________________
ઉપેક્ષા કરીએ તો ક્યારેય સાચું સમાધાન નહિ મળે. સ્વાર્થ સાપેક્ષ સામાજિક
તેમાં કોઈ સન્દેહ નથી કે આધુનિક અર્થશાસ્ત્રનું મુખ્ય લક્ષ્ય આ રહ્યું છે કે સૌને ખોરાક મળે, કપડાં મળે, મકાન મળે, કોઈ ભૂખ્યું ન રહે. તેના માટે મૂડીવાદે એક પ્રેરક તત્ત્વ શોધ્યું - મનુષ્ય સ્વાર્થી છે. સ્વાર્થની પ્રેરણા મળશે તો તે આગળ વધશે, સામ્યવાદે પ્રેરક તત્ત્વ એ શોધ્યું કે મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજ તેના માટે એક પ્રેરણા છે. આ બંને એકાંગી દૃષ્ટિકોણ છે. મનુષ્ય સ્વાર્થી છે, તે સાચું છે. પરંતુ તે કેવળ સ્વાર્થી નથી, સામાજિક પણ છે. મનુષ્ય સમાજનિષ્ઠ છે. આ પણ સાચું છે, કિન્તુ તે માત્રસમાજ નિષ્ઠ નથી. સ્વાર્થી પણ છે. સ્વાર્થી અને સમાજનિષ્ટ બન્નેનો સમન્વય હોત તો નવા અર્થશાસ્ત્રનું નિર્માણ થાત. તેમાં ફક્ત સ્વાર્થની પ્રેરણા ના હોત, ફક્ત સામાજિક પ્રેરણા ના હોત, પરન્તુ બંનેનો યોગ હોત તો તે યોગ વર્તમાન સમસ્યાઓનું સમાધાન બનત.
સુવિધા, શાન્તિ અને સુખ
આ એક તથ્ય' છે વર્તમાન અર્થશાસ્ત્રીય અવધારણાએ મનુષ્યને અર્થ-સમ્પન્ન તો બનાવ્યો છે, પરન્તુ સુખી ઓછો બનાવ્યો છે. સુવિધા, શાન્તિ અને સુખ- આ ત્રિપુટી છે. સુવિધા મળે, આવશ્યક્તાઓની પૂર્તિ થાય, માનસિક શાન્તિ અને સુખ પણ મળે. આ ત્રણે હોય તો વાત પૂરી થાય છે. આ ત્રણેયની ઉપલબ્ધિ કરાવનાર અર્થશાસ્ત્ર જ આજે અપેક્ષિત છે, એવું અર્થશાત્ર જે બીજાના હિતને ખંડિત ન કરે. જેનાથી અનેક સુવિધાઓ મળી જાય, આવશ્યકતાની પૂર્તિ ખૂબ થઈ જાય, પરન્તુ મનની શાન્તિ ભગ્ન થાય, તે અર્થશાસ્ત્ર પર્યાપ્ત નથી બનતું. સુખ પણ મળે, શાન્તિ પણ મળે, સુવિધા પણ મળે તો એક પરિપૂર્ણ વાત બને છે અને તે અનેકાન્ત દૃષ્ટિકોણથી જ સંભવ છે.
સ્વર્ગ : નરક
આધુનિક અર્થશાસ્ત્ર સમ્પન્નતાનો સિદ્ધાન્ત રાખ્યો અને સમ્પન્નતાની દોડ શરૂ થઈ ગઈ. વર્તમાન અર્થશાસ્ત્રીની જે સંકલ્પની સૃષ્ટિ છે તેનાં કેટલાક સંતાનો છે- ઉદ્યોગ, યાંત્રીકરણ અને શહેરીકરણ. સૃષ્ટિનો એક પુત્ર છે, ઉદ્યોગ. જેટલો ઉદ્યોગ વધશે તેટલી સમ્પન્નતા વધશે. ફળસ્વરૂપ ઔદ્યોગિક દોડ શરૂ થઈ ગઈ, અનેક રાષ્ટ્ર ઔદ્યોગિક રાષ્ટ્ર બની ગયાં, અમીર બની ગયાં, ખૂબ જ સમ્પન્નતા અર્જિત કરી લીધી. ઉદ્યોગની સાથે યાંત્રીકરણ વધ્યું અને યાંત્રીકરણની સાથે
મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૫૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org