________________
શરીરની તૃષ્ણા તો થોડીક છે. ખાશેર-બે-પાશેર અથવા વધુમાં વધુ શેર જેટલું ખાઈ શકાય છે, પરન્તુ મનની તૃષ્ણા એટલી અધિક છે કે મેરુ પર્વતને પણ ગળી જઈ શકે છે. અનિયંત્રિત ઇચ્છા મનુષ્યને સુખ આપવા માટે નથી, તેને સતાવવા માટે છે, દુઃખ આપવા માટે છે. દુઃખનું પહેલું પગથિયું છે અમિટ તૃષ્ણા. તે પૂરી થઈ શકતી નથી, અંદર ને અંદર શલ્ય (પથ્થર)ની માફક પીડા આપતી રહે છે. અનિયંત્રિત આવશ્યકતા
બીજું તત્ત્વ છે આવશ્યકતા. આવશ્યકતા પણ અનિયંત્રિત છે. આવશ્યકતા આગળ વધીને કૃત્રિમ આવશ્યકતાનું રૂપ ધારણ કરી લે છે અને વધતી ચાલે છે. તેને પણ ક્યારેય પૂરી કરી શકાતી નથી.
અનિયંત્રિત ઉપભોગ
ત્રીજું તત્ત્વ છે ઉપભોગ. વર્તમાનની ઉપભોક્તાવાદી સંસ્કૃતિએ ઉપભોગને અનિયંત્રિત કરી દીધો છે. ઉપભોગ આવશ્યક છે, જ્યારથી ઉપભોક્તાવાદ આવ્યો છે, ત્યારથી તેની એટલી અધિક વૃદ્ધિ થઈ છે કે તેનાથી સ્વાસ્થ્ય, મન અને ચેતના ત્રણે પ્રભાવિત થયાં છે.
નવી હિંસાનો ઉપક્રમ
-
અનિયંત્રિત સમાજનું પરિણામ શું આવશે ? ઇચ્છાપૂર્તિ માટે, આવશ્યકતાને વધારવા અને તેને પૂરી કરવા માટે હિંસા અનિવાર્ય બની જાય છે. નવો ઉપભોક્તાવાદ એક પ્રકારે નવી હિંસાનો ઉપક્રમ છે. હિંસાને તેનાથી નવી દિશા મળી છે. દરેક વ્યક્તિના મનમાં એક લાલસા છે કે આટલો ઉપભોગ તો આવશ્યક છે. તે પૂરો ન થાય તો પછી તેને ગમે – તે પ્રકારે પૂરો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અપહરણ, ચોરી કે હત્યા કરીને પણ તેને મેળવવામાં આવે છે, કારણ કે તે લક્ષ્ય બની જાય છે. આજના અર્થશાસ્ત્રમાં નૈતિક વિચાર માટેનો અવકાશ ઓછો છે અથવા બિલકુલ નથી. નૈતિક, માનવીય અને જીવનમૂલ્યોની એમાં કોઈ આવશ્યકતા માનવામાં આવતી નથી. આ પરિસ્થિતિમાં કોઈપણ રીતે પ્રાપ્ત કરવું એ જ એકમાત્ર લક્ષ્ય બની જાય છે.
બીજું ચિત્ર
સમાજનું બીજું ચિત્ર છે - નિયંત્રિત ઇચ્છા, આવશ્યકતા અને ઉપભોગવાળો સમાજ. જેણે ઇચ્છાને સીમિત કરી છે, તે ક્યારેય દુઃખી નહીં બને. તે આ સચ્ચાઈને
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org