________________
જાણે છે- ઇચ્છાને ક્યારેય પૂરી કરી શકાતી નથી. એટલા માટે તે પહેલેથી જ તેના પર નિયંત્રણ લાવી દુઃખનો દરવાજો બંધ કરી દે છે.
જીવનની પ્રાથમિક આવશ્યકતા માણસને સતાવતી નથી. સતાવે છે તે, જે કાલ્પનિક અને કુત્રિમ રીતે પેદા કરવામાં આવે છે. તે પદાર્થ પ્રત્યે એક આકર્ષણ અથવા સંમોહન પેદા કરે છે. એક દિવસ આકર્ષણ મુખ્ય બને છે, આવશ્યકતા ગૌણ બની જાય છે. ભોગની પ્રકૃતિ
આચાર્ય પૂજ્યપાદે ખૂબ જ માર્મિક લખ્યું છેઃ प्रारंभे तापकान् प्राप्तौ अतृप्तिप्रतिपादकान् । अंते सुदुस्त्यजान् कामान्, कामं कः सेवते सुधीः ।। કામની ત્રણ પરિસ્થિતિ બને છે –
તાપ, અતૃપ્તિ અને દુત્યાજ્યતા - શરૂઆતનો પદાર્થ તાપ આપે છે. ભોગકાળમાં તેનું પરિણામ આવે છે અતૃપ્તિ. આ અતૃપ્તિનું જ નિર્દશન છે વર્તમાનનાં વિકસિત રાષ્ટ્રો. જે વિકસિત રાષ્ટ્રો કહેવાય છે, તેમણે ખૂબ અર્જિત કર્યું છે અને એ વિચારીને અર્જિત કર્યું છે કે માનસિક તૃપ્તિ થશે. પરંતુ આજે ત્યાં એટલી અતૃપ્તિ વધી ગઈ છે કે માનસિક શાન્તિ માટે ભાગ-દોડ શરૂ થઈ ગઈ છે. વિકસિત દેશોના લોકો આમ-તેમ દોટ મૂકી રહ્યા છે કે ક્યાંકથી માનસિક શાન્તિ મળે. અતૃપ્તિ ફરીથી સેવન કરવા માટે વિવશ કરે છે. પછી તે એક આદત બની જાય છે. તેને છોડવી મુશ્કેલ બને છે. માણસ જાણે છે – આઈસ્ક્રીમ ખાવો આવશ્યક નથી પરંતુ તેના પ્રત્યે આકર્ષણ થાય છે.
વ્યક્તિ તેને માટે પ્રયત્ન કરે છે. ગરીબ માણસ પણ પૈસા ભેગા કરે છે. એક વખત ખાવાથી તૃપ્તિ નથી થતી, તે બીજી વખત ખાય છે, ત્રીજી વખત ખાય છે અને અંતે તેને છોડવાનું મુશ્કેલ બની જાય છે. કાકડા (ટાન્સિલ) વધી જાય, દાંત ખરાબ થઈ જાય કે બીજું ગમે તે થાય પણ તેને છોડી શકાતો નથી. આવી જ વાત શરાબની છે. આરંભમાં શોખ ખાતર શરાબનું સેવન કરવામાં આવે છે. પછી આવી જ અતૃપ્તિ તેને તેનો ગુલામ બનાવી દે છે, એક પ્રકારની સ્નાયવિક કુટેવ પડી જાય છે, પછી તેનું પરિણામ ભોગવવું જ પડે છે.
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org