________________
વિલાસિતાના આધારે થનારી આર્થિક પ્રગતિ અને ઉન્નત જીવનસ્તરનાં દ્વાર ખુલ્લાં પણ નથી. અનિવાર્યતાની પરિભાષા
અર્થશાસ્ત્ર પ્રમાણે અનિવાર્યતા, સુવિધા, અને વિલાસિતાની સીમા આ રીતે છે – “સુખ દુઃખના આધાર પ્રમાણે આવશ્યકતાઓનું વર્ગીકરણ એ વાતથી નિર્ધારિત થાય છે કે કોઈ વસ્તુના ઉપભોગથી ઉપભોકતાને સુખ મળે છે અથવા ઉપભોગ ન કરવાથી તેને દુઃખ મળે છે. જો કોઈ વસ્તુના ઉપભોગથી મનુષ્યને થોડુંક સુખ મળે છે અને ઉપભોગ ન કરવાથી ઘણા દુઃખનો અનુભવ થાય છે ત્યારે એવી વસ્તુને આપણે અનિવાર્યતા કહીશું. જો કોઈ વસ્તુના ઉપભોગથી મનુષ્યને અનિવાર્યતાની અપેક્ષા અધિક સુખ મળે છે, પરંતુ તેનો ઉપભોગ ન કરવાથી અત્યંત સુખનો અનુભવ થાય છે તથા તેનો ઉપભોગ ન કરવાથી દુઃખ નથી થતું (સિવાય કે જ્યારે મનુષ્ય તે વસ્તુના ઉપભોગનો વ્યસની હોય છે, ત્યારે તેને વિલાસિતાની વસ્તુ કહે છે. જો કોઈ વસ્તુના ઉપભોગથી અલ્પસમય સુખ મળે છે તથા ઉપભોગ ન કરવાથી ઘણું કષ્ટ થાય છે ત્યારે તેને ધનોત્સર્ગિક વસ્તુ કહે છે.
સુખ – દુઃખના આધારે આવશ્યક્તાઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય છેઃ મનુષ્ય પર સુખદુઃખનો પ્રભાવ
વસ્તુઓ | વસ્તુનો ઉપભોગ કરવાથી તે વસ્તુનો ઉપભોગ ન કરવાથી. અનિવાર્યતાઓ | થોડુંક સુખ મળે છે. ઘણું દુઃખ થાય છે. સુખદાયક વસ્તુઓ કંઈક વધારે સુખ મળે છે. | થોડુંક દુઃખ થાય છે. (સુવિધાઓ) વિલાસિતાઓ ઘણું સુખ મળે છે. દુઃખ નથી થતું.
ધર્મની દૃષ્ટિ
અર્થશાસ્ત્રની દષ્ટિએ નૈતિકતા અને શક્તિ આ બધું ગૌણ છે. તેની સમક્ષ મુખ્ય પ્રશ્ન આર્થિક પ્રગતિ દ્વારા માનવીય કલ્યાણનો છે. તેના આધારે તે
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org