________________
- પર્યાવરણ અને અર્થશાસ્ત્ર
આધુનિક અર્થશાસ્ત્ર સમૃદ્ધિનું અર્થશાસ્ત્ર છે. યુરોપીય આર્થિક સમુદાયના પ્રતિનિધિ ડો. મેસ્સહોલ્ટે કહ્યું, “પાછા ફરવાનો પ્રશ્ન જ નથી. આપણે હજુ આગળ વધવાનું છે. ધનવાન બન્યા છીએ, અને અધિક ધનવાન બનવાનું છે. સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, હજુ તેનાથી અધિક સમૃદ્ધિવાન બનવાનું છે. પર્યાવરણની સમસ્યા છે, તેનું સમાધાન આપણે શોધીશું. ઊની સમસ્યા છે, તેનું પણ સમાધાન આપણે શોધીશું. જો સામાન્ય રિએક્ટરથી કામ નહિ ચાલે તો ફાસ્ટ બ્રીડર રિએક્ટરનો પ્રયોગ કરીશું. કોઈપણ સમસ્યા એવી નથી, જેનું સમાધાન ન હોય. પરંતુ આપણે આગળ વધવું છે, અને અધિક ધનવાન બનવું છે.” ધનવાન બનવાનું શાસ્ત્ર
સમૃદ્ધિનું આ અર્થશાસ્ત્ર વધુમાં વધુ ધનવાન બનવાનું અર્થશાસ્ત્ર છે. આ અવધારણા એટલા માટે બની છે કે મનુષ્યને માત્ર ભૌતિક માની લીધો. કહેવામાં આવી રહ્યું છે- માણસ કેવળ પ્રાથમિક આવશ્યકતાઓની પૂર્તિ માટે પેદા થયો છે. જો તેની આવશ્યકતાઓ પૂરી થઈ જાય, તેને સમૃદ્ધિ મળી જાય તો પછી શું બાકી રહે? તેનાથી આગળ જે કંઈ કરવાનું છે, તે અર્થશાસ્ત્રનો વિષય નથી બનતો. કદાચ અર્થશાસ્ત્રને જીવનના અન્ય પક્ષોમાંથી અલગ કરી દીધું છે. ખરેખર સમાજશાસ્ત્ર હોય કે માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર હોય કે રાજનીતિશાસ્ત્ર પરસ્પર જોડાયેલું છે. કેવળ એક જ પાસાનો વિચાર કરીએ અને બાકીનાં બધાં પાસાંની
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org