરની હાલત ખરાબ થઈ ગઈ.ગાંધીજી તેનો ચહેરો જોઈને સમજી ગયા- તમારે એરકંડીશનની જરૂર છે, હમણાં જ લાવું છું. પાણીનું એક મોટું ટબ મંગાવ્યું, તેની પાસે બે સ્કૂલ મૂકી દીધાં. લુઈ ફિશર સ્કૂલ પર બેસી ગયો, તેણે અનુભવ કર્યો- ગરમી શાન્ત થઈ ગઈ છે. તે પ્રસન્ન થઈ ગયો. ચિંતન સમયોચિત હોવું જોઈએ. આપણે માનીએ છીએ, દરેક વ્યક્તિ અર્થથી અલગ નથી થઈ શકતી, પરંતુ અર્થના વિષયમાં આજે જે ચિંતન ચાલી રહ્યું છે, તેને બદલવું પડશે. ત્યારે તે સૌકોઈ માટે સાર્થક બની શકશે. હિંસા અને અર્થ એક પ્રશ્ન છે– અહિંસા અને અર્થ– આનો એકબીજા સાથે શો સંબંધ છે? જ્યાં અર્થ છે ત્યાં હિંસા અનિવાર્ય છે. કહેવામાં પણ આવી રહ્યું છે– “અર્થ અનર્થનું મૂળ છે.” જેટલી હિંસા થાય છે, તે અર્થ માટે થાય છે. હિંસા માટે અર્થ નથી હોતો. ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે અમે દિલ્હીમાં જ હતા. તે સમયે દિલ્હી વિશ્વવિદ્યાલયના કેટલાક પ્રોફેસર આવ્યા. તેમણે કહ્યું, આચાર્ય શ્રી ! આપની સમક્ષ તો મોટી પરેશાની ઊભી થઈ ગઈ હશે. આ સમયે ભારત-પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું છે અને આપ હિંસાને માનતા નથી. મેં કહ્યું, તમે શું કહી રહ્યા છો? જૈનો મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૦ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રથી અલગ છે શું? રાષ્ટ્રની જે સ્થિતિ છે, તે જ જૈનોની પણ છે. જૈન લોકો શું બધા જ સંન્યાસી છે? શું જૈન ગૃહસ્થ નથી? શું તેમને સુરક્ષાની જરૂર નથી? અર્થ છે તો હિંસા પણ રહેવાની જ. જૈન સમ્રાટ પણ થયા છે, જૈન સેનાપતિ પણ થયા છે. તેમણે અનેક યુદ્ધ પણ લડ્યાં છે. મારી વાતથી તેમને સંતોષ મળ્યો. જ્યાં અર્થ છે ત્યાં હિંસા અને અશાન્તિ રહેવાની. મહાવીરે સીમા અને સંયમનો નિર્દેશ આપ્યો. એનાથી એવી બ્રેક લાગી જાય છે કે ફરીથી વધવાની સંભાવના રહેતી નથી. પચાસ વર્ષ પહેલાં આ વાત સમજમાં નહોતી આવતી, આજે આવી રહી છે કારણ કે હિંસા અને અશાન્તિ ઘણાં વધી ગયાં છે. એના માટે સૌથી મોટો ઉપચાર છે સીમાકરણ. ઉપયોગિતાનો પ્રશ્ન એ દષ્ટિકોણ ન હોવો જોઈએ – જે ઉપયોગી છે, તેનો જ આપણે સ્વીકાર કરીએ.' ઉપયોગીને સ્વીકારી શકાય છે. પરંતુ બધી ઉપયોગી બાબતોનો સ્વીકાર કરવામાં આવે, એ પણ ઠીક નથી. જે આજે ઉપયોગી છે. તે કાલે ન પણ હોઈ શકે. તેનો તાત્કાલિક ઉપયોગ છે, સૈકાલિક નથી. આપણે તાત્કાલિક ચીજો ઉપર વધુ ધ્યાન આપીએ છીએ, સૈકાલિક પર ધ્યાન નથી આપતા. જેટલા પણ અર્થશાસ્ત્રી થયા છે, તેમણે તાત્કાલિક પર વધુ ધ્યાન આપ્યું. મહાવીરે સૈકાલિક પર વધુ ધ્યાન આપ્યું . સંભવ છે કે તે વાત, જે આજે ઠીક નથી, પણ આગળ જતાં ઠીક લાગે, એટલા માટે આપણે સૈકાલિકની વાતને ન ભુલાવીએ, તેનું મૂલ્યાંકન કરીએ. અર્થનું યુદ્ધ પ્રાચીનકાળમાં ત્રણ બાબતોને કારણે યુદ્ધ થતાં હતાં– જર, જોરું, અને જમીન. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. આજે યુદ્ધ કેવળ અર્થનું થઈ રહ્યું છે, વ્યાપારનું થઈ રહ્યું છે. આજના અર્થશાસ્ત્ર ઉપર આપણે અંકુશ નહિ લગાવીએ તો ચિરસમય સુધી શાન્તિ નહિ મેળવી શકીએ. શાન્તિની જેટલી વાતો આજે થઈ રહી છે, તેટલી કયારે થતી હતી? ચારે બાજુ એનો સ્વર સંભળાઈ રહ્યો છે, પરંતુ એના માટે જે પ્રયત્ન થવો જોઈએ, તે નથી થઈ રહ્યો. એના માટે ઉત્પાદનનું સીમાકરણ કરવું પડશે, આયાત-નિકાસનું સીમાકરણ કરવું પડશે, એ વસ્તુઓનું ઉત્પાદન બંધ કરવું જ પડશે, જે દેશને ખાડામાં ધકેલી રહ્યું છે. મારી સમજમાં નથી આવતું કે આવી ચીજોનું ઉત્પાદન શા માટે કરવામાં આવી રહ્યું છે ? એ એક અસંદિગ્ધ સચ્ચાઈ છે. આને રોક્યા વિના શાન્તિ-વ્યવસ્થા કાયમ નહિ થઈ શકે. ખોટા કામને રોકયા વિના સાચું કામ નહિ થઈ શકે. આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૧ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રશ્ન ત્રણ પ્રશ્નો આપણી સમક્ષ છે : શાન્તિ અપેક્ષિત છે કે નહિ ? । સ્વતંત્રતા પ્રિય છે કે નહિ ? I પવિત્રતા અને આનંદ જોઈએ કે નહિ ? એમ કોઈ નહિ કહે કે આ ત્રણે અમારે નથી જોઈતાં. જો જોઈતાં હોય તો સાધનો એકઠાં કરવાં પડશે. સંયમ વિના શાન્તિ નહિ મળે. સંતોષ સિવાય સ્વતંત્રતા નહિ મળે. પવિત્રતા માટે સાધનની શુદ્ધિ કરવી પડશે. આનંદ જોઈએ તો સ્વસ્થ રહેવું પડશે. સ્વસ્થ કેવળ શારીરિક રૂપથી નહિ, માનસિક અને ભાવાત્મક રૂપથી પણ રહેવું પડશે. મહાવીરે પોતાના અર્થશાસ્ત્રની સીમામાં કહ્યું, કોઈ વ્યક્તિ ચોરી ન કરે, ચોરને ચોરી કરવામાં સહયોગ પણ ન કરે. ચોરની ચોરેલી વસ્તુને ન ખરીદો. તે સમયે આટલી લુચ્ચાઈઓ નહોતી, પરંતુ ત્રિકાલજ્ઞ મહાવીર પાંચ હજાર વર્ષ પછીની બૂરાઈઓને જોઈ શક્યા હતા. એટલા માટે મહાવીરે ભવિષ્યમાં પણ માણસને સુખી રહેવાના ગુણ બતાવ્યા. આજે જો સુખ - શાન્તિની અપેક્ષા છે તો તેમનાં બતાવેલાં સૂત્રોનું મૂલ્ય આંકો. સીમાકરણનો વિવેક બે પ્રકારના સમાજ આપણી સમક્ષ છે—અનિયંત્રિત સમાજ અને નિયંત્રિત સમાજ, હવે નિર્ણય તમારે ક૨વાનો છે કે તમે કેવો સમાજ ઇચ્છો છો ? આ સંદર્ભમાં કોઈને કાંઈ પણ ન પૂછો, પોતાના મનને પૂછો. જો તમે દુઃખી સમાજ ઇચ્છો છો તો અનિયંત્રિત સમાજ તૈયા૨ છે. સુખ અને શાન્ત સમાજ ઇચ્છો છો તો નિયંત્રિત સમાજની અપેક્ષા છે. પ્રાચીનકાળમાં મનુષ્ય માટે સમાજ શબ્દનો પ્રયોગ થયો છે અને પશુઓ માટે સમાજ શબ્દનો વ્યવહાર થયો છે 'समजस्तु पशूनां स्यात् समाजस्त्वन्य તેહિનામું આપણે ચિત્તનશીલ માણસ છીએ, પરંતુ એ કહેવું ખોટું નથી કે માણસ જેટલો અનિયંત્રિત છે, તેટલું કદાચ કોઈ નથી. પ્રાચીન ઋષિઓએ કહ્યું- આગમાં ગમે તેટલું ઈંધણ નાખો, તે તૃપ્ત નહિ થાય. સમુદ્રમાં ગમે તેટલી નદીઓ આવીને ઠલવાય, તે ભરાશે નહિ. તે રીતે મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોથી આપણી આંકાક્ષા કેવી રીતે ભરાશે? સમસ્યા એ છે કે આપણે બીજાઓને સીમામાં જોવા માગીએ છીએ, પણ પોતાની સીમા નથી કરતા. સમય અને વિવેકનો એ તકાજો છે કે વ્યક્તિ સ્વયં પોતાની સીમા કરે. પર્યાવરણ અને અર્થશાસ્ત્ર પર્યાવરણની સમસ્યા ન ઉદ્ભવી હોત તો મનુષ્ય કંઈપણ ચિંતન કરવા માટે ફુરસદ ના ફાળવી હોત, આંધળી દોટમાં કયાંય રોકાત જ નહિ. હવે એ વિચારવું પડે છે કે આ પ્રદૂષણ નહિ રોકાય તો મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલા માટે સમસ્યાનું આવવું પણ એક દષ્ટિએ તો ઠીક છે. આજે પર્યાવરણની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે. એના વિષયમાં હજુ હજારો વર્ષ સુધી વિચારવું પણ ન પડત. આગમોમાં આપણે વાંચીએ છીએ છઠ્ઠો કાળ આવશે ત્યારે એવું થઈ જશે, પણ ચિન્તા કોઈને નથી.આજના મનુષ્યને તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે- છો કાળ બિલકુલ સામે ઊભો છે. પર્યાવરણની સમસ્યા સામે છે અને મનુષ્ય અર્થશાસ્ત્રમાં અટવાયેલો છે. તે સતત સંપન્નતાનાં સપનાં જોઈ રહ્યો છે, જ્યારે વિપન્નતા પર્યાવરણના રૂપે તેની ઠીક સામે ઊભી છે. સમ્યક દષ્ટિકોણ આપણો દષ્ટિકોણ એકાંગી છે અને એ એકાંગી દષ્ટિકોણ જ બધી સમસ્યાઓનું મૂળ છે. અનેકાન્તની દષ્ટિએ વિચારતા હોત તો સમસ્યાઓમાં આટલો વધારો ન થતો. હું જે વિચારું છું, તે સાચું છે અને તમે જે વિચારો છો તે પણ સાચું હોઈ શકે છે, આવો દષ્ટિકોણ જ્યાં સુધી નહિ બને, ત્યાં સુધી આપણી સમસ્યાઓનું સમાધાન નહીં થાય. મહાવીરે કહ્યું – બધા ધર્મોનું મૂળ છે સમ્યફ દર્શન અને બધા પાપોનું મૂળ છે મિથ્યા દર્શન. હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ક્રોધ, અહંકાર પાપ છે. પરંતુ સૌથી મોટું પાપ છે મિથ્યા દર્શન. હિંસા કરનારો સ્વયં ડૂબે છે. બીજાને ડૂબાડે કે નહિ, પરંતુ મિથ્યા દષ્ટિકોણવાળી વ્યક્તિ લાખોને ડૂબાડે છે. એટલા માટે આ દષ્ટિકોણને દૂર કરો. આયારોમાં કહેવામાં આવ્યું છે. સમવંસી ર વડું પર્વ - સમ્યફદર્શી પાપ નથી કરતો. વ્યક્તિનો એકાંગી દષ્ટિકોણ જ પર્યાવરણની સમસ્યાનું મુખ્ય કારણ છે. - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૩ - Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિલાસિતા અને ક્રૂરતા લોક આકાશ પર ટકેલું છે, આકાશ વાયુ પર અને વાયુ પર જળ ટકેલું છે. જળ પર પૃથ્વી ટકી રહી છે અને પૃથ્વી પર આપણે પ્રાણી સ્થિત છીએ. આટલાં ઊંડાં મૂળ છે એનાં, એનાં મૂળને નુકસાન થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, પરંતુ મનુષ્ય એટલો નિર્મમ બની ગયો છે કે તે મૂળને જ ખોદવા લાગ્યો. ધરતીને જ નહિ તે આકાશને પણ ખોદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એટલું ધન માણસ પાસે હતું કે સાત પેઢી ખાય તો પણ ખૂટવાનું નહોતું. એવાં ઘર આપણે જોયાં છે, જેની દીવાલોમાં પણ સોનું મઢેલું હતું. પરન્તુ તે બરબાદ થઈ ગયું. બધું જ પોતાના હાથોથી તેમનાં સંતાનોએ ખોઈ નાખ્યું. આપણે વિપન્નતાના ઉપાસક નથી, દારિદ્રયના ઉપાસક નથી, પરંતુ એકાંગી સમ્પન્નતાના ઉપાસક પણ નથી. સંપન્નતા વિલાસિતા વધારે છે અને વિપન્નતા ક્રૂરતા વધારે છે. વિલાસિતા અને ક્રૂરતા બંને પાપ છે. આપણે મધ્યમ માર્ગના ઉપાસક છીએ. ગાંધીજીએ ઘણું ઊંચું શિક્ષણ મેળવ્યું હતું, તેઓ બેરિસ્ટર હતા, બધું મેળવી શક્ય હોત, પરંતુ તેમણે એમ ન કર્યું. તે પાકા સમાજવાદી હતા. કહેતા હતા કે, સમાજને જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી હું એકલો કેમ ખાઉં ? એક બાળકે તેમનેકહ્યું- તમે આ માત્ર લંગોટી શા માટે પહેરો છો ? મારી માતા તમારા માટે સારો પોશાક તૈયાર કરી શકે છે. ગાંધી બોલ્યા– ‘એક પોશાકથી કામ નહિ ચાલે, ત્રીસ કરોડ પોશાક હોય, તો હું પહેરીશ.' તાદાત્મ્યની અનુભૂતિ મારી વાત કહું. મેં સંતોનો એક સંઘાડો લોકોપકાર માટે સૌરાષ્ટ્ર મોકલ્યો. ત્યાં વાતાવ૨ણ કંઈક એવું બન્યું, તેમને જગ્યા અને ખોરાક બંને મળવાં મુશ્કેલ થઈ ગયા. મને સૂચના મળી, ત્યાં સંતોને આહાર-પાણી મળવાં પણ મુશ્કેલ થઈ ગયાં છે. મનમાં વિચાર આવ્યો, તેમને ત્યાં મોકલીને મેં યોગ્ય નથી કર્યું અને તે જ સમયે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી તેમને પૂરો આહાર નહિ મળે, ત્યાં સુધી હું પણ પૂરો આહાર નહિ લઉં. આ સંકલ્પ મેં કોઈની સામે વ્યક્ત નહોતો કર્યો. એક મહિના પછી સૂચના આવી- સંતોને હવે આહાર-પાણીની સંપૂર્ણ સુવિધા મળી રહી છે. તે સૂચના મળવાથી મેં મારો સંકલ્પ પૂરો કર્યો. જ્યાં વ્યક્તિ બીજાના સુખ-દુઃખનો અનુભવ કરે છે, ત્યાં સ્વાર્થની વૃત્તિ Jain Educationa International મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૧૩૪ For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાપક બને છે. “હું એકલો નથી' આ ભાવના જેટલી પ્રખર થશે, તેટલું જ પર્યાવરણની સમસ્યાનું સમાધાન મળશે. ગરીબ કોણ? એક પ્રશ્ન છે– ગરીબીની પરિભાષા શી છે? કોને ગરીબ કહીએ? અમીર કોણ છે અને ગરીબ કોણ છે? આ જાણવાની આપણી દષ્ટિ છે. એક સંસ્કૃત કવિએ લખ્યું – નીચે તરફ જુઓ, બધા ગરીબ લાગશે. ઉપર તરફ જુઓ, પોતાની દારીવ્રતા ઝળકશે. अधोऽधो पश्यतः कस्य महिमा नो गरीयसी । उपर्युपरि पश्यतः सर्वमेव दरिद्रति ।। પોતાનાથી ઉપરવાળાને જુઓ તો લાગશે પોતાના કરતાં વધુ તે ગરીબ છે. લાખવાળો કરોડવાળા સામે ગરીબ છે, કરોડવાળો અબજવાળા સામે ગરીબ છે, અરજપતિ ખરવપતિ સામે ગરીબ છે. ઠીક જ કહ્યું છે, ઊંચેથી ઊંચાને જુઓ તો નીચેવાળો દરિદ્ર છે. તમે તમારીથી નીચે જોશો તો લાગશે આપણે બધાથી ઊંચા છીએ. એકના હાથમાં એક છે અને બીજાના હાથમાં સો છે. આની કોઈ નિશ્ચિત પરિભાષા નથી કરી શકાતી કે કોણ અમીર છે અને કોણ ગરીબ છે. મને પૂછવામાં આવે તો હું કહીશ- ગરીબ તે છે, જેનું મન ગરીબ છે, જેની વૃત્તિઓ ગરીબ છે. એક મજૂરને જુઓ, બે રોટલી ખાય છે, પાણી પીએ છે અને મસ્તીની ઊંઘ લે છે. બીજી બાજુ દસ લાખની મોટરમાં બેસીને ફરનારો માલિક, એરકંડીશન્ડ બંગલામાં સૂએ છે, છતાં પણ ઊંઘ નથી આવતી. અન્તર શું છે? ઉદ્યોગપતિ ડાલમિયાજીની કોઠીમાં રહ્યા, અમે જોયું– જમતી વખતે પણ હાથ વડે ફોનના રીસિવરને કાનમાં ગોઠવી રહ્યા હતા. મનમાં વિચાર આવ્યો- જીવન આટલું વ્યસ્ત અને અશાન્ત, પછી આ ધન શા કામમાં આવશે ? તેમને દરિદ્ર માનું કે સંપન્ન? બેરોજગારીનો પ્રશ્ન એક પ્રશ્ન છે બેરોજગારીનો. બેરોજગારી ક્યાંથી આવી છે? એનું કારણ છે આપણી શિક્ષણ પદ્ધતિ. હું સ્પષ્ટ કહું છું, ભારતની બેરોજગારી તેની શિક્ષણપદ્ધતિની દેન છે. પહેલાં પ્રત્યેક વર્ગ પોત-પોતાના કામમાં મસ્ત હતો. ખેડૂતનો દીકરો ખેતી કરતો. કુંભારનો દીકરો માટીનાં વાસણ બનાવતો, લુહારનો દીકરો મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૫ ) Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ લુહારીનું કામ શીખતો. બધા પોત-પોતાના કામમાં લાગેલા હતા. શિક્ષણનું સ્તર વધ્યું તેની સાથો-સાથ સામાજિક પરિવેશમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. ભણીગણીને લોકો પોતાના પૂર્વજોના વ્યવસાયથી દૂર થતા ગયા. પછી પરમ્પરાગત વ્યવસાયમાં જોડાવા માટે સંકોચ થવા લાગ્યો. ગામ શહેર તરફ ભાગવા લાગ્યું. આ બધું વર્તમાન શિક્ષણની દેન છે. સુરક્ષા અને સહયોગ એક પ્રશ્ન છે સુરક્ષા અને સહયોગનો. સુરક્ષા કોણ કોની કરે છે? આ સંસારમાં કોઈ કોઈની સુરક્ષા નથી કરતું. સૌની પોત-પોતાના સ્વાર્થની સુરક્ષા છે. સ્વાર્થ વિના બાપ બેટાની સુરક્ષા નથી કરતો, બેટો બાપની સેવા નથી કરતો. આ સ્વાર્થવૃત્તિ ક્યારે મટશે? આ સંસારમાં જ્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ રહેશે, આ બાબતો રહેવાની. અબજોની સંપત્તિ જેની પાસે છે તે મરવાની અવસ્થામાં આવવાથી ખોળે લીધેલો દીકરો કહે છે– બોલાવી તો રહ્યા છે; શું શેઠજી ખરેખર મરવાની સ્થિતિમાં છે, મરણાસન સ્થિતિમાં હોય તો આવું, નહિ તો મને ફુરસદ નથી. મરણાસન શેઠજી પાસે કોઈ માખી ઉડાડવાવાળું પણ નથી. કોણ કોની સુરક્ષા કરે છે? ધન્ય છે આપણા ગુરુદેવો, જેમણે આપણને સુરક્ષા પ્રત્યે નિશ્ચિત્ત બનાવ્યા છે. નાનામાં નાના અને નકામા સાધુની પણ સેવા કરવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે? ગુરુને પ્રસન્ન કરવા માટે નહિ, નિર્જરા માટે. દુષ્કાળની સ્થિતિમાં જ્યારે પશુધન સમાપ્ત થવા લાગે છે ત્યારે ચારે બાજુથી તેમની સુરક્ષા અને ઘાસચારાના પ્રબન્ધ માટે અવાજ ઊઠે છે. કોના માટે? પશુઓ માટે નહિ, પોતાને માટે. પશુઓ મરી જશે તો દૂધ-દહીં, માખણ ક્યાંથી મળશે? ખેતી કોનાથી થશે? બધો સ્વાર્થનો મામલો છે. અકાળ-દુષ્કાળ તો ક્યારેક-ક્યારેક પડે છે. માણસોનો દુષ્કાળ તો દરરોજ ચાલી રહ્યો છે. પ્રતિદિન લાખો કરોડો લોકો ખોરાક-પાણી માટે તલસી રહ્યા છે. એમના માટે ખરેખરી કોઈ ચિન્તા નથી થઈ રહી, કૃત્રિમ ચિન્તા અવશ્ય થઈ રહી છે. સમાધાન સૂત્ર આ સમસ્યાનાં બે જ સમાધાન છે. પહેલું સમાધાન એ છે કે સ્વયં પોતાના વિચારોથી ગરીબ અને દરિદ્ર ન બનો. બીજું સમાધાન એ છે કે એ વાતનું શિક્ષણ આપવામાં આવે કે એકલા આગળ વધવાની કોશિશ કરશો તો તે સ્વાર્થવૃત્તિથી તમને ઘણું નુકસાન થશે તેથી તેમ ન કરો. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૬ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ યાત્રામાં અમે જોયું- સમગ્ર દક્ષિણમાં જૈન ધર્મનો ખૂબ પ્રભાવ છે. ઉત્તર ભારતમાં મહાજને વ્યાપારી જ જૈન છે, જ્યારે દક્ષિણમાં દરેક કોમ જૈન છે. એનું કારણ શું છે? તપાસ કરી તો ખબર પડી ત્યાંના જૈન લોકોએ ખૂબ દુરદષ્ટિથી કામ લીધું. તેમણે એ સંકલ્પ કર્યો જે જૈન હશે, તેને શિક્ષણ, ચિકિત્સા અને રોજગાર બરાબર મળશે. કોઈ ભૂખ્યું નહિ મરે. આનું પરિણામ એ આવ્યું કે સમગ્ર દક્ષિણ જૈન ધર્મ પ્રત્યે આકૃષ્ટ થયું. જૈન લોકો આ દષ્ટિ દરેક જગાએ અપનાવી લે તો ! ઈસાઈ લોકો આવું તો કરે છે. તેઓ અભાવગ્રસ્ત લોકોને પૂરી મદદ કરે છે. પરિણામ સ્વરૂપ તેમણે પોતાની સંખ્યા વધારી લીધી. બીજી બાજુ હિન્દુ એવી આપત્તિ ઊભી કરે છે કે ધર્માન્તરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેવળ એવું કરવાથી શું થશે? જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ પણ જેમની પૂરી નથી થતી, ખોરાક અને કપડાં માટે પણ જે તલસે છે, તેઓ મદદ માટે કોઈ ને કોઈનો તો હાથ પકડશે જ. હમણાં એક ફાઉન્ડેશન બન્યું છે, તેનો ઉદ્દેશ છે- આપણે દરેક માણસને શિક્ષણ, ચિકિત્સા અને આવાસ આપવાનો પ્રયત્ન કરીશું. આ કામ આભાર પ્રાપ્ત કરવાની દષ્ટિથી નહિ, સેવાભાવના અને સાધર્મિક વાત્સલ્યની દષ્ટિથી થશે. જૈન સમાજમાં એક શબ્દ છે સાધર્મિકતા. આ શબ્દને જો આપણે મહત્ત્વ આપીએ તો ઘણું મોટું કામ થઈ શકે છે, બેરોજગારી અને ગરીબી દૂર કરવામાં ઘણી સહાયતા મળી શકે છે. અણુવ્રત ગામ યોજના એક કલ્પના કરવામાં આવી રહી છે અણુવ્રત ગામ યોજનાની. એવાં અણુવ્રત ગામો તૈયાર કરવામાં આવે, જ્યાં કોઈ પણ માણસ બેરોજગાર ન રહે, ભૂખ્યો ન રહે, કોર્ટ-કચેરીમાં ન જાય. બધા જ પ્રામાણિક અને ઈમાનદારીનું જીવન જીવે. આ યોજના થોડી ઘણી પણ સફળ થઈ ગઈ તો આ કેવળ ધર્મની સફળતા નહિ હોય. સમાજની પણ ખૂબ મોટી સફળતા હશે. ધર્મના લોકોએ કહ્યું, ગરીબોને અન્ન ખવડાવો, પુણ્ય મળશે. ગરીબોને ભોજન કરાવીને પુણ્ય કમાવાની આ ઈચ્છા પર આચાર્ય ભિક્ષુએ સખ્ત પ્રહાર કરતાં કહ્યું- કોઈને ભિખારી માનીને તેને અન્ન ખવડાવવું એ પાપ છે. તેને ભાઈ માનીને, કર્તવ્ય માનીને, સહાયતા કરવાની દષ્ટિથી એ કામ કરવામાં આવે અને વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાથી કામ કરવામાં આવે તો એના પર નિયંત્રણ લાવી શકાય છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ પહેલાં જીવો આપણે ન મહાવીરને જોયા, ન ગાંધી, માર્ક્સ અને કેનિજને જોયા. જેમને જોયા ન હોય, તેમના વિષયમાં વિવેચન ફક્ત વૈચારિક દષ્ટિથી, સાહિત્યિક દષ્ટિથી કરી શકાય છે. આપણે સૌથી વધુ પરિચિત અને નજીક મહાવીરના છીએ, કારણકે તેમનું જીવન જીવીએ છીએ, તેમનો મત વાંચીએ છીએ, તેમની વાત કરીએ છીએ. તેઓ નથી, પણ તેમનું જીવન-દર્શન આપણી સમક્ષ છે. મહાવીર કેવળ દ્રા અને દર્શક નહોતા, તેઓ જે બોલતા હતા તેને પહેલાં જીવી બતાવતા હતા. આ તેમની વિશેષતા હતી. આયારો વાંચો, તેમનું આખું જીવન-દર્શન મળશે. આપણે મહાવીરના અનુયાયી છીએ એટલા માટે આપણો પ્રયાસ રહેશે કે આપણે જે કંઈ બોલીએ, તેને પહેલાં જીવી બતાવીએ. સ્વયં સત્ય શોધો મહાવીરની કક્ષામાં આપણે કોઈ બીજાને કેવી રીતે લાવીએ? જો ન લાવીએ તો પક્ષપાત થઈ જશે. મહાવીરે એ કયારેક નથી કહ્યું – પોતે જ સર્વજ્ઞ છે. જે કંઈ પોતે કહી રહ્યા છે, તે જ સત્ય છે. તેમણે કહ્યું છે– “કqળ સવ્વલેન્થ -સ્વયં સત્ય શોધો. મહાવીરનું શોધેલું સત્ય હવે વાસી છે, જૂનું છે. સ્વયં સત્ય શોધો, આ કોણ કહે છે ? આ મહાવીર કહે છે. એનાથી એક દષ્ટિ મળે છે. તેમના તરફ આકૃષ્ટ થવાની અપેક્ષાએ આપણે તેમના વિચારોથી આકૃષ્ટ છીએ. તેમણે કહ્યું- તમે મારા શબ્દો પ્રત્યે આકૃષ્ટ ન બનો. વિચારો, મનન કરો અને ઠીક લાગે ત્યારે સ્વીકાર કરો. કેવળ શ્રદ્ધાને કારણે આપણે મહાવીરને નથી માનતા, દ્વેષના કારણે કોઈના પ્રત્યે આપણને અરુચિ નથી થતી. આપણે આપ્તત્વની પરીક્ષા કરી છે. આપણને મહાવીરમાં આપ્તત્વ લાગ્યું, એટલા માટે આપણું આકર્ષણ મહાવીર પ્રત્યે છે. તેમણે કહ્યું, મહાવીર નામની વ્યક્તિ પ્રત્યે તમે આકૃષ્ટ ન બનો. ભૂલી જાઓ કે મહાવીર નામની કોઈ વ્યક્તિ હતી. તે વ્યક્તિપૂજાના સમર્થક નહોતા. આ દષ્ટિથી આપણે માર્ક્સ, કેનિજ અને ગાંધીને પણ જોઈએ. ગાંધીમાં પણ ઓછું મહાપુરુષત્વ નથી મળતું. ક્યારેક-ક્યારેક મનમાં વિચાર આવે છે–શું એક ગૃહસ્થ માનવી આવો હોઈ શકે? એવો માણસ, જે કહે છે તે જ કરે છે અને જે કરે છે, તે જ કહે છે. દુઃખ સુખને કોઈ મહત્ત્વ જ નથી આપતો. વિશિષ્ટ વ્યક્તિત્વ હતું તે. આપણે ખૂબ સન્માનથી તેમના સિદ્ધાન્તો પ્રત્યે પોતાની સંમતિ વ્યક્ત કરીએ છીએ. NS મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ માર્ક્સનું અવદાન માર્ક્સ પણ ઘણું કાર્ય કર્યું છે. માર્ક્સ ન હોત તો સંસારની અંધશ્રદ્ધા તૂટત નહિ, ગરીબ પોતાનાં કર્મોથી ગરીબી ભોગવી રહ્યો છે, તેમાં કોઈ શું કરી શકે ? તેના ભાગ્યમાં જ એવું લખ્યું છે- આ માન્યતાને તોડવી કોઈ નાની વાત નથી. મહાવીરે એવું નહોતું કહ્યું પણ તેમના અનુગામી જૈન લોકો પણ એવું માનવા લાગ્યા હતા કે બધા કર્મોના ખેલ છે, એમાં કોઈ કંઈ કરી શકે નહિ, માર્ક્સ આ માન્યતાને તોડી. કર્મોની ગતિ માનીને મૂઢ ન બનો. કર્મ આપણે કરી રહ્યા છીએ, કર્મ આપણને નથી કરી રહ્યું. કર્મોને કરનારા આપણે છીએ તો તોડનારા પણ આપણે જ હોઈએ. માનવું પડશે કે આવો વિચાર આપીને માર્ક્સ માનવજાતિનું ખૂબ કલ્યાણ કર્યું, શોષિતો અને ગરીબોનો ઉદ્ધાર કરી દીધો. આપણે ભૂલોને છોડી દઈએ, ગુણગ્રાહી બનીએ, એ આપણો દૃષ્ટિકોણ છે. માર્ક્સની વિચારણામાં એક ભૂલ રહી ગઈ, જેનાથી તે અસફળ થઈ ગયા. તે ભૂલ એ કે- તેમના વિચારો સાથે અધ્યાત્મ ન જોડાયું. અહિંસા અને અધ્યાત્મ જોડાઈ જાત તો માર્ક્સ યુગના મહાન વિચારક સિદ્ધ થાત. તેમણે અહિંસાને ભુલાવી દીધી. જેમ-તેમ પણ લક્ષ્યને પ્રાપ્ત કરો, આ વૃત્તિ મન ૫૨ સવા૨ થઈ ગઈ અને એટલા માટે સામ્યવાદનો પ્રયોગ અસફળ થઈ ગયો. સુખ અને સમ્પન્નતા કેનિજના વિચારને પણ સર્વથા અસત્ય ન કહી શકાય. તેમણે સુવિધા અને સંપન્નતાનું દર્શન કર્યું- પરંતુ આ તથ્યને ભુલાવી દીધું. સાધન અને સુવિધા મળી જવાથી સુખ મળી જ જાય, તે જરૂરી નથી. મોટી સંપન્ન વ્યક્તિઓને પણ દુઃખ ભોગવતી આપણે જોઈ છે. બધા જ સંપન્ન થઈ જાય તો પણ વિપન્નતા તો રહેવાની, તે મટશે નહિ. સ્વર્ગલોકમાંથી ઊતરીને ઈન્દ્ર અને ઈન્દ્રાણી એક નાનકડા ગામમાં આવ્યાં. ગામ ઘણું દરિદ્ર હતું. ત્યાંના લોકો ચીંથરેહાલ અને ગરીબ હતા. ઈન્દ્રાણીને દયા આવી ગઈ. તેમણે ઈન્દ્રને કહ્યું– મહારાજ ! આપ આ ગરીબોનું સંકટ દૂર કરો. ખૂબ દુઃખ ભોગવી રહ્યા છે. ઈન્દ્ર બોલ્યા, તું સમજતી નથી. કોઈ સુખી બનાવવાથી નથી બનતું. ઈન્દ્રાણીએ પોતાની હઠ છોડી નહિ. સ્ત્રીહઠ આગળ છેવટે ઈન્દ્રને પણ નમતું જોખવું પડ્યું. ઈન્દ્રએ ગામનાં ઘર અને ગલીઓ સોના-ચાંદીથી ભરી દીધાં. સવારે લોકોએ જાગીને જોયું તો ચારે બાજુ ધન હતું. લોકોએ અખૂટ ધન પોતાની મહાવીરનું અર્થશાસ્ત્ર ૧૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પાસે એકઠું કરી લીધું. થોડીક જ વારમાં બધા સંપન્ન થઈ ગયા હતા. કેટલાક દિવસો પછી ઈન્દ્ર અને ઈન્દ્રાણી ફરીથી ત્યાં ગયાં. ગામને સંપન્ન જોયું. ઈન્દ્રાણી ઘણાં પ્રસન્ન થયાં. પરંતુ ગામના લોકોને ઈન્દ્રાણીએ દુઃખી જોયા. ઈન્ટે પૂછ્યું- દુઃખી શા માટે છો? એક વ્યક્તિએ ખૂબ નિરાશાથી જવાબ આપ્યો, ન જાણે કોની કુદષ્ટિ પડી ગઈ આ ગામ ઉપર. અહીં બધાની પાસે બધું જ છે. બધા માલિક થઈ ગયા, કોઈ નોકર નથી મળતો. પોતાનું ધન અમે કોને બતાવીએ? અહીં તો બધાને ત્યાં રત્નોનો ભંડાર છે. અમે કોને બતાવીએ? અમે આટલું ધન મેળવીને સુખી નથી, દુઃખી છીએ. ઈન્દ્ર ઈન્દ્રાણી તરફ જોયું. વાત ઈન્દ્રાણીની સમજમાં આવી ગઈ હતી. આ ખૂબ જ માર્મિક કથા છે. સંપન્નતાથી કોઈને સુખ પ્રાપ્ત નથી થઈ શકતું. સુખ અલગ ચીજ છે, સંપન્નતા અલગ ચીજ છે. આપણે આ વાતને સમજી લઈએ તો અર્થશાસ્ત્રનો ક્રમ બદલાઈ જશે. મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી મહાવીર, માર્ક્સ, કેનિજ અને ગાંધી-એ બધા દૂરદર્શી હતા. પોતાની દષ્ટિથી દૂરની વાત વિચારતા હતા. દૂરદર્શી હોવું તે પણ ઘણી મોટી ઉપલબ્ધિ છે, ઘણો મોટો ગુણ છે. ઉપનિષદમાં કહ્યું છે- “વર્ષ પથ માં સર્વ, પ થતુ HISTમ્ ? કાલે શું થશે? એ શું જોવાનું. જોવું હોયતો સો વર્ષ પછી શું થશે, એ જોવાનો પ્રયત્ન કરો. મોટી વાતને જુઓ. આ દષ્ટિએ જેટલા પણ મહાપુરુષો થઈ ગયા તેઓ ખરેખર દૂરદર્શી હતા. તેઓ આજે પણ પ્રેરણા આપી રહ્યા છે કે તમે પણ દૂરદર્શી બનો. આ સંદર્ભમાં આપણે એ વાતને ભૂલી જઈએ છીએ- જ્યાં સુધી કષાય છે, નવ કષાય વિદ્યમાન છે, દૂરદર્શન કામ નહિ કરે, એ પણ દૂરદ્રષ્ટિથી જોવું જોઈએ કે મનુષ્યની સ્થિતિઓ કેવી રીતે બદલી શકાય? મનુષ્યના કષાય કેવી રીતે બદલી શકાય? તેની મનોવૃત્તિઓને કેવી રીતે બદલી શકાય, મનુષ્યને ઠીક કેવી રીતે કરી શકાય? મહાવીરે એના વિશે ખૂબ ચિન્તન કર્યું. ગાંધીએ પણ કર્યું. મહાવીરે ચિત્તન કર્યું તો થયું કેમ નહિ? થયું હોય કે ન થયું હોય, પણ ચિંતન તેમણે કર્યું. તેમણે કારગત ઉપચાર બતાવ્યા, પણ ઔષધિનું સેવન કરાવવું એ તો તેમના હાથની વાત નહોતી. મહાવીરે કહ્યું- અર્થ તમારા માટે જરૂરી છે, પરંતુ તેનો ત્યાગ પણ જરૂરી ન મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૪૦ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ છે. હિંસા તમારા માટે અનિવાર્ય છે, પરંતુ અહિંસા પણ તેટલી જ અનિવાર્ય છે. પરિગ્રહ આવશ્યક છે તો અપરિગ્રહ પણ જરૂરી છે. આ બાબતો તેમણે બતાવી. આ દષ્ટિએ કહેવાય છે- જેટલા પણ મહાપુરુષો થઈ ગયા, તેમણે પોત-પોતાની દૃષ્ટિથી જે તે યુગની સમસ્યાઓને સમજી છે અને તેનું સમાધાન આપ્યું છે. કષાયનું અલ્પીકરણ કરો. કષાયને ઓછા કરવા તે સાધુઓનું જ કામ નથી. પ્રાચીન ધારણા હતી કે યોગી યોગ-સાધના જંગલમાં જ કરે, શહેરોમાં તેમનું શું કામ છે? આપણે એ દષ્ટિને મહત્ત્વ આપ્યું- યોગ-સાધના જંગલમાં જ નહિ, શહેરમાં પણ આવશ્યક છે. વૈજ્ઞાનિક લોકો પ્રયોગશાળામાં બેઠા બેઠા અન્તરિક્ષમાં ઘૂમતા ઉપગ્રહનું સંચાલન કરે છે. યોગ સાધના બધા માટે દરેક સમયે આવશ્યક છે. રાષ્ટ્રનેતા, સમાજનેતા, સંસ્થાઓના નેતા એમના માટે તો કષાયોને ઓછા કરવા ખરેખર જરૂરી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આચાર્ય બનાવતાં પહેલાં ખૂબ બારીકાઈથી નિરીક્ષણ-પરીક્ષણ કરી લેવું જોઈએ. નિર્ધારિત કસોટીઓમાં સફળ થાય તો બનાવો, નહિ તો નહિ. અર્થશાસ્ત્રીની દૃષ્ટિએ વિચારીએ તો નિયત્તા વ્યક્તિ અલ્પકષાયી તો હોવો જ જોઈએ. માણસ સારો બને એક વાત નિશ્ચિત જાણી લો – જ્યાં સુધી માણસ નહિ બદલાય, ત્યાં સુધી કંઈ નહિ બદલાય. કોઈના હાથમાં નથી માણસને બદલવાનું. ઋતુને બદલી શકાય, પ્રકૃતિને બદલી શકાય, પરંતુ માણસને બદલવો સહજ નથી. માણસને બદલવો હોય તો બદલવાની પ્રક્રિયા અપનાવવી પડે, દીર્ઘકાળ સુધી પ્રયોગ અને પ્રયત્ન કરવા પડે. બદલવાનું અસંભવ છે એવું તો ન કહી શકાય, પરંતુ તે સહજ અને સરળ પણ નથી. બર્નાડ શૉએ એક જનસભામાં ઈસ્લામની ઘણી પ્રશંસા કરી. લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા. ભાષણની સમાપ્તિ પછી એક માણસ બોલ્યો, લાગે છે તમે ઈસ્લામ ધર્મ સ્વીકાર કરવા જઈ રહ્યા છે બર્નાડ શૉ બોલ્યા- સ્વીકારી તો જરૂર લેત, પણ શું કરું, મુસલમાન સારો નથી. હું પણ કહું છું- બધા ધર્મ સારા છે, પરંતુ તેમના તમામ અનુયાયીઓ સારા નથી. અમારો પ્રયત્ન એ છે કે ગમે તે રીતે માણસો સારા બની જાય. અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને આ વ્યાખ્યાનમાળાઓ- બધા એ જ દિશામાં કરવામાં આવી રહેલા પ્રયત્નો છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ १. महावीर वाणी : मूल स्रोत तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए तप्पढमयाए थूलयं पाणाइवायं पच्चक्खाइ जावज्जीवाए । तयाणंतरं च णं इच्छापरिमाणं करमाणे (१) हिरण्ण-सुवण्णविहिपरिमाणं करेइ-नन्नत्थ चउहिं हिरण्णकोडीहिं निहाणपउत्ताहिं, चउहिं वड्ढिउत्ताहिं, चउहिं पवित्थरपउत्ताहिं, अवसेसं सव्वं हिरण्ण-सुवण्णविहिं पञ्चक्खाइ । (२) तयाणंतरं च णं चउप्पयविहिपरिमाणं करेइ-नन्नत्थ चउहिं वएहिं दसगोसाहस्सिएणं वएणं, अवसेसं सव्वं चउप्पयविहिं पच्चक्खाइ । (३) तयाणंतरं च णं खेत्तवत्थुविहिपरिमाणं करेइ-नन्नत्थ पंचहिं हलसएहिं नियत्तणसतिएणं हलेणं/अवसेसं सव्वं खेत्तवत्थुविहिं पच्चक्खाइ । (४) तयाणंतरं च णं सगडविहिपरिमाणं करेइ-ननत्थ सगडसएहिं दिसायत्तिएहिं, पंचहिं सगडसएहिं संवहणिएहिं अवसेसं सव्वं सगडविहिं पच्चक्खाइ । (५) तयाणंतरं च णं वाहणाविहिपरिमाणं करेइ-नन्नत्थ चउहिं वाहणेहिं दिसायत्तिएहिं च चउहिं वाहणेहिं संवहणिएहिं, अवसेसं सव्वं वाहणविहिं पच्चक्खाइ ॥ तयाणंतरं च णं उवभोग-परिभोगविहिं पच्चक्खायमाणे (१) उल्लणियाविहिपरिमाणं करेइ-नन्नत्थ 'एगाह गंधकासाईए', अवसेसं सव्वं उल्लणियाविहिं पच्चक्खाइ । (२) तयाणंतरं च णं दंतवणविहिपरिमाणं करेइ-नन्नत्थ एगेणं उल्ललट्ठीमहुएणं, अवसेसं सव्वं दंतवणविहिं पच्चक्खाइ । (३) तयाणंतरं च णं फलविहिपरिमाणं करेइ-नन्नत्थ एगेणं खीरामलएणं, अवसेसं सव्वं फलविहिं पच्चक्खाइ । (४) तयाणंतरं च णं अब्भंगणविहिपरिमाणं करेइ-नन्नत्थ सयपागसहस्सपागेहिं तेल्लेहिं, अवसेसं सव्वं अब्भंगणविहिं पच्चक्खाइ । (५) तयाणंतरं च णं उव्वट्टणाविहिपरिमाणं करेइ-नन्नत्थ एगेणं सुरभिणा - - - - - - - - - - ITE र महावीरनुं अर्थशास्त्र : १४५ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ गंधट्टएणं, अवसेसं सव्वं उव्वट्टणाविहिं पच्चक्खाइ । (६) तयाणंतरं च णं मजणविहिपरिमाणं करेइ-नन्नत्थ अट्ठहिं अट्टिएहिं . 'उदगस्स घडेहिं, अवसेसं सव्वं मजणविहिं पच्चक्खाइ । (७) तयाणंतरं च णं वत्थविहिपरिमाणं करेइ-नन्नत्य एगेणं खोमजुयलेणं, अवसेसं सव्वं वत्थविहिं पच्चक्खाइ । (८) तयाणंतरं च णं विलेवणविहिपरिमाणं करेइ-नन्नत्थ अगरुकुंकुमचंदणमादिएहिं, अवसेसं सव्वं विलेवणविहिं पच्चक्खाइ । (९) तयाणंतरं च णं पुप्फविहिपरिमाणं करेइ-नन्नत्थ एगेणं सुद्धपउमेणं मालइकुसुमदामेण वा, अवसेसं सव्वं पुष्फविहिं पच्चखाइ । (१०) तयाणंतरं च णं आभरणाविहिपरिमाणं करेइ-नन्नत्थ मट्ठकण्णेज्जएहिं नाममुद्दए य, अवसेसं सव्वं आभरणविहिं पच्चक्खाइ । (११) तयाणंतरं च णं धुवणविहिपरिमाणं करेइ-नन्नत्थ अगरु-तुरुक्क धूवमादिएहिं, अवसेसं सव्वं धूवणविहिं पच्चक्खाइ । (१२) तयाणंतरं च णं भोयणविहिपरिमाणं करेमाणे (क) पेज-विहिपरिमाणं करेइ-नन्नत्थ एगाए कट्टपेज्जाए, अवसेसं सव्वं पेजविहिं पच्चक्खाइ । (ख) तयाणंतरं च णं भक्खविहिपरिमाणं करेइ-नन्नत्य एगेहिं घयपुण्णेहिं खंडखजएहिं वा, अवसेसं सव्वं भक्खविहिं पच्चक्खाइ । (ग) तयाणंतरं च णं ओदणविहिपरिमाणं करेइ-नन्नत्य कलमसालिओदणेणं, अवसेसं सव्वं ओदणविहिं पच्चक्खाइ । (घ) तयाणंतरं च सूवविहिपरिमाणं करेइ-नन्नत्थ कलायसूवेण वा मुग्गसूवेण वा माससूवेण वा, अवसेसं सव्वं सूवविहिं पच्चक्खाइ । (ड) तयाणंतरं च णं घयविहिपरिमाणं करेइ-नन्नत्थ सारदिएणं गोघयमंडेणं, अवसेसं सव्वं घयविहिं पच्चक्खाइ । (च) तयाणंतरं च णं सागाविहिपरिमाणं करेइ-नन्नत्थ वत्थुसाएण वा तंबुसाएण वा सुत्थियसाएण वा मंडुकियसाएण वा, अवसेसं सव्वं सागविहिं पच्चक्खाइ । (छ) तयाणंतरं च णं माहुरयविहिपरिमाणं करेइ-नन्नत्थ एगेणं पालंकामाहुरएणं, अवसेसं सव्वं माहुरयविहिं पच्चक्खाइ । મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪૬ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ (ज) तयाणंतरं च णं तेमणविहिपरिमाणं करे - नन्नत्थ सेहंबदालियंबेहिं, अवसेसं सव्वं तेमणविहिं पञ्चक्खाइ । (झ) तयाणंतरं च णं पाणियविहिपरिमाणं करेइ- नन्नत्थ एगेणं अंतलिक्खोदणं, अवसेसं सव्वं पाणियविहिं पच्चक्खाइ । (ञ) तयाणंतरं च णं मुहवासविहिपरिमाणं करेइ- नन्नत्थ पंचसोगंधिएणं तंबोलेणं, अवसेसं सव्वं मुहवासविहिं पञ्च्चक्खाइ । तयाणंतरं च णं चउव्विहं अणट्ठादंडं पच्चक्खाइ, तं जहा - १. अवज्झाणाचरितं २. पमायाचरितं ३. हिंसप्पयाणं ४. पावकम्मोवदेसे । तयाणंतरं च णं थूलयस्स पाणाइवायवेरमणस्स समणोवासएणं पंच अतियारा पेयाला जाणियव्वा, न समायरियव्वा, तं जहा १. बंधे २. बहे ३. छविच्चेदे ४. अतिभारे ५. भत्तपाणवोच्छेदे । तयाणंतरं च णं धूलयस्य अदिण्णादाणवेरमणस्स समणोवासएणं पंच अतियारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा १. तेणाहडे २. तक्क्रप्पओगे ३. विरुद्धरज्जातिको ४. कूडतुल- कूडमाणे ५. तप्पडिरुवगववहारे । तयाणंतरं च णं इच्छापरिमाणस्स समणोवासएणं पंच अतियारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा १. खेत्तवत्थुपमाणातिक्मे २. हिरण्णसुवण्णपमाणातिक्मे ३. धणधण्णपामाणातिक्कमे ४. दुपयचउप्पयपमाणातिक्कमे Jain Educationa International महावीरनु | अर्थशास्त्र : १४७ For Personal and Private Use Only ADVANDANANDNI Page #149 -------------------------------------------------------------------------- ________________ ५. कुवियपमाणातिको । तयाणंतरं च णं दिसिवयस्स समणोवासएणं पंच अतियारा जाणियव्वा, न समायरियव्वा, तं जहा १. उड्ढदिसिपमाणातिको २. अहोदिसिपमाणातिको ३. तिरियदिसिपमाणातिको ४. खेत्तवुड्ढी ५. सतिअंतरद्धा । कम्मओ णं समणोवासएणं पण्णरस कम्मादाणाई जाणियव्वाई, न समायरियव्वाइं, तं जहा-१. इंगालकम्मे २. वणकम्मे ३. साडीकम्मे. ४. भाडीकम्मे ५. फोडीकम्मे ६. दंतवाणिज्जे ७. लक्खवाणिज्जे ८. रसवाणिज्जे ९. विसवाणिज्जे १०. केसवाणिज्जे, ११. जंतपीलणकम्मे १२. निल्लंछणकम्मे १३. दवग्गिदावणया १४. सरदहतलागपरिसोसणया १५. असतीजणपोसणया ॥' __ इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा-महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाई अधम्मपायजीविणो अधम्मबलोइणो अधम्मपलज्जणा अधम्मसीलसमुदाचारा अधम्मेण चेव वित्तिं कापेमाण विहरंति, हण छिंद भिंद विगत्तगा लोहियपाणी चंडा रुद्दा खुद्दा साहस्सिया उकंचण-वंचण-माया-णियडिकूडकवड-साइ-संपओगबहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू सव्वाओ पाणाइवायाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ मुसावायाओ अप्पडिविरया जावजीवाए, सव्वाओ अदिण्णादाणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ मेहुणाओ अप्पडिविरया जावज्जीवाए, सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावज्जीवाए । इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा-अणारंभा अपरिग्गहा धम्मिया धम्मागुणा धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्मसमुदायारा धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुब्बया सुप्पडियाणंदा सुसाहू सव्वाओ पाणाइवायाओ पडिविरया जावजीवाए, सव्वाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ अदिण्णादाणाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ मेहुणाओ पडिविरया १. उवासगदसाओ १/२४, २८-३०, ३२, ३४, ३६, ३८ महावीरनु अर्थशास्त्र : १४८ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ जावजीवाए, सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए । इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा-अपिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्मसमुदायारः धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू, एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया । एगच्चाओ मुस्तवायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया । एगच्चाओ अदिण्णादाणाओ पडिविरया जावजीवाए, एगच्चाओ अप्पडिविरया । एगच्चाओ मेहुणाओ पडिविरया जावजीवाए, एगच्चाओ अप्पडिविरया । अगच्चाओ परिग्गहाओ पडिविरया जावजीवाए, एगच्चाओ अप्पडिविरया ।' १. सूयम २/२-५८, 53, ७१. TTIT - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨. વ્રત-દીક્ષા શ્રાવકની પહેલી ભૂમિકા છે સમ્યકત્વ દીક્ષા. સમ્યક્ત્વની પુષ્ટિ પછી શ્રાવકની બીજી ભૂમિકા– વ્રત દીક્ષા સ્વીકારવામાં આવી છે. વ્રત દીક્ષાનો અર્થ છેસંયમ તરફ પ્રસ્થાન કરવું. એક ગૃહસ્થ શ્રાવક સંપૂર્ણ રીતે સંયમી ન રહી શકે પણ તે અસંયમની સીમામાં રહી શકે છે. આ દષ્ટિથી ભગવાન મહાવીરે તેના માટે બાર વ્રત રૂપી સંયમધર્મનું નિરૂપણ કર્યું. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષણવ્રત રૂપ બાર વ્રત તેમજ તેરમું મારણાન્તિક સંલેખના - આ જવતદીક્ષા છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે – ૧.અહિંસા-અણુવ્રત હું ધૂળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. આજીવન નિરપરાધ ત્રસ પ્રાણીની મન, વચન અને શરીરથી સંકલ્પપૂર્વક હત્યા સ્વયં નહિ કરું અને બીજાઓ દ્વારા પણ નહિ કરાવું. is વિશેષ રૂપે મનુષ્યને બળપૂર્વક અનુશાસિત કરવાનો, આક્રમણ કરવાનો, તેને પરાધીન બનાવવાનો, અસ્પૃશ્ય માનવાનો, શોષિત અને વિસ્થાપિત કરવાનો પરિત્યાગ કરું છું. In હું આ અહિંસા અણુવ્રતની સુરક્ષા માટે વધ, બન્ધન, અંગ-ભંગ અતિભાર-આરોપણ, ખાદ્ય-પેય-વિચ્છેદ અને દમન જેવાં ક્રૂર કર્મોથી બચતો રહીશ. ૧. હિંસા બે પ્રકારની હોય છે– (૧) આરહ્મા (૨) સંકલ્પજા. અહિંસા અણુવ્રતમાં ફક્ત સંકલ્પજા હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. જેથી આ સ્થળ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન છે. ૨. ક્રૂરતાપૂર્વક મારવું. ૩. ક્રૂરતા પૂર્વક બાંધવું. ૨. સત્ય અણુવ્રત : હું ધૂળ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. - વૈવાહિક સમ્બન્ધ, પશુ-વિક્રય, ભૂમિ-વિક્રય, અમાનત અને સાક્ષી જેવા ૧. ખોટા દસ્તાવેજ, ખોટા હસ્તાક્ષર વગેરે T મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૦ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારોમાં હું મન, વચન અને શરીરથી સ્વયં અસત્ય નહિ બોલું અને બીજાઓ દ્વારા પણ નહિ બોલાવડાવું. હું આ સત્યની સુરક્ષા માટે કોઈના પર દોષારોપણ, ષડયંત્રનો આરોપ, મર્મનું પ્રકાશન, ખોટું માર્ગદર્શન અને જૂઠા દસ્તાવેજ જેવા કપટપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. ૩. અચૌર્ય અણુવ્રત હું ધૂળ અદત્તાદાન (ચોરી)નું પ્રત્યાખ્યાન કરું છું. પણ હું આજીવન - તાળાં તોડવાં, ખિસ્સા કાપવાં, ઘૂસ મારવી, ધાડ પાડવી ચોરી કરવી, લૂંટફાટ કરવી અને બીજાના સ્વામિત્વનું અપહરણ કરવા જેવા ક્રૂર વ્યવહાર મનથી, વચનથી અને શરીરથી સ્વયં નહિ કરું અને બીજાઓ દ્વારા પણ નહિ કરાવું. i હું આ અચૌર્ય અણુવ્રતની સુરક્ષા માટે ચોરીની વસ્તુ લેવી, રાજનિષિદ્ધ વસ્તુની આયાત-નિકાસ કરવી, અસલીના બદલે નકલી માલ વેચવો, ભેળસેળ કરવી, ખોટું તોલ-માપ કરવું અને લાંચ લેવા જેવા વિંચનાપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. ૪.બ્રહ્મચર્યઅણુવ્રત હું ધૂળ મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું– 1 હું આજીવન પોતાનાં પત્ની/પતિ સિવાય બાકીનાં કોઈ સ્ત્રીઓ, પુરુષો સાથે સંભોગ નહિ કરું. = હું આ બ્રહ્મચર્ય અણુવ્રતની સુરક્ષા માટે પરસ્ત્રી અને વેશ્યાગમન, અપ્રાકૃતિક મૈથુન, તીવ્ર કામુકતા અને કુમેળ વિવાહ જેવાં આચરણોથી દૂર રહીશ. ૫.અપરિગ્રહ અણુવ્રત | હું સ્કૂળ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું- ઇચ્છાનું પરિમાણ કરું છું. મારા સ્વામિત્વમાં જે પરિગ્રહ છે અને હવે પછી થશે, તેની સીમા નીચેના પ્રકારે કરું છું, તેનાથી વધુ પરિગ્રહનો આજીવન પરિત્યાગ કરું છું– ૧. ક્ષેત્ર, વાસ્તુ (ઘર) નું પરિમાણ. - ૧, મૈથુન બે પ્રકારનું છે- સૂક્ષ્મ અને સ્થળ, મન, વાણી અને ઈન્દ્રિયમાં અલ્પવિકાર ઉત્પન્ન થાય છે, તે સૂક્ષ્મ મૈથુન છે અને શારીરિક કામ ચેષ્ટા કરવી સ્થળ મૈથુન છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૧ S Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨. સોનું, ચાંદી, રત્ન વગેરેનું પરિમાણ. ૩. ધન, ધાન્યનું પરિમાણ. ૪, પશુ, પક્ષી વગેરેનું પરિમાણ. ૫. કુખ્યપ્રમાણ– તાંબુ, પિત્તળ, ધાતુ તથા અન્ય ગૃહસામગ્રી, કાન, વાહન વગેરેનું પરિમાણ. u હું સંતાનની સગાઈ, વિવાહના સંદર્ભમાં રૂપિયા વગેરે લેવાનો ઠરાવ નહિ કરું. હું મારી પરિશુદ્ધ (નેટ) આવકનો ઓછામાં ઓછો એક ટકો પ્રતિવર્ષ વિસર્જન કરીશ. જો મારી પરિશુદ્ધ (નેટ) વાર્ષિક આવક પચાસ હજાર રૂપિયાથી વધુ હશે તો ઓછામાં ઓછા પોતાની આવકના ત્રણ ટકા વિસર્જન કરીશ. વિસર્જિત રકમ પર પોતાનું કોઈપણ પ્રકારનું સ્વામિત્વ નહિ રાખું. હું અપરિગ્રહ અણુવ્રતની સુરક્ષા માટે ઉપરોક્ત સીમાઓ અને નિયમોના અતિક્રમણથી બચતો રહીશ. ૬. દિગૂ પરિમાણ વ્રત હું ઊંચી, નીચી, ત્રાંસી દિશાઓમાં સ્વીકૃત સીમાઓથી બહાર જવાના તથા હિંસા વગેરેના આચરણનું પ્રત્યાખ્યાન કરું છું. . હું દિગ્દતની સુરક્ષા માટે નીચે જણાવેલાં અતિક્રમણોથી દૂર રહીશ– ૧. ઊંચી, નીચી, ત્રાંસી દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૨. એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૩. દિશાના પરિમાણની વિસ્મૃતિ થવી. i હું મારા રાષ્ટ્રથી બહાર જઈને રાજનીતિમાં હસ્તક્ષેપ અને જાસૂસી નહિ કરું. સ્થાનિક પ્રજાનાં હિતોને કચડી નાખનારા વ્યવસાયનો વિસ્તાર નહિ કરું અને ટિકિટ કે પારપત્ર વિના યાત્રા નહિ કરું. ૭.ભોગોપભોગ-પરિમાણવ્રત i હું ઉપભોગ- પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરું છું- નીચે જણાવેલી વસ્તુઓનું પરિમાણ કરું છું– ૧. ઉલ્લણિયા વિધિ-અંગોછાનું પરિમાણ. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫ર Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨. દત્તવન વિધિ- દાતણનું પરિમાણ. ૩. ફળ વિધિ– સ્નાન માટે ઉપયોગમાં લેવામાં આવનારા રૂમાલ વગેરેનું પરિમાણ. ૪. અભ્યગણ વિધિ-તેલ-મર્દનનું પરિમાણ. ૫. ઉદ્વર્તન વિધિ– ઉબટન (પિટ્ટી)નું પરિમાણ. ક. મજ્જન વિધિ- સ્નાન જળનું પરિમાણ. ૭. વસ્ત્ર વિધિ– વસ્ત્રનું પરિમાણ. ૮. વિલેપન વિધિ-ચંદન વગેરેના વિલેપનનું પરિમાણ. ૯. પુષ્પ વિધિ– પુષ્પ કે પુષ્પમાળાનું પરિમાણ. ૧૦. આભરણ વિધિ-આભૂષણનું પરિમાણ. ૧૧.ધૂપન વિધિ- અગરબત્તી વગેરે પ્રગટાવવાનું પરિમાણ. ૧૨.ભોજન વિધિ– ખાદ્ય પદાર્થોનું પરિમાણ. જેમ કે પેય વિધિ- પીવાલાયક દ્રવ્યોનું પરિમાણ. ભક્ષ્ય વિધિ-મીઠાઈ તેમજ નમકીન વગેરેનું પરિમાણ. ઓદન વિધિ-ચોખા વગેરે અન્નનું પરિમાણ. સૂપ વિધિ- દાળનું પરિમાણ. ધૃતવિધિ– ધૃત, તેલ વગેરે સ્નેહનું પરિમાણ. પણ શાકવિધિ-પાલક વગેરે શાકનું પરિમાણ. મધુરવિધિ- કેરી વગેરે ફળો તથા મેવાનું પરિમાણ. તેમન વિધિ-દહીંવડાં વગેરેનું પરિમાણ. v પાનીય વિધિ- જળ પ્રકારો, (ભૌમ, અન્તરિક્ષ)નું પરિમાણ. મુખવાસ વિધિ- તાબૂલ વગેરેનું પરિમાણ. ૧૩. વાહન વિધિ– પલંગ, વાહનનું પરિમાણ. ૧૪. શયન વિધિ– પલંગ, પાથરણું વગેરેનું પરિમાણ. ૧૫. ઉપાન વિધિ– જૂતાં, ચંપલ વગેરેનું પરિમાણ. - - - - - ૧ - - આ મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૬. સચિત્ત વિધિ– સજીવ દ્રવ્યોનું પરિમાણ. ૧૭. દ્રવ્ય વિધિ– ખાદ્ય, પીવાલાયક પદાર્થોની સંખ્યાનું પરિમાણ. ભોજન સંબંધી ઉપભોગ-પરિભોગ વ્રતની સુરક્ષા માટે હું આ અતિક્રમણોથી દૂર રહીશ– ૧. સચિત્તાહાર- પ્રત્યાખ્યાન ઉપરાન્ત સચિત્ત વસ્તુનો આહાર કરવો ૨. સચિત્ત પ્રતિબદ્ધાહાર-સચિત્ત સંયુક્ત આહાર કરવો. ૩. અપક્વ ધાન્યનો આહાર કરવો. ૪. અર્ધમાન ધાન્યનો આહાર કરવો. ૫. અસાર ફળ વગેરે ખાવાં. કર્મ (વ્યવસાય)ની દષ્ટિએ પંદર કર્માદાન શ્રમણોપસાક માટે મર્યાદા ઉપરાન્ત અનાચરણીય છે ૧, અંગારકર્મ– અગ્નિકાયના મહારંભવાળું કાર્ય. ૨. વનકર્મ–જંગલને કાપવાનો વ્યવસાય. ૩. શાકટકર્મ– વાહન ચલાવવાનો વ્યવસાય. ૪. ભાટક કર્મ– ભાડાનો વ્યવસાય. ૫. સ્ફોટકર્મ—ખદાન, પથ્થર વગેરે ફોડવાનો વ્યાપાર. ૬. દંતવાણિજ્ય- હાથીદાંત, મોતી, શિંગડાં, ચામડાં, અસ્થિ વગેરેનો વ્યાપાર. ૭. લાલાવાણિજ્ય– લાખ, મીણ વગેરેનો વ્યાપાર. ૮. રસવાણિજ્ય– ઘી, દૂધ, દહીં તથા મધ, માંસ વગેરેનો વ્યાપાર. ૯. વિષવાણિજ્ય- કાચી ધાતુ, સંખિયા, અફીણ વગેરે ઝેરી વસ્તુ તથા અસ્ત્ર-શસ્ત્ર વગેરેનો વ્યાપાર. ૧૦. કેશવાણિજ્ય– ચમચી ગાય, ઘોડા, હાથી તથા ઊન તેમજ રેશમ વગેરેનો વ્યાપાર. ૧૧. યંત્ર પીલનકર્મ– ઈખ, તલ વગેરેને ઘાણીમાં પલવાનો ધંધો. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨. નિલંછનકર્મ– બળદ વગેરેને નપુંસક કરવાનો ધંધો. ૧૩. દાવાનળકર્મ– ખેતર તથા જમીનને સાફ કરવા માટે આગ લગાવવી તથા જંગલમાં આગ લગાવવી. ૧૪. સરદ્રતતડાગશોષણ– ઝરણાં, નદી, તળાવ વગેરેને સુકવવાં. ૧૫. અસતીજનપોષણદાસ, દાસી, પશુ-પક્ષી વગેરેનું વ્યાપારાર્થ પોષણ કરવું. ૮. અનર્થદંડ વિરમણ વ્રત હું અનર્થદંડનું પ્રત્યાખ્યાન કરું છું. એના ચાર પ્રકાર છે– ૧. અપધ્યાનાચરિત–આર્ત, રૌદ્ર ધ્યાનની વૃદ્ધિ કરનારું આચરણ. ૨. પ્રમાદાચરિત– પ્રસાદની વૃદ્ધિ કરનારું આચરણ. ૩. હિંપ્રદાન– હિંસાકારી અસ્ત્ર-શસ્ત્ર આપવાં. ૪. પાપકર્મોપદેશ- હત્યા, ચોરી, ઘૂસણચારી, ધૂત વગેરેનું પ્રશિક્ષણ આપવું. આ અનર્થદંડ વિરમણ વ્રતની સુરક્ષા માટે હું નીચેનાં અતિક્રમણોથી બચતો. રહીશ ૧. કન્દર્પ– કામોદ્દીપક ક્રિયાઓ. ૨. કૌતકુચ્ય- કાયિક ચપળતા. ૩. મૌખર્ય– વાચાળતા ૪. સંયુક્તાધિકરણ– અસ્ત્ર-શસ્ત્રોની સજાવટ. ૫. ઉપભોગ-પરિભોગતિરેક- ઉપભોગ-પરિભોગની વસ્તુઓનો આવશ્યકતા કરતાં અધિક સંગ્રહ. ૯. સામાયિક વ્રત સામાયિકનો અર્થ છે, સાવધ યોગથી વિરત થવું તથા નિરવઘ યોગમાં પ્રવૃત્ત થવું. એના પાંચ અતિચાર છે– ૧. મન દુષ્મણિધાન– મનની અસત્ પ્રવૃત્તિ. ૨. વચન દુક્મણિધાન- વચનની અસત્ પ્રવૃત્તિ. ૩. કાચ દુષ્મણિધાન કાચની અસત્ પ્રવૃત્તિ. ૪. સામાયિકની વિસ્મૃત્તિ. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫. નિયત સમય પહેલાં સામાયિકની સમાપ્તિ. ૧૦. દેશાવકાલિક વ્રત મેં છ એ દિશાઓમાં જવાનું પરિમાણ કર્યું છે, તેનો તથા અન્ય વ્રતોની સીમાનો પ્રતિદિન કે અલ્પકાલીન સંકોચ કરીશ. ૧૧.પોષધોપવાસ વ્રત હું દરેક વર્ષે ઓછામાં ઓછું એક પૌષધ કરીશ. દિવસ-રાત ઉપવાસપૂર્વક સમતાની વિશેષ સાધના કરીશ. હું પૌષધ વ્રતની સુરક્ષા માટે નીચે જણાવેલ અતિક્રમણોથી બચતો રહીશ. ૧. વતી માટે દરરોજ ઓછામાં ઓછું એક સામયિક કરવું આવશ્યક છે. એ શક્ય ન હોય તો દરેક સપ્તાહમાં ઓછામાં ઓછું એક સામાયિક અવશ્ય કરવું- એક મુહૂર્ત (૪૮ મિનિટ) સુધી સમતાની વિધિવત્ સાધના કરવી. ૨. સ્થાન, વસ્ત્ર, પાથરણું વગેરેને જોયા વગર કે અસાવધાનીથી કામમાં લેવું. ૩. સ્થાન, વસ્ત્ર, પાથરણું વગેરેને રાત્રિના સમયે પૂજા કર્યા વિના કે અસાવધાનીથી પૂજીને કામમાં લેવાં. ૪. દિવસે જમીન ઉપર જોયા વગર અથવા અસાવધાનીથી મળ-મૂત્રનું વિસર્જન કરવું. ૫. જમીન ઉપર રાત્રે પ્રમાર્જન કર્યા વગર કે અસાવધાનીથી મળ-મૂત્રનું વિસર્જન કરવું. ૬. પૌષધોપવાસ વ્રતનું વિધિપૂર્વક પાલન કરવું. ૧૨. યથાસંવિભાગ વ્રત . હું મારા પ્રાસુક અને એષણીય ભોજન, વસ્ત્ર વગેરેનો યથાસંભવ). સંવિભાગ આપીને સંયમી વ્યક્તિઓના સંયમી-જીવનમાં સહયોગી બનીશ. 1 હું યથાસંવિભાગ વતની અનુપાલના માટે નીચે જણાવેલાં અતિક્રમણોથી બચતો રહીશ. ૧. એષણીય વસ્તુને સચિત્ત વસ્તુની ઉપર મૂકવી. ૨. એષણીય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી. ૩. કાળનું અતિક્રમણ કરવું. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૬ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૪. પોતાની વસ્તુને બીજાની બતાવવી. ૫. મત્સર ભાવથી દાન આપવું. છે. અપ્રાસુક અને અનૈષણીય વસ્તુનું દાન આપવું, જેમ કે- સાધુને નિમિત્ત બનાવીને, ખરીદીને, પયને આગળ-પાછળ કરીને વગેરે ઉપાયોથી દાન આપવું. સંખના હું આ સંખના વ્રતની આરાધના કરવા માટે નીચે નિર્દિષ્ટ અતિક્રમણોથી બચતો રહીશ. ૧. આ લોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૨. પરલોક સમ્બન્ધી સુખોની અભિલાષા. ૩. જીવવાની અભિલાષા. ૪. મરવાની અભિલાષા. ૫. કામભોગની અભિલાષા. ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૭ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩. ચૌદ નિયમ શ્રાવકની દરરોજની વ્યાવહારિક પ્રવૃત્તિઓના સીમાકરણનો એક ક્રમ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે, જેમાં મુખ્યત્વે ચૌદ બિન્દુઓનો સ્પર્શ છે. એ ચૌદ બિન્દુ ચૌદ નિયમની સંજ્ઞાથી પરિચિત છે ૧. સચિત્ત—અન, પાણી, ફળ વગેરે સચિત્ત વસ્તુઓની સીમા કરવી. ૨. દ્રવ્ય– ખાવા-પીવા સંબંધી વસ્તુઓની સીમા કરવી. ૩. વિગય– દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, મીઠું– આ છ વિગયના પરિભોગની સીમા કરવી. ૪. પત્ની-જૂતાં, મોજાં, ખડાઊ, ચંપલ વગેરેની સીમા કરવી. ૫. તાલૂલ- પાન, સોપારી, ઈલાયચી, ચૂર્ણ વગેરે મુખવાસનાં દ્રવ્યોની સીમા કરવી. છે. વસ્ત્ર પહેરવાનાં વસ્ત્રોની સીમા કરવી. ૭. કુસુમ– ફૂલ, અત્તર તથા અન્ય સુગંધિત વસ્તુઓની સીમા કરવી. ૮. વાહન– મોટર, રેલ, સ્કૂટર, રિક્ષા વગેરે વાહનોની સીમા કરવી. ૯. શયન–પથારીની સીમા કરવી. ૧૦. વિલેપન – કેસર, તેલ વગેરે લેપ કરનારા પદાર્થોની સીમા કરવી. ૧૧. અબ્રહ્મચર્યમાં–મૈથુન સેવનની સીમા કરવી. ૧૨. દિશા- છ એ દિશાઓમાં પ્રવાસ તથા અન્ય જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેની સીમા કરવી. ૧૩. સ્નાન- સ્નાન તેમજ પાણીની માત્રાની સીમા કરવી. ૧૪. ભક્ત-અશન, પાન, ખાદિમ, સ્વાદિમની સીમા કરવી. - - - - - - - - - - - - - - - - - - - - - - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૪. આચાર સંહિતા ૧. હું કોઈ પણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ નહિ કરું. ॥ આત્મહત્યા નહિ કરું. ભૃણહત્યા નહિ કરું. ૨. હું આક્રમણ નહિ કરું. આક્રમક નીતિનું સમર્થન નહિ કરું. # વિશ્વ-શાન્તિ તથા નિઃશસ્ત્રીકરણ માટે પ્રયત્ન કરીશ. ૩. હું હિંસાત્મક તેમજ તોડફોડ પ્રવૃત્તિઓમાં ભાગ નહિ લઉં. ૪. હું માનવીય એકતામાં વિશ્વાસ કરીશ. જાતિ, રંગ વગેરેના આધારે કોઈને ઊંચ-નીચ નહિ માનું. # અસ્પૃશ્ય નહિ માનું. ૫. હું ધાર્મિક સહિષ્ણુતા રાખીશ. સામ્પ્રદાયિક ઉત્તેજના નહિ ફેલાવું. ૬. હું વ્યવસાય અને વ્યવહારમાં પ્રામાણિક રહીશ. # પોતાના લાભ માટે બીજાને નુકસાન નહિ કરું. – કપટપૂર્ણ વ્યવહાર નહિ કરું. ૭. હું બ્રહ્મચર્યની સાધના અને સંગ્રહની સીમાનું નિર્ધા૨ણ કરીશ. ૮. હું ચુંટણીના સંબંધમાં અનૈતિક આચરણ નહિ કરું. ૯. હું સામાજિક કુરુઢિઓને આશ્રય નહિ આપું. ૧૦. હું વ્યસનમુક્ત જીવન જીવીશ. માદક તથા નશીલા પદાર્થો જેવા કે દારૂ, ગાંજો, ચરસ, હેરોઈન, ભાંગ, તમાકુ વગેરેનું સેવન નહિ કરું. ૧૧. હું પર્યાવરણની સમસ્યા પ્રત્યે જાગૃત રહીશ. લીલાંછમ વૃક્ષો નહિ કાપું. પાણીનો અપવ્યય નહિ કરું. Jain Educationa International - મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૯ For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહાપ્રજ્ઞજી દ્વારા લિખિત ભગવાન મહાવીર વિષયક મૂલ્યવાન ગ્રંથો ૧. ઋષભ અને મહાવીર ૨. મહાવીરની સાધનાનો મર્મ ૩. શ્રમણ મહાવીર ૪. મહાવીરનો પુનર્જન્મ ૫. મહાવીરનું અર્થશાસ્ત્ર - - - - - - - - - - - - - - - - - - તમાં મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only