________________
- ઋવિહિન - ફળની વિધિનું પરિમાણ .
એક વ્રત - દ્રવ્યનું પરિમાણ, પદાર્થોની સીમા નક્કી કરવી. આર્થિક વિષમતાનું સમાધાન સૂત્ર
મહાવીરની સૂચિમાં આ બધી વસ્તુઓનું સીમાકરણ છે. આજનો સંપન્ન સમાજ તે સમયના વ્રતી સમાજનું આ બધી વસ્તુઓના ઉપભોગમાં અનુકરણ કરે તો કદાચ આપમેળે આર્થિક વિષમતાની સમસ્યા દૂર થઈ જાય, એકલા આનંદ શ્રાવકે જ તેનું પાલન નથી કર્યું, પાંચ લાખ વ્યક્તિઓએ આ સૂચિનું આજીવન અનુકરણ કર્યું છે. જો આજે પાંચ લાખ લોકોનો એવો જ એક કમ્યુન બની જાય તો આખી દુનિયા માટે તે એક અનુકરણીય વાત બની જશે. પર્યાવરણની સમસ્યા, ગરીબીની સમસ્યા, ઉપભોગની સમસ્યા, અને ઉત્પાદનની સમસ્યાને એક સાચું અને સચોટ સમાધાન મળી જશે. ચૌદ નિયમ
આજીવન અનુકરણીય સૂચિ સિવાયની એક સૂચિ વર્તમાનની, આજની બનાવવી જોઈએ. દરેક વ્યક્તિ એમ વિચારે કે આજે હું કઈ વસ્તુનો ઉપભોગ કરું. પ્રતિદિનની યાદી બનાવે. જૈન સાહિત્યમાં ચૌદ નિયમો પ્રસિદ્ધ છે. તેનો એક નિયમ છે – મારે આજે આખા દિવસ દરમ્યિાન પાંચ ખાદ્ય ચીજો અથવા તેનાથી વધુ ખાવી નથી. આ પ્રમાણેનું એક સીમાકરણ હોવું જોઈએ.
આ પ્રતિદિન ભોજનની સીમા ખૂબ જ આવશ્યક છે. પ્રાકૃતિક ચિકિત્સક કહે છે – જો સ્વસ્થ રહેવું હોય તો ભોજનમાં એકથી વધુ અનાજ ના ખાઓ. ઘઉં ખાવા હોય તો ઘઉં ખાઓ. ચોખા ખાવા હોય તો ચોખા ખાઓ. બાજરી ખાવી હોય તો બાજરી ખાઓ. બે અનાજ ના ખાશો. એક અનાજ ખાઓ. તેનાથી પાચન બરાબર થશે. આ સંયમની દૃષ્ટિથી નથી કહેવામાં આવ્યું, પાચન અને સ્વાથ્યની દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. ડૉ. ગાંગુલીનું કથન
વધુ ચીજો પણ એકસાથે ખાઓ નહિ. કલકત્તાના એક પ્રસિદ્ધ ચિકિત્સક છે ડોક્ટર ગાંગુલી. તે ગુરુદેવનાં દર્શન કરવા આવ્યા. વાતચીત કરતી વખતે ડો. ગાંગુલી એ કહ્યું - જે સ્વસ્થ રહેવું હોય તો રોટલી, થોડીક દાળ, એકાદ શાકભાજી, એક ફળ - આટલું જ ભોજન હોવું જોઈએ. આના સિવાય બીજી કોઈ ખાદ્ય વસ્તુની
એ
મહાવીરનું અર્થશાસ્ત્ર : પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org