SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ પણ કંઈક મેળવવાની લાલસાનો ક્યાંય અંત નથી હોતો અને આ અસીમ લાલસા માણસના મનને અશાંત બનાવી દે છે, તનાવથી ભરી દે છે. સીમાકરણનું સૂત્ર મહાવીર દ્વારા નિર્મિત સમાજ સંપન્ન હતો. તે ગરીબ અને દરિદ્ર સમાજ નહોતો, પણ સીમાકરણના વિવેકથી સમૃદ્ધ હતો. તે સમયે કૌટુમ્બિક વ્યવસ્થામાં એક પરિવારમાં સેંકડો માણસ રહેતાં હતાં. આનંદનો પરિવાર પણ આવો જ હતો. તેણે સીમાકરણ કર્યું - ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ વ્યાજમાં રહે, ચાર કરોડ સુવર્ણ મુદ્રાઓ ભૂમિગતમાં રહે. તેનાથી વધારે રાખવાનો તે ત્યાગ કરતો હતો. આટલી જમીન, આટલાં ભવન, આટલી ગૌશાળાઓ રાખીશ, એનાથી વધારે કંઈપણ નહિ રાખું. સંગ્રહની એક નિશ્ચિત સીમા બની ગઈ. નિયંત્રણનાં બે સૂત્રો મહાવીરે કહ્યું – અર્જન અથવા સંગ્રહનો કોઈ નિયમ ના બનાવી શકાય. અધિકતમનો કોઈ નિયમ ના બનાવી શક્ય. હોઈ શકે છે કે એક વ્યક્તિ તેનાથી વધુ સીમા કરી લે. મહાવીરે અધિકતમને બે બાજુથી નિયંત્રિત કર્યું છે. પહેલું નિયંત્રણ હતું – સંગ્રહમાં સાધનશુદ્ધિનો વિચાર. બીજું નિયંત્રણ હતું - વ્યક્તિગત ઉપભોગનું સીમકરણ. મહાવીરે ઉપભોગની એક સૂચિ બનાવી છે. એવી યાદી, જે આજ સુધીમાં કોઈ અર્થશાસ્ત્રીએ બનાવી નહિ હોય. ઉપાસદકશા સૂત્રમાં દસ સૂત્રો છે, જેમાં તે સમયના દસ પ્રમુખ લોકોનું વર્ણન છે. તેમાં સંગ્રહિત ઉપભોગની યાદીનું જો આજે અનુપાલન થાય તો ગરીબીની સમસ્યાનું આપમેળે જ સમાધાન થઈ જાય. તે સૂચિનાં થોડાંક સૂત્રો આ પ્રમાણે છે. | વસ્ત્ર પરિમાણ 1 દંતવન પરિમાણ દ્રવ્ય પરિમાણ જળ પરિમાણ | વાહન પરિણામ વગેરે... વગેરે... મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005313
Book TitleMahavirnu Arthashastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy