________________
વિરસ . ભોગવાદી પ્રકૃતિનું વિશ્લેષણ કરતાં કરતાં કહેવામાં આવ્યું ___ इक्षुवद् विरसाः प्रान्ते, सेविताः स्युः परे रसाः ।
શેરડીનું સેવન ખૂબ જ મીઠાશ આપે છે કિન્તુ અન્તમાં તેનાં છોતરાંઓમાં કોઈ રસ રહેતો નથી, તે નીરસ જાય છે. સુખ ક્યાં છે?
આ જ પ્રકૃતિ ઉપભોક્તાવાદની છે. બજારમાં સજાવેલી તડક-ભડકવાળી વસ્તુઓ ઉપભોકતાવાદને લલચાવી રહી છે, પોતાની જાળમાં ફસાવી રહી છે, તે એક દિવસ શેરડીની જેમ નીરસ બની જશે. એક મહિલાએ આજે પાંચસો રૂપિયાની આકર્ષક સાડી ખરીદી. પાડોશમાં જ બીજી મહિલાએ હજાર રૂપિયાની તેનાથી પણ વધારે સારી સાડી ખરીદી. પાંચસો રૂપિયાની સાડીએ જે સુખ આપ્યું, તે વિલીન થઈ ગયું. એક વ્યક્તિએ હજાર રૂપિયામાં ઘડિયાળ ખરીદી. બે દિવસ પછી તેના મિત્રે બે હજારની ઘડિયાળ ખરીદીને બાંધી દીધી. જે વ્યક્તિ હજાર રૂપિયાની ઘડિયાળ ખરીદીને સુખ અને સંતોષનો અનુભવ કરી રહી હતી, તે તરત જ દુઃખી બની જશે. સમય બંને ઘડિયાળો સરખો બતાવી રહી છે, પરંતુ બે હજાર રૂપિયાવાળી ઘડિયાળ હજાર રૂપિયાની ઘડિયાળવાળી વ્યક્તિને દુઃખી બનાવી દે છે.
પ્રશ્ન ઉદ્ભવે છે – આજનો ઉપભોગવાદી દ્રષ્ટિકોણ માણસને સુખી બનાવી રહ્યો છે કે દુઃખી બનાવી રહ્યો છે ? આ સચ્ચાઈની વાત સમજી લઈએ તો સીમાકરણની વાત અને તેનું ઔચિત્ય આપણી સમજમાં આવી જશે. મોહપાશથી છૂટો
મહાવીરે પોતાના વ્રતી સમાજ માટે વ્યક્તિગત સ્વામિત્વનું સીમાકરણ અને ઉપભોગનું સીમાકરણ આ બે વિચાર આપ્યા. આ બંનેના આધારે સમાજનું નિર્માણ કર્યું. પરિણામે તે સમાજ સુખી, સ્વસ્થ અને શાન્ત જીવન જીવતો હતો. આજે અપેક્ષા છે – આપણા વર્તમાનના અર્થશાસ્ત્રી અને વર્તમાનના ઉપભોક્તાવાદી લોકો તે સત્યને સાક્ષાત્ કરે, કેવળ સમ્મોહનમાં ન આવે. આજનો ઉપભોક્તાવાદી દૃષ્ટિકોણ એક પ્રકારનું સમ્મોહન બની ગયો છે, હિસ્ટીરિયાની બીમારી બની ગયો છે. સમ્મોહન કરનારો જે રીતે નચાવશે, ઉપભોક્તા તે પ્રમાણે નાચશે. આજનો ઉપભોક્તા બજાર અને જાહેરાતના હાથની કઠપૂતળી છે. આ મોહપાશથી છૂટીશું તો સમાજ અધિક સુખી અને શાન્તિપૂર્ણ જીવન જીવનારો સમાજ બની શકશે.
Sી
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org