________________
વસ્ત્રનું પરિમાણ
એકવ્રતી એવો સંકલ્પ કરે છે કે આનાથી વધુ વસ્ત્ર હું મારી પાસે રાખીશ નહિ. એક ધોતી અને એક ઉપરી વસ્ત્ર, એનાથી વધારે વસ્ત્રનો એકસાથે ઉપભોગ નહિ કરું. શરીરના રક્ષણ માટે એક રૂમાલથી વધારે નહિ રાખું. આ સીમાકરણ છે તે સમયના કરોડો સુવર્ણમુદ્રાઓના સ્વામીનું. જળ પરિણામ
તે પાણીનું પણ પરિમાણ કરે છે – આટલાથી વધુ પાણીનો ઉપયોગ હું નહિ કરું. તે વખતે પર્યાવરણની સમસ્યા નહોતી, તેના માટે કોઈ ઉપક્રમ પણ નહોતો કિન્તુ એ વાતનું ભાન હતું કે પર્યાવરણની સમસ્યા આગળ વધીને ગમે ત્યારે ઊભી થઈ શકે છે. આજે તો આ સમસ્યાએ વિકટ રૂપ ધારણ કરી લીધું છે અને ભવિષ્યમાં વિકટતમ રૂપ ધારણ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યાને દૂર કરવાનો કોઈપણ ઉપાય વિશેષ કારગત નિવડ્યો નથી. પાણીનો જેટલો દુરુપયોગ આજે થઈ રહ્યો છે, તેટલો કદાચ પહેલાં ક્યારેય થયો નહિ હોય. ભવિષ્યમાં આ પાણીની સમસ્યા કેટલી ત્રાસદ સિદ્ધ થશે, કંઈ કહી શકાય નહિ. એકવ્રતી વ્યક્તિ જળનું સીમાકરણ કરે છે, સ્નાન કરવા માટે આટલા ઘડાઓથી વધુ પાણીનો ઉપયોગ નહિ કરું. દાતણ વિધિ પરિમાણ
દાતણના પણ સીમિત ઉપયોગની વાત કહેવામાં આવી છે. આજે સ્થિતિ એ છે – દાતણ માટે એક નાની-સરખી ડાળખીની જરૂર છે તો લીમડાના વૃક્ષની આખી ડાળ કાપી નાખશે.
આશ્રમમાં રહેતી એક વિદેશી મહિલાને ગાંધીજીએ કહ્યું - લીમડાની ડાળખી લાવો, દાતણ કરવું છે. મહિલા ગઈ અને આખી ડાળ તોડીને લઈ આવી. ગાંધીજીએ તેની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી. જાણે કે તેણે લાખ રૂપિયા ખોઈ નાખ્યા હોય. ત્યાં બેઠેલાં લોકો બોલ્યા - બાપુ ! આટલી નાની-સરખી વાત માટે તમે આ મહિલાની આ રીતે ઝાટકણી કરી નાખી. લીમડાનાં આટલાં બધાં વૃક્ષ અહીં છે, દાતણ ખલાસ તો નથી થઈ ગયાં ? ગાંધીજીએ કહ્યું, “એકલો ગાંધી જ નહિ, આખી દુનિયા છે દાતણ કરવાવાળી. આ પ્રમાણે બધા કરવા લાગશે તો લીમડાના વૃક્ષનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.”
મહાવીરની સૂચિનું એક વ્રત છે – તંતવવિદિfસેના દાતણની વિધિનું પરિમાણ. એક વ્રત છે પુવવિટિરિના - પુષ્પની વિધિનું પરિમાણ. એક વ્રત છે
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org