________________
આદત છોડવાનું અઘરું છે : - જોધપુરથી સેનાના એક અધિકારીનો પત્ર મળ્યો. તેણે લખ્યું હતું– આચાર્યવર ! હું સેનામાં મોટા હોદ્દા ઉપર હતો. હવે હું નિવૃત્ત છું. શરાબની આદતે મારા શરીરને જીર્ણ કરી મૂક્યું છે. છોડવાના પ્રયત્નો કરવા છતાં હું છોડી નથી શકતો. આપ કાંઈક એવું માર્ગદર્શન આપો કે જેથી હું આ કુટેવમાંથી મુક્ત થઈ
ખરેખર, આદત છોડવાનું અઘરું હોય છે. જે સુધરેલા છે, વિદ્વાન છે, ચિંતનશીલ છે તેઓ પ્રારંભે જ પોતાની આવશ્યકતાઓને સીમિત કરી લે છે. સંતુલિત ભોજન જીવન માટે આવશ્યક છે પરંતુ અસંતુલિત ભોજન અથવા વધારે પડતું ખાવું જરૂરી નથી. દરેક પદાર્થની આવશ્યકતાના સંદર્ભમાં આ જ નિયમ છે. સાંપ્રતની સ્થિતિ એવી છે કે, નિયંત્રણ અથવા સીમાકરણને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. ભૂખ અને આવશ્યકતાઃ
પહેલાં ભૂખ માટે આવશ્યકતા ઊભી થાય છે, પછી આવશ્યકતા ભૂખ બની જાય છે. ભૂખને માટેની આવશ્યકતાને તો પૂરી કરી શકાય છે, પરંતુ આવશ્યકતાની ભૂખ સંતોષવા માટે આ જગતમાં ના તો કોઈ સાધન છે ના કોઈ શક્તિ! ના તો આજના અર્થશાસ્ત્રીઓ તેને પૂરી કરી શકશે, ના કોઈ શાસન કે તેનું નાણામંત્રાલય આવશ્યકતાની ભૂખ મિટાવી શકશે. જેને આવશ્યકતાની ભૂખ જાગી જાય છે, તે ક્યારેય દુઃખથી મુક્ત થઈ શક્તો નથી. ભૂખ્યું કોણ?
નિયંત્રિત આવશ્યકતાઓવાળો સમાજ કદી દુઃખી થતો નથી. ના તો કોઈ એટલો અમીર બને છે કે જે ધનનો ઢગલો કરી નાખે, ના એટલો મોટો ખાડો કરે છે કે જે ખાલી પડ્યો રહે. જે સમાજમાં આવશ્યકતા, ઈચ્છા અને ઉપભોગનું સીમાકરણ છે, તે સમાજ કદી ભૂખ્યો નથી રહે તો. તે ભૂખ્યો રહે છે–જેનામાં ઇચ્છા, આવશ્યક્તા અને ઉપભોગનું અનિયંત્રણ હોય છે. વધુ ઊંચાઈ કે નીચે પણું હોય છે. મૌલિક મનોવૃત્તિઃ
ભગવાન મહાવીરના સમયના સમાજની ચર્ચા કરીએ. તેમણે જે વ્રતી
:
:
:
:
:
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org