________________
કહી શકાય છે. આ ન્યૂનતમ સ્વામિત્વની સીમા છે. ખોરાક, કપડાં, મકાન - આ ન્યૂનતમ સ્વામિત્વમાં આવે છે અધિકતમ સ્વામિત્વ
અધિકતમને સારું કહી શકાય નહિ. છતાં પણ તેની એક સીમા છે. ખાદીની એક ધોતી અને સાડીથી પણ કામ ચાલી શકે છે. બે હજાર, દસ હજાર અને પચાસ હારની સાડીથી પણ કામ ચાલી શકતું નથી. સમાચારપત્રોમાં વાંચ્યું કે કરોડો રૂપિયાના ડ્રેસ લોકો રાખે છે. ઓછામાં ઓછું ખાદીનો એક ઝભ્ભો, ધોતી અને ટોપી જીવન આટલાથી ચાલી શકે છે. ગાંધીનું ઉદાહરણ સામે જ છે. તેમણે તો ફક્ત એક ધોતીથી જ કામ ચલાવી લીધું. આજના લોકો એ વાતને નથી સમજી રહ્યા કે આ સાદાં અને સીમિત વસ્ત્રોમાં કેટલી શાન્તિ અને આરામ છે. કીમતી વસ્ત્રો પહેરતાં જ સૌથી પહેલાં ડર લાગવાનો શરૂ થઈ જાય છે. શરીર પર પોષાક સવાર થતાં જ ભય પણ સવાર થઈ જાય છે. ગંદાં થઈ જવાનો ભય, ફાટી જવાનો ડર, કરચલી પડી જવાનો ભય, ચમક-દમક ઓછી થઈ જવાનો ભય- આવા અનેક ભય પજાવવા લાગે છે. ભયને પેદા કરે છે વધારે પડતું
એક માણસને ડર ખૂબ લાગતો હતો. તે કોઈ માંત્રિક પાસે ગયો, પોતાની સમસ્યા બતાવી. માંત્રિકે એક તાવીજ બનાવીને તેને આપતાં કહ્યું, “આ પહેરી લો, પછી તમને કોઈપણ પ્રકારનો ભય નહિ લાગે.” કેટલાક દિવસ પછી તે ફરીથી માંત્રિક પાસે આવ્યો. માંત્રિકે પૂછ્યું, “કેમ, હવે તો ઠીક છે ને? ડર તો નથી લાગતો ?'' તેણે કહ્યું – “બીજી કોઈ વાતનો ભય લાગતો નથી, કિન્તુ એક ડર રહે છે તાવીજ ક્યાંક ખોવાઈ ન જાય.'
જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતો ઉપભોગ કરે છે, ત્યારે સૌથી પહેલાં ડર એ વાતનો રહે છે કે ક્યાંક તે ખરાબ ન બની જાય. વધારે પડતાં ઘરેણાં પહેરતાંની સાથે જ એ ભય સવાર થઈ જાય છે કે ભૂલથી ક્યાંક પડી ન જાય, કોઈ ચોરી ન લે, કોઈ છીનવી ન લે. પ્રત્યેક વધારે પડતા સાથે ભય બરાબર રહે છે. અધિકતમાં સીમાકરણ આ વધારે પડતાના ભયને થોડોક ઓછો કરી દે છે. અસીમ લાલસા
અસીમમાં ક્યાંય કોઈ સીમા હોતી નથી. લાખ, કરોડ, અરબ, ખરવની
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org