________________
જરૂર રહેતી નથી. અગાઉ રાજાના ભોજનને રાજાશાહી કહેવામાં આવતું હતું. તે વખતની બીમારીઓ પણ રાજાશાહી હતી. ટી.બી.ની બીમારીનું નામ જ રાજયશ્મા હતું. આ બીમારી મોટા માણસોને જ થતી હતી, ગરીબોની પાસે આ બીમારી ફરકતી પણ નહોતી. આજે તો દરેક વ્યક્તિ રાજાશાહી થઈ ગઈ છે. રાજાશાહી બીમારીઓ પણ સામાન્ય બની ગઈ છે. સીમાકરણનાં અનેક સૂત્રો છે.
વાહનનું પણ સીમાકરણ કરો - આજે હું આટલાંથી વધુ વાહનનો ઉપયોગ નહીં કરું. આટલા સમયથી વધારે વાહનનો ઉપયોગ નહિ કરું. પગરખાંનું પણ સીમાકરણ કરો - હું આટલાંથી વધારે જોડા - ચપ્પલનો પ્રયોગ નહિ કરું
યાત્રાનું સીમાકરણ કરો - આજે હું સો કિલોમીટરની સીમાથી બહાર નહિ જાઉં. જો આ વિવેક જાગે તો આજે જે રીતે યાત્રામાં ઊર્જ અને ઈંધણનો અપવ્યય થઈ રહ્યો છે, તેના ઉપર ઘણું બધું નિયંત્રણ આવી જાય. વ્યક્તિ ઘરથી દસ ડગલાં દૂર કોઈ કામ માટે જાય છે અને આખા બજરનું ચક્કર લગાવીને આવે છે. નિરદેશ અને નિપ્રયોજ યાત્રા કરતો રહે છે. આધુનિક સાધનોએ તો દુનિયાને એટલી નાની બનાવી મૂકી છે કે સવારે પ્રસ્થાન કરીને વ્યક્તિ દેશના કોઈપણ ખૂણામાં જઈને સાંજે પાછી ઘેર આવી શકે છે. ઉપભોક્તાવાદનું પરિણામ
સમાજનાં આ બે ચિત્રો સ્પષ્ટ છે – અનિયંત્રિત ઉપભોગવાળો સમાજ અને નિયંત્રિત ઉપભોગવાળો સમાજ. હિંસા અને અશાન્તિ તથા અહિંસા અને શાન્તિ - આ બંનેના સંદર્ભમાં ચિન્તન કરીએ તો સ્પષ્ટ થશે – અનિયંત્રણે હિંસા, સ્પર્ધા, ઈર્ષ્યા અને આતંકને જન્મ આપ્યો છે. અશાન્તિ અને શોષણને જન્મ આપ્યો છે.
જ્યાં ઉપભોગ અધિક છે, ઉપભોકતાવાદી ધારણા છે, ત્યાં શોષણ અનિવાર્ય છે. નિયંત્રિત ઉપભોગવાળા સમાજે ના તો કોઈનું શોષણ કર્યું છે, ના કોઈને સતાવ્યા છે, તે પોતાની સીમામાં જ રહ્યા છે, તેમેણે સીમાનું અતિક્રમણ નથી કર્યું. પહેલાં અને પછી
ફાંસીસી વિચારક જ્યાં બોદ્રિયોએ આધુનિક ઉપભોક્તાવાદીની મીમાંસા કરતાં લખ્યું છે – “પહેલાં વસ્તુ આવે છે તો તે સુખ આપનારી લાગે છે. અંતમાં તે દુઃખ આપીને જતી રહે છે. પહેલાં તે સારી લાગતી હતી. કિન્તુ અંતમાં ખરાબ સાબિત થાય છે.
ભારતીય દર્શનનો વિચાર છે – એક વસ્તુ આપાતભદ્ર હોય છે અને પરિણામ
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org