________________
સમાજની સ્થાપના કરી હતી, તેમાં સ્વામિત્વ અને ઉપભોગ-બંનેનું સીમાકરણ હતું. સ્વામિત્વ મૌલિક મનોવૃત્તિ છે. મનોવિજ્ઞાનના સંદર્ભમાં આપણે સ્વામિત્વની મીમાંસા કરી શકીએ છીએ. મેડૂગલ વગેરે માનસશાસ્ત્રીઓએ મૌલિક મનોવૃત્તિઓનું એક વર્ગીક૨ણ કર્યું. મહાવીરે મનોવૃત્તિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે, માનવીની એક જ મનોવૃત્તિ છે અને તે છે અધિકારની ભાવના, પરિગ્રહ અથવા સંગ્રહની ભાવના. બધું જ અધિકારની ભાવના દ્વારા જ થઈ રહ્યું છે. અન્ય મનોવૃત્તિઓ તેની ઉપજીવી છે. અધિકારની આ મનોવૃત્તિ માનવીમાં જ નહિ, નાનામાં નાનાં જીવજંતુઓ અને વૃક્ષો-છોડ વગેરેમાં પણ હોય છે. આચાર્ય મલયગિરિએ આ મમત્વ અને અધિકારની ભાવના સમજાવવા માટે અમરવેલનું ઉદાહરણ આપ્યું. અમરવેલ આરંભમાં કોઈ વૃક્ષનો ટેકો લઈને ઉપર ચઢે છે. પછી તે સમગ્ર વૃક્ષ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી દે છે, તેની ઉપર છવાઈ જાય છે અને ધીરે ધીરે તેનું ભક્ષણ કરી નાખે છે. અધિકારની ભાવના મધમાખીમાં પણ હોય છે, એક કીડીમાં પણ હોય છે અને નાનાં-મોટાં નમામ પ્રાણીઓમાં હોય છે. નાનામાં નાનું પ્રાણી પણ પોતાના માટે સંગ્રહ કરે છે. તેનામાં અધિકારની મૌલિક મનોવૃત્તિ હોય છે.
વ્રતી સમાજનું સૂત્ર
વર્તમાનમાં સામ્યવાદ અને મૂડીવાદના સંદર્ભમાં સ્વામિત્વનાં અનેક રૂપો બની ગયાં છે : સ્વયં સ્વામિત્વ, સાર્વજનિક સ્વામિત્વ અને સામૂહિક સ્વામિત્વ.
વ્રતી સમાજનું પ્રથમ સૂત્ર બન્યું - સ્વામિત્વનું સીમાક૨ણ થાય. વ્યક્તિગત સ્વામિત્વ સીમિત હોવું જોઈએ. વ્રતી સમાજની દસ મુખ્ય વ્યક્તિ હતી, બધી જ સમ્પન્ન હતી. તે સૌએ વ્યક્તિગત સ્વામિત્વનું સીમાકરણ કર્યું. અર્થપ્રાપ્તિની લાલસા અસીમ છે. માણસ ક્યાં સુધી જશે ? સીમાનો વિવેક તો હોવો જ જોઈએ. અર્થની અભિપ્સાને આપણે ત્રણ અવસ્થાઓમાં જોઈએ.
* ન્યૂનતમ
* અધિકતમ
* અસીમ
ન્યૂનતમ સ્વામિત્વ
જીવન ચલાવવા માટે જેટલું અપેક્ષિત હોય છે, તેને ન્યૂનતમ આવશ્યકતા
મહાવી૨નું અર્થશાસ્ત્ર : ૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org