________________
જન્મથી ધાર્મિક છે. જે વ્યક્તિ જે પરંપરામાં જન્મ લે છે, તે વંશ-પરંપરાનો ધર્મ તેનો ધર્મ બની જાય છે. જન્મથી ધાર્મિકના માટે ઇચ્છા-પરિમાણનું વ્રત અર્થવાનું નથી. તે એ લોકો માટે અર્થવાનું છે, જે કર્મથી ધાર્મિક છે. આવા ધાર્મિક સાધુ-સંન્યાસીઓ જેટલા વિરલ નથી, છતાંપણ જનસંખ્યાની અપેક્ષાએ વિરલ જ હોય છે. એટલા માટે તેમના આધાર પર ના આર્થિક માન્યતાઓ સ્થાપિત થાય છે અને ન તેઓ આર્થિક પ્રગતિમાં અવરોધ બને છે. અધિકાંશ ધાર્મિક લોકો જન્મથી ધર્મના અનુયાયી હોય છે. તેઓ આવશ્યકતાઓનો ઘટાડો, અર્થ-સંગ્રહનો ઘટાડો, વિલાસિતામાં સંયમ અને નૈતિક નિયમોમાં વિશ્વાસ નથી કરતા. તેમનો ધર્મ નૈતિકતા-શૂન્ય ધર્મ હોય છે. તેઓ ધાર્મિક હોવાની સાથોસાથ નૈતિક હોવું આવશ્યક નથી માનતા. તેઓ ધર્મ પ્રત્યે રુચિ પ્રદર્શિત કરે છે, પણ તેનું આચરણ નથી કરતા. આવા ધાર્મિકોનો ધર્મ આર્થિક પ્રગતિને પ્રભાવિત નથી કરતો. આવશ્યકતાવૃદ્ધિનું સમર્થન
અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રગતિ માટે આવશ્યકતા વધારવાનો સિદ્ધાન્ત છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ તેનું મુક્ત સમર્થન કરે છે, તો કેટલાક અર્થશાસ્ત્રીઓ તેના મુક્ત સમર્થનના પક્ષમાં નથી. આવશ્યકતાઓને વધારવાના પક્ષમાં નીચેની દલીલો વ્યક્ત કરવામાં આવી છે
૧. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસને અધિકતમ સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
૨. આવશ્યકતાઓની વૃદ્ધિ સભ્યતાના વિકાસ અને જીવનસ્તરની ઉન્નતિમાં સહાયક થાય છે.
૩. આવશ્યક્તાઓની વૃદ્ધિથી ધનના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે.
૪. આવશ્યકતાઓની વૃદ્ધિથી રાજ્યની આર્થિક સ્થિતિ સુદઢ થાય છે પરિણામે તે રાજ્ય સૈનિક દષ્ટિકોણથી સશક્ત અને પોતાની રક્ષામાં આત્મનિર્ભર બને છે. વિપક્ષમાં દલીલ
આવશ્યકતાઓને વધારવાના વિપક્ષમાં નીચેની દલીલો વ્યક્ત કરવામાં આવી છેઃ
૧. આવશ્યકતાઓની વૃદ્ધિથી માણસ દુઃખ - કલેશનો અનુભવ કરે છે.
N
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૦૪
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-N
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org