________________
કા૨ણે જ નવા નવા આવિષ્કાર થાય છે. પરિણામ સ્વરૂપ સમાજની આર્થિક પ્રગતિ થાય છે.
આર્થિકપ્રગતિનો દૃષ્ટિકોણ
મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સામાજિક જીવનનો મુખ્ય આધાર અર્થ છે. આ ર્દષ્ટિકોણમુજબ આર્થિક પ્રગતિ ખૂબ આવશ્યક છે. આવશ્યકતાઓ સીમિતથવાથી આર્થિક પ્રગતિને પ્રોત્સાહન મળતું નથી. એટલા માટે આર્થિક વિકાસની દૃષ્ટિએ જરૂરિયાતોનો વિસ્તાર જરૂરી છે. આ વસ્તુ-સત્યને ધ્યાનમાં રાખીને એક પ્રાચીન અર્થશાસ્ત્રીએ કહ્યું હતું, ‘‘અસંતુષ્ટ સંન્યાસી નષ્ટ થઈ જાય છે અને સંતુષ્ટ રાજા નષ્ટ થઈ જાય છે.’ સંન્યાસી માટે જરૂરિયાતોને ઓછી કરવી તે ગુણ છે અને તેનો વિસ્તાર કરવો એ દોષ છે. સામાજિક વ્યક્તિ માટે જરૂરિયાતોને ઓછી ક૨વી દોષ છે અને તેનો વિસ્તાર કરવો એ ગુણ છે. માનવીય તેમજ આધ્યાત્મિક દૃષ્ટિકોણ
મનુષ્ય સામાજિક પ્રાણી છે - આ વાસ્તવિકતાના સંદર્ભમાં જરૂરિયાતોને સીમિત કરવાનો અર્થશાસ્ત્રનો દૃષ્ટિકોણ ખોટો નથી, પરંતુ માણસ શું ફક્ત સામાજિક પ્રાણી છે ? શું તે વ્યક્તિ નથી ? શું તેનામાં સુખ-દુ:ખનું સંવેદન નથી ? શું અસીમિત જરૂરિયાતોનું દબાણ તેનામાં શારીરિક અને માનસિક તનાવ પેદા નથી કરતું ? શું આવશ્યકતાઓના વિસ્તારની પાછળ ઊભેલો ઈચ્છાનો રાક્ષસ શારીરિક ગ્રન્થિઓના સ્રાવને અસ્ત-વ્યસ્ત અને માનસિક વિક્ષોભ ઉત્પન્ન નથી કરતો ? આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ન આપીને જ આપણે આવશ્યકતાઓના વિસ્તારનું એકાન્તિક સમર્થન કરી શકીએ, પરંતુ જ્યારે મનુષ્યને માનવીય દૃષ્ટિએ જોઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓની અસીમિતતાનું સમર્થન નથી કરી શકતા. આ માનવીય અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ઇચ્છાઓને સીમિત કરવી જરૂરી છે. મધ્યવર્તીસિદ્ધાન્ત
અર્થશાસ્ત્રીય અને ધાર્મિક - આ બંને દૃષ્ટિકોણ પોત-પોતાના વિષયક્ષેત્રની દૃષ્ટિમાં જ સત્ય છે. ધર્મશાત્ર કહે છે - ‘આવશ્યકતાને ઓછી કરો.' ત્યારે આપણે એ સત્ય તરફથી આંખ ન ફેરવી લેવી જોઈએ કે એ પ્રતિપાદન માનસિક અશાન્તિની સમસ્યાને સામે રાખીને કહેવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર કહે છે - ‘આવશ્યકતાઓનો વિસ્તાર કરો' ત્યારે આપણે એ વાસ્તવિકતાથી આંખ ન ફેરવી લેવી જોઈએ કે આ સિદ્ધાન્તનું પ્રતિપાદન મનુષ્યના સુખ-સુવિધાના વિકાસને
ન મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org