________________
વિલાસિતાનું સમર્થન કરે છે અને આર્થિક પ્રગતિ માટે તેને આવશ્યક માને છે. ધર્મ-ગુરુની દૃષ્ટિએ આર્થિક પ્રગતિનો પ્રશ્ન ગૌણ હોય છે. નૈતિકતા અને શાન્તિનો પ્રશ્ન મુખ્ય હોય છે.
ધર્મગુરુ સામાજિક વ્યક્તિને ધર્મથી દીક્ષિત કરે છે, એટલા માટે તે તેની આર્થિક અપેક્ષાઓની સર્વથા ઉપેક્ષા કરીને તેના માટે અપરિગ્રહના નિયમોની સંરચના નથી કરી શકતો. આ આધાર પર “ઇચ્છા-પરિમાણ વ્રતના પરિપાર્થમાં મહાવીરે આ નૈતિક નિયમોનો નિર્દેશ આપ્યો.
૧. ખોટું તોલ-માપ ન કરવું. ૨. ભેળસેળ ન કરવી.
૩. અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ ન વેચવી. ઈચ્છા-પરિમાણ નિયામક તત્ત્વ
સમાજના સંદર્ભમાં ઇચ્છા-પરિમાણના નિયામકનાં તત્ત્વ એ છે - પ્રામાણિકતા અને કરુણા. વ્યક્તિના સંદર્ભમાં તેનું નિયામક તત્ત્વ છે – સંયમ. ખોટું તોલ-માપ વગેરે ન કરવાની પાછળ પ્રામાણિકતા અને કરુણાની પ્રેરણા છે. વ્યક્તિગત ઉપભોગ ઓછો કરવા પાછળ સંયમની પ્રેરણા છે. મહાવીરના વતી શ્રાવક અથર્જનમાં અપ્રામાણિક સાધનોનો પ્રયોગ નહોતા કરતા અને વ્યક્તિગત જીવનની સીમા રાખતા હતા. ધનના સંગ્રહમાં અપ્રામાણિક સાધનોનો ઉપયોગ ન કરવો, સંગ્રહની નિશ્ચિત સીમા કરવી અને વ્યક્તિગત ઉપભોગમાં સંયમ કરવો - આ ત્રણે મળીને “ઇચ્છા – પરિમાણ વ્રતનું નિર્માણ કરે છે. ધર્મ અને ગરીબીનો પ્રશ્ન
આ આર્થિક વિપન્નતાનું વ્રત નથી. ધર્મ અને ગરીબી વચ્ચે કોઈ સમ્બન્ધ નથી. ગરીબ માણસ જ ધાર્મિક હોઈ શકે છે અથવા ધાર્મિક માણસ ગરીબ હોવો જોઈએ – આ ચિન્તન મહાવીરની દ્રષ્ટિથી ત્રુટિપૂર્ણ છે. ધર્મની આરાધના ન ગરીબ કરી શકે છે અને ન અમીર કરી શકે છે. જેના મનમાં શાન્તિની ભાવના જાગૃત થાય છે, તે ધર્મની આરાધના કરી શકે છે, પછી તે ગરીબ હોય કે અમીર. ધાર્મિક વ્યક્તિ ગરીબી અને અમીરી – બંનેથી અલગ થઈને ત્યાગી બને છે. જન્મથી: કર્મથી
આપણે ધર્મને જાતિનું એક રૂપ આપી દીધું છે. આપણા યુગમાં ધાર્મિક
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org