________________
ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. મહાવીરે સામાજિક વ્યક્તિ માટે અપરિગ્રહની વાત નથી કહી. તે મુનિ માટે સંભવ છે. સામાજિક પ્રાણી માટે તેમણે ઇચ્છા-પરિમાણના સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. સામાજિક માણસ ઇચ્છાઓ અને આવશ્યકતાઓને સમાપ્ત કરીને જીવન નથી ચલાવી શકતો અને તેનો વિસ્તાર કરીને શાંતિપૂર્ણ જીવન નથી જીવી શકતો. એટલા માટે તેમણે બંનેનો મધ્યવર્તી સિદ્ધાન્ત - ઇચ્છા પરિમાણનું પ્રતિપાદન કર્યું. મૌલિક ભિન્નતા
જીવન પ્રત્યે ધર્મશાસ્ત્રનો જે દૃષ્ટિકોણ છે, તેનાથી અર્થશાસ્ત્રનો દષ્ટિકોણ મૌલિક રૂપે ભિન્ન છે. ધર્મશાસ્ત્ર જીવનની વ્યાખ્યા આંતરિક ચેતનાના વિકાસની દષ્ટિએ કરે છે. અર્થશાસ્ત્ર જીવનની વ્યાખ્યા આર્થિક ક્રિયાઓના માધ્યમથી કરે છે. બંને વ્યાખ્યાઓની પૃષ્ઠભૂમિ અને દૃષ્ટિકોણ એક નથી. એટલા માટે ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્રનું અને અર્થશાસ્ત્ર ધર્મશાસ્ત્રનું સમર્થન નથી કરતું. પરન્તુ ધર્મ અને ધન બંનેનો સામાજિક જીવન સાથે સંબંધ હોય છે, જેથી જીવનનાં કેટલાંક બિન્દુઓ પર તેમનો સંગમ થાય છે. તે એકબીજાને પ્રભાવિત પણ કરે છે. ભગવાન મહાવીરે કહ્યું, - “ઇચ્છાઓને સંતોષથી જીતો.' અગ્નિમાં ઈધણ મૂકીને તેને બુઝાવી નથી. શકાતી, તેવી જ રીતે ઇચ્છાની પૂર્તિ દ્વારા ઇચ્છાઓને સંતુષ્ટ નથી કરી શકાતી. આવશ્યકતાઓની વૃદ્ધિ, વસ્તુઓની વૃદ્ધિ, ઉત્પાદન અને શ્રમની વૃદ્ધિમાં ફાળો આપે છે. પરન્તુ સુખ અને શાંતિમાં ફાળો આપે છે – આ માન્યતા ભ્રાંતિપૂર્ણ છે. આવશ્યકતાઓની વૃદ્ધિથી જીવનનું સ્તર ઉન્નત થાય છે, પરંતુ સુખ અને શાન્તિનું સ્તર ઉન્નત થાય છે – એમ ન માની શકાય. ઈચ્છા-પરિમાણની સીમારેખા
ધાર્મિક મનુષ્ય, પણ સામાજિક પ્રાણી હોય છે. સામાજિક હોવાને લીધે તે અનિવાર્યતા અને સુવિધાની આવશ્યકતાઓને નથી છોડી શકતો. મહાવીરે ગૃહસ્થને તેના ત્યાગનો નિર્દેશ નથી આપ્યો. વિલાસિતા જેવી આવશ્યકતાઓને ધાર્મિક છોડવી જોઈએ - આ આધાર પર “ઇચ્છા-પરિમાણ'ની સીમા-રેખા દોરી શકાય.
અનિવાર્યતા અને સુવિધા જેવી આવશ્યકતાઓની પૂર્તિ કરતાં કરતાં વિલાસિતા જેવી આવશ્યકતાઓ અને ઇચ્છાઓનો સંયમ કરવો આવશ્યક છે. તેમાં આર્થિક વિકાસ અને ઉન્નત જીવન સ્તરની સંભાવનાઓનાં દ્વાર બંધ પણ નથી તથા
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૧
;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org