________________
શહેરીકરણ વધ્યું. ઉદ્યોગની સાથે આજીવિકા જોડાઈ અને ગામડાંના માણસો શહેરમાં જવા લાગ્યા. શહેર વિસ્તરતું ગયું, મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગો બનતી ગઈ. સાથોસાથ પરિપાર્શ્વમાં ઝૂંપડીઓની લાંબી લાઈન પણ. સ્વર્ગ અને નરક - બંને એકસાથે છે. આ ધરતી ઉપર સ્વર્ગ જોવું હોય તો સ્વર્ગનું દૃશ્ય તૈયાર છે અને નરક જોવું હોય તો ઝૂંપડીઓના રૂપમાં તે પણ તૈયાર છે.
ઉદ્યોગ સાથે સંકળાયેલી સમસ્યાઓ
ઉદ્યોગને લીધે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ, મનુષ્યનું ધ્યાન પર્યાવરણ તરફ ગયું – પર્યાવરણ દુષિત થઈ રહ્યું છે. જમીન, જળ અને વાયુ - બધું પ્રદૂષિત થઈ રહ્યું છે. સમસ્યા ત્યાં સુધી વધી ગઈ છે કે તે સમસ્યાના સમાધાન માટે મોટાં અને ઔદ્યોગિક રાષ્ટ્રોનો ભાર વિકાસશીલ રાષ્ટ્રો પર પડી રહ્યો છે. આ સમસ્યા ઉપર વિચાર કરવા માટે રિયો પૃથ્વી શિખર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું. તે સમ્મેલને પ્રદૂષણની સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લીધી. પરન્તુ સમસ્યા આજે પણ વિકટ બનેલી છે.
ભમિનું ઉત્ખનન
જમીનનું વધારે પડતું દોહન અને ઉત્ખનન થઈ રહ્યું છે. મનુષ્ય પોતાની સુવિધા માટે, આવશ્યકતાઓની પૂર્તિ માટે ભૂમિનું ઉત્ખનન કરે છે. આ કોઈ નવી વાત નથી પરન્તુ આ વીસમી શતાબ્દીમાં જમીનનું જેટલું ઉત્ખનન થયું છે તેટલું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. જેટલું દોહન પદાર્થોનું આજે થયું છે, તેટલું અતીતમાં ક્યારેય નથી થયું. જેટલું દોહન પદાર્થનું આજે થયું છે, તેટલું અતીતમાં ક્યારેય નથી થયું. ઘણી વાર વિકલ્પ આવે છે કે વર્તમાન પેઢી જમીનનું એટલું દોહન કરી લેશે, એટલું ઉત્ખનન કરી લેશે તો શતાબ્દી પછી આવનારી પેઢી આ જ કહેવાની કે અમારા પૂર્વજ બિલકુલ નાસમજ હતા. તેમણે અમને દરિદ્ર બનાવી દીધા. પોતે સુવિધા ભોગવતા રહ્યા અને અમને વિપન્નતાના વાતાવરણમાં જીવવા માટે વિવશ કરી દીધા. ઊર્જા માટે પેટ્રોલનું, ગેસનું, ધાતુઓ કે કોલસાનું, એટલું અધિક ઉત્ખનન થઈ રહ્યું છે કે આવનારાં સો-બસો વર્ષોમાં જમીનનું ન જાણે શું થશે ! વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે - ભૂકંપ જેવી સમસ્યાઓ વધી જશે. બીજી પણ ઘણી સમસ્યાઓ વધી જશે. જો કે ભૂકંપનું યોગ્ય કારણ હજુ પણ મળ્યું નથી, છતાં અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ સમસ્યા અત્યાધિક ઉત્ખનનના કારણે ઊભી થઈ છે.
Jain Educationa International
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૭
:
For Personal and Private Use Only
www.jainelibrary.org